Posts

Showing posts with the label short story love story

નવું જીવન - 2

Image
 નવું જીવન - 2 નિરંજનના મૃત્યુ પછી કામિની શિવણ ઉપરાંત ભરતગુંથણ અને મજુરીકામે જવાનુ પણ શરૂ કરી દીધુ હતુ. આટલી તનતોડ મહેનત કરવા છતા પણ જે પણ કાંઇ કમાણી થતી તે તેના સાસુની દવા અને ઘરખર્ચમા વપરાઇ જતી. કારમી મોંઘવારી વચ્ચે બે પૈસા ક્યારેય બચતા નહી. ગામડામા શિવણ અને ભરતગુંથણની બહુ ખાસ આવક ન થતી અને જો શહેરમા રહેવા જાય તો તેને બે ટંક ખાવાના પણ ફાંફા મારવા જેવી પરિસ્થિતિ ઉભી થાય તેમ હતુ.                આખો દિવસ કામ કરવાને લીધે કામિનીનું શરીર પણ ઘસાવા લાગ્યુ હતુ. પાંત્રીસ વર્ષની ઉંમરે પણ તે પચાસ વર્ષ જેવી લાગતી હતી. ધીમે ધીમે નાના મોટા રોગ પણ તેના શરીરમા ઘર કરવા લાગ્યા હતા. આથી તેના સાસુના અથાક પ્રયત્નો છતા કોઇ યોગ્ય પાત્ર કામિની માટે મળતુ ન હતુ.                તેની જ્ઞાતિમાં હવે બધાની પરિસ્થિતિ સધ્ધર થવા લાગી હતી તેથી કામિની જેવી ગરીબ અને વિધવા સાથે કોઇ લગ્ન કરવા તૈયાર ન હતુ. જીવતીબેન તો પરજ્ઞાતિમા પણ ઓ યોગ્ય પાત્ર મળે તો કામિનીના લગ્ન માટે રાજી હતા પણ બીજી ...

નવું જીવન

Image
  નવું જીવન       દસ વર્ષની પ્રિયા ઘરે આવીને ખુબ જોરથી રડવા લાગી. તેના માતા-તો કામે ગયા હતા. તેના દાદીએ તેને રડવાનુ કારણ પુછ્યુ પણ પ્રિયા કાઇ ન બોલી. તે રડવા લાગી અને થોડીવાર બાદ પાણી પી ઘરલેશન કરવા લાગી.                સાંજે તેની માતા ઘરે આવી એટલે તેના દાદીએ તેને બધી વાત કરી. તેની માતાને પણ પ્રિયાનું રડવું વિચિત્ર લાગ્યુ. તે પ્રિયા પાસે ગઇ અને માથે હાથ ફેરવી પ્રેમથી તેણે પ્રિયાને પુછ્યુ , “બેટા શું થયુ? કેમ રડતી હતી?                પ્રિયા જોરજોરથી રડવા લાગી અને પોતાની ભાષામા તેણે તેની માતાને કહ્યુ “મા આજે બુધવાર હતો આજે ફરીથી શાળાના આચાર્ય મને પ્રાર્થનામા ઉભી કરીને ખીજાયા કે પ્રિયા સારા કપડા પહેરીને આવજે. ક્લાસમાં ટીચર પણ મને વઢ્યા કે પ્રિયા નોટબુક લઇને આવજે, પાટીમા લેશન નહી ચલાવું. મા મને પણ બીજા છોકરાઓની જેમ નવા કપડા અને સરસ નોટબુક અને પેન્સિલ એ બધુ લઇ દે ને.”            ...

પાતળો તાંતણો

Image
  પાતળો તાંતણો  “આજે ફરીથી તેણે મારી સાથે ઝઘડો કર્યો. કંટાળી ગયો છુ યાર હવે હુ શિલ્પાથી. કાંઇ સમજવા માંગતી જ નથી. નાની નાની વાતોમાં બસ તેનુ કટકટ ચાલુ જ હોય છે. એક તો આખો દિવસ પૈસા કમાવવા પાછળ દોડવુ અને ઘરે જતાવેંત જ તેની રોજની કથા સાંભળવી. બસ હવે તો સહન જ થાય તેમ નથી.”              “દિવુ, ચાલ્યા કરે યાર. આનુ નામ જ જીંદગી છે. એમ કાંઇ સંબંધ તોડી ના નખાય. આખરે શિલ્પા તારી પત્ની છે. તે ન સમજે પણ તુ તો સમજદાર છે ને? આપણે શાંતિ રાખવાની.”              “પત્ની પત્ની શુ પત્ની. તેને કાંઇ પતિ પત્નીના સંબંધ વિશે ખબર છે. તેને બસ ઝઘડો કરતા આવડે છે અને પોતાની વાત સાચી મનાવતા આવડે છે. શી ઇઝ્ અ ડમ ઇગોસ્ટીક પર્શન. આઇ ટોટલી ટાયર્ડ ફોર્મ હર.”              “પ્લીઝ કામ ડાઉન દિવુ. લે પાણી પી લે.” મારી ખાસ ફ્રેન્ડ તાન્યાએ મને પાણી આપતા કહ્યુ.                હુ પાણી પીને થોડ...

ફેક આઈ. ડી .

Image
ફેક આઈ. ડી .                    સાક્ષી આજે ખુબ જ ખુશ હતી. તે સવારના વહેલી ઉઠી ગઇ. ખરેખર તો તેને રાત આખી પડખા ઘસવામાં જ કાઢી નાખી હતી અને સવારના ચાર વાગ્યામાં ઉઠી ગઇ. તેના મમ્મી તો બે દિવસ પહેલા જ બેગ્લોર ગયા હતા. તેના ભાઇને ત્યાં જોબ મળી હતી એટલે થોડા દિવસ ભાઇ સાથે ગયા હતા ઘર સફાઇ અને થોડુ ત્યાં બધુ ગોઠવવા માટે ગયા હતા. તેના પપ્પા બેંકમા કલાર્ક હતા આથી માર્ચ એંડિગ હોવાથી તે વહેલા ઓફિસે જવાના હતા. તે પાંચ વાગ્યે ઉઠયા ત્યારે તેને પણ આશ્ચર્ય થયુ. રોજ દસ વાગ્યે ઉઠવા વાળી તેની દીકરી ખુબ જ વહેલી ઉઠી તૈયાર થઇ ગઇ હતી.          “કેમ બેટા આજે અત્યારમાં ઉઠીને તૈયાર થઇ ગઇ?”          “એકચ્યુલી પપ્પા મારા ફ્રેન્ડની બર્થ ડે પાર્ટી છે તો તેના માટે શોંપિગ અને પ્રિપેરેશન માટે સવારથી જવાનુ છે અને મમ્મી નથી તો વહેલા ઉઠીને પહેલા ઘરનુ બધુ કામ કરી લઉ.”          “સો ક્યુટ મારો સાવજ તો બહુ સમજદાર થતો જાય છે. તારી મમ્મી ખોટી ચિંતા કરત...

તારા વિના 😌

Image
તારા વિના 😌    પોતે શરમાઇને નીચે જોઇને હા પાડી હતી ત્યારે,           “તમારે જોબ કરવી હોય કે તમારી મનપસંદ   પોશાક પહેરવા હોય. કોઇ જાતનુ બંધન નથી તમને. મારા પરિવારમાં કોઇ બંધન નથી.”           પોતે મનોમન કેવી ખુશ થઇ ગઇ હતી. કેવો સુંદર અને સમજુ પરિવાર મળ્યો છે અને ઝડપથી એક મહિનામાં લગ્ન લેવાઇ ગયા પરંતુ એક મહિનામાં તો રોજ બે બે કલાક વાતો કરીને એકબીજાના ગાઢ પ્રેમમાં પડી ગયા. સરળ અને નિખાલસ ક્રિષ્ન ગમે તેના દિલમાં વસી જાય તેવો હતો. વળી આ ઉંમરે પણ તે એકદમ મેચ્યોર બની ગયો હતો. લગ્ન કરીને સાસરે આવીને ક્રિષ્ના ખુબ જ ખુશ હતી. ક્રિષ્ન સાથે જન્મોજન્મની કસમ ખાઇ લીધી હતી. આજે તેને છોડીને બીજા સાથે સંબંધ બાંધવા જઇ રહી હતી. શુ એકવાર તે તેને મનાવવા ના આવી શકે? તેને મનમાં ઇચ્છા થઇ આવી.           “ના બિલકુલ નહિ. હવે કયારેય તે એવા ઘરમાં પગ પણ નહિ મુકુ જયાં ઘરની લક્ષ્મીને તરછોડવામાં આવી હોય. ક્રિષ્નને આટલો બધો પ્રેમ કર્યો હોવા છતા તે તેના માતા પિતાના આંધળા પ્રેમમાં નિર્...