Posts

Showing posts with the label horror series

કાલિયા રાક્ષક

Image
                   વાર્તાનુ નામ: કાલિયા રાક્ષક                  પ્રાચી આજે રોજ કરતા ઘણી વહેલી ઓફિસે આવી ગઇ. આવીને ઘડિયાળમાં જોયુ તો સવારના સાત વાગ્યા હતા. તેની પાસે ત્રણ કલાકનો ટાઇમ હતો. દસ વાગ્યા સુધીમાં પ્રેઝન્ટેશન તૈયાર કરીને તેની ટીમ સાથે નીકળી જવાનુ હતુ. બોસ અને બધા સાડા આઠ સુધીમાં આવી જવાના હતા. આ વખતેના પ્રેઝનટેશનમાં તે પોતે હેડ હતી એટલે વિશેષ જવાબદારી તેના પર હતી. બોસે તેના પર વિશ્વાસ રાખ્યો હતો અને આટલી મોટી જવાબદારી તેને સોપી હતી. આ વખતે ઓર્ડર મળી જાય તો તેઓની કંપનીને મોટો ફાયદો થવાનો હતો. ઉત્સાહમાં અને ઉત્સાહમાં તેને રાત્રે ઉંઘ પણ આવી ન હતી. છેલ્લા આઠ દિવસથી તેની ટીમ મહેનત કરી રહી હતી. સમય સંજોગ જોયા વિના તેઓ બધા મંડ્યા હતા આજે પરીક્ષણનો દિવસ હતો.                  આજે હવે ખાસ કંઇ કામમાં બાકી ન હતુ પરંતુ પ્રાચી કોઇ રિસ્ક લેવા ન માંગતી હતી તેથી ત...

સીમનું રહસ્ય

Image
  સીમનું રહસ્ય                  “હુ કાંઇ ન સાંભળુ તારે જ જવુ પડશે.”                  “બટ સર”                  “કેમ ડરી ગઇ?”                  “એમ તો છપ્પનની છાતી અને કરાટે ચેમ્પિયન રંજીતા સામે જોવાની કોઇ હિમ્મત શુ વિચારે પણ નહિ અને તે એક ગામડા ગામની ભુતની વાયકાથી ડરી ગઇ” રંજીતાના બોસ કેશવભાઇના આ ટોણાથી રંજીતા છમ છમી ઉઠી.                  “સર હુ જવા માટે તૈયાર જ છુ પરંતુ આજે નહિ આવતી કાલે. આજે મારે એક ખાસ પાર્ટીમાં જવાનુ છે.”                  “ઓ.કે. ડન. આવતી કાલે તુ જીવતપુર ગામના સીમમાં ભુતના અસ્તિત્ત્વ વિશે તપાસ કરી અને અહેવાલ લઇ આવીશ. યુ ક...

અઘોર સાધના

Image
 અઘોર સાધના  રાતના સાડા બાર થયા હતા. પવન જોર જોરથી ફુંકાઇ રહ્યો હતો. વીજળીના ચમકારા ડરાવી રહ્યા હતા.           “શ્વેતા હવે ટી.વી. બંધ કર બેટા સવારે વહેલુ સ્કુલે જવુ છે કે નહિ.” ઘરમાં બધુ સમેટીને બારી દરવાજા બંધ કરતા બ્રિન્દાએ કહ્યુ.           બ્રિન્દાનો પતિ કેતન ટ્રેનિગ માટે બહાર ગયો હતો. ઘરે તે અને તેની દીકરી શ્વેતા જ હતા. વીજળીના ચમકારા અને પવનથી તેને થોડો ડર લાગી રહ્યો હતો. તેથી તે ફટાફટ હવે સુઇ જવા માંગતી હતી.           “શ્વેતા હવે ચલ ઉપર સુઇ જઇએ”           “માં હવે પાંચ મિનિટમાં પિકચર પુરુ જ થઇ રહ્યુ છે. તુ સુઇ જા હુ હમણાં જ આવુ છુ.”           “જલ્દી સુઇ જજે હો બેટા ફરી સવારે ઉઠાશે નહિ.” બોલતા બોલતા બ્રિન્દા ઉપરના રૂમમાં ગઇ. ત્યાં બેડરૂમમાં પણ બારી ખુલ્લી હતી તેમાંથી વીજળીનો તેજ લિસોટો અંદર આવ્યો અને વાદળાનો જોરદાર ગગડાટ સંભળાયો. બ્રિન્દા ખુબ જ ગભરાઇ ઉઠી આમ તો તે ઘણ...

ભુતિયા રેસ્ટોરન્ટ

Image
  ભુતિયા રેસ્ટોરન્ટ  વિષય : નવલકથા પ્રકરણ : 1             ફકીર જેવો રઘુ ફરી પાછો સ્મશાન અને રેલ્વે સ્ટેશન વચ્ચે આવેલા નાનકડા રિસોર્ટમાં રોકાવા આવ્યો. આ રિસોર્ટસ ખખડધજ હાલતમાં હતુ અને સ્મશાનની નજીક હોવાને કારણે અહીં ખાસ કોઇ રોકાતુ ન હતુ. ખુબ જ સસ્તા ભાડામાં મળતુ હોવા છતાંય રાતવાસો કોઇ અહીં ન કરતુ. બસ દિવસે કોઇક રડ્યા ખડ્યા મુસાફરો અહીં આવીને રોકાતા અને તેની રેસ્ટોરન્ટમાં જમવા માટે લોકો આવતા. ખુબ જ સુંદર સુવિધા ધરાવતુ હોવા છતાંય કોઇ ત્યાં રહેતુ જ ન હતુ.   એક રઘુ થોડા થોડા સમયે આવીને અહીં રોકાતો. તેને કોઇ ભય પણ ન લાગતો હતો. રિસોર્ટનો સ્ટાફ પણ રાત્રે ન રોકાતો. રઘુ રોકાઇ ત્યારે તેને રિસોર્ટની ચાવી તેને આપીને સ્ટાફ જતો રહેતો. રઘુ એકલો જ અહીં રહેતો. આથી રિસોર્ટના માલિકો તેને ખાસ ડિસ્કાઉન્ટ આપતા.  તે દિવસ આખો રખડતો રહેતો અને રાત્રે નશામાં આવીને ઢળી પડતો તે સીધી બીજા દિવસની સવાર પડતી હતી. તેને તેથી કોઇની બીક લાગતી ન હતી. તેને કોઇ નડતુ જ ન હતુ.   રઘુને આખુ ગામ શું? આસપાસના બધા ગામના લોકો ઓળખતા હતા. તેનો કોઇ પરિવાર કે ઘરબાર ન હતા. તે...