બસ તું જ - 4

 બસ તું જ - 4 



“મીરૂ તુ બહુ ભોળી છે બહેન પણ તુ જો હું પ્રીતેશ  સાથે શું કરું છું? પ્રીતેશ ને ખબર નથી કે આ વખતે તેની સામે વિદ્યા છે જે હંમેશા દિમાગથી જ વિચારે છે અને અમલવારી કરે છે, આ વખતે પ્રીતેશ ને બરોબરનો પાઠ ન ભણાવુ તો હું પણ વિદ્યા નહી. તુ બસ જોતી રહેજે પહેલા થોડો સમય તે મારી સાથે મિત્રતા કેળવશે, દોસ્તી કેળવાઇ ગયા બાદ તે મને પ્રપોઝ કરશે, પછી બર્થ ડે, રોઝ ડે, વેલેન્ટાઇન ડે જેવા ન જાણે કેટલાય દિવસોના બહાના કાઢી મોંઘી ગિફ્ટ્સ, લન્ચ ડિનર કરવાના બહાને તે મારી નજીક આવવાની ટ્રાય મારશે અને હું કાંઇ વિરોધ નહી જતાવુ એટલે તે મારી નજીક આવશે અને પછી........... સમજી ગઇ હશે તુ. અને એક વાર મારી સાથે સહશયન માણી લીધા બાદ બીજા દિવસે તો જાણે મને ઓળખતો પણ ન હોય તેવુ વર્તન થઇ જશે. આ મારી ભવિષ્યવાણી પ્રીતેશની બાબતે પણ સાચી ન પડે તો કહેજે નામ બદલાવી નાખીશ.” બહુ આત્મવિશ્વાસ સાથે વિદ્યા બોલી.

            “ઓહ માય ગોડ વિદ્યા. ખરેખર તુ બહુ ઉસ્તાદ છે હ. મારા જેવી હોય તો અત્યાર સુધીમાં તો બધુ તેને સોંપી બેસે.”

            “હા......હા.....હા.... પછી રડવા માટે કોઇ સહારો પણ ન મળે મીરૂ. પછી માત્ર કુવો, ડેમ કે ઝેર દેખાય આપણને, બીજુ કાંઇ નહી સમજી??? એટલે જ કહુ છું આવા અમીરઝાદાઓને તો મારા જેવી જ પહોચે. હવે તુ જો’જે મારો ખેલ.”

            “હમ્મ્મ્મ્મમ્મ પણ હજુ કહું છું કે ધ્યાન રાખજે, પ્રીતેશને નકામો પથ્થર માની બેસી અમુલ્ય હિરો ખોઇ ના બેસે તું.”

            “ઓહ માય ગોડ.... બહુ મોડુ થઇ ગયુ. મારે બસ પકડવાની છે આજે તો. આજે મારો ડ્રાઇવર આવ્યો નથી. ચલ હું જાંઉ છું.” વિદ્યા બેગ પેક કરતી દોડતી નીકળી ગઇ.

            બસમાં ઘરે જતી વિદ્યા મનોમન ખુબ અકડાઇ રહી હતી કે પ્રીતેશ ને તે પાઠ ભણાવીને જ જંપ લેશે અને આ બાજુ પ્રીતેશ વિદ્યાને મળી શક્યો ન હતો તેથી તે બેચેન હતો. ઘરમાં બેસી તેને જરા પણ શાંતિ ન હતી. સામાન્ય વાઇરલ ફીવર હોવાથી તે કોલેજ તો ન ગયો પણ એક એક પળ પસાર કરવી તેના માટે કઠીન હતી. તેણે ઘડિયાળમાં જોયુ તો બે વાગવા આવ્યા હતા. તેણે મનોમન વિચાર્યુ કે વિદ્યા ઘરે પહોંચી ગઇ હશે એ વિચારે તેણે વિદ્યાને કોલ કરવાનુ વિચાર્યુ.

            “હાય  પ્રીતુ  ... આજે તો કોલેજમાં મજા જ ન આવી. એકલા બેસી કંટાળી ગઇ હું તો. તારી તબિયત કેમ છે?”

            “પ્રીતુ???? થેન્ક્સ ફોર ધીસ નેઇમ. આઇ એમ ઑલ રાઇટ વિદ્યા  . એન્ડ ડોન્ટ વરી કાલથી કોલેજ આવું જ છું હું. ઘરે બેસીને બોર થઇ ગયો આજે તો. ટાઇમ જતો જ ન હતો મારો. પછી વિચાર્યુ કે હવે તુ આવી ગઇ હશે તો મે તને કોલ કર્યો.”

            “એમ? તો હું તારા માટે ટાઇમ પસાર કરવા માત્રનું સાધન છું?”

            “અરે નહી રે વિદ્યા. મારો કહેવાનો મતલબ એ નથી.”

            “ત્યારે શું? આવુ કહીને મને તો બહુ હર્ટ કરી દીધી તે.” આટલુ કહીને વિદ્યાએ ફોન કટ કરી દીધો અને મનમાં હસવા લાગી.

            “બચ્ચુ, એમ હાથમાં નહી આવે આ વિદ્યારાય. પુરી જીંદગી મને યાદ રાખીશ તું મને.” બબડતી પોતાના કામે લાગી ગઇ.

            આ બાજુ પ્રીતેશએ વિદ્યાને ઘણા કોલ કર્યા પણ તે કોલ રીસીવ કરતી જ ન હતી આથી તેને ટેન્શન થઇ આવ્યુ.” ઓહ માય ગોડ, મારા કારણે વિદ્યા ગુસ્સે થઇ ગઇ. શા માટે હું આ રીતે બોલ્યો? શીટ્ટ્ટ્ટ્ટ્ટ્ટ્ટ...... હવે તેને કઇ રીતે મનાવું? કાલે કોલેજ જઇને જ માંફી માંગી લઉ તે જ બહેતર રહેશે. પણ હજુ તેનુ મન શાંત હતુ નહી.

            બીજે દિવસે સવારે પણ વિદ્યા પ્રીતેશ ને હેરાન કરવાના ઇરાદાથી બસમાં નીકળી ગઇ અને આ બાજુ પ્રીતેશ  રોજના નિયમ મુજબ વિદ્યાની રાહ જોઇ રહ્યો હતો.  થોડી વાર બાદ વિદ્યાને કોલ કરતા તેને ખબર પડી કે તે તો બસમાં નીકળી ગઇ છે એટલે તે પણ નીરાશ થતો કોલેજ તરફ રવાના થયો.

            કોલેજ જઇ સીધો વિદ્યાને  શોધવા લાગ્યો ત્યાં તેણે જોયુ કે વિદ્યા મીરા સાથે બેઠી હતી   ત્યા તે દોડતો ભાગ્યો.

            “હાય ગર્લ્સ. “

            “મીરા ટાઇમપાસ કરવો હોય તો કહી દે પ્રીતેશ ને કે કોલેજમાં બીજી ઘણી છોકરીઓ છે.”

            “વિદ્યા  અરે યાર હજુ સુધી તે મને માફ કર્યો નથી? આઇ એમ સોરી વિદ્યા  .”

            “મીરા હું તો ટાઇમ પાસ છું, હું કોણ છું જે માફી આપી શકે?”

            “અરે વિદ્યા પ્લીઝ, યુ આર નોટ ટાઇમપાસ યાર સમજ મારી ભાવનાઓને.”

            “મીરા ચલો હું તો ક્લાસમાં જાંઉ છું. તારે ટાઇમપાસ કરવો હોય તો અહી બેસી શકે છે.” કહેતી અકડાઇને તે ઉભી થતી ચાલી ગઇ.

            “મીરા તને મારે એક વાત કહેવી છે, પ્લીઝ મીરા તુ વિદ્યાને   મનાવી લે. આઇ એમ નોટ પ્લેઇંગ વીથ હર ઇમોશન્સ. યાર હું વિદ્યાને   સાચો પ્રેમ કરુ છું. તેને દિલોજાનથી ચાહુ છું હું, પણ વિદ્યા છે કે માનવા તૈયાર જ નથી. હવે તુ જ કહે કે હું શું કરું?” પ્રીતેશ  દુઃખી થઇ ગયો બોલતા બોલતા.

            મીરાને પ્રીતેશ ની વાતમાં સત્ય દેખાયુ પણ તે જાણતી હતી કે વિદ્યા પ્રીતેશ ને જાણી જોઇને પરેશાન કરે છે અને વિદ્યા ના દિલમાં તો પ્રીતેશ  પ્રત્યે પ્રેમ તો દૂર, થોડી સહાનુભૂતિ સુદ્ધા નથી.

            “પ્રીતેશ એક વાત કહું, તુ તારા પ્રેમનો ઇઝહાર કરી તો જો વિદ્યા સામે. તે શું કહે છે એ તો જાણી લે. તુ પહેલા એ તો જાણવાની કોશિષ કર કે ખરેખર વિદ્યા તને પ્રેમ કરે છે કે નહી? તુ તેની પાછળ આ રીતે પાગલ બની ફરી રહ્યો છે પણ એવુ પણ બને કે વિદ્યા  ના દિલમાં તારા પ્રત્યે કોઇ ખાસ ભાવના ન પણ હોય.” મીરાએ પરોક્ષ રીતે પ્રીતેશ ને સમજાવવાની કોશિષ કરતા કહ્યુ.

            “મીરા તુ આમ ન બોલ પ્લીઝ. સાચુ કહુ કદાચ વિદ્યા મને પ્રેમ ન પણ કરે પણ હું તો તેને આજીવન પ્રેમ કરતો રહીશ. પ્રીતેશ ના જીવનમાં આવશે તો વિદ્યા જ આવશે બાકી બીજી કોઇ ગર્લ હવે પ્રીતેશ ની લાઇફમાં નહી આવી શકે એ મારુ મને પોતાને જ વચન છે.” કડક સ્વરે બોલતો પ્રીતેશ  પણ ઉભો થઇ જવા લાગ્યો.

            “હે ભગવાન આ બન્નેની બાબતમાં તારો શું વિચાર છે, એ કાંઇ સમજાતુ નથી મને તો. એક બાજુ વિદ્યાને  મનાવવાની ટ્રાય કરુ તો એ એ મ કહે છે કે પ્રીતેશના મનમાં પાપ છે પ્રેમ નહી અને પ્રીતેશ ને જો આ બધી વાતની જાણ કરી દઉ તો તે તો મનથી જ તૂટી પડે અને ક્યાંક કોઇ ખરાબ પગલુ ભરી બેસે તો? હે ભગવાન બધુ સારૂ થઇ જાય તેમ જ કરજો.” મનોમન મીરા આંખ બંધ કરી પ્રાર્થના કરી રહી હતી. જેવી તેણે આંખ ખોલી કે વિદ્યા સામે જ ઉભી હતી.

            “શું મીરા, મે જોયુ કે મારા ગયા બાદ પ્રીતેશ તારી સાથે બેઠો હતો, શું તારા પર ચાન્સ મારવાનુ શરૂ તો નહી કરી દીધુ ને?”

            “અરે ના, એ તો બસ મને તારા વિષે જ વાત કરતો હતો કે હું તને સમજાવું કે તુ પ્રીતેશથી નારાજ રહેવાનુ છોડી દે.”

            “ઓહ તો એમ વાત છે? બહુ દુઃખી થઇ ગયો લાગે છે પ્રીતેશ  મને નારાજ જોઇને. ચલો હવે તો માની જ જવુ પડશે નહી તો.............. નહી તો હું નહી તો મારી બહેન બીજી એમ જાણી કોઇ બીજી છોકરીની જીંદગી બરબાદ કરવાનો પ્લાન શરૂ થઇ જશે.” વિદ્યા મનોમન વિચારવા લાગી.

 

To be continued……………… 

 

 

Comments

Popular posts from this blog

ગુનેગાર કોણ ? - 12

ગુનેગાર કોણ? - 4

લાપતા - 2

હોસ્ટેલનો રૂમ-2