પ્રણયવૃષ્ટી – ૫

 

પ્રણયવૃષ્ટી

પ્રકરણ – ૫



              “મેના, હવે જલ્દીથી આપણે આપણા સબંધની વાત આપણા પરિવારને કરવી જ રહી, હવે આપણી કોલેજ પણ પૂરી થવાની છે તો મળશું કઇ રીતે?”

              “જો વિપુલ, રહી વાત મળવાની તો એ કોઇપણ બહાને આપણે મળી શકવાના જ છીએ પણ જ્યાં સુધી હું સારી જોબ મેળવી પગભર ન થઇ જાઉ ત્યાં સુધી હું લગ્નગ્રંથીથી જોડાવા ઇચ્છતી નથી.”

              “જોબ? તારે જોબ કરવાની શી જરૂર છે? હું છું ને જોબ માટે યાર.”

              “તને મારા પરિવાર વિષે ખ્યાલ જ હશે અને જો ભૂલી ગયો હોય તો કહી દઉ કે હું અતિ ગરીબ પરિવારમાંથી આવુ છું. મારા અભ્યાસ માટે પપ્પા પાસે પૈસા ન હતા તો મને પરણાવશે કઇ રીતે? એટલે જ હું પહેલા મારા પગભર થવા ઇચ્છું છું.” મેના એ આ વાત કરી અને આ બાજુ વિપુલનું નાક ચડી ગયુ.

              “વિપુલ મને પણ તારાથી દૂર રહેવુ જરાય ગમતુ નથી પણ પ્લીઝ આ મજબુરી છે તે તારે સમજવી પડશે બાકી હું આજીવન તારી જ રહેવાની છું.” મેનાએ વિપુલનો હાથ પકડી સહેલાવતા કહ્યુ.

              “ઓ.કે. યાર, જેવી તારી ઇચ્છા. જોબ મેળવવા બાબતે અને બીજી કોઇ પણ બાબતે તારે જ્યારે મદદની જરૂર પડે ત્યારે કહેજે હું તારી સાથે જ હોઇશ.” વિપુલ દિવ્યાને અક્ષરશઃ પોતાની આપવીતી કહી રહ્યો હતો.

              “પછી શું થયુ વિપુલ?” દિવ્યાએ હળવેથી પુછ્યુ.

              “વિપુલ, ગુડ ન્યુઝ. મને જોબ મળી ગઇ છે વિપુલ.”

              “વાહ, તો આજે પાર્ટી પાકી ને? ચલ આજે મળીએ અને સાથે સેલીબ્રેટ કરીએ.”

              “ઓ.કે. આપણી કોલેજ પાસે આવ. હું ત્યાં જ આવુ છું. ત્યાંથી તુ કહે ત્યાં જશું.”

              “ઓ.કે. મેના, કમીંગ.” જસ્ટ વેઇટ ટેન મીનીટ્સ પ્લીઝ.”

              “હવે તો પાપા ને વાત કરીશ ને આપણા વિષે મેના?”

              “જી હા, હવે હું મોકો જોઇ મમ્મીને વાત કરીશ આપણા સબંધ બાબતે.”

              “વાઉ, મને પાર્ટી મળી ગઇ મેના. હું હવે એ દિવસની રાહ જોઇશ જ્યારે તુ મને આ ગુડ ન્યુઝ કહીશ.”

 ***********

              “વિપુલ, કાલે તારે અમારી સાથે આવવાનુ છે, દિવ્યેશ માટે છોકરી જોવા જવાનુ છે. તને તો ખબર છે દિવ્યેશ કેટલો શરમાળ અને અંતર્મુખી સ્વભાવ ધરાવે છે, તુ સાથે હશે તો તેને હિમ્મત મળશે.” વિપુલના પપ્પાએ તેને કહ્યુ..

              “ઓ.કે. પાપા, પણ કોણ છે એ છોકરી જે મારા ભાઇના જીવનમાં આવી રહી છે? તેનું નામ ફોટો કાંઇક તો બતાવો.”

              “એ બધુ કાલે તુ આવે ત્યારે જોઇ લેજે ને, અત્યારે તારા ભાઇની સાથે જા અને તેને હિમ્મત આપ, એ કાલનો મને ના જ કહે છે કે તે છોકરી જોવા નહી આવે.”

              “ઓ.કે. પાપા, હમણા જઇને ભાઇને મનાવુ છું, એ જરૂરથી આવશે અને છોકરી સાથે વાત પણ કરશે, તમે એ બધુ મારા પર છોડી દો.” કહેતો વિપુલ દિવ્યેશને મળવા ઉપર રૂમમાં ગયો.

              બીજે દિવસે નક્કી થયા મુજબ અમે બધા છોકરીના ઘરે જવા નીકળ્યા પણ મને ક્યાં ખબર હતી કે જે છોકરીને હું મારા ભાઇ માટે જોવા જઇ રહ્યો છું તે બીજુ કોઇ નહી પણ મેના જ હશે. જેવા અમે મેના ના ઘરે પહોંચ્યા કે મારા મનમાં અનેક પ્રશ્નો ઘુમરાવા લાગ્યા, પહેલા તો એમ થયુ કે નક્કી કાંઇક ભૂલ થઇ છે પણ જ્યારે અંદર જઇને અમે બેઠા અને મેના પાણી લઇને આવી ત્યારે હું હતપ્રભ થઇ બેઠો, જેને મારી ધર્મપત્ની બનાવવાની કસમ ખાધી હતી તેને આજે હું મારા ભાઇ માટે જોવા આવ્યો છું પણ ત્યારે એ સમય ન હતો કે હું કાંઇ કહી શકુ એટલે ચુપચાપ બેસવા સિવાય કોઇ છુટકો જ ન હતો. મને એમ જ હતુ કે ભાઇ મેનાને રિજેક્ટ જ કરશે કારણ કે ભાઇનો સ્વભાવ હું સુપેરે જાણતો હતો.

              પેલી બાજુ મેના પણ મને જોઇને અવાક જેવી થઇ ગઇ હતી. આગલા દિવસે તેણે મારી સાથે વાત કરવા ઘણા પ્રયત્ન કર્યા હતા પણ હું જ પાગલ ભાઇના લગ્નની વાત સાંભળી બાંવરો બની ગયો હતો તે તેની સાથે વાત કરવાનુ ટાળ્યુ હતુ.

              “એ મીટીંગ બાદ ઘરે આવી ભાઇએ મેના સાથે લગ્ન કરવાની હા કહી ત્યારે મારા માટે બહુ મોટુ ધર્મસંકટ આવી પડ્યુ. એક બાજુ મારો પ્રેમ હતો અને બીજી બાજુ મારો ભાઇ કે જે મારા માટે સર્વસ્વ હતો અને બીજુ કે તે એટલો લાગણીશીલ હતો કે જો તેને અમારા પ્રેમ વિષે ખબર પડે તો તે આઘાતમાં સરી પડે અને ન કરવાનુ કરી બેસે, એ બીકે મે મારો સ્વાર્થ છોડવાનુ નક્કી કરી લીધુ અને તે રાત્રે હું મેનાને મળ્યો.”

              “તે મારા પ્રેમને શું મજાક જાણ્યો છે તે આજે તારા ભાઇની વકાલત કરતો મારી પાસે આવ્યો છે? માણસ છું હું, કાંઇ રમકડુ નથી કે જેમ મરજી પડી તેમ ચાવી ઘુમાવી દીધી.”

              “મેના પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ યાર પ્લીઝ. આપણા સબંધની તેને જાણ થશે અને જો તે આઘાતમાં સરી ગયો તો હું આજીવન મારી જાતને માંફ કરી નહી શકુ. મારી તને વિનંતી છે કે તુ મારા ભાઇ સાથે લગ્ન કરી લે. મારા ભાઇ માટે આપણા પ્રેમને તિલાંજલી આપી દે.”

              “હું એટલી મહાન નથી વિપુલ અને મારે મહાન બનવુ પણ નથી. પણ તારા આવા વિચારોએ આજે સાબિત કરી દીધુ કે મારી જગ્યા તારા જીવનમાં ક્યાં છે. તારા ભાઇના લાગણીશીલ સ્વભાવવશ એ કાંઇ કરી છુટે તેમા મારો કોઇ દોષ નથી. તેના મનની નબળાઇ કે તે કોઇ અઘટિત પગલુ ભરી બેસે.”

              “સોરી મેના, તારા ઘરની તો હજુ મને ખબર નથી પણ મારા ઘરમાં બધાએ તને દિવ્યેશની પત્ની તરીકે લઇ આવવાના વિચારો સજાવી લીધા છે અને હવે હું કોઇપણ સંજોગોમાં આપણી વાત વચ્ચે લાવી શકુ તેમ નથી. અત્યારે તો ઠીક છે પણ હવે ક્યારેય આપણે બન્ને સાથે મારા ઘરમાં રહી શકીએ તેમ નથી કેમ કે એક યા બીજા કારણોસર બધાને તારી હાજરી ચુંભશે.”

              “ઠીક છે, ગો ટુ હેલ વિપુલ, તારા જેવો ડરપોક માણસ મે આ દુનિયામાં જોયો નથી. તારા ભાઇ સાથે મારા લગ્ન થાય કે ન થાય એ બહુ દૂરનો પ્રશ્ન છે પણ જો એક પળ માટે પણ તે મને સાચો પ્રેમ કર્યો હોય તો વચન આપજે કે આજ પછીથી મને તારો ચહેરો ન બતાવજે.”

**********

              “ઓહ માય ગોડ.” દિવ્યાએ નિઃશાસો નાખતા કહ્યુ.

              “પછી શું થયુ?”

              “પછી એ જ કે મેના ના મમ્મી-પપ્પાની જીદ્દ વશ તેણે ઝુંકવુ પડયુ અને મારા ભાઇ સાથે કમને લગ્ન કરવા પડયા. તે મારા ઘરમાં આવી પછી મને મારા ઘર પ્રત્યે જ અણગમો રહેવા લાગ્યો હતો. ઘર શું મને સ્ત્રીજાત પ્રત્યે જ નફરત થઇ જવા પામી હતી. છેવટે મક્કમ નિર્ધાર સાથે હું અહી આવી ગયો અને અહી મનને ખુબ જ વ્યસ્ત રાખવા માટે મે શેફની જોબ સ્વિકારી લીધી અને ફ્રી ટાઇમમાં ચેરીટી કરવા લાગ્યો. હાલ પણ મારા આ જીવનના રાઝને કોઇ જાણતુ નથી. મનમાં જ મે આ રાઝને દફનાવી રાખ્યો છે.”

              “તે જે કર્યુ તે સાચુ છે કે ખોટુ એ કહેવાનો તો મને કોઇ હક્ક નથી અને હું એ બાબતે ફેંસલો આપવા ઇચ્છતી પણ નથી પરંતુ એક વાત કહું વિપુલ, મે પણ મારા જીવનમાં બહુ ઉતાર ચઢાવ જોયા છે. તમે બન્ને તો લગ્ન પહેલા જ એકબીજાથી અલગ પડ્યા અને મારી હાલત જોઇ લે લગ્ન બાદ એ પણ અંજાન દેશમાં મારે તેનાથી દૂર થવુ પડ્યુ. એવુ નથી કે લવમેરેજ હોય ત્યાં જ દુઃખ થાય, અરેન્જ્ડ મેરેજમાં પણ ડુઃખ તો થવાનુ જ. લાગણીઓ તો ત્યાં પણ હોય જ છે. એટલે મારી સલાહ તો એ જ છે કે તુ આ દુઃખમાંથી બહાર આવ અને કોઇ યોગ્ય પાત્ર સાથે તારી બાકીની જીંદગી વિતાવ, જેથી વૃધ્ધાવસ્થામાં આપણુ કોઇ હમસફર રહે.”

              “દિવ્યા, એ જ સલાહ હું તને પણ આપી શકુ તેમ છું. તે કેમ કોઇ પાત્ર શોધવાનુ વિચાર્યુ નહી?”

              “કારણ કે મને આ દેશમાં તારા જેવો કોઇ મળ્યો જ નહી જેને હું મારુ દિલ સાચવવા આપી શકું.” બોલતા બોલતા દિવ્યા જરા રડી પડી.

              “એક વત કહું? મારા જેવો તો કોઇ અહી મળશે નહી પરંતુ હું જ તારુ દિલ સાચવું તો???”

              “શું????? વીલ યુ..............???



              “હા દિવ્યા, આપણે બન્ને સમયની થપ્પડ ખાઇ ચુક્યા છીએ. એક કામ કરીએ, પાસ્ટને ભૂલીને આપણે સાથે મળી બ્રાઇટ ફ્યુચર બનાવવા બાબતે વિચારીએ.”

              “આઇ કાન્ટ બીલીવ વિપુલ. યુ આર સો સ્વીટ, આઇ લવ યુ વિપુલ.” કહેતા દિવ્યા વિપુલને ભેટી પડી જાણે તેને જે જોઇતુ હતુ તે સામે ચાલીને ઉપરવાળાએ આપી દીધુ હોય.

 

***************************************************************

Comments

Popular posts from this blog

ગુનેગાર કોણ ? - 12

ગુનેગાર કોણ? - 4

બસ તું જ - 4

લાપતા - 2

હોસ્ટેલનો રૂમ-2