ગુનેગાર કોણ ? - 6
ગુનેગાર કોણ ?
ભાગ : 6
ફોન
કપાય ગયો. અવધેશે ફરી ડાયલ કરવા નંબર સ્ક્રીન પર લખ્યા પરંતુ ડાયલ કી ટચ ન કરી
શક્યો. તે ખૂબ જ ગભરાવા લાગ્યો હતો. પરંતુ આ દુનિયા જ એવી હતી કે અહી ડગલે અને
પગલે મૃત્યુ તમારી સાથે જ રહે છે. ભાઈના મોતનો બદલો લેવા તે કાવ્યા સાથે જોડાયો
હતો પરંતુ હવે મૃત્યુ તેની જ નજીક આવી રહ્યું દેખાતું હતું. ભાઈએ હમેશા તેને આ
દુનિયાથી દૂર રાખ્યો હતો. ભાઈના મૃત્યુથી તેને એટલો આક્રોશ ભરાય આવ્યો કે તે આ
કીચડમાં ફસાવવા આવી ગયો. હવે તેના પગ એવા જકડાય ગયા કે ન તો તે બહાર નીકળી શકતો
હતો ન તો કઇ મેળવી શકતો હતો.
હવે તેને ખૂબ જ અફસોસ થઈ રહ્યો હતો આના
કરતાં તો બદલાની ભાવના છોડી દીધી હોત તો ભાઇનો પરિવાર તો સચવાઈ જાત. હવે તેને કઈક
થઈ જશે તો બિચારી માં દીકરીનું શું થશે? તેને કઇ પણ સમજાતુ ન હતું. ફરી ગળું
સુકાવવા લાગ્યું હતું તે અત્યાર સુધી આખું
માટલું ભરીને પાણી પી ચૂક્યો હતો.
ગ્લાસ માટલામાં નાખ્યો તો તળિયે પહોંચી ગયો.
“અવધેશ
પાણી પૂરું થઈ ચૂક્યું છે. હું હમણાં ભરી લાવું છું.” દર્શના ભાભી હવે ભાભી મટી
તેની મા બની ચૂકી હતી. તે બધુ સમજાતી હતી પરંતુ દિયર ભાભી વચ્ચે ચર્ચા કરવા માટે
શબ્દો ન હતા. મજબૂરી માણસોને લાચાર બનાવી દે છે.
તે ખૂબ જ હાંફી ગઈ બાદ ઊભી રહી. તે ખૂબ જ દૂર આવી પહોંચી હતી. સારું થયું ફોન હાથમાં રહી ગયો હતો. તેને ફોન ચેક કર્યો,
“વાહ
કનફોર્મ લેટર મળી ગયો હતો.” તે એકદમ ખુશ થઈ ગઈ બધો જ થાક અને દૂ;ખ ભૂલાય ગયું. નવો
ઉત્સાહ શરીરમાં વ્યાપી ગયો. પૈસા તો હતા નહીં એટલે થાકને ભૂલી તે ચાલતા જ હોસ્પિટલ
તરફ વળી. બે કલાક ચાલ્યા બાદ જનરલ હોસ્પિટલ પહોંચી. તે થાક અને ચક્કરના કારણે
પાડવા જતી હતી ત્યાં અચાનક જ કોઈએ તેને સહારો આપી પકડી લીધી.
તેને સહારો તો મળી ગયો હતો પરંતુ જીવન હજુ અધૂરું લાગી રહ્યું હતું. રીતેશની ગિફ્ટ જોતાં જ તે ઈમોશનલ બની ગઈ હતી પરંતુ હવે ઈમોશનલ બનવા માટેનો સમય ખાસ્સો દૂર નીકળી ગયો હતો. હવે તો માત્ર તે એક કાળો ઓછાયો બની ગઈ હતી જેના પર પડે તેનો સત્યાનાશ વળી જાય. અત્યારે રીતેશના પરિવારનો વારો હતો. ભલે તેના માટે ગમે તેવી કુરબાની આપવી પડે. તે માટે તે તૈયાર જ હતી. મનમાં ગાંઠ વાળી લીધી પરંતુ મો પરના ભાવાર્થ સાવ અલગ જ રાખવાના હતા. તેમાં તો તે માસ્ટર હતી.
“લવ યુ સો માચ ડાર્લિંગ” તે એકદમ ખુશ
થતા રીતેશને ભેટી પડી. તેને વળગીને ખૂબ જ અલગ અહેસાસ થઈ રહ્યો હતો. તે પોતાના મનને
સમજાવવા માટે નિષ્ફળ બની રહી હતી. હવે તે શું કરશે? રીતેશની ગિફ્ટ અને તેના સાથે
થોડી પળ માટે તેને ઈમોશનલ કરી દીધી હતી. આગળ રસ્તો કાઢવો ખૂબ જ કઠિન હતો.
*************************
એમ્બ્યુલસના સાયરન સાથે કણસવાના ડૂસકાં
સંભળાતા હતા. તે ઊભી થઈ જોવા લાગી પાછળની બારીમાંથી પણ કઇ દેખાયું નહીં, દર્દ ચીસો
અને રડવું હોસ્પિટલમાં સામાન્ય હોય છે. તેના માટે તો સાવ સામાન્ય હતું. ફિરોઝના
કાકીના હાથમાંથી બચી તે ઇરફાનના હાથમાં ફસાઈ હતી. તેની જિંદગી માટે દુ:ખ, તકલીફો, પીડાએ
એક ખૂબ સામાન્ય વસ્તુ હતી
તે દિવસ ચક્કર ખાતા બચાવી હતી અને બે
મીઠી વાતોમાં તે એવી આવી ગઈ તેની સાથે
નિકાહ પઢી લીધા અને જિદગી વધારે દોજખ બની ગઈ.
*********
પરિસ્થિતિ દોજખ બની રહી હતી. ખૂન,
કાતિલ ઠંડી અને ઉપરથી લાઇટ પણ જતી રહી. મેઘના તાપણા પાસે બેઠી હતી છતાંય ખૂબ જ કંપી રહી હતી.
“મેઘના યુ નો એરિક અને હું ઘણા સારા
મિત્ર હતા. તે સુંદર હોવા છતાંય ખૂબ જ નિરાભીમાની અને સાલસ છોકરી હતી.” સુરેશે વાત
કરતાં કહ્યું.
“તેનો પતિ તમારી કોલેજમાં ન હતો ને?”
મેઘનાએ પૂછ્યું.
“હા, જશપાલ અમારી સાથે કોલેજમાં ન હતો
પરંતુ તેઑ બંને સાથે જોબ કરતાં હતા તેમાં ઓળખાણ બની ગઈ અને તેઓએ લગ્ન કરી લીધા.
હું તેને ખાસ સારી રીતે ઓળખતો નથી.” સુરેશે જણાવ્યું.
“મને તો તેની નજર ખૂબ જ ખરાબ લાગી.”
મેઘનાએ કહ્યું.
“મને પણ થોડું એવું લાગી રહ્યું હતું
હજુ કાઇ ઓળખાણ બને તે પહેલા તો આ ઘટના બની ગઈ.” સુરેશે પણ મેઘનાની વાતમાં સૂર
પુરાવતા કહ્યું.
“યુ મીન કોલેજ બાદ એરિક સાથે તમારો ખાસ
સંપર્ક ન હતો?” મેઘનાને એરિકના મૃત્યુ બાદ ચેન ન હતું. તેને ઘણા પ્રશ્નો થઈ રહ્યા
હતા. તેથી તે સુરેશ પાસે બધુ જાણી લેવા માંગતી હતી.
“ના, એવો વધારે સંપર્ક હતો નહીં
ક્યારેક કામ વખતે વાત થઈ હોય બાકી તેના લગ્ન વિષે આઇડિયા હતો પરંતુ જશપાલ સાથે તો
કોઈ પરિચય જ નહતો.” સુરેશે કહ્યું.
“કદાચ જશપાલ જ ખૂની હોય તો?” મેઘનાને
એક ઝબકારો થયો એટલે તે તાપણા પાસેથી એકાએક ઊભી થઈને બોલી ઉઠી.
“બની શકે. શંકાનો દાયરો પૂરેપૂરો તેના
પર જાય છે.” સુરેશને પણ તેમનો મત સાચો લાગ્યો એટલે તેની વાતમાં સૂર પુરાવ્યો.
“વળી તે ક્યારનો ક્યાંય દેખાતો પણ
નથી.” મેઘના એ કહ્યું.
“મેઘુ, તારી વાતમાં દમ લાગી રહ્યો છે.
તે એરિકની લાશ મળ્યા બાદ ક્યાંય પણ દેખાય નથી રહ્યો. મને પણ 100 % લાગી રહ્યું છે
કે જશપાલ ખૂની હોય શકે.” મેઘના સામે નજર મિલાવીને સુરેશે કહ્યું. બને વિચારમાં પડી
ગયા
*********
સુરેશ સાથે મેઘનાના એરેજન્ડ મેરેજ હતા.
મેઘના બેંગલોર એન્જિનિયર કોલેજમાં અભ્યાસ પૂર્ણ કર્યો હતો. તેની પાસે ખૂબ સારા
પગારની જોબ પણ હતી પરંતુ બીજા બાળક નંદનના જન્મ બાદ જોબ છોડી તે હમેશા માટે સુરેશ
સાથે મુંબઈ રહેવા આવી ગઈ હતી. સુરેશનો કાપડનો કારોબાર ધોમ ચાલતો હતો આથી પૈસાની
કોઈ અગવડ ન હતી. આથી બાળકો માટે મેઘના જોબ
છોડીને કાયમી માટે મુંબઈ આવી ગઈ હતી. તે હાઉસ વાઈફ હતી પરંતુ ખૂબ જ સ્માર્ટ હતી.
વધુ આવતા અંકે .......
ભાગ 7 વાંચવા અહી ક્લિક કરો :Part 7
Comments
Post a Comment