ગુનેગાર કોણ?
ગુનેગાર કોણ?
પ્રકરણ : 1
હોલમાં થોડી વાર માટે શાંતિ છવાય ગઇ.
વેઇટર સૌને કોલ્ડ ડિંકસ અને નાસ્તો સર્વ કરી ગયો એટલે થોડી મિનિટ બધા તેમાં ધ્યાન
આપવા લાગ્યા. પરંતુ તે થોડા પળ જ રહ્યુ ફરીથી બધા એક બીજા સાથે વાતોમાં વળગી ગયા.
ઘણા વર્ષો બાદ બધા મળ્યા હતા અને એ પણ થોડા સમય માટે એટલે હર કોઈને પેટ ભરીને વાતો
કરવી હતી.
એના તેની સહેલી પારૂલને ઘણા વર્ષો બાદ
મળી હતી. તેને ઘણી બધી વાતો કરવી હતી. પરંતુ તેનો પતિ શ્યામ બોર થઇ રહ્યો હતો.
મોબાઇલ મચડીને કંટાળ્યો હતો. બહાર લટાર મારવાના ઇરાદાથી તે ઉભો થવા ગયો ત્યાં
અચાનક તેની નજર દરવાજા પર પડી. એક ઉંચો, પાતળો યુવાન તેની સુંદર પત્ની સાથે
પ્રવેશ્યો. યુવાનની સરખામણીમાં તેની પત્ની ખાસ્સી સુંદર અને યુવાન લાગી રહી હતી.
કદાચ આ એરિક છે? તે વિચારી શ્યામ પરિચય કેળવવા તેની તરફ જવા લાગ્યો.
મેઘના તેના પતિ સુરેશ સાથે અહીં આવી તો
ગઇ પરંતુ અહીં અપરિચિત વાતાવરણમાં તેને ગમતુ ન હતુ. તેને પોતાના બન્ને બાળકોની ખુબ
જ યાદ આવી રહી હતી. તેને એકલા ઘરે સાસુ પાસે મુકી આવવાનો અફસોસ થતો હતો. તેના પતિ
તો સ્કુલ ફ્રેન્ડસ સાથે વાતોમાં મશગુલ હતા અને મેઘના તેના બાળકો સાથે ફોનમાં
ક્યારની વાતો કરી રહી હતી.
“હાય એરિક” પોતાનો ડાબો હાથ લંબાવીને
શ્યામે કહ્યું.
“આર યુ શ્યામ? આઈ એમ રાઇટ?” એરિકે
પોતાની હમેશની સ્માઇલ સાથે પૂછ્યું.
“યસ, ઓળખી તો ગઈ.”
“આર યાર તને કેમ ન ઓળખું. યુ આર માય
બેસ્ટ ફ્રેન્ડ” એરિકે તેને હગ કરતાં કહ્યું.
એરિક હજુ તેને પોતાનો બેસ્ટ ફ્રેન્ડ
માને છે અને આવું ભાવવાહી વર્તન ધરાવે છે. એ જોઈને શ્યામને ખૂબ જ ખુશી થઈ. તે
વધારે વાત કરવા જાય ત્યાં તો કોઈએ એરિકને બોલાવી એટલે,
“એકઝકયુઝ મી. આઈ એમ કમિગ” કહીને એરિક
આગળ જવા લાગી. તેની પાછળ તેનો પતિ જશપાલ પણ તેની સામે કરડાકી ભરી નજરે જોઈને જતો રહ્યો. એરિક તેની સખી સાથે વાતોએ
વળગી ગઈ.
જશપાલ આજે પણ એકલો પડી ગયો હોય તેવુ
તેને લાગી રહ્યુ હતુ. એરિક ના આમંત્રણથી તે અહીં આવી તો ગયો હતો પરંતુ સ્કુલના
દિવસોની જેમ સૌ પોતાના મિત્રો સાથે વાતોમાં વ્યસ્ત હતા. તે થોડી વાર બધા સાથે
જોડાયો બાદમાં તે સ્કુલની લાસ્ટ બેંચરની જેમ એકલો પોતાની ગર્લ ફ્રેન્ડ સાથે મોબાઇલમાં
ચેટ કરવા લાગ્યો.
“અરે યાર તને આ લાલ લિપસ્ટિક બહુ જ સ્યૂટ
કરે છે.” શિલ્પાએ તેની ખાસ સખી પ્રેરણાને કહ્યુ.
“વિશાલ ને તો જરાય ગમતી નથી?” પ્રેરણાએ
કહ્યું.
“તું તેને લોહી પીતી ચૂલેડ લાગતી હશો?”
હસતાં હસતાં શિલ્પાએ કહ્યું.
“અરે જો તો પહેલો મોહિત જ છે ને ?” શિલ્પાને
કોઈ જવાબ આપવા જાય તે પહેલા અચાનક જ પ્રેરણાની નજર પડતાં મોહિત પર પડતાં આશ્ચર્યથી
શિલ્પાને
પૂછ્યું.
“હા, યાર” તેની સામે જોતાં જ શિલ્પાની
પણ આંખો ચોંકી ઉઠી.
“મહેબૂબા અને મોહિત” બને સખીઓ
આશ્ચર્યથી વિચારવા લાગી. વધારે વિચારવા જાય ત્યાં અચાનક જ
લાઇટ જતી રહી.
“ઓહ, શીટ” “આ શું” બધા બૂમો પાડવા લાગ્યા ત્યાં તો ફોકસ
કેમેરાની લાઇટ એક ખૂબસૂરત લેડી પર પડી લૉગ સ્લીવલેસ ગાઉન એટેચડ માઇક સાથે લેડી એ
સ્માઇલ સાથે બધાને કહ્યું,
“ડિયર લેડીસ એન્ડ જેન્ટલ મેન આજે આપણે
ખાસ પ્રપોઝ સાથે આપણે એકઠા થયા છીએ. આજની આ પાર્ટી જૂના મિત્રોને મળવાની તથા નવા
મિત્રો બનાવવાની છે. આજની આ રાત્રિ બાદ તમે એક નવા જ સર્કલ સાથે આગળ વધશો. તો આજની
સાંજ મિત્રતાને નામ, લેટસ ડાન્સ ટુ ગેધર” બોલતાની સાથે મ્યુઝિક ચાલુ થઈ ગયું અને
સૌ કોઈ પોતાના પાર્ટનર સાથે ડાન્સનો આનદ લેવા લાગ્યા. પુરુષો વચ્ચે વચ્ચે
બ્યુટીફુલ લેડી “વેરા” સાથે થનગની જતાં હતા
વચ્ચે અચાનક જ “હેલો આઈ એમ જશપાલ”
જશપાલે વેરા સાથે પરિચય કેળવવા ડાન્સ કરતાં કરતાં વેરા પાસે જઈને કહ્યું
“ઓહ, હાય આઈ એમ વેરા નાઇસ ટુ મીટ યુ”
વેરાએ પણ પોતાની શરારતી અદા સાથે કહ્યું.
એરિકની લાલ આંખો જોઈ જશપાલ સ્માઇલ સાથે
ખસી ગયો. બધા લાઇટ મ્યુઝિક સાથે ડાન્સ એન્જોય કરી રહ્યા હતા. પાછળ થી કોઈનો હાથ
કમ્મર પર વીટળાતાં મેઘના ખૂબ જ ડરી ગઈ. પાછળ ફરીને સુરેશને જોતાં સ્માઇલ સાથે તેની
સાથે ડાન્સ કરવા લાગી. ઠંડી ઠંડી રાતમાં
ડાન્સનો રંગ જામી રહ્યો હતો. તેમાં અચાનક જ એરિકના પગ પર કઈક પડ્યું તેને આછી આછી
બળતરા થવા લાગી તે નીચે નમીને જોવાનો પ્રયાસ કર્યો પરંતુ ડિસ્કો લાઇટમાં કઈ જોવું
અશક્ય હતું.
“આર યુ ઓકે?” એરિકને વ્યથિત
જોઈ જશપાલે પૂછ્યું.
“નો આઈ એમ ફાઇન. વૉશરૂમ જઈને આવું” આમ
કહી તે બાથરૂમ તરફ જવા લાગી. હલકી સ્માઈલ સાથે જશપાલ લેડીસ તરફ ડાન્સ કરવા આગળ
વધ્યો.
વિશાળ અહી પણ પોતાના બિઝનેશના કામ માટે
નીકળી ગયો હતો એટલે પ્રેરણા એકલી જ પાર્ટીમાં રહી હતી. શિલ્પા કોલેજ વખતની તેની
ખાસ સખી હતી અને આજ સુધી તેમનો સબંધ જળવાઈ રહ્યો હતો. શિલ્પા હજુ સિંગલ જ હતી.
તેને લગ્ન કરવામાં કોઈ ઇન્ટરેસ્ટ ન હતો. તે બસ એકલા લાઈફ એનજોઈ કરવા માંગતી હતી.
તેના પિતાજી તેના માટે કરોડોનો કારોબાર છોડી ગયા હતા. તે સંભાળતા બસ હરવું ફરવું
અને મિત્રો સાથે મોજ કરવી એ જ તેનું જીવન હતું. વિશાળ માટે બિઝનેસ જ સર્વસ્વ હતું.
આથી પ્રેરણા હમેશા એકલી થઈ જતી હતી. તેથી બમે સખી સાથે મોજ કરતી કોલેજથી હજુ સુધી
તેમનો સંબંધ અકબંધ જળવાય રહ્યો હતો.
શિલ્પાનો ઈશારો સમજી ડાન્સ છોડીને
પ્રેરણા હોલમાંથી બહાર આવી.
“શિલ્પા અચાનક શું થયું?” ધીરેથી
પ્રેરણાએ પૂછ્યું કારણ કે દીવાલો ને પણ કાન હોય છે.
“અરે તે જોયું નહીં મહેબૂબા અને મોહિત.
મને તો હજુ વિશ્વાસ આવતો નથી.”
“હા,
યાર” પ્રેરણા આગળ બોલવા જાય ત્યાં તેને પહેલા માળે કોઈનો ઓછાયો દેખાયો તે ખૂબ જ
ડરી ગઈ કાપતા તેને શિલ્પાને ખભેથી પકડી ને ઉપર જોવા કહ્યું તે ઉપર નજર કરવા જ જતી
હતી ત્યાં અચાનક તેને કોઇની ચીસ સંભળાઇ.
વધુ આવતા અંકે
લેખકનું નામ : ભાવિષા ગોકાણી
ભાગ 2 વાંચવા માટે ક્લિક કરો : Part 2
Nice suspens story. Waiting for next part
ReplyDeleteThank you so much
DeleteVgood ma'am
ReplyDeleteThank you so much
DeleteVgood
ReplyDeleteસરસ
ReplyDeleteThank you so much
DeleteEk dam jakkas
ReplyDelete