હનીમુન - 2

 

                હનીમુન

                 ભાગ :2



                “કેટલો સુંદર રૂમ છે યાર વિથ ફર્નિચર.” શ્રેયાંએ એકદમ ખુશ થતા કહ્યુ.

                “ડાર્લિગ તારા માટે બધુ જ કુરબાન.” ક્ષિતિજની વાત સાંભળી શ્રેયા તેને વળગી પડી. બહાર વરસાદ હજુ ચાલુ જ હતો. રાત ઘણી થવા આવી હતી.

                “શ્રેયુ તારા માટે ડિનરમાં શુ મંગાવુ?”

                “બહુ ઇચ્છા નથી કાંઇ હળવુ જ મંગાવ.”

                ક્ષિતિજે કોલ કરીને બે વેજિટેબલ સેન્ડવીચ મંગાવી લીધી.

                ***********************************          

                ઓફિસ બાદ સીધી જ ફલાઇટ પકડી હતી આખા દિવસના સફરના થાકથી ક્ષિતિજને ડિનર બાદ વહેલી જ ઉંઘ આવી ગઇ. સુંદર શમણા સજાવતી શ્રેયા પણ ક્ષિતિજને વળગીને સુઇ ગઇ. રાતની નીરવતા અને અજાણી જગ્યા પર શ્રેયાંને થોડા પડખા ફરવા પડ્યા પરંતુ થોડી વાર પછી ગાઢ ઉંઘ આવી ગઇ.

                અડધી રાતે અચાનક ધબ ધબ કરતો અવાજ થવા લાગ્યો અને ક્ષિતિજની ઉંઘ ઉડી ગઇ. તેને આસપાસ જોયુ તો કોઇ જ દેખાયુ નહિ. ફરી તે ચાદર માથા પર ખેંચીને સુઇ ગયો હજુ તે ઉંઘવાનો પ્રયાસ જ કરતો હતો ત્યા તેની ચાદર કોઇએ ખેંચી હોય એવુ લાગ્યુ. તે આંખો ચોળતા પથારી પર બેઠો થઇ ગયો.

                સામેનુ દ્રશ્ય જોઇ તેનુ હ્રદય જોર જોરથી ધબકવા લાગ્યુ. તેનો અવાજ ગળામાં જ ફસાઇ ગયો. રૂમનુ ફર્નિચર પોતાની મેળે આમતેમ ખસી રહ્યુ હતુ. તે પડખે સુતેલી શ્રેયાને ઉઠાડવા માટે હાથ લાંબો કરવા ગયો ત્યાં તેની નજર ડ્રેસિગ ટેબલ પર પડી. ડ્રેસિંગ ટેબલના અરીસા પર લોહીથી લખાયેલુ હતુ કે ક્ષિતિજ હવે તારો વારો. તે ખુબ જ ડરી ગયો. દ્રશ્ય એવુ બિહામણુ હતુ કે તે પથારીમાં થરથર કાંપવા લાગ્યો. તેને કાંઇ સુઝ પડતી ન હતી. તે પથારી પરથી ઉભો થઇને ભાગવા લાગ્યો. તેને કાનમાં અવાજ સંભળાવા લાગ્યો.  “ક્ષિતિજ હવે તને કોઇ બચાવી નહિ શકે.”



                ક્ષિતિજ દોડીને બાથરૂમમાં જતો રહ્યો. અંદરથી તેને દરવાજો બંધ કરી દીધો. બહાર હજુ અવાજ આવી રહ્યા હતા. તે અવાજમાં તેને પોતાનો ભુતકાળ યાદ આવી ગયો. સુંદર હસીના સાથે ખેલીને તેને ફેંકી દેવી કે મૃત્યુ ઘાટ ઉતારી દેવી એ ક્ષિતિજ માટે રમત વાત હતી. આજ સુધી કેટલી વાર તેના હાથ રંગ્યા હતા તે તેને પણ યાદ ન હતુ. મમ્મીના મૃત્યુ બાદ તેના પિતા પણ તેના આ કાળા ખેલમાં જોડાઇ ગયા હતા. સુંદર ક્ન્યા સાથે લગ્ન કરીને તેને વેંચીને તેઓ કરોડો કમાતા હતા. શ્રેયાંનો ઇન્શ્યોરન્સ કરાવ્યો અહી સ્પેન આવીને તેને મોતને ઘાટ ઉતારીને વિમાના પૈસા પડાવી લેવાનો પ્લાન બાપ દીકરાએ ખુબ જ કુનેહપુર્વક ઘડ્યો હતો. શ્રેયાંને હજુ સુધી ગંધ આવી ન હતી. કોઇ જોરજોરથી બાથરૂમનો દરવાજો ખખડાવી રહ્યુ હતુ.  ક્ષિતિજને બાથરૂમમાં પરસેવા વળવા લાગ્યો. બહાર ખુબ જ અવાજ આવી રહ્યા હતા અને લાઇટ બંધ અને ચાલુ થઇ રહી હતી.




                “મને માફ કરી દો મારે મરવુ નથી. હવે હુ કયારેય આવુ નહિ કરુ.” બાથરૂમની અંદર હાથ જોડીને ક્ષિતિજ કરગરી રહ્યો હતો. તેનુ માથુ ચકરાવા લાગ્યુ. તે બહાર જવાનો રસ્તો શોધવા લાગ્યો.

                            *****************************

                “નોન સેન્સ, તને ખબર નથી રૂમ નંબર 712 હોન્ટેડ છે તો પણ તે આપી દીધો.” મેનેજરે વહેલી સવારે આવીને સાંજે નવા જોઇન થયેલા રિસ્પેશનિસ્ટને સ્પેનિશ ભાષામાં ધમકાવી દીધો.

                “સર, બીજા કોઇ રૂમ ખાલી જ ન હતા. તેઓનુ કહેવુ હતુ કે તેઓએ ઓનલાઇન બુકિગ કરાવ્યુ હતુ પરંતુ એન્ટ્રી બતાવતી ન હતી. આપણી રેપ્યુટેશનનો સવાલ હતો. ”



                “શુ ખાલી ન હતા. રાતમાં તેમને કાંઇ?....  હવે જલ્દી ચાલ.” તેઓ દોડીને રૂમ તરફ ગયા. બહારથી નોક કર્યુ પરંતુ થોડી વાર સુધી કોઇએ રિપ્લાઇ ન આપ્યો એટલે બહારથી ધક્કો મારીને દરવાજો ખોલ્યો. રોજની જેમ ફર્નિચર આડુ અવળુ પડેલુ હતુ. બાથરૂમના દરવાજા પાસે શ્રેયાં બેભાન પડેલી હતી. બાથરૂમનો દરવાજો તોડીને અંદર જોયુ તો ક્ષિતિજની લાશ પડેલી હતી.

                શ્રેયા દરવાજો ખખડાવતા ખખડાવતા ત્યાં જ બેભાન બની ગઇ હતી. ક્ષિતિજને ડરના કારણે હાર્ટ ફેઇલ થઇ ગયુ હતુ. 

 

Comments

Popular posts from this blog

કિસ્મત

વજન કેવી રીતે ઘટાડવું ?

ગુનેગાર કોણ ? -2

બંધ રૂમ

ગુનેગાર કોણ?