લોચો , ભાગ-૫
લોચો , ભાગ-૫
“સુકેતુ ચલો આપણે બન્ને નીકળીએ?”
સ્નેહાએ સુકેતાના રૂમને ક્નોક કરતા કહ્યુ.
“યા સ્નેહા, જસ્ટ ફાઇવ મિનિટ પ્લીઝ.”
“મમ્મી અમે બન્ને ફરવા જઇએ છીએ, આજે
આખો દિવસ ઘરે રહીને સુકેતુ કંટાળી ગયો હશે તો મને થયુ આજે હું તેને બહાર લઇ જઉ.”
“બહુ સારૂ કર્યુ બેટા, સાથે સ્નેહાને
પણ લઇ જા તો સારૂ રહેશે.”
“મમ્મી સ્નેહા સાધનાને ત્યાં જ રોકાઇ
ગઇ છે, હું તેને કોલ કરીને ત્યાંથી જ પીકઅપ કરી લઇશ.”
“ઓ.કે. બેટા. ધ્યાન રાખજે તારુ.”
“જી મમ્મી.” કહેતી સ્નેહા સુકેતુ
સાથે બહાર જવા નીકળી ગઇ. બન્નેની જોડી બહુ જામતી હતી. સ્નેહા અને તેની પસંદ સુકેતુ
બન્ને સાદગીને વળેલા હતા. ન કોઇ ઠાઠમાઠ ના કોઇ દેખાવ, નેચરલ લુક સાથે જ બન્ને બહાર
જવા નીકળ્યા હતા.
“સુકેતુ, ચાલો અહીની સર્વશ્રેષ્ઠ
હોટેલ બ્લુ મુન જઇએ. તને સાંજે નાસ્તો કરવાની ટેવ છે અને આજે હું એકદમ ભૂલી જ ગઇ.”
સ્નેહાએ હોટેલનો રસ્તો બતાવતા સુકેતુને કહ્યુ.
‘ઇટ્સ ઓ.કે. સ્નેહા, આઇ એમ ઓ.કે.”
“નહી ચલ, કહ્યુ ને એક વખત.” સ્ત્રીહઠ
સામે કોઇનું ચાલ્યુ છે તે સ્નેહા સુકેતુની વાત માને? એટલે સુકેતુએ સ્નેહાએ ચીંધેલા
રસ્તે બાઇક જવા દીધી.
**********
“છેલ્લી પંદર મિનિટથી રાહ જોઇ રહ્યો
છું સ્નેહાની, હજુ સુધી કેમ ન આવી એ?” હોટેલ બ્લુ મુનમાં રિતેશનું ધ્યાન એન્ટ્રન્સ
પર જ હતુ કે ક્યારે સ્નેહા આવે અને પોતે બધાની સામે પોતાના પ્રેમનો ઇઝહાર કરે.
“લુક ધીસ ઇઝ બ્લુ મુન હોટેલ.” સ્નેહાએ સુકેતુના
હાથમાં હાથ થામી દીધો અને બન્ને જણાએ અંદર જવા ડગ ભર્યા. આ બાજુ રિતેશની નજર
એન્ટૃન્સ પર જ ચોંટેલી હતી.
સ્નેહા અને સુકેતુ અંદર પ્રવેશ્યા
અને ધીમે ધીમે રિતેશના ટેબલ નજીક આવી ઊભા રહી ગયા.
“હાય રિતેશ, મને ઓળખી કે નહી?” અચાનક
આ રીતે તેને સંબોધતા રિતેશ વિચારમાં પડી ગયો અને બસ એકનજરે સ્નેહાએ જોવા લાગ્યો.
“ચલો હું જ મારી ઓળખ આપી દઉ, આજે મે
જ તને અહી મળવા બોલાવ્યો છે.”
“યુ મીન ટુ સે, આર યુ સ્નેહા?”
રિતેશે પ્રશ્ન પૂછી લીધો.
“હા હું જ સ્નેહા છું, એ જ સ્નેહા કે
જે છેલ્લા છ માસથી જુનાગઢમાં નથી, એ જ સ્નેહા કે જેને બહુ ઓછુ બોલવાની ટેવ છે, એ જ
સ્નેહા કે જે અંતર્મુખી પ્રતિભા ધરાવે છે.”
“નહી નહી સ્નેહા, તને ઓછુ બોલવાની
ટેવ છે એમ કોણ કહે છે? તુ મને તો ક્યારેય અંતર્મુખી સ્વભાવની લાગી જ નથી. કોણ આવી
અફવા ફેલાવે છે સ્નેહા?”
“મારો બેસ્ટ ફ્રેન્ડ અને હું જેને
દિલ દઇ બેઠી છ્ એ સુકેતુ જ મને આમ કહે છે.” સુકેતુ સામે ઇશારો કરતા સ્નેહાએ કહ્યુ.
“વ્હોટ? આર યુ મેડ સ્નેહા?” રિતેશ
ઊભો થઇ ગયો અને ગુસ્સો તેની આંખોમાં વર્તાવા લાગ્યો.
“કાલ્મ ડાઉન રિતેશ, લે પાણી પી લે
અને શાંતિથી બેસી જા. હું તને અહી બધુ સત્ય કહેવા જ આવી છું અને રિતેશને સરૂઆતથી
અંત સુધી બધી વાત કહેવાનુ શરૂ કરી દીધુ. જેમ જેમ સ્નેહાની વાત આગળ વધવા લાગી તેમ
તેમ રિતેશને બધુ સમજાવા લાગ્યુ પણ તેની આંખોમાં ગુસ્સો એમ નો એમ જ હતો.
ત્યાં અચાનક સામેથી નેહા અને સાધના
બન્ને આવતી દેખાઇ રિતેશને. રિતેશ ઘડીક સ્નેહા સામે તો ઘડીક નેહા સામે જોતો રહ્યો.
બન્નેના ચહેરાની સામ્યતા જોઇ તે પણ હતપ્રભ થઇ ગયો. નેહા રિતેશ સાથે નજરથી નજર
મીલાવી શકતી ન હતી.
“બેસી જા નેહા, જે થયુ તે થઇ ગયુ, આ
છોકરમત કરવામાં તે અનેક લોકોની ભાવનાઓ સાથે રમત રમી છે.” સ્નેહાએ ગુસ્સાના ભાવથી
નેહાને આદેશ આપ્યો.
“આઇ એમ સોરી દીદી.” બોલતા જ નેહા
રડવા લાગી.
“સોરી મને કહેવાની કોઇ જરૂર નથી, જે
કાંઇ કહેવાનુ હોય તે રિતેશને કહે અને તેની માંફી માંગ. આઇ એમ ગોઇંગ.” કહેતી સ્નેહા
સુકેતુ સાથે ત્યાંથી નીકળી ગઇ અને ઇશારો કરીને સાધનાને પણ બોલાવી લીધી.
“વ્હોટ ઇઝ ધીસ નેહા? આ બધુ સાચુ છે
જે હમણા સ્નેહાએ મને કહ્યુ?” રિતેશે નેહાને પુછ્યુ.
“આઇ એમ સોરી રિતેશ, મને ખબર ન હતી કે
સ્નેહાદીદી જેવી ભોળી શરમાળ અને શાંત છોકરી કોઇના પ્રેમમાં પડી જશે. તારા જેવો
હોંશીયાર અને સારો છોકરો સ્નેહાના જીવનમાં આવે એ માટે મે આ નાટક કર્યુ હતુ. પ્લીઝ
મને માંફ કરી દે.” નેહા બોલતા બોલતા ધૃસકે ધૃસકે રડી પડી.
“યાર પ્લીઝ તુ આમ રડ નહી. સાચુ કહું
તો હું મારી સાથે વાતો કરનારી અને મને હરપલ મોટીવેટ કરનારી ચેટીંગ ફ્રેન્ડના
આંસુને બરદાસ્ત કરી નહી શકું પ્લીઝ કાલ્મ ડાઉન યાર.” રિતેશે નેહાના હાથને પોતાના
હાથમાં લેતા કહ્યુ.
“ઓ.કે.
આઇ વીલ બી કાલ્મ ડાઉન પણ તારે મને માંફ કરવી પડશે.” નેહાએ પોતાના આંસુઓને રોકતા
કહ્યુ.
“સ્નેહાએ મને બધી વાત કરી ત્યારે
મારા મનમાં બહુ ગુસ્સો ચડ્યો હતો કે મારી સાથે છેતરપીંડી કરનારને હું ક્યારેય માંફ
નહી કરું પણ સાચુ કહું તો તારા આંસુએ મને ઝુકાવી દીધો. મારા દિલમાં તારા પ્રત્યે
કોઇ ધૃણા નથી નેહા.”
“થેન્ક્સ અ લોટ રિતેશ. થેન્કસ અ
લોટ.” નેહાએ બન્ને હાથે રિતેશના હાથને પકડી લીધો.
“એક પ્રશ્ન પુંછું? સાચો જવાબ આપે
તો?”
“હા પૂછી લે, તારી સામે હવે કાંઇ
જુઠ્ઠુ નહી બોલુ.”
“કદાચ સ્નેહા કોઇના પ્રેમમાં પડી ન
હોત અને અમારા બન્નેના લગ્ન થવા જઇ રહ્યા હોત તો તું એ પરિસ્થિતિ સહન કરી શકત ખરી?
શું આટલા મહિનામાં એક ક્ષણ માટે પણ તારા દિલમાં મારા પ્રત્યે લાગણીના ભાવ અંકુરિત
નહી થયા?”
“સાચુ કહું તો એ પરિસ્થિતિ મારા માટે
અસહ્ય જ હોત, કેમ કે સ્નેહાનું નામ લઇને મે તારી સાથે વાતો કરી, પ્રેમનો ઇઝહાર થયો
ત્યારે મને એમ જ હતુ કે આ બધુ મારા માટે રમત જ છે પણ સાચુ કહું તો સ્નેહાનું તો
માત્ર નામ હતુ, સ્નેહાના નામે હું તારા પ્રેમમાં સરી પડી હતી.”
“હતી??????? શું અત્યારે આજની ક્ષણે
તને મારી સાથે પ્રેમ નથી?” રિતેશે નેહાની આંખમાં આંખ મીલાવી પુછ્યુ ત્યાં નેહાની
નજરો લજ્જાથી ઢળી પડી અને મીઠુ મધુરુ સ્મિત તેના મુખે રમવા લાગ્યુ.
“હવે તો કહી દે કે તુ રિતેશને પ્રેમ
કરે છે.” પાછળથી સ્નેહા સુકેતુ અને સાધનાએ સાથે કહ્યુ ત્યાં નેહાએ રિતેશના
હાથમાંથી પોતાનો હાથ છોડાવી લીધો.
“નેહા, મે કહ્યુ હતુ ને કે માણસ
સામેવાળાની પ્રકૃતિને પ્રેમ કરે છે અને તે જોયુ ને કે રિતેશનો પ્રેમ તારા માટે જ
હતો, મારા માટે નહી. નામમાં શું રાખ્યુ છે? નામ તો માણસે બનાવેલા છે પણ સ્વભાવ
કુદરતે આપણને આપ્યો છે અને રિતેશને તારો એ જ સ્વભાવ ગમ્યો છે.” સ્નેહાએ નેહાની
બાજુમાં બેસતા કહ્યુ.
“લેટ્સ હેવ સેલીબ્રેશન ટુડે.”
સુકેતુએ પોતાનો મંતવ્ય આપતા કહ્યુ અને વેઇટરને બોલાવી પહેલાથી જ ઓર્ડર કરેલી કેક
મંગાવી લીધી.
“વાઉ જીજુ, બહુ સરસ કેક છે. આ બધુ
ક્યારે કર્યુ તમે?” નેહાએ સુકેતુને પુછ્યુ.
“તારા અને રિતેશ માટે આ સરપ્રાઇઝ હતુ
નેહા. અમને ખબર જ હતી કે તમે બન્ને એકબીજાથી વધારે સમય નારાજ રહેવાના જ નથી એટલે
અહીથી નીકળીને અમે આ જ કામ કર્યુ છે. અમે ત્રણેય આ જ હોટેલમાં હતા અને આ
સેલીબ્રેશનની તૈયારી કરી રહ્યા હતા.”
“થેન્ક્સ અ લોટ દીદી જીજુ એન્ડ માય
બેસ્ટ ફ્રેન્ડ સાધુ.” નેહા બધાને ભેટી પડી. રિતેશ નેહાની ખુશી જોઇ ખુબ ખુશ હતો.
રિતેશ-નેહા અને સુકેતુ*સ્નેહાએ સાથે
મળીને કેક કટ કરી અને હોટેલમાં બધાની સામે રિતેશે ઘુંટણીયાભેર બેસી નેહાને પ્રપોઝ
કર્યુ અને નેહાએ તેઓ સ્વિકાર કરી લીધો. તાળીઓના ગડગડાટથી હોટેલનો એ હોલ ગુંજી
ઉઠ્યો.
“ચલો નેહા, હવે ઘરે જઇએ?” સ્નેહાએ
કટાક્ષમાં પુછ્યુ.
“હા સ્નેહાદીદી, ચલો જઇએ.”
“અરે યાર, આઇ એમ જોકીંગ. તુ અને
રિતેશ બન્ને સાથે સમય વિતાવો. અમે જઇએ છીએ. આમ પણ હવે મારે કાંઇક વધારે વિચારવુ
પડશે મમ્મી પપ્પાને મનાવવ માટે. હવે એક મારા માટે જ નહી આપણા બન્ને માટે
મમ્મી-પપ્પાને મનાવવા પડશે મારે.” સ્નેહાની વાતથી હાસ્યનું મોંજુ રેલાઇ ગયુ.
**********
સમાપ્ત.
Nice
ReplyDeletethank you so much
ReplyDelete