ગુનેગાર કોણ ? - 7

 ગુનેગાર કોણ ? 

ભાગ : 7 



 “એલા ટુ બી શું વાટું કરે છે. આપણે ગલઢયાઓને શું ફરવા નો શોક.” શ્રીમતી એલા ઝવેરીએ કહ્યું.

            “બુધ્ધી થઈ ગઈ ટુ હું ટુ હજુ જુવાન છોકરો જ છું.” કંપતા હાથે ટીકીટ ડ્રોઅરમાં મુકતા શ્રીમાન વેલપ ઝવેરીએ કહ્યું.

            “સાલ્લો ગળઢો થી ગયો તો બી કુદકા ની ગયા. ટુ ઉબો રે હું ભી આવતે તારી સાથ. પછી ટુ ક્યાંય કોક છોકરી સાથ ભાગી બાગી જય તો શું કરવું ?”

            “ટુ મારી સુંદર છોકરી સાથ આવ ની તો તારો આ છોકરો ક્યાંય ની જાય”

            “હવે રહેવા દ્યો રહેવા. હું ની જયતી તું ની સાથ.”

            “હવે ચાલણી મારી સાથ. તાને બી કોઈ મળી જાય તો હું છૂટું.” વેલપ ઝવેરીએ હસતાં હસતાં કહ્યું.

            “શું બોલ્યો નવરા ઉબો રે.” માંડ માંડ લાકડી ને ટેકે ધીમે ધીમે આગળ જતાં પાછળ એલા ઝવેરી ગયા.


            ************************

             “કેટલી વખત કહ્યું છે કે કનફોર્મેશન વિના ફોન નહીં કરવાનો.” કાવ્યાની ત્રાડથી સામે અવધેશ કંપી ગયો.

            “પણ મેંમ” અચકાતા આટલું જ બોલ્યો.



            “હવે ફાટ ને એની જાત નો. બક હવે અને આ છેલ્લી વખત જવા દીધો હવે રૂલ્સ બ્રેક થયા તો .. સમજી ગયો ને?” કાવ્યા એ સખત ગુસ્સા સાથે કહ્યું.

            “જી” અવધેશે ડરીને એકદમ મૃદુતાપૂર્વક કહ્યું.

             “ભે .. મારી ગયા જલ્દી બોલ. મારી પાસે ફાલતુ ટાઈમ નથી. તું સામે નથી નહીં તો ચાર પાંચ ઘૂસેડી દીધી હોત.” કાવ્યાનો ગુસ્સો સાતવે આસમાને પહોંચી ગયો હતો.



            “ના ના કહું છું. એક બહુ મોટી મિસ્ટેક થઈ ગઈ છે.” અવધેશે  ડરતા ડરતા કહ્યું.

            “મિસ્ટેક” કાવ્યાની ચીસ સાંભળીને અવધેશના હાથમાંથી ફોન છટકતા રહી ગયો.

            હવે બોલ્યા વિના છુટકો જ ન હતો. તેને કાવ્યાની પહોંચની ખબર હતી કે છુપાવીને કોઈ ફાયદો ન હતો.

            “બોલ હવે હું કહું એના” કાવ્યાનો ગુસ્સો ટોચ પર પહોંચી ગયો હતો.

            “સબજેક્ટ સબજેક્ટ” અવધવેશ બોલી શકતો ન હતો. તેની બધી હિંમત ખતમ થઈ ગઈ હતી. કાવ્યા સાથે વાત કરવા કરતાં ચાર પાંચ ગોળી જાતે માથા પર ધરબી લેવી સહેલી હતી.  તે કામમાં નવો હતો એટેલે ભૂલ થયા બાદ તેને કાવ્યાને ડરતા ડરતા ફોન કર્યો હતો. પરંતુ હવે તેને મનમાં ખૂબ જ ડર લાગી રહ્યો હતો.

                    ************

           ડરથી તે ખૂબ જ કંપી રહ્યો હતો. તે ચીસ પાડવા જાય તે પહેલા ચાકૂનો ઊંડો વાર અને લોહીનો ફૂવારો છૂટયો. મૃત્યુ ચીસ સાંભળનાર પણ કોઈ નજીક ન હતું. નકાબધારી સ્માઇલ સાથે નીકળી ગયો. હજુ કોઈને કાઇ ખબર પડે તે પહેલા તે ખૂબ જ દૂર નીકળી ગયો હતો.

            ***************

            દૂર ખૂબ દૂર નીકળી જવું છે એ વિચાર સાથે પ્રથમેશ તૈયાર થવા લાગ્યો. રાતથી અત્યાર સુધી દસમી વખત આત્મહત્યા કરવાનો વિચાર મનમાં આવી ગયો પરંતુ આ વખતે પણ હિંમત ન થઈ અને તે તૈયાર થવા લાગ્યો. જે થશે તે જોયું જશે. જીદંગી દુ:ખ આપવામાં શું બાકી રાખ્યું છે? આ પણ ભોગવાય જશે. અચાનક જ સામે ફોટો ફ્રેમમાં કડારાયેલ પિતાનો ચહેરો જોતાં જ આસું સારી પડ્યું અને તે હિંમત એકઠી કરીને બેગમાં કાગળ ગોઠવવા લાગ્યો.


            બધુ જ સરસ ગોઠવાય ગયું હોય તેવું શાબાનાને લાગ્યો. હુસેન સાથે લગ્ન બાદ ફિરોઝ કે કાકીને તેની સામે જોવાની હિંમત પણ ન થતી હતી. તેની મહોલ્લામાં હુસેનના પરિવારનું ખૂબ જ નામ હતું. વળી હોસ્પિટલમાં નર્સની કાયમી સરકારી નોકરી પણ મળી ગઈ હતી. જીવન હવે ખૂબ જ રંગીન લાગી રહ્યું હતું. પરંતુ કિસ્મતમાં જ દૂ:ખના રોટલા લખાવીને આવી હોય તેના માટે સુખ માત્ર ઝાંઝવાનું જળ જ બનીને રહે છે. એક દીકરીનો જન્મ થતાં જ હુસેનનું અસલી રૂપ તેની સામે આવવા લાગ્યું.

**

અસલી રૂપ શું હતું તેનું અસલી રૂપ કાવ્યા પોતે પણ ભૂલી ગઈ હતી કે આખરે તેનું અસલી રૂપ શું હતું ? ભૂલ તેને જરાય પોસાય તેમ ન હતી તેને આજ સુધી કોઈને છોડ્યા ન હતા પરંતુ અવધેશ કઈક અલગ હતો. તેની આંખની માસુમિયાત વીસ વર્ષ પહેલાંની કાવ્યાની યાદ આપવી રહી હતી તે ઊંડા અંધેરા ગર્તામાં ડૂબી જઇ રહી હતી તેમ વધારે કરુણ બની રહી હતી. શું અવધેશ પણ? વિચારોના ઊંડા બહાવમાં તે ખુપી રહી હતી



            ઊંડા કાદવમાં તે ખુપી રહી હતી કોઈ પ્રવાહ તેને અંદર ખેચી રહ્યો હતો. તેને પોતાના પર કોઈ કાબૂ ન હતો. તે બચવા માંગતી હતી છતાંય કાઇ કરી શકતી ન હતી તેને બૂમો પાડવા પ્રયાસ કર્યો પરંતુ મોમાંથી કોઈ અવાજ જ ન નીકળ્યો. હાથ પગ હલાવવા પ્રયાસ કર્યો પરંતુ બધુ જ જકડાય ગયું હતું   

            તેને ખૂબ જ દર્દ થઈ રહ્યું હતું પરતું મો માંથી ચીસ પણ નીકળી રહી નહોતી આખાય શરીર પર ખૂબ જ પરસેવો વળી રહ્યો હતો. તે એક તીણી ચીસ સાથે પથારીમાંથી ઊભી થઈ ગઈ. નાઈટ લેમ્પના આછા અજવાસમાં તેને જોયું કે રિતેશ ગાઢ ઊંઘમાં હતો.

            ************************

            ગાઢ ઊંઘ છેલ્લા વીસ વર્ષથી માણી ન હતી. આખા દિવસની નોકરી અને જવાબદારી છતાય રાત્રિ તો એમ જ સૂની અને ખાલી.

            બધી જ ચહલપહલ શાંત પડી ચૂકી હતી. બારીની બહાર રાત્રીની ઠંડક વર્તાય રહી હતી. આંખો બધ કરીને તે સૂવાનો પ્રયાસ કરી રહી હતી અચાનક જ રાત્રિના નિર્બંધ અંધકારમાં યાત્રીના પગ પાસે કઈક સળવળી રહ્યું હોય એવું લાગ્યું સળવળાટ ખૂબ જ ધીમો હતો શાબાનાને પોતાનો ભ્રમ લાગ્યો આથી તે પડખું ફરી ગઈ 

ભાગ 8 વાંચવા અહી ક્લિક કરો :Part 8

Comments

Popular posts from this blog

કિસ્મત

વજન કેવી રીતે ઘટાડવું ?

ગુનેગાર કોણ ? -2

બંધ રૂમ

ગુનેગાર કોણ?