સ્કીન પ્રોબ્લેમ (ત્વચાના રોગો)

 

સ્કીન પ્રોબ્લેમ (ત્વચાના રોગો)



                  સ્કીન પ્રોબ્લેમ માટે આપણે અગાઉ એક આર્ટીકલમાં જોયુ હતુ. હવે આગળ જાણીએ ત્વચાના અનેક રોગો અને નિતનવીન રોગો લોકોને હેરાન કરે છે. બધાને કોઇને કોઇ રોગ ત્વચાનો નાનો મોટો રોગ હોય જ છે. કયારેક તે એવા પરેશાન મુકે છે કે તેનો કોઇ ઉપાય દેખાતો નથી.




કારણો:

            ત્વચાના રોગ થવાના અનેક કારણો હોય શકે છે. જેમાંથી મુખ્યત્વે નીચે મુજબ છે.

1. લોહીનો બગાડ

2. વિરુધ્ધ આહારનો ઉપયોગ



3. વધુ પડતા તૈલી, તીખા કે ખાટાશ વાળા ખોરાકનો વધારે પડયો ઉપયોગ.

4. દવાના રિએકશન



5. કબજિયાત



6. તૈલી ત્વચા

7. ચેપ લાગવાથી

8. વાતાવરણની અસરથી



            અનેક પ્રકારના ત્વચાના રોગ છે. જેમાંથી અમુક કારણો અહીં લીધા છે. કેટલાક રોગ એવા જીદી હોય છે તેના માટે વ્યવસ્થિત દવાનો કોર્સના કરવામાં આવે તો રોગ વકરી જાય છે. રોગની તીવ્રતા અનુસાર દવા તો ચાલુ જ રાખવી પરંતુ થોડુ ધ્યાન રાખવામાં આવે અને રોગને સમજીને જીવનચર્યા સુધારવામાં આવે તો ભવિષ્યમાં રોગથી બચી શકાય છે.



            વિરુધ્ધ આહારથી હમેંશા દુર રહેવુ જોઇએ. કોઇ નિષ્ણાત પાસેથી વિરુધ્ધ આહાર વિશે માહિતી મેળવવી જોઇએ. ખોરાક હમેંશા ચાવીને ખાવો જોઇએ. ચેપના સંક્રમણથી દુર રહેવુ જોઇએ. સાત્વિક અને સાદો ખોરાક લાંબુ આયુષ્ય બક્ષે છે.

Comments

Popular posts from this blog

બસ તું જ - 4

ગુનેગાર કોણ? - 4

એક અજનબી - 3

લાપતા - 2

ટાઈમ મેનેજમેન્ટ