ગુનેગાર કોણ? - 4

 ગુનેગાર કોણ? 

ભાગ : 4 


બોસની વાઈફનો ફોન આવતા તે બોરિયતથી બચી બહાર નીકળી આવ્યો. કેબિનમાંથી બહાર આવતા ઘડિયાળમાં જોયું તો પાંચ વાગી ગયા હતા. તે ફટાફટ ઘરે જવા નીકળ્યો.

            મુંબઈની ટ્રાફિકમાંથી નીકળવું તેના કરતાં સ્વર્ગ પાર કરી લેવું સહેલું પડે માંડ બેકરીમાંથી સાંજ માટે ટોસ લીધા ઘરે પહોંચતા સાડા છ વાગી ગયા. દરવાજો ખોલતાની સાથે ફરી ફોન ચેક કર્યો ફરી તેનો મિસ્ડ કોલ ન હતો. બેગ સોફા પર ઘા કરી તે બાથરૂમમાં ઘૂસી ગયો. પહેરેલા કપડે શાવર ચાલુ કરી દીધો. અચાનક ફોન યાદ આવતા તેને ખિસ્સામાંથી શાવર બંધ કરી ખિસ્સામાંથી ફોન ઊંચો મૂકી દીધો. ફરી શાવર ચાલુ કરી તે વિચારવા લાગ્યો. વિચારોની કેસેટ આગળ ચાલે ત્યાં જ ફોન વાગ્યો રીગ વાગતા જ હૈયું ધબકારો ચૂકી ગયું. શાવર બંધ કરી કાંપતા હાથે ફોન લીધો. તેના ખાસ મિત્ર વિદિતનું નામ ફ્લેશ જોઈને હાશકારો થયો રીગ પૂરી થાય તે પહેલા તેને ફોન ઉપાડી લીધો,

            “પ્રાથુ, આટલી વાર?” વિદિતએ સામેથી કહ્યું.

            “અરે, યાર બાથરૂમમાં છું” પ્રથમેશે કહ્યું.

            “ઓહ, બાથરૂમમાં ફોન લઈને નહાવા. ઓય હોય યાર તારે તો જલસા છે. ઘરમાં પણ કોઈ કયા છે? બાથરૂમની કયા જરૂર છે? એ હા ..” આગળ બોલવા જાય ત્યાં વચ્ચે થી કાપીને પ્રથમેશે ચિડાયને કહ્યું.

            “શટ અપ યાર. બોલ ને શું કામ છે?”

             “મારી બુલબુલ આજે કેમ અપસેટ છે?” વિદિતે તેને ચિડવતા કહ્યું

            “કઇ નહીં યાર?” ફરી ગુસ્સાપુર્વક પ્રથમેશે કહ્યું.

            “ફરીથી મિસ્ડ કોલ આવ્યો હતો?” વિદિત સમજી ગયો એટલે તેને પૂછ્યું.

            “હા, યાર આજે ઓફિસમાં તેનો ફરીથી મિસ્ડ કોલ આવ્યો હતો.” પ્રથમેશે વિદિતને સમજાવતા કહ્યું

            “ઓહ, માય ગોડ હવે એક જ બાકી છે. એમ કર રાત્રે નવ વાગ્યે જુહુ બીચ પર મળીએ.”

            “ઑ. કે ડન કહી પ્રથમેશે ફોન કટ કરી નાખ્યો.  વિદિત સાથે વાત કરી થોડું સારું લાગ્યું પરંતુ હવે એક જ બાકી છે એ વિચારે ધબકારા વધવા લાગ્યા.

            બ્લેક કલરનું સ્લીવલેસ લૉગ ફ્રૉક પીક લિપસ્ટિક, ખુલ્લા વાળ  કજરારા નેણથી કાવ્યા ખૂબ જ સુંદર લાગી રહી હતી. દૂરથી આવતા જોઈને રીતેશે પોતાના ફોનમાં બે ત્રણ પિક લઈ લીધી.


            હોટેલના સ્વિમિંગ પુલ પાસે ચેર પર બેસીને રીતેશે કાવ્યાને નિહાળી રહ્યો હતો. તેને પહેલાથી કાવ્યા માટે સવારના નાસ્તા માટે બધો ઓર્ડર મંગાવીને તૈયાર રાખ્યો હતો. કાવ્યા મારકણી સ્માઇલ સાથે રિતેશ સામે બેસી ગઈ તેને ઝટકા સાથે પોતાની લટ આઘી કરીને રીતેશને રાતની યાદ આવી ગઈ. આખોથી પ્રેમની વાતો કરે તે પહેલા રીતેશના ફોનમાં રીંગ વાગી

            “બેટા પહોંચી ગયા ને?” તેની મમ્મી દેવિકાબહેને પૂછ્યું.

            “હા, મોંમ” રીતેશે આદર્શ પુત્રની જેમ જવાબ આપ્યો

            “શું કરે છે મારી ચુલબુલ?” દેવિકા બહેન હસમુખા સ્વભાવના હતા. તેને પોતાની વહુ કાવ્યાને સગાઈ બાદ જ ચુલબુલ નામથી બોલાવવાનું શરૂ કરી દીધું હતું.

            “આ રહી આપું તેને” કહી રીતેશે કાવ્યાને ફોન પાસ કર્યો. સાસુ વહૂની ટ્યુનિગ ખૂબ જ સારી હતી આથી પંદર મિનિટ સુધી તેમની વાત ચાલી રીતેશની નજર ત્યાં સુધી કાવ્યાના ચહેરા પર મંડરાયેલી હતી. તેની સ્વીટ સ્માઇલ, ગાળમાં પડતાં ખંજન તેને વિશ્વાસ જ નહોતો આવી રહ્યો કે આવી હુસ્ન પરી હવે તેની હતી. ફક્ત તેની જ. તેને બીજી કયા કઇ ખબર હતી કે હુસ્ન પરીનું રાઝ તો ખૂબ જ મોંઘું પાડવાનું છે.


            ફોન પર વાત પૂરી થતાં હસતાં હસતાં કાવ્યાએ રીતેશને ફોન આપતા કહ્યું,

            “મમ્મી જી બહુ જ મઝાકિયા છે”

            “હા, ડાર્લિંગ મમ્મી તો હમેશા હસતી જ રહે છે તારી જેમ”

            “અરે હા કોઈ સરપ્રાઈઝ આપવાનું હતું તારે. શું છે? જલ્દીથી કહી દે યાર.”

            “વેઈટ ડિયર પહેલા બ્રેકફાસ્ટ પૂરું કરી લઈએ પછી કહું.”

            “નોટ ફેર સરપ્રાઈઝને આટલું છુપાવી ન રાખ હવે કંટ્રોલ નહીં થતું.”

            “બસ દસ મિનિટ તું નાસ્તો પૂરો કરી લે પછી સરપ્રાઈઝ તારી સામે હાજર થઈ જ જશે.”

            “ઉહહ” કરીને છણકો કર્યો ત્યાં જ તેનો ફોન વાગ્યો પ્રાયવેટ નંબર જોઈ તેને ફડકો પડ્યો

            ફરીથી જ એ નંબર જોઈ પ્રથમેશને ફડકો પડી ગયો. ફોન વાગતો રહ્યો તેના હાથમાં કોળિયો રહી ગયો. તે જમવાનું ત્યાં જ છોડીને ફટાફટ બહાર વિદિતને મળવા દોડયો. જુહુ બીચ પર પહોંચતા અડધો કલાક થયો હજુ આઠ જ વાગ્યા હતા. બીચ પર ઘણી ભીડ હતી છતાંય તે ખૂબ જ ડરી રહ્યો હતો હજુ વિદિત ને આવતા એક કલાકની વાર હતી. એક કલાકમાં તો ..

            બધુ જ પૂરું થઈ ગયું. જિંદગી આખી છીનવાઇ ગઈ. શાબાનાએ ભણવા માટે ખૂબ જ મોટી કિમત ચૂકવી હતી. દસ વર્ષ વીતી ગયા. હવે તે થાકી ચૂકી હતી આજે સાંજે જોબ માટે કન્ફર્મ લેટર મળવાનો હતો. એક વાર લેટર હાથમાં આવે એટલે કઈક રસ્તો મળી શકે તેનું હૈયું રડી રહ્યું હતું પરંતુ એક હામ તેના શ્વાસને ટકાવી રહી હતી.

            “કાળમૂહી કયા મારી ગઈ જલ્દી મર” કાકીની ચીસ સંભળાઈ  પેરેલીસીસના કારણે પગ ખતમ થઈ ગયા હતા પરંતુ જીભની કાતર હજુ એવીને એવી જ હતી.

            “જી, કાકી” ઉપર ભોંયરામાંથી કપડાં સરખા કરીને તે કાકી સામે ઊભી રહી ગઈ.

            “કાળમૂહી કેટલી વાર કહ્યું છે કે ચાર વાગ્યે મારી ચા તૈયાર રાખવી મારે માથું ચડી જાય છે. સાડા ચાર વાગ્યા છે. કાળમૂહી કયા મો કાળું કરવા ગઈ હશે? હવે ઊભી શું છે? ભાગ જલ્દી ચા બનાવ. છીનાલની છોકરી છીનાલ” કાકીની લવારી રોજની જેમ ચાલુ જ હતી.

            “શબાના રાત્રે મારો મિત્ર આસિફ આવે છે તેને ખુશ કરી દે તો મારો કરજો ભરાય જાય અને તને પણ વાપરવા આપીશ.” ફિરોઝનો મેસેજ જોઈ શબાનાના દિમાગનો પારો ચડી  ગયો. ઉકલ્ટી ચા સાથે પોતે પણ ઉલસાલ્વા લાગી.

            “મારો ફિરોઝ કેવો સંસ્કારી છોકરો છે કોઈ છોરી સામે જોઈ પણ નહીં અને આ છીનાલ તો  ન જાણે ભણવા બહાને કયા કયા મોઢું કાળું કરતી ફરે છે.” ચા દેવા આવી ત્યારે શાબાને ખાટલા પર ફિરોઝના માથે હાથ ફેરવતા કાકીને બોલતા સાભાળ્યા. નજર નીચી કરીને ઓઢણી સરખી કરીને કાકીને ચા આપવા જતી હતી ત્યાં ફિરોઝે તેના પગ પર પોતાના પગથી ધીમી લાત લગાવી. શાબાનાનો મગજ સાવ ગયો તેને ગરમાગરમ ચા કાકીની આખ પર ઢોળી તે ભાગવા લાગી. કાકી દર્દથી ચીસો પાડવા લાગ્યા.

ફિરોઝ કયા જાય છે કહી, તેની પાછળ દોડવા ગયો પરંતુ તેની માની ચીસોથી તે મા પાસે જ રહી ગયો ત્યાં સુધીમાં તો શબાના ઘણી ગલીઓ  વટાવી ચૂકી હતી.

                  *********************

            બે ત્રણ ગલી  તાવીને તે ફરીથી બીચ પર પહોંચ્યો ત્યાં વિદિત આવી ચૂક્યો હતો. વિદીતને જોઈ તેના ચહેરા પર ખુશી છવાય ગઈ.

            “પ્રથમેશ, હું સમજુ છું કે તું બહુ મુસીબતમાં છે. પરંતુ હવે આ શહેર છોડવા સિવાય તારી પાસે બીજો કોઈ વિકલ્પ જ નથી.” કોઈ પસ્તાવના બાંધ્યા સિવાય વીદિતે તેની પાસે આવીને કહ્યું.

            “હા, યાર મને ખૂબ જ ડર લાગી રહ્યો છે સાથે સાથે ખૂબ જ ગુસ્સો પણ આવી રહ્યો છે.” મુઠ્હી વાળીને પ્રથમેશે કહ્યું.

            “પ્રથમેશ યાર અત્યારે ગુસ્સો કે ડરની લાગણી પર વિચારવા કરતાં સમજીને નિર્ણય લેવાની જરૂર છે.”

            “એ જ નહીં થતું દર વખતે” પ્રથમેશ પોતાના સ્વભાવને જાણતો હતો અને એ સ્વભાવના કારણે જ તે મુસીબતમાં ફસાયો હતો. તે સારી રીતે સમજતો હતો.

            “તારા સ્વભાવને હું સારી રીતે જાણું છું તું જેટલો ઝડપથી હાયપર થઈ જાય છે અને જેટલો કઠોર દેખાય છે એવો નથી તને હું ખૂબ જ ઊંડાઇથી ઓળખું છું.” વિદિત તેના બાળપણનો મિત્ર હતો. તેથી તે પ્રથમેશને ખૂબ સારી રીતે ઓળખતો હતો. આથી તે દરેક પરિસ્થિતિમાં તેના મિત્ર સાથે જ રહેતો હતો.



            “વિદિત તું મારો ખાસ મિત્ર છો અને મને તું આટલી નજીકથી દિલથી ઓળખે છે એટલે જ હું તારા પર ભરોસો કરી શકું છું.”

            “મિત્રતા ભરોસાની ગાડી થી જ ચાલે છે. અને આ વિશ્વાસ સાથે જ તને હું સલાહ આપું છું કે તું વધારે વિચાર્યા વિના આ શહેર છોડીને નીકળી જા.”

            “તારી વાત હું સમજુ છું પરતું યાર અત્યારે હું કયા જઉ અને જો હું નીકળી જાઉ તો મારી જોબ પણ જતી રહે હું કોઈ બિઝનેસમેન  ફેમિલીથી બિલોગ નહી કરતો. માંડ એક જોબ મળી છે યાર. જોબ વિના હું ખાઈશ શું?”

            “જિદગી હોય તો ખાવાનું વિચારવાનું આવે ને?”

            વિદિતના વેધક પ્રશ્નએ પ્રથમેશને વિચારતો કરી મૂક્યો.


ભાગ 5 વાંચવા માટે અહી ક્લિક કરો.Part 5

Comments

Post a Comment

Popular posts from this blog

કિસ્મત

વજન કેવી રીતે ઘટાડવું ?

ગુનેગાર કોણ ? -2

બંધ રૂમ

ગુનેગાર કોણ?