પાતળો તાંતણો

 પાતળો તાંતણો 




“આજે ફરીથી તેણે મારી સાથે ઝઘડો કર્યો. કંટાળી ગયો છુ યાર હવે હુ શિલ્પાથી. કાંઇ સમજવા માંગતી જ નથી. નાની નાની વાતોમાં બસ તેનુ કટકટ ચાલુ જ હોય છે. એક તો આખો દિવસ પૈસા કમાવવા પાછળ દોડવુ અને ઘરે જતાવેંત જ તેની રોજની કથા સાંભળવી. બસ હવે તો સહન જ થાય તેમ નથી.”

            “દિવુ, ચાલ્યા કરે યાર. આનુ નામ જ જીંદગી છે. એમ કાંઇ સંબંધ તોડી ના નખાય. આખરે શિલ્પા તારી પત્ની છે. તે ન સમજે પણ તુ તો સમજદાર છે ને? આપણે શાંતિ રાખવાની.”

            “પત્ની પત્ની શુ પત્ની. તેને કાંઇ પતિ પત્નીના સંબંધ વિશે ખબર છે. તેને બસ ઝઘડો કરતા આવડે છે અને પોતાની વાત સાચી મનાવતા આવડે છે. શી ઇઝ્ અ ડમ ઇગોસ્ટીક પર્શન. આઇ ટોટલી ટાયર્ડ ફોર્મ હર.”



            “પ્લીઝ કામ ડાઉન દિવુ. લે પાણી પી લે.” મારી ખાસ ફ્રેન્ડ તાન્યાએ મને પાણી આપતા કહ્યુ.

             હુ પાણી પીને થોડો શાંત બન્યો. તાન્યા મારી બેસ્ટ ફ્રેન્ડ હતી. તે મારી જીંદગીમાં શિલ્પાની પહેલા આવી હતી. હા, અભ્યાસ પુરો કર્યા બાદ વીસ વર્ષની નાની વયે ઓફિસ જોઇન કરી ત્યારથી તાન્યા તેની ફ્રેન્ડ હતી. બંન્ને આટલા વર્ષોમાં ગાઢ મિત્ર બની ગયા હતા. તેમની મિત્રતા એક પવિત્ર હતી.

            શિલ્પા સાથે દિવ્યેશના અરેન્જ્ડ મેરેજ હતા. શિલ્પા નો સ્વભાવ ખુબ જ કડક અને શંકાશીલ હતો. તેના આ સ્વભાવથી દિવ્યેશ સાવ કંટાળી જ ગયો હતો. આજે પણ નાનકડી વાતમાં સવાર સવારમાં દિવ્યેશ સાથે શિલ્પા એ ઝઘડો કર્યો હતો. તેના સ્વભાવને કારણે દિવ્યેશે ઓફિસની બહાર તાન્યા સાથેના તમામ સંબંધ છોડી દીધા હતા.

            તે ખાલી ઓફિસે જ તાન્યા સાથે મળતો અને વાતો કરતો. આજે પણ તાન્યા સાથે પોતાનુ હૈયુ ખાલી કર્યુ હતુ. તેને કોઇ રસ્તો દેખાતો ન હતો. તાન્યાને તેના ખાસ મિત્રની હાલત જોઇ શકાતી ન હતી. તેને ખુબ જ ચિંતા થતી હતી. તે બે ત્રણ વાર શિલ્પાને મળી હતી. શિલ્પા  આમ તો ખુબ જ દેખાવે ભોળી અને વ્યવસ્થિત હતી તો દિવ્યેશ સાથે કેમ વારંવાર ઝઘડા થતા હતા. શિલ્પાના સ્વભાવને કારણે તેની પર્સનલ મામલામાં કેવી રીતે દખલગીરી કરવી તે તાન્યાને સમજાતુ ન હતુ.

            તાન્યા આખો દિવસ ખુબ જ ટેંશનમાં રહી. ઘરે જઇને પણ તેને રૂખી રૂખી જોઇને તેના પિતાજી સુભાષભાઇ તેની પાસે આવ્યા અને પુછ્યુ,

            “કેમ બેટા, શુ થયુ? ઓફિસે કોઇ ટેન્શન છે કે ખાલી વર્ક લોડના કારણે? તેના પિતાજી તેના ખાસ મિત્ર હતા. બંન્ને વચ્ચે બાપ દીકરીથી વધારે મિત્રતાનો સંબંધ હતો. આથી તાન્યાએ કહ્યુ,

            “પપ્પા, હુ દિવ્યેશ અને શિલ્પાના સંબંધ બાબતે ટેન્શનમાં છુ? દિવ્યેશ જેવા મેચ્યોર અને સમજુ વ્યક્તિના જીવનમાં આવુ કેમ બની રહ્યુ છે?” તેના પિતાજી તે બંન્નેના સંબંધ વિશે બધુ જાણતા હતા અને તેમની મિત્રતાને સમજતા પણ હતા.

            “બેટા, દિવ્યેશને હુ સારી રીતે જાણુ છુ તારે શિલ્પાને સમજાવવાની જરૂર છે.”

            “પપ્પા, હુ પણ સમજુ છુ. પરંતુ હુ તેઓના જીવનમાં કેવી રીતે દખલગીરી કરી શકુ? આખરે મારો તેમની સાથે શું સંબંધ છે?”

            “હુ સમજી શકુ છુ બેટા. પરંતુ તારે દિવ્યેશ દ્વારા શિલ્પા ને સમજાવવાની જરૂર છે.”

            “હુ સમજી નહિ પપ્પા. આપ શુ કહેવા માંગો છો? હુ એકાદ બે વાર શિલ્પાને મળી છુ. તે દેખાવે ખુબ જ ભોળી અને વાતચીતે ખુબ જ ડાહી દેખાય છે. મારે તેને શુ સમજાવવાની જરૂર છે.”

            “બેટા, લગ્ન જીવનના તાંણાવાણા સમજવા ખુબ જ અઘરા છે. કયારેક તેને સમજતા સમજતા આખી જીંદગી વહી જાય છે. નવ પરિણીતોના જીવનમાં ઝઘડા એક સામાન્ય બાબત છે. અનજાન અને અજાણ્યા પરિવારમાંથી જોડાયેલા બે વ્યક્તિઓ જે ખુબ જ નાની વય ધરાવતા હોવાથી તેનામાં પરિપકવાતા અને સમજદારીનો અભાવ હોય છે. કયારેક પ્રેમ અને લાગણીને કારણે અસુરક્ષાની ભાવના પેદા થાય છે. આ ભાવના શંકામાં પરિણમે છે અને જે ઝઘડાનુ સ્વરૂપ ધારણ કરી લે છે.

            બેટા બે માંથી એક વ્યક્તિ સમજી જાય અને સમજદારીથી કામ લે તો એક સુખમય સંબંધ બચાવી શકાય છે. દિવ્યેશ ખુબ જ સમજુ અને પરિપકવ છે. હુ તેને સારી રીતે જાણુ છુ. શિલ્પામાં થોડી અપરિપકવતા હશે. આથી તારે દિવ્યેશને સમજાવવુ પડશે કે તેણે સમજદારી અને ધિરજપુર્વક કામ લેવુ પડશે.

            તાન્યાએ પોતાના પિતાજીની સલાહ મુજબ જ અનુસરણ કર્યુ. તેણે દિવ્યેશને શિલ્પા સાથે અનુસરણ સાધવાની સલાહ આપી અને નાની નાની વાતમાં ગુસ્સો છોડી સમજદારી અપનાવી પ્રેમભર્યો માહોલ બનાવવા કહ્યુ. દિવ્યેશ પણ તાન્યાની કોઇ સલાહ ન માને તેવુ બનતુ જ નહી. તેણે તાન્યાએ કહ્યા મુજબ જ શિલ્પા સાથે વર્તન વ્યવહાર કરવાનુ શરૂ કરી દીધુ. દિવ્યેશ કે જે પોતાના લગ્નજીવનનો અંત લાવવા સુધી પહોંચી ગયો હતો આજે તાન્યાની સલાહથી બન્ને સુખમય જીવન પસાર કરવા લાગ્યા. જીવનનો એક મોટો પડાવ લગ્નજીવનમાં ઘણી વખત એવુ બનતુ હોય છે કે બન્ને સાથીદારોના સ્વભાવ એકબીજાથી અલગ પડતા હોય છે ત્યારે તેનો ઉકેલ આ પડાવને થંભાવી દેવો તે નથી પણ બન્નેએ એકબીજા સાથે થોડુ નમ્રતાપુર્વક વર્તન કરી આ પડાવને સોનેરી સુગંધથી મહેકાવી દેવો જોઇએ.

            મિત્રો આજના આ ફાસ્ટ યુગમાં કોઇને કોઇ માટે સમય નથી પરંતુ પતિ-પત્ની બન્નેએ જીવનમાં ગમે તેવી ભાગદોડી રહે પરંતુ બન્નેના સબંધમાં કટુતા ન આવે તેની દરકાર લેવી જોઇએ. ગુસ્સામાં ઘણી વખત આપણે આ સબંધને અંત સુધી દોરી જવા સુધી પહોંચી જતા હોઇએ છીએ પણ બન્ને એકબીજાના પુરક છે તેનો અહેસાસ તેની ગેરહાજરીમાં જ થાય છે અને ત્યારે આપણી પાસે પસ્તાવા સિવાય કશું જ રહેતુ નથી.

            સાચુ ને મિત્રો???????

Comments

Popular posts from this blog

ગુનેગાર કોણ ? - 12

હોસ્ટેલનો રૂમ-2

લાપતા - 2

ગુનેગાર કોણ? - 4

બસ તું જ - 4