Posts

Showing posts with the label article

શરીર - એક જાદુઇ યંત્ર

Image
શરીર - એક જાદુઇ યંત્ર    શાલિની એક હાઉસ વાઇફ છે. સુખી સંપન્ન તેનો પરિવાર છે. પૈસા ટેકે પણ સમુધ્ધ. બસ માઇગ્રેનની તકલીફને કારણે જીવન દોજખ બની ગયુ. કેટલાય ડોકટર અને વૈદ્યની મુલાકાત લીધી પરંતુ દવા લીધા સુધી ફરક રહે પછી બસ ફરીથી એ જ તકલીફ શરુ. આનો કોઇ પરમેનન્ટ ઇલાજ ખરો?                  કયારેક અચાનક ખુબ જ ખુશીના સમાચાર મળે છે ત્યારે પેટમાં અને માથામાં તીવ્ર દુ:ખાવો હોય તો પણ ગાયબ થઇ જાય છે.   કયારેક ખુશીની પળોમાં શરીરની કોઇ જાતની તકલીફ અનુભવાતી નથી. ટેન્શન દુ:ખ વખતે કોણ જાણે કેવા શારીરિક રોગો આવી જાય છે. કોઇને શિયાળામાં ગરમ વસ્તુઓ ખાવામાં તકલીફ થાય છે અને કોઇને શિયાળામાં ગમે તેવી ઠંડી વસ્તુઓથી પણ કોઇ જાતની મુશ્કેલી થતી   નથી. બધાના શરીર કેમ અજબ ગજબ છે. બાહ્યથી એકસરખુ દેખાતુ આપણુ શરીર અંદરથી કેમ અલગ અલગ છે?                   મિસ્ટર મહેતાને હમેંશા નાના મોટા રોગો સતાવતા જ રહે છે. શિયાળો આવે સૌથી પહેલા શરદી અને તાવ તેને...

પ્રકૃતિ

Image
  પ્રકૃતિ       જળને જાણો જમુનાજી                  પાણી એ ઇશ્વરનું અમૂલ્ય વરદાન છે. પાણી એ ઓક્સિજન અને હાઇડ્રોજનનો બનેલો રાસાયણીક પદાર્થ છે જે ત્રણેય સ્વરૂપે જોવા મળે છે ઘન પ્રવાહી અને વાયુ. પૃથ્વીની સપાટીના ૭૦.૯% ભાગ પર પાણી છવાયેલ છે.જેમા મોટા ભાગે સમુદ્ર અને અન્ય સ્ત્રોત પર રહેલુ છે. ૧.૬% જેટલુ પાણી ભુગર્ભ જળ સ્વરૂપે છે અને ૦.૦૦૧% ભાગનું પાણી વાતાવરણમાં વરાળ,વર્ષા અને વાદળ સ્વરૂપે છે.                સ્વચ્છ પીવાલાયક પાણી તે માનવ અને અન્ય જીવસૃષ્ટી માટે જરૂરી છે.તેનો આડેધડ બેફામ ઉપયોગી કરવાથી ભયંકર પરિણામ ભોગવવું પડશે.પાણીનું સંયોજન સરળ હોવા છતા આપણે તેને બનાવી શકતા નથી,માટે આપણી પાસે એક જ ઉપાય છે કે પાણીને બચાવો. “બુધ્ધી વહાવો,પાણી બચાવો” અને ધરાને પાણીદાર બનાવો.                માણસનું શરિર ખોરાકમાંથી લોહી બનાવી શકે છે પરંતુ પાણી બનાવી શકતુ નથી માટે વ...

પળમાં ટેન્શનમુક્ત બનો.

Image
  પળમાં ટેન્શનમુક્ત બનો.           ચિંતા ચિતા સમાન છે. આજે કોઇ એવી વ્યક્તિ નથી જેને કોઇ ટેન્શન ન હોય. કોઇ એવી ઉંમર નથી જેમાં ટેન્શન ઓછુ હોય. બાળપણમાં ભણવાનુ ટેન્શન, યુવાનીમાં નોકરીનુ, બાળકોના ભણતરનુ અને વૃધ્ધાઅવસ્થામાં તબિયતનું ટેન્શન. જીવન આખુ ટેન્શનથી ભરેલુ છે. એક પુરુ થાય અને બીજુ ટેન્શન આવીને ઉભુ રહે છે. ચક્કર આમ જ ચાલ્યા કરે છે. ટેન્શનથી થતા નુકશાન: 1. યોગ્ય નિર્ણય લેવામાં મુશ્કેલી.                  વધારે પડતા તણાવભરી સ્થિતિમાં નિર્ણયશક્તિ કુંઠિત થઇ જાય છે. ચિંતામાં અને ચિંતામાં જીવનની બીજી પરિસ્થિતિમાં પણ યોગ્ય નિર્ણય લઇ શકાતો નથી. જરૂરી સ્થિતિમાં પણ યોગ્ય નિર્ણય લઇ શકાતો નથી. યોગ્ય નિર્ણય ન લેવાને કારણે ટેન્શનમાં વધારો થતો રહે છે. 2. વજનમાં વધારો કે ઘટાડો.                  ટેન્શનના કારણે શરીરની શારિરીક પરિસ્થિતિ પર પણ અસર પડે છે. કોઇનુ વજન ધીરે ધીરે ઘટવા લાગે છે તો ટેન્શનના લી...

એક નાનકડાં પ્રયાસથી બિમારીઓને દુર રાખો

Image
  એક નાનકડાં પ્રયાસથી બિમારીઓને દુર રાખો:             આ દુનિયામાં બિમારી કોને નથી થતી? આ દુનિયામાં દરેક વ્યક્તિને પોતાના જીવન દરમિયાન ઘણી બધી બિમારીઓનો સામનો કરવાનો થાય છે. આજકાલ તો કેટલી બધી જીવલેણ બિમારીઓ વધી રહી છે. જેના નામ સાંભળીને પરસેવા છુટવા લાગે છે. દર થોડા સમયે નવી બિમારીઓ બજારમાં આવી રહી છે. કદાચ તે કોઇ બિમારીના લક્ષણ આપણામાં દેખાય તો મોતિયા જ મરી જાય છે. બધી હિમ્મત હારી જવાય છે. ખરેખર જીવન અઘરુ બનતુ જાય છે! સાચે જ!   બિમારી થવાના કારણો:                                                                વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી બિમારી થવાના કારણો આપણે બે રીતે તપાસીસુ, 1. શારીરિક દ્રષ્ટિકોણથી:  રોગ...