એક નાનકડાં પ્રયાસથી બિમારીઓને દુર રાખો

 એક નાનકડાં પ્રયાસથી બિમારીઓને દુર રાખો:



            આ દુનિયામાં બિમારી કોને નથી થતી? આ દુનિયામાં દરેક વ્યક્તિને પોતાના જીવન દરમિયાન ઘણી બધી બિમારીઓનો સામનો કરવાનો થાય છે. આજકાલ તો કેટલી બધી જીવલેણ બિમારીઓ વધી રહી છે. જેના નામ સાંભળીને પરસેવા છુટવા લાગે છે. દર થોડા સમયે નવી બિમારીઓ બજારમાં આવી રહી છે. કદાચ તે કોઇ બિમારીના લક્ષણ આપણામાં દેખાય તો મોતિયા જ મરી જાય છે. બધી હિમ્મત હારી જવાય છે. ખરેખર જીવન અઘરુ બનતુ જાય છે! સાચે જ!

 

બિમારી થવાના કારણો:                                               

                વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી બિમારી થવાના કારણો આપણે બે રીતે તપાસીસુ,

1. શારીરિક દ્રષ્ટિકોણથી:

 રોગ પ્રતિકારક શક્તિનો ઘટાડો:

                શારિરીક રીતે આપણે જોઇએ તો સૌ પ્રથમ કારણ છે ઇમ્યુનિટી નબળી એટલે કે રોગ પ્રતિકારક શક્તિનો અભાવ. આ ખુબ જ મુખ્ય અને મહત્વનુ કારણ છે.

                રોગ પ્રતિકારક શક્તિ ઘટી જવાના પણ ઘણાં કારણો છે જેમ કે, બહારનો વાસી અને તામસી ખોરાક ખાવાની આદત, નાની નાની તકલીફોમાં ગમે તેવી દવાઓ લેવાની આદત, દવાવાળો ખોરાક તથા અયોગ્ય સમયે ખાવા પીવાની આદત, નશાકારક પદાર્થોની આદત આવી ઘણી ખરાબ ટેવના કારણે આપણી રોગ પ્રતિકારક શક્તિ ઘટવા લાગી છે અને આપણે સરળતાથી બિમારીના ભોગ બની રહ્યા છે.

પ્રકૃતિની વિરુધ્ધ ખોરાક:

                બીજુ કારણ જોઇએ તો તાસીરની અથવા તો આપણી પ્રકૃતિને અનુરૂપ ન હોય તેવા ખોરાકની ટેવ છેવટે બિમારીના દ્રાર પર લાવીને મુકી જાય છે. આજકાલ આપણે ફાવે તેવા અને મસાલેદાર ખોરાક વધારે પસંદ કરીએ છીએ. જે લાંબાગાળે આપણા શરીર માટે ખુબ મોટુ નુકશાન પહોંચાડે છે. આપણી વય તથા પ્રકૃતિને અનુરૂપ ખોરાકની ટેવ આંતરિક શરીરને સાચવે છે. ધીરે ધીરે આપણા શરીરને બિમારીથી મુક્ત રાખે છે.

 

યોગ્ય ઇલાજ ન કરવો

                યોગ્ય ઇલાજ ન કરવો એ પણ એક મહત્ત્વનુ કારણ છે આપણે નાની નાની બિમારી વખતે અથવા તો કયારેક ગંભીર બિમારી વખતે પણ સિરયસલી ઇલાજ કરતા નથી. મોટે ભાગે આપણે જ્ઞાન વિના કોઇની સલાહને અનુસરી ને અથવા મેડીકલમાંથી ગમે તે દવાઓ જાતે લઇને શરીરને મોટુ નુકશાન પહોંચાડતા હોઇએ છીએ. જેથી અંદરના અંગો નબળા પડતા જાય છે. ધીરે ધીરે તે બિમારીની નજીક લઇ જાય છે.

 

બેઠાડુ જીવન:

                આજકાલ મશીનોના વ્યાપને કારણે આપણુ જીવન બેઠાડુ બનતુ જાય છે. બેઠાડુ જીવનના કારણે પણ શરીર જામ થતુ જાય છે. વજન દિન પ્રતિદિન વધતુ જાય છે અને શરીરના આંતરિક અંગો પણ જામ થવા લાગે છે. જે એક દિવસ ગંભીર બિમારીઓ તરફ દોરી જાય છે. કસરત, યોગા, પ્રાણાયમ નિયમિત ન કરવાથી શરીરમાં વિષ પેદા થાય છે. જે ધીરે ધીરે નુકશાન પહોંચાડે છે.

અંધશ્રધ્ધા:

                આજકાલ શિક્ષિત વર્ગ પણ અંધશ્રધ્ધામાં દોરવાય જતા આપણને જોવા મળે છે. ભુવા, બાબા, દોરા, ધાગા આ સિવાય ઘણી બધી ખોટી માહિતીના ચક્કરમાં ફસાય જઇ આપણે રોગના ભોગ બનતા જઇએ છીએ. આ બધાથી બને તેટલુ દુર રહેવુ જોઇએ.

2. માનસિક કારણો:

                મનએ શરીરનુ મજબુત અંગ છે. મનનાં વિચારો શરીર પર અલગ અસર પહોંચાડે છે. આજકાલ સોશિયલ મિડીયા પર સાચા ખોટા સમાચારના ફેલાવાથી આપણુ મન નબળુ પડવા લાગે છે. જેનાથી બિમારી સરળતાથી પોતાનો પગ પેસરો કરતી જાય છે.

ટેન્શન:                

                આજકાલ આપણા દિવસભર કેટલાય ટેન્શનનો સામનો કરવો પડે છે. સતત ટેન્શનભર્યા જીવનથી શરીર સરળતાથી રોગનુ ભોગ બની જાય છે. ટેન્શનના કારણે અનેક રોગ આપણા શરીરના મહેમાન બનતા રહે છે. ચિંતાભર્યુ શરીર અનેક વિષ પેદા કરે છે અને જે છેવટે બિમારીમાં પરિણમે છે. આથી નાહક અને ખોટી ચિંતાઓથી દુર રહેવ જોઇએ. હમેંશા ચિતને પ્રસન્ન રાખવુ જોઇએ. ચિંતાથી કોઇ સમસ્યાનો ઉકેલ આવતો નથી.

નકારાત્મક વિચારસરણી

                નકારાત્મક વિચારસરણી પણ રોગોના વ્યાપ ફેલાવવા માટેનુ મહત્વનુ કારણ છે. દરેક પાસાની હમેંશા હકારાત્મક બાજુ જ પસંદ કરવી જોઇએ. આમ હશે તો? આ શબ્દને વિચારસરણીથી દુર જ રાખવો જોઇએ. હકારાત્મક વિચારસરણી કેળવવા માટે સારા સારા પુસ્તકોનુ વાંચન કરવુ જોઇએ તથા સારા વિચારો કરવાની ટેવ વિકસાવવી જોઇએ. ઉપર રહેલી દૈવી શક્તિએ આજ સુધી આપણુ ધ્યાન રાખ્યુ છે તે આગળ પણ આપણને સાચવી લેશે. સો ઓલ્વેઝ બી પોઝિટીવ.

 

બિમારીઓ આવતી અટકાવવા કે તેને દુર કરવાના કારણો:

                દરેક બિમારીના ચોક્કસ લક્ષણો હોય છે. આ લક્ષણોના શરૂઆતી તબક્કાથી યોગ્ય તપાસ અને ઇલાજ શરૂ કરી દેવો જોઇએ. બિમારી દરમિયાન પુરતી પરેજી રાખવી જોઇએ અને તેનો સંપુર્ણ પુર્ણ ઇલાજ કરવો જોઇએ. આરામની જરૂર હોય ત્યારે પુરતો આરામ કરી લેવો જોઇએ જેથી શરીરને સ્વસ્થ થવા માટે પુરતો સમય મળી રહે. પુરતા ઇલાજ કર્યા વિના કયારેક મોટી ખોટ રહી જાય છે.

                બિમારીથી બચવા માટેનુ બીજુ મહત્ત્વનુ કારણ સ્વછતા છે. આપણા ઘરમાં, શરીરમાં તથા આસપાસના પરિસરમાં ચોખ્ખાઇ રાખવાથી બિમારીથી બચી શકાય છે અને તેને દુર રાખી શકાય છે. સ્વચ્છતાએ ખુબ જ મોટુ પરિબળ છે. સ્વચ્છતા માટે કયારેય આળસ રાખવી ન જોઇએ.

                હકારાત્મક વિચારસરણી કેળવવાથી, મનમાં ખોટો ભય અને બીક દુર કરવાથી મન મજબુત બને છે અને બિમારી સામે લડવા સક્ષમ બને છે. શરીરના હકારાત્મક સ્ત્રાવો બિમારીથી લડી શકે છે. આથી તેની ટેવ હમેંશા પાડવી જોઇએ.



                નિયમિત કસરત, યોગા તથા ધ્યાનાભ્યાસ કરવાથી શરીર આંતરિક રીતે મજબુત બને છે. આ સિવાય રિલેકશેસન, મનની હળવાશ જેવા ઉપાયોથી શરીર તાણયુકત અને તંદુરસ્ત બને છે. તેનો નિયમિત પ્રયાસ કરતા રહેવાથી શરીર મજબુત અને રોગમુક્ત બને છે. બીજી વસ્તુ માટે સમય ન મળે તો કાંઇ નહિ પરંતુ કસરત અને ધ્યાન માટે જરૂરથી સમય કાઢવો જ જોઇએ. આજની ટેવ આવતીકાલ માટે ખુબ જ લાભદાયક બને છે.

                શરીરને જરૂરિઆત મુજબ યોગ્ય પોષણયુક્ત આહારની આદતથી શરીર મજબુત બને છે. ભાવે તેવો નહિ પરંતુ શરીરને ફાવે તેવો ખોરાક લેવો જોઇએ. શરીરની પ્રકૃત્તિને સમજીને તથા ઋતુ અનુસાર પૌષ્ટિક તથા સમતોલ આહારની ટેવ પાડવી જોઇએ. વધારે વજન વધે કે ઘટે નહિ તેનો ખ્યાલ રાખવો જોઇએ અને અતિ સર્વત્ર વર્જયતે. આ કહેવત મુજબ અતિશયોક્તિ સદા ટાળવી જોઇએ. બહારના તૈયાર ખોરાકથી બને તેટલા દુર રહેવુ જોઇએ. તે શરીરને ખત્મ કરી દેવા મોટો ભાગ ભજવે છે.

                ખોટે ખોટા સોશિયલ મિડીયા પર ફરતા મેસેજોના આધારે શરીર પર કોઇ અખતરા ન કરવા જોઇએ. તેનાથી ફાયદાના બદલે કયારેક મોટુ નુકશાન ભોગવવાનુ આવે છે. આ સિવાય કોઇ અંધશ્રધ્ધાના તુતમાં ફસાવુ ન જોઇએ. એવી કોઇ ચમકારિત્ક વિદ્યા કયાંય છે જ નહિ. શ્રધ્ધાએ ખુબ જ સારી બાબત છે. પરંતુ અંધશ્રધ્ધા ખુબ જ હાનિકારક છે. તેનાથી દુર જ સારા.

                આમ શરીર પર પુરતો ધ્યાન આપીને શરીરને મજબુત બનાવી શકાય છે. જીવનમાં નાનકડા બદલાવથી નાના નાની તો ઠીક મોટી અને ગંભીર બિમારીઓથી પણ દુર રહી શકાય છે.

                               અસ્તુ

લેખકનું નામ: ભાવિષા ગોકાણી

 

ઇ મેઇલ આઇ ડી.: brgokani@gmail.com

Comments

Popular posts from this blog

ગુનેગાર કોણ ? - 12

હોસ્ટેલનો રૂમ-2

લાપતા - 2

ગુનેગાર કોણ? - 4

બસ તું જ - 4