અઘોર સાધના
અઘોર સાધના
રાતના સાડા બાર થયા હતા. પવન જોર જોરથી ફુંકાઇ રહ્યો હતો. વીજળીના ચમકારા ડરાવી રહ્યા હતા.
“શ્વેતા હવે ટી.વી. બંધ કર બેટા સવારે
વહેલુ સ્કુલે જવુ છે કે નહિ.” ઘરમાં બધુ સમેટીને બારી દરવાજા બંધ કરતા બ્રિન્દાએ
કહ્યુ.
બ્રિન્દાનો પતિ કેતન ટ્રેનિગ માટે બહાર
ગયો હતો. ઘરે તે અને તેની દીકરી શ્વેતા જ હતા. વીજળીના ચમકારા અને પવનથી તેને થોડો
ડર લાગી રહ્યો હતો. તેથી તે ફટાફટ હવે સુઇ જવા માંગતી હતી.
“શ્વેતા હવે ચલ ઉપર સુઇ જઇએ”
“માં હવે પાંચ મિનિટમાં પિકચર પુરુ જ થઇ
રહ્યુ છે. તુ સુઇ જા હુ હમણાં જ આવુ છુ.”
“જલ્દી સુઇ જજે હો બેટા ફરી સવારે ઉઠાશે
નહિ.” બોલતા બોલતા બ્રિન્દા ઉપરના રૂમમાં ગઇ. ત્યાં બેડરૂમમાં પણ બારી ખુલ્લી હતી
તેમાંથી વીજળીનો તેજ લિસોટો અંદર આવ્યો અને વાદળાનો જોરદાર ગગડાટ સંભળાયો. બ્રિન્દા
ખુબ જ ગભરાઇ ઉઠી આમ તો તે ઘણી વખત પતિ વિના ઘર પર રહી હતી પરંતુ આવા વાતાવરણમાં
તેને ખુબ જ ભય લાગી રહ્યો હતો. તે ઝડપથી બારી બંધ કરવા ગઇ ત્યાં તો તેનો હાથ કોઇકે
પકડી લીધો તે ખુબ જ ગભરાઇ ઉઠી. ભયના માર્યા ધ્રુજવા લાગી.
*******************
“હવે શુ કરીશુ મહારાજ” ગભરાતા ગભરાતા ચેલા
નિશ્વાસે કહ્યુ.
“ચુપ મર સાલા. મારી સાધનામાં વિક્ષેપ
પાડીશ નહી” ધુત્કારી નાખી તેઓના વડા વિરૂપાનંદે ચલમ ફુકતા કહ્યુ.
નિશ્વાસ બહાર ચાલ્યો ગયો. રાત્રિના ઘોર
અંધકારમાં તમરા બોલી રહ્યા હતા ખાલી વિરૂપાનંદની આ ટોળી જ જાગી રહી હતી તેઓ અઘોરી
બાવા હતા અને કાળી સાધના માટે જાગી રહ્યા હતા. વિરૂપાનંદ તો તેની ઝુંપડીમાં ગહન
ચિંતનમાં ચલમ ફુંકવા લાગ્યા. પરંતુ નિશ્વાસ ને ચેન ન હતુ. તે સ્વભાવે ઉતાવળિયો અને
ચિંતાતુર હતો તેને છેલ્લા દસ દિવસથી કયાંય ચેન નહોતુ.
“હવે શુ થશે?” એ ચિંતા તેને જંપવા જ દેતી
ન હતી. આજે નિખાલસ ચર્ચા માટે તે વિરૂપાનંદ પાસે આવ્યો હતો. પરંતુ તે તેના સ્વભાવ
વશ કોઇ સાથે બહુ વાત કરતા જ નહોતા.
બહાર આવ્યો એટલે નિશ્વાસનો ખાસ મિત્ર
અસ્વરૂપ મળી ગયો. તેઓની ટોળીમાં આઠ જણા હતા તેઓના વડા વિરૂપાનંદ હતા તે બધી
સાધનામાં પારંગત હતા. નિશ્વાસ અને અસ્વરૂપ પણ આ બધુ શીખવા માટે તેઓની સાથે જોડાયા
હતા. બાકી બે જણા કિચિંતન અને બેલવાન તો હજુરિયા જ હતા. બસ સેવકની જેમ વિરૂપાનંદની
ચાકરી કર્યા કરતા અને તેની આજુબાજુ ફર્યા રહેતા હતા. તેની હા તો હા અને ના તો ના.
મશીનની જેમ તેના હુકમ પ્રમાણે કામ કરતા.
બીજા ત્રણ લોકોમાં ડ્રેવત, મંજીદાનંદ અને
વૈશ્વનો સમાવેશ થતો હતો. તેઓને વિરૂપાનંદ કે ટોળીમાં રસ ન હતો. તેઓને તો સામ્રાજય
જોઇ તુ હતુ. તેઓને પોતાના સ્વાર્થમાં જ રસ હતો. બસ વિરૂપાનંદ પાસે ઘણી બધી વિઘા
હાંસલ કરી તેઓ પોતાના ક્રુર સ્વાર્થ સાધવા માંગતા હતા. આ બધી મુસીબત તેના હિસાબે જ
ઉભી થઇ હતી. આ બધા લોકોથી નિશ્વાસ દુર જ રહેતો હતો તેને ફકત અસ્વરૂપ સાથે જ વધારે
મેળ પડતો હતો. મોટેભાગે તે બંન્ને સાથે જ રહેતા હતા. આજે વિરૂપાનંદ ધુત્કારી નાખતા
બહાર અસ્વરૂપ મળી જતા નિશ્વાસ ને થોડો ઉત્સાહ આવી ગયો.
“મળી આવ્યો?” અસ્વરૂપે પુછ્યુ એટલે
ટુંકાક્ષરી
“હા” માં જવાબ આપ્યો.
“મે તેને કહ્યુ હતુ કે તે નહિ જવાબ આપે’
“પણ તો શુ કરવુ યાર. તને ખબર તો છે ને”
“થઇ જશે તુ આટલી ચિંતા શા માટે કરે છે?”
**********************
બીજે દિવસે સવારે આખા શહેરમાં ખળભળાટ મચી
ગયો. સાધના કોલોની જેવો ભરચક અને વ્યવસ્થિત વિસ્તારમાંથી બે લાશ મળી આવી. કેતન ને
તો હજુ વિશ્વાસ જ ન આવતો હતો કે તેની વહાલસોયી પત્ની કલ્પના અને તેની લાડકી દીકરી શ્વેતા
હવે આ દુનિયામાં નથી રહ્યા.
પોલીસે આવીને આખા ઘરની તપાસ કરી લીધી.
કયાંય કોઇ ચોરી કે ઝપાઝપીના નિશાન ન હતા. માં દીકરીમાંથી કોઇનો પણ બળાત્કાર પણ થયો
ન હતો. કોઇ તીક્ષ્ણ હથિયારથી કલ્પનાનુ ખુન કરવામાં આવ્યુ હતુ અને શ્વેતાનુ તો
હ્રદય જ બેસી ગયુ હતુ.
********************
“ઇન્સ્પેકટર સાહેબ, ઇન્સ્પેકટર સાહેબ મારે
એક કમ્પલેન્ટ લખાવવી છે.” લગભગ દોડતા પોલીસ ચોકીમાં એક પચ્ચીસેક વર્ષની યુવતિએ
આવતાવેંત ઇન્સપેકટર યાદવને કહ્યુ.
“મેડમ
બેસો, બોલો શુ થયુ?” હજુ સવારમાં ઇન્સ્પેકટર યાદવ આવ્યો જ હતો. સવારમાં ઉઠવામાં મોડુ થઇ જતા ચા પણ
પિવાય ન હતી. ફટાફટ તૈયાર થઇને નીકળી ગયો હતો. અહીં આવીને ચા મંગાવી જ હતી ત્યાં આ
છોકરી આવી ગઇ. મનોમન તે ધુંધવાઇ ગયો. પરંતુ તેની ફરજ આગળ કાંઇ કરી શકે એમ ન હતો.
“સર, એક ભયાનક રાક્ષક મે જોયો.”
“વોટ” થોડી ચીડ સાથે ઇન્સ્પેકટર જાદવે
કહ્યુ. એક તો સવારની ચા પીધી ન હતી. ઉપરથી આ છોકરી ધડ માથા વગરની વાત કરી રહી હતી.
તેનો પારો ઉંચો ચડવા લાગ્યો હતો.
“સર હુ ગઇ કાલે રાત્રે મારા સનની દવા લઇને
સ્કુટી પર આવી રહી હતી ત્યારે મે એક ભયાનક રાક્ષક જોયો. તે રસ્તા પરથી જઇ રહ્યો
હતો.”
“તો” અકળાઇને ઇ ન્સપેકટર જાદવે કહ્યુ.
“પ્લીઝ ઇન્સપેકટર સાહેબ તમે કમ્પલેઇન્ટ
નોંધી લો અને તપાસ કરો. આવો વિકરાળ માણસ આપણા સમાજને નુકશાનકારક બની શકે છે.”
“મેડમ તમને તો કાંઇ થયુ નથી ને?”
“ના”
“તો શુ સવાર સવારમાં આવી જાવ છો. કોઇ હશે
રખડુ અલગારી કે દારૂડિયો. અંધારામાં ભ્રમ થયો હશે. મહેરબાની કરીને ઘરે જાવ અને
શાંતિથી રહો” માંડ પોતાની અકળામણ દબાવી જાદવે શાંતિથી કહ્યુ.
“પ્લીઝ ઇન્સપેકટર મારો ભ્રમ નથી. મે ખરેખર
એક વિકરાળ આકૃતિને જોઇ હતી. તમારી ફરજ છે કમ્પલેઇન નોંધવાની.”
“મેડમ મારી ફરજ શું છે. તે મને સારી રીતે
ખબર છે. પોલીસ કાંઇ નવરી નથી આવી વાહિયાત ફરિયાદ નોંધવા માટે મહેરબાની કરીને આપ જઇ
શકો છો.” સ્ત્રી દાક્ષિણ્ય હોય કે સ્ત્રી પ્રત્યેનો ભય હોય ગમે તે હોય તેના મનમાં
તે ગુસ્સો દબાવીને થોડા જ ઉગ્ર સ્વરથી કહ્યુ.
હવે કાંઇ ચર્ચાને અવકાશ ન રહેતા મોઢુ
બગાડીને કવિતા જતી રહી.
“પેઠા જલ્દી કડક મસાલેદાર ચા લઇ આવ.”
*************************
“બસ હવે ડ્રેવત નો પત્તો લાગી જાઇ તો આપણે
સર્વ સત્તાધીશ બની જઇશુ.” ચલમ ફુંકતા ફુંકતા મંજીદાનંદે કહ્યુ.
“હા આ વિરૂપાનંદથી આઝાદ થઇને દુનિયા પર
રાજ કરીશુ.” અટ્ટહાસ્ય કરતા વૈશ્યએ કહ્યુ.
“ચાલ હવે બંધ કર તારા ખિલખોટા સુઇ જઇએ
હવે. મારી તો આંખો ઘેરાઇ રહી છે.”
“મારી તો ઉંઘ સાવ ઉડી ગઇ છે. આ ડ્રેવત સાલો જયારથી ગયો છે ત્યારથી.”
“જાગ કુતરા તુ તારે. હુ તો જાવ છુ સુવા
માટે.” માંડ માંડ નશામાં ધુત ઉભો થતા મંજીદાનંદ ઝુંપડીના દરવાજા પાસે જ ફસડાઇને
સુઇ ગયો.
************************
“ડિવાઇસ કોલોનીમાં આજે ફરીથી એક ખુન થઇ
ગયુ.” ઇન્સપેકટર પટેલે પોતાની ડયુટી પર હાજર થતા કહ્યુ.
“આપણા શાંત શહેરને આ શુ થઇ ગયુ? આટલા
વર્ષોમાં કયારેય હત્યા જેવો ગુનો થયો ન હતો. જે થયાં તે માત્ર વેરઝેરમાં ભાઇભાઇ ના
કે ભાગીદારો વચ્ચે કયારેક કયારેક થયા હતા.” ઇન્સપેકટર જાદવે છાપુ નીચે મુકતા
કહ્યુ.
“સાહેબ પેલી છોકરી આવી હતી તેના પર થોડી
તપાસ કરવાની જરૂર હતી.” સબ ઇન્સપેકટર યાદવે કહ્યુ.
“તુ શુ યાદવ બકવાસ કરે છે. તે નવરી હતી.
તેની વાતમાં કાંઇ દમ ન હતો. આ ખુનનો આખો મામલો જ અલગ જ છે. ચાલ પેઠા એક મસાલા ચા
લઇ આવ.”
**************************
“ઔમ હ્રીમ સ્રીમ કાલે જાદુ કી શક્તિકી જય
હો” નિરૂપાનંદે અગ્નિ પ્રકટાવી તેના પર ભસ્મ નાખીને મંત્રોચ્ચાર કરી રહ્યા હતા.
“આજે પંદર દિવસ થયા. ડ્રેવત નો કોઇ પત્તો
નથી. ગુરૂજીની વિદ્યા કાંઇ કામ આવતી નથી.”
“નિશ્વાસ મને પણ ચિંતા થાય છે. તે સાંભળ્યુ કાંઇ?”
“શેની વાત કરે છે તુ?”
“આજે હુ શહેરમાં ગયો હતો. લોકોમાં ભય
વ્યાપી ગયો છે. ડ્રેવને આતંક મચાવ્યો છે. તેને અત્યાર સુધીમાં ચાર ખુન કરી નાખ્યા
છે.”
“અરે બહુ ખરાબ કહેવાય. આપણે કાંઇક કરવુ
જોઇએ. નહિ તો શહેરમાં ફફડાટ મચી જશે અને અનેક લોકો તેના શિકાર બની જશે.”
“મને એક વિદ્યા આવડે છે. ગુરૂજી સુઇ જાય
ત્યારે વહેલી પરોઢે તેની સાધના કરીશુ. ડ્રેવતને જરૂર પાછો બોલાવીશુ.” નિશ્વાસ અને
અસ્વરૂપની કાનાફુંસીથી ગુસ્સે થઇને મોટેથી વિરૂપાનંદ “સ્વાહા” બોલ્યા અને મોટી
અગ્નિ જવાળા થઇ.
નિશ્વાસ અને અસ્વરૂપ ગુરૂના સંકેતને સમજી
ગયા અને તેઓ શાંતિથી સાધનામાં બેસી ગયા. રાત્રિના અઢી વાગ્યા સુધી સાધના ચાલી. બધા
થાકીને લોથપોથ થઇ ગયા અને ભુખ પણ ખુબ જ લાગી હતી.
બધા પેટ ભરીને જમીને સૌ સૌની ઝુંપડીમા સુઇ
ગયા. શહેરથી દુર તેઓ નિર્જન વિસ્તારમાં છાવણી નાખી હતી. મોટેભાગે તેઓ બિજા અઘોરીની
જેમ રાત્રે સાધના કરતા અને દિવસના ભાગમાં સુતા રહેતા હતા અને પછી જાગીને ચક્કર
મારતા.
નિશ્વાસ અને અસ્વરૂપે પણ બીજા સાથે
ઝુંપડીમાં જવાનુ નાટક કર્યુ. તેઓએ બધાથી છુપી સાધના કરવી હતી. આથી કોઇને કાંઇ પણ
જાણ થઇ જાય તો તેઓ ફસાઇ જાય તેમ હતા. આથી તેઓ બધાના સુવાની રાહ જોવા લાગ્યા. તેમને
ખબર હતી કે નશામાં ધુત અઘોરી એકવાર સુઇ જાય પછી તો તેમને ઉઠાડવા મુશ્કેલ છે.
ચારેક વાગ્યે નિશ્વાસ અને અસ્વરૂપ
સાવચેતીથી પોતાની ઝુંપડીમાંથી નીકળ્યા. તેઓ બંન્ને એક જ ઝુંપડીમાં રહેતા હતા.
બ્રહ્મમુહુર્ત સાધુ સંતોની સાધના માટેનો સમય ગણાય છે. તેઓ તો અઘોરી હતા. આજે તેઓ
પહેલીવાર પોતાનો સ્વાર્થ મુકીને સમિષ્ટિના ભલા માટે કાર્ય કરવાનુ હતુ.
તેઓ સાધનામાં બેસી ગયા. બે કલાક સુધી આકરી
સાધના કરી પરંતુ કાંઇ વળ્યુ નહી.
********************
એક પછી એક હત્યાના બનાવ વધવા લાગ્યા એટલે
કમિશનર પર દબાણ વધવા લાગ્યુ. લોકોમાં ભય વ્યાયી ગયો. ફફડાટના માર્યા લોકોની ફરિયાદ
વધવા લાગી. જે લોકો શ્રીમંત હતા તેઓ શહેર છોડીને જવા લાગ્યા અને થોડા લોકો સેફટી
વધારીને રહેવા લાગ્યા.
રાત રાત ભર લોકો પોતાના વિસ્તારમાં ચોકી
પહેરો રાખવા લાગ્યા. પોલીસે આખા શહેરમાં નાઇટ પેટ્રોલિંગ માટે સ્ટાફ ગોઠવી દીધો તો
પણ હત્યાના કિસ્સા ગમે ત્યાં બનતા જ હતા. ઘણી વાર તો એક રાતમાં બે ત્રણ ખુન થઇ જવા
લાગ્યા. હવે તો ખુન થયેલી લાશ પણ અડધી ખવાયેલી અને ખુબ જ બિહામણી મળતી હતી. આખુ
શહેર ભયના સામ્રાજ્ય હેઠળ આવી ગયુ. શુ કરવુ તે કોઇને ખબર પડતી ન હતી?
*******************
બપોરના ચારેક વાગ્યે ઇન્સપેકટર યાદવ પોલીસ ચોકીએ પોતાની ખુરશી પર હાથમાં બોલપેન
રાખીને ટેન્શનમાં વિચારમગ્ન બેઠા હતા.
આખો સ્ટાફ ટેન્શનમાં હતો. પોલીસ કમિશનરનો
વહેલી સવારે ફોન આવ્યો હતો અને તેમણે બધાને ખખડાવી નાખતા કહ્યુ હતુ કે ખુનીને
જલ્દીથી પકડવામાં નહિ આવે તો બધાને ડિસમિસ કરાવી દેવામાં આવશે. તેમને પણ ઉપરથી બહુ
જ પ્રેશર છે.
ઉપરથી પેલી છોકરીએ સ્થાનિક ન્યુઝપેપરમાં
ઇન્ટર્વ્યુ આપ્યુ હતુ કે તેને ખુનીને જોયો છે. પોલીસમાં ફરિયાદ નોંધાવા ગઇ હતી
પરંતુ કોઇએ ફરિયાદ નોંધી જ નહિ.
હજુ સુધી તેણીએ કોઇનુ નામ દીધુ ન હતુ. તે
સારું હતુ. સીધો સીંકજો ઇન્સપેકટર યાદવ ઉપર જ પડ્યો હતો. તેને ટેન્શનમાં આજે બપોરે
જમ્યુ પણ ન હતુ. ચા ઉપર ચા પીને છાતીમાં બળતરા થવા લાગી હતી.
મગજનો ભાર એટલો જોરદાર હતો કે ચેન પડતુ જ
ન હતુ. થોડીવાર થઇ એટલે બે ફક્કડ જેવા ઘણાં દિવસોથી નહાયા ધોયા ન હોય તેવા યુવાનો
આવ્યા. ઇન્સપેકટર યાદવ ને તેમને જોઇને ખુબ જ ગુસ્સો આવ્યો પરંતુ હવે ફરજ પરસ્તિ
ચાલે એમ ન હતી. તેણે મગજ પર બરફ રાખવાની કોશિષ કરી પુછ્યુ,
“બોલો, હુ તમારી શુ મદદ કરી શકુ એમ છુ?”
“સાહેબ મારું નામ નિશ્વાસ છે અને આ
અસ્વરૂપ છે. અમે અઘોરીબાવા છીએ. અહીં શહેરથી દુર અમારી છાવણી છે. અમે લગભગ બે
મહિના પહેલા જુનાગઢથી અહીં આવ્યા છીએ. અમારી ટુકડીમાં આઠ જણા હતા. વિરૂપાનંદ અમારા
ગુરૂજી છે અમે જાત જાતની કાલી વિદ્યા માટે સાધના કરતા કરતા અમારો એક સાથીદાર
રાક્ષસ બની ગયો. ભયાનક વિકરાળ રાક્ષસ. જેનામાં અમારા બે સાથીદાર વૈશ્ય અને
મંજીદાનંદે હિંસક શકિત ભરી દીધી છે. જેના કારણે તે માણસનુ માંસ અને લોહી પીવા માટે
આતુર બની ગયો છે અને તે જ શહેરમાં આતંક મચાવી રહ્યો છે.”
“વોટ” ઇન્સ્પેકટર જાદવે આશ્ચર્ય સહ કહ્યુ.
“હા સાહેબ અમારા ગુરૂજી તેને ફરીથી
બોલાવવા માટે ઘણી સાધના કરી રહ્યા છે. અમે પણ ખુબ જ પ્રયાસ કર્યો પરંતુ કાંઇ થઇ
શકતુ નથી.”
“આવુ કેમ બની શકે?’
“બની શકે સર. કાલી વિદ્યામાં બધુ જ શક્ય
છે. આ વિનાશક શક્તિ છે. અમને આજે ખુબ જ પસ્તાવો થઇ રહ્યો છે કે અમે આમા જોડાયા.
પરંતુ વિનાશ અમારાથી જોઇ શકાતો નથી. પ્લીઝ કાંઇક કરો.” અસ્વરૂપે વિનંતીપુર્વક
કહ્યુ.
“પોલીસ તેના માટે પુરતા પ્રયત્નો કરી રહી
છે.”
“સર પોલીસથી કાંઇ નહિ થાય. અમે એક
ચમત્કારિક પાણી આપી રહ્યા છીએ. તેને ઘરે ઘરે બધે તેના પહોંચાડી દો. જેને પણ ડ્રેવત
રાક્ષસ દેખાય તેના પર પાણીનો ખાલી છંટકાવ કરશે તો પણ તે બળીને ખાખ થઇ જશે.”
“યાદવ સર આ લોકો કરે તેમ એકવાર ટ્રાય કરવા જેવુ છે. જો
રાક્ષસ મરી જશે તો આપણી વાહ વાહ થઇ જશે અને પ્રમોશન પણ મળી જશે.” ખુણામા ઇ
ન્સપેકટર યાદવ ને લઇ જઇને પટેલે કહ્યુ.
હવે યાદવ ને ગલતફ પરવડે તેમ ન હતી. આથી તેણે પાણી લઇ લીધુ. પાણી ખરેખર
ચમત્કારિક હતુ. તે બોટલમાંથી ખત્મ જ થતુ ન હતુ. શહેરમાં જુદી જુદી જગ્યા પર પાણીનુ
વિતરણ કરવામાં આવ્યુ અને લોકોને તેના વિશે જાહેરાત કરી દીધી બધાએ પોતાના પાસે
ખિચ્ચામાં એક બોટલ રાખી દીધી. ડ્રેવત દેખાતા તેના પર છંટકાવ કરી દીધો. પાણીના છાંટા
પડતા જ તે બળીને નષ્ટ થઇ ગયો.
નિશ્વાસ અને અસ્વરૂપે અઘોરી સાધના છોડી દીધી. વિરૂપાનંદની
ટોળીને પોલીસે પકડી લીધી. હવે લોકો ભય છોડીને શાંતિથી રહેવા લાગ્યા.
Comments
Post a Comment