Posts

Showing posts with the label health

શરીર - એક જાદુઇ યંત્ર

Image
શરીર - એક જાદુઇ યંત્ર    શાલિની એક હાઉસ વાઇફ છે. સુખી સંપન્ન તેનો પરિવાર છે. પૈસા ટેકે પણ સમુધ્ધ. બસ માઇગ્રેનની તકલીફને કારણે જીવન દોજખ બની ગયુ. કેટલાય ડોકટર અને વૈદ્યની મુલાકાત લીધી પરંતુ દવા લીધા સુધી ફરક રહે પછી બસ ફરીથી એ જ તકલીફ શરુ. આનો કોઇ પરમેનન્ટ ઇલાજ ખરો?                  કયારેક અચાનક ખુબ જ ખુશીના સમાચાર મળે છે ત્યારે પેટમાં અને માથામાં તીવ્ર દુ:ખાવો હોય તો પણ ગાયબ થઇ જાય છે.   કયારેક ખુશીની પળોમાં શરીરની કોઇ જાતની તકલીફ અનુભવાતી નથી. ટેન્શન દુ:ખ વખતે કોણ જાણે કેવા શારીરિક રોગો આવી જાય છે. કોઇને શિયાળામાં ગરમ વસ્તુઓ ખાવામાં તકલીફ થાય છે અને કોઇને શિયાળામાં ગમે તેવી ઠંડી વસ્તુઓથી પણ કોઇ જાતની મુશ્કેલી થતી   નથી. બધાના શરીર કેમ અજબ ગજબ છે. બાહ્યથી એકસરખુ દેખાતુ આપણુ શરીર અંદરથી કેમ અલગ અલગ છે?                   મિસ્ટર મહેતાને હમેંશા નાના મોટા રોગો સતાવતા જ રહે છે. શિયાળો આવે સૌથી પહેલા શરદી અને તાવ તેને...

પળમાં ટેન્શનમુક્ત બનો.

Image
  પળમાં ટેન્શનમુક્ત બનો.           ચિંતા ચિતા સમાન છે. આજે કોઇ એવી વ્યક્તિ નથી જેને કોઇ ટેન્શન ન હોય. કોઇ એવી ઉંમર નથી જેમાં ટેન્શન ઓછુ હોય. બાળપણમાં ભણવાનુ ટેન્શન, યુવાનીમાં નોકરીનુ, બાળકોના ભણતરનુ અને વૃધ્ધાઅવસ્થામાં તબિયતનું ટેન્શન. જીવન આખુ ટેન્શનથી ભરેલુ છે. એક પુરુ થાય અને બીજુ ટેન્શન આવીને ઉભુ રહે છે. ચક્કર આમ જ ચાલ્યા કરે છે. ટેન્શનથી થતા નુકશાન: 1. યોગ્ય નિર્ણય લેવામાં મુશ્કેલી.                  વધારે પડતા તણાવભરી સ્થિતિમાં નિર્ણયશક્તિ કુંઠિત થઇ જાય છે. ચિંતામાં અને ચિંતામાં જીવનની બીજી પરિસ્થિતિમાં પણ યોગ્ય નિર્ણય લઇ શકાતો નથી. જરૂરી સ્થિતિમાં પણ યોગ્ય નિર્ણય લઇ શકાતો નથી. યોગ્ય નિર્ણય ન લેવાને કારણે ટેન્શનમાં વધારો થતો રહે છે. 2. વજનમાં વધારો કે ઘટાડો.                  ટેન્શનના કારણે શરીરની શારિરીક પરિસ્થિતિ પર પણ અસર પડે છે. કોઇનુ વજન ધીરે ધીરે ઘટવા લાગે છે તો ટેન્શનના લી...

એક નાનકડાં પ્રયાસથી બિમારીઓને દુર રાખો

Image
  એક નાનકડાં પ્રયાસથી બિમારીઓને દુર રાખો:             આ દુનિયામાં બિમારી કોને નથી થતી? આ દુનિયામાં દરેક વ્યક્તિને પોતાના જીવન દરમિયાન ઘણી બધી બિમારીઓનો સામનો કરવાનો થાય છે. આજકાલ તો કેટલી બધી જીવલેણ બિમારીઓ વધી રહી છે. જેના નામ સાંભળીને પરસેવા છુટવા લાગે છે. દર થોડા સમયે નવી બિમારીઓ બજારમાં આવી રહી છે. કદાચ તે કોઇ બિમારીના લક્ષણ આપણામાં દેખાય તો મોતિયા જ મરી જાય છે. બધી હિમ્મત હારી જવાય છે. ખરેખર જીવન અઘરુ બનતુ જાય છે! સાચે જ!   બિમારી થવાના કારણો:                                                                વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી બિમારી થવાના કારણો આપણે બે રીતે તપાસીસુ, 1. શારીરિક દ્રષ્ટિકોણથી:  રોગ...

મનથી બનો તંદુરસ્ત

Image
  મનથી બનો તંદુરસ્ત                 આજે આપણે 21મી સદીમાં આપણે જીવી રહ્યા છીએ ત્યારે ટેકનોલોજી અને જ્ઞાન તેની ચરમસીમા પર છે. આજે જ્ઞાનના વિસ્ફોટનો યુગ છે. દુનિયાથી આપણે નજીક આવી રહ્યા છીએ. આજે આપણે વૈશ્વિક માનવ બની રહ્યા છીએ ત્યારે વિશ્વમાં રહેલા અનેક રોગો પણ આપણી પાસે ઝડપથી પહોંચી રહ્યા છે.                  આજે આપણા નિયમિત શરદી, તાવ, ઝાડા, ઉલટી   જેવા નાના નાના રોગો સાથે થોડા થોડા સમયે મોટા મોટા રોગો આપણા જીવનમાં પ્રવેશી રહ્યા છે. બર્ડ ફલુ, સ્વાઇલ ફલુ, એઇડસ, કોરોના જેવા અનેક જીવલેણ રોગો વચ્ચે આપણી જાતને બચાવીને જીવી રહ્યા છીએ એટલે કે ડરતા ડરતા જીવન પસાર કરી રહ્યા છીએ. એક રોગની સાથે માંડ એડજેસ્ટ થઇએ ત્યાં બીજા રોગનુ ધમાકાભેર આગમનથી આપણુ જીવન અસ્તવ્યસ્ત બની જાય છે. આ રોગચાળામાં જાતની ચિંતા, બાળકોની ચિંતા, વડીલોની ચિંતા, સ્નેહીઓની ચિંતા વચ્ચે બીજુ વધારે કંઇ વિચારવાનો સમય જ મળતો નથી. ચિંતામાં અને ચિંતામાં સ્વાસ્થય આપણે ખોઇ રહ્યા છીએ. ...