Posts

Showing posts with the label nature

ઢળતી સંધ્યાએ ભાગ : 5

Image
  વાર્તાનુ નામ : ઢળતી સંધ્યાએ ભાગ : 5             “તને કાંઇ ખબર પડે છે કે નહી?” ગરમાગરમ ચા નો ઘુંટ પીવાથી ગુસ્સે થતો જીત તેની નાની બહેન વૃષ્ટી સામે મન ફાવે એ રીતે ઝઘડવા લાગ્યો.           “જીત, એ તારી નાની બહેન છે, આ રીતે વાત કરવાનો તને કોઇ હક્ક નથી.” માલતીએ સાંભળતાવેંત જ જીતને રોકતા કહ્યુ.           “તમે તો વચ્ચે ન બોલો એ જ સારૂ છે, મને ખબર છે બધી કે આ બધુ તમે જ આ ચાપલીને શીખવો છો. પપ્પાને આવવા દો, વૃષ્ટીની ફરિયાદ ન કરુ તો કહેજો મને.” જીત ધુંવાફુંવા થતો બોલ્યો.           “હા, આવવા દે તારા પપ્પાને, હું પણ જોઉ છું કે તુ શું કહે છે અને તે શું નિર્ણય લે છે.”           “કેમ બહુ પાંખો ફુટવા લાગી છે માલતી તને?” પાછળથી રાજેશભાઇએ આવતા ટોનમાં પુછ્યુ.           “ના, એવુ તે કાંઇ નથી પણ તમારા લાડકાને કહો કે તે સભ્યતાથી ઘરમાં વર્તન કરે, નાની...

પ્રકૃતિ

Image
  પ્રકૃતિ       જળને જાણો જમુનાજી                  પાણી એ ઇશ્વરનું અમૂલ્ય વરદાન છે. પાણી એ ઓક્સિજન અને હાઇડ્રોજનનો બનેલો રાસાયણીક પદાર્થ છે જે ત્રણેય સ્વરૂપે જોવા મળે છે ઘન પ્રવાહી અને વાયુ. પૃથ્વીની સપાટીના ૭૦.૯% ભાગ પર પાણી છવાયેલ છે.જેમા મોટા ભાગે સમુદ્ર અને અન્ય સ્ત્રોત પર રહેલુ છે. ૧.૬% જેટલુ પાણી ભુગર્ભ જળ સ્વરૂપે છે અને ૦.૦૦૧% ભાગનું પાણી વાતાવરણમાં વરાળ,વર્ષા અને વાદળ સ્વરૂપે છે.                સ્વચ્છ પીવાલાયક પાણી તે માનવ અને અન્ય જીવસૃષ્ટી માટે જરૂરી છે.તેનો આડેધડ બેફામ ઉપયોગી કરવાથી ભયંકર પરિણામ ભોગવવું પડશે.પાણીનું સંયોજન સરળ હોવા છતા આપણે તેને બનાવી શકતા નથી,માટે આપણી પાસે એક જ ઉપાય છે કે પાણીને બચાવો. “બુધ્ધી વહાવો,પાણી બચાવો” અને ધરાને પાણીદાર બનાવો.                માણસનું શરિર ખોરાકમાંથી લોહી બનાવી શકે છે પરંતુ પાણી બનાવી શકતુ નથી માટે વ...

ભયાનક સત્ય 2 ભાગ: 3

Image
           ભયાનક સત્ય 2      ભાગ: 3               અરુણ અને તેના સાયન્સ પ્રોફેસર દેવેન્દ્ર આહુજા રાક્ષસોના ઉપાય માટે ટાપુના કિનારા પાસે પહોંચી તો ગયા પરંતુ ત્યાં કડક ચોકી પહેરો હતો. તેઓએ પગ જ મુક્યો ત્યાં જ તેમના પર હુમલો થયો. મોટા મોટા રાક્ષસોએ તેમની પકડી લીધા. દોરડાં વળે બંન્ને બાંધી દીધા અને એકાદ બે ઝાડના ઠુંઠા હતા તેમાં ઉંચા ટાંગી દીધા.           પગ ઉપર અને માથુ હવા ખુબ જ તેજ વહી રહી હતી. તેઓ બધા તેને બાંધીને બુમો પાડતા ટાપુમાં અંદર જતા રહ્યા. તેઓ હવા ના કારણે ગોળ ગોળ ફરી રહ્યા હતા. અરુણને થોડી વારમાં ચક્કર આવવા લાગ્યા. તે ચીસ પાડવા લાગ્યો,           “સર, બચાવો મને આ હવામાં ઉંધા લટકવાથી મારુ માથુ ભમી રહ્યુ છે.” તેને હજુ વાક્ય પુરુ જ કર્યુ ત્યાં કકડાટ થયો અને અરુણની ડાળી તુટી પડી અને તે ધબ્બ દઇને નીચે પડ્યો અને નીચે રહેલા નાના નાના પથ્થર માથા પર ખુંચી ગયા. સદભાગ્ય વશ મોટો પથ્થર દુર હતો...

સોમ

Image
  વાર્તાનુ નામ: સોમ ભાગ-૧      “માં, મારે ઊડતા નથી શીખવુ. મારે તો બસ મસ્ત થઇને જીવવુ છે. મને ઊડવુ જરા પણ ગમતુ નથી.”                “બેટા ઊડવુ એ દરેક પક્ષીની જરૂરિયાત છે. આપણુ નાનુ અને હલકુ કદ ઇશ્વરે બનાવ્યુ છે ત્યારે બીજા પ્રાણીઓ અને મનુષ્યોથી બચવા માટે આપણી પાંખો જ આપણું એક માત્ર હથિયાર છે. જો આપણે ઊડતા આવડતુ હશે તો જ આપણે તેનાથી બચી શકશું અન્યથા આપણે પીંજરામાં કેદ બની માણસ ઇચ્છે તેમ જીવન જીવવું પડશે, વળી ઇશ્વરે આપણે પક્ષીઓને જ આ વરદાન આપ્યુ છે કે આપણે ઊંચે આકાશમાં ઊડીને કુદરતનો અસીમ નજારો માણી શકીએ અને માઇલો સુધી ઝડપથી સફર કરી શકીએ માટે બેટા ઊડતા શીખવુ આવશ્યક છે આપણા માટે.”                “પણ માં તેના માટે આપણે કેટલી મહેનત કરવી પડે છે? માણસોને તો કેટલુ સારુ છે? એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા તેની પાસે વાહનો છે અને હવામાં ઊડવા માટે તેની પાસે હવાઇજહાજ પણ છે અને તરવા માટે બોટ પણ છે. આપણે માણસ જેવા ન બની શકીએ?” રેવા ચકલી પોતાના મોટા ...