દુનિયાની મોટી સમસ્યા પાચનની તકલીફ

 

દુનિયાની મોટી સમસ્યા પાચનની તકલીફ:



              આજકાલ સમાજમાં કોઇ મોટી સમસ્યા હોય તો તે છે પેટની તકલીફ.

આજે લગભગ કોઇ ઘર બાકી નહિ હોય તેના ઘરમાં કોઇને કોઇ સભ્યને ગેસ, એસોડિટી, અપચો, આધાશીશી, જેવી પેટની સમસ્યા ન હોય. જે આગળ જઇને અલ્સર, કેંસર જેવા મોટા રોગમાં કયારેક પરિવર્તિત પામે છે. આજકાલ મોટેભાગે બધાને કહી શકાય તે આ તકલીફ સતાવે જ છે. નાનાથી મોટા દરેક વયના હોય પરંતુ પેટની સમસ્યા બધાને સતાવે જ છે.

              આ બધી સમસ્યાના નુકશાન, કારણો અને ઉપાયો આપણે સ્ટેપ બાય સ્ટેપ જાણીશુ.

               

 પેટની સમસ્યાથી થતા નુકશાનો:

1. મનભાવતો અને શરીરને જરુરી ખોરાક કયારેક પેટની તકલીફને કારણે લઇ શકાતો નથી.



2. પેટની સમસ્યાને કારણે બેચેની, આફરો અને માથાનો દુ:ખાવો વારંવાર હેરાન કરે છે.

3. રાતના મોડે સુધી જાગી શકાતુ નથી.

4. વિદ્યાર્થી અવસ્થામાં ખુબ જ પરેશાની થાય છે.



5. વારંવાર પરેશાનીને કારણે ઘણા બધા મહત્તવના કાર્યોમાં મુશ્કેલી પડે છે.

કારણો:

                પાચનની તકલીફ માટે મુખ્ય કારણ આપણી ફાસ્ટ લાઇફ છે. આપણે ખોરાકને બરોબર ચાવીને ખાતા નથી. તેના સિવાય ગમે ત્યારે તે ખોરાકનુ સેવન કરીએ છીએ. ખેતરમાં ઉપયોગ કરવામાં આવતી જંતુનાશક દવાઓ પણ પેટની સમસ્યા માટે કારણભુત છે. વધારે પડતા તૈલી અને મસાલાવાળા ખોરાકનો ઉપયોગનો વધારો પણ જવાબદાર છે. બહારના પીણા અને વાસી ખોરાક પણ પેટ બગાડે જ છે.

              તેના સિવાય ઘણા બધા માનસિક કારણો પણ પાચનની તકલીફ ઉભી કરે છે. ડર, ચિંતા, હતાશા, ક્રોધ જેવી નકારાત્મક લાગણીઓના કારણે અનેક બિમારીઓ ઉત્પન્ન થાય છે. તેમાંની એક છે પેટની સમસ્યા.

 

પેટની તકલીફ નિવારણ માટેના ઉપાયો:

         શરીરમાં કોઇ પણ નાની મોટી તકલીફ ઉભી થાય છે ત્યારે આપણે હેરાન પરેશાન થઇ જઇએ છીએ. રોજીંદી લાઇફ ખોરવાઇ જાય છે. તકલીફ સહન ન થતા સીધા ડોકટર પાસે દોડી જઇએ છીએ અને સમસ્યાનો અંત આવી જાય છે?

              એક મિનિટ થોભો અને વિચારો. દવાખાના આપણી સુવિધા અને બિમારી દુર કરવા માટે જ છે. પરંતુ વારંવાર અથવા કાયમી હુમલા કરતા રોગો વિશે વિચારવાની ખાસ જરુરિયાત છે. તમને પણ આવા રોગો સતાવતા હોય તો તમારા શરીરના અવાજને સાંભળો અને સમજવાની કોશિષ કરો. આખરે કયા ચુક છે?

              ખેર, બીજા બધા રોગો વિષે પછી ધીરે ધીરે ચર્ચા કરીશુ પરંતુ આજે આપણે પેટની તકલીફ માટેના ઉપાયો જાણવાના છે. સમસ્યાનુ મુળ પકડાઇ જાય એટલે તેનુ નિવારણ ફટાફટ શકય બને છે. જયારે ખોરાકના પાચનની વાત આવે છે ત્યારે તેનુ મુળ ખોરાક લેવાની રીત અને કેવા પ્રકારનો ખોરાક લેવાય છે તેના પર છે. સૌ પ્રથમ તેમાં બદલાવ લાવવાની ખાસ જરુર છે.

              આપણે જયારે પણ પ્રવાહી કે ઘન સ્વરૂપે કોઇ પણ વસ્તુ મોંમા લઇએ ત્યારે તેને પુરેપુરા ચાવીને લાળરસ ભળવા દઇને ગ્રહણ કરવુ જોઇએ. પેટમાં ઉતારતા પહેલા તેમાં પુરતો લાળરસ ભળી ગયો હોય અને એકદમ સુક્ષ્મ સ્વરૂપમાં રૂપાંતર થઇ જાય તેનો ખ્યાલ રાખવો જોઇએ.

              શાકાહારી એટલે કે જમીનમાં ઉગે તેવા જ ખોરાકનો ઉપયોગ કરવો જોઇએ. તળેલા, બજારુ, વધુ પડતા પ્રોસેસ કરેલા તૈયાર ખોરાક કે સોફટ ડ્રિંકસનો ઉપયોગ ટાળવો જોઇએ. સાદો અને સાત્વિક આહાર પેટની સમસ્યાને મુળમાંથી દુર કરી દે છે.



              જે કોઇ ખોરાક લઇએ તેની માત્રાનો પણ પુરતો ખ્યાલ રાખવો જોઇએ. આયુર્વેદ મુજબ ભુખના 50% ભાગનો જ ખોરાક લેવો જોઇએ 25% ભાગ પ્રવાહી માટે અને 25% ભાગ હવા માટે બાકી રાખવો જોઇએ. થોડા થોડા અંતરે ખોરાક લેવો એકસામટો પેટ તાણીને ખોરાક લેવા કરતો સારો છે.

              બેઠાડુ જીવનએ પેટની સમસ્યા માટેનુ ખતરનાક કારણ છે. પહેલાના જમાનામાં શ્રમજીવી જીવન જયારે લોકોને હતુ ત્યારે આવી બધી સમસ્યા લોકોને ખુબ જ ઓછી સતાવતી હતી. અત્યારના યુગમાં આપણા મોટા ભાગના વ્યવસાયો અને બિઝનેસમાં શારીરિક શ્રમ કરતા માનસિક શ્રમનો જ વધારે ઉપયોગ થાય છે. રોગના ઉદભવ અહીંથી જ થાય છે. ખોરાક ખાધા બાદ પાચન માટે શ્રમ ન કરીએ તો ખોરાક પેટમાં સડવાનો જ છે. સવારે વહેલા ઉઠીને ચાલવા જવાથી અને દિવસમાં જયારે પણ સમય મળે ત્યારે પરંતુ જમ્યાને બે ત્રણ કલાક બાદ ફાવે તેવી કસરતો જરુરથી કરવી જોઇએ જેથી કરીને દિવસ દરમિયાન લીધેલો ખોરાક પચી શકે અને પેટની સમસ્યાથી આરામ મળી જાય.

              પાણી, એ પાચન માટે તો ઠીક પરંતુ શરીરને ટકાવી રાખનાર મહત્તવનુ તત્વ છે. જે પોષતુ તે મારતુ સદા દિશે. આ કહેવત પાણી માટે એકદમ યોગ્ય છે. પાણી લેવાની રીતો જાણતા નથી અથવા તો તેનુ પાલન કરતા નથી આથી તેના ફાયદાને બદલે નુકશાન મેળવીએ છીએ.  

1.     દિવસમાં પાંચથી સાત લિટર જેટલુ પાણી લેવુ જોઇએ.

2.     સવારે ઉઠીને નરણા કોઠે ચાર ગ્લાસ જેટલુ પાણી લેવાથી 110 જેટલી પેટની બિમારીઓ દુર કરી શકાય છે.

3.     પાણી હમેંશા બેઠા બેઠા નિરાંતે પીવુ જોઇએ. ઉભા ઉભા ફટાફટ બની શક તો ન લેવુ જોઇએ.

4.     ફ્રિજમાં ઠંડુ કરેલુ પાણી કયારેય પીવુ જોઇએ નહિ. પાણી ગરમ કરીને પીવુ જોઇએ. ગરમ પાણી માફક ન આવે તો માટલાનુ શીતળ જળનો ઉપયોગ કરવો જોઇએ.

5.     જમ્યા બાદ તુંરત પાણી પીવાથી પેટમાં ઉત્પન્ન થતી પાચક અગ્નિ ઠરી જાય અને ખોરાકનુ પાચન થતુ નથી. આથી જમીને તુંરત પાણી ન પીવુ. પ્રવાહીની જરુર લાગે તો દુધ કે છાશ જેવા પીણા જમ્યા બાદ લેવા પરંતુ પાણી તો નહિ જ.

6.     રાત્રે સુતી વખતે પણ એકથી બે ગ્લાસ જેટલુ પાણી પીવુ જોઇએ.

7.     સ્વચ્છ અને ચોખ્ખા પાણીનો જ પીવા તરીકે ઉપયોગ કરવો જોઇએ.

7.

              જમ્યા બાદ વજ્રાસન કરવાથી પાચન સરળતાથી થઇ શકે છે અને તેના સિવાય અપાન વાયુ મુદ્રા, વાયુ મુદ્રા, વરુણ મુદ્રા જેવી મુદ્રાઓ દ્રારા પણ પાચન ઝડપથી થઇ જાય છે. પાચનને લગતી સમસ્યાઓ દુર થઇ જાય છે.

              ખુબ જ વધારે સમસ્યા હોય ત્યારે દવાઓનો સહારો લેવો જરુરી બની જાય છે. ઘરગથ્થુ ઉપાયથી શક્ય હોય પ્રોબ્લેમ સોલ્વ કરવો જોઇએ અને તેનાથી ન થાય તો આયુર્વેદનો સહારો લેવો અને જરુરી બને તો ડોકટરની સલાહ લઇને એલોપેથીનો ઉપયોગ કરીને રોગ દુર કરવા પ્રયાસ કરવો જોઇએ. કયારેક અલ્સર જેવી પેટની બિમારી વધી જાય તો ડોક્ટરની સલાહ મુજબ દવાનો કોર્સ કરવો જોઇએ.

              ઘણુ બધુ જાણીએ છીએ સમજીએ છીએ છતાંય આપણે આપણો ઇલાજ યોગ્ય રીતે કરી શકતા નથી. વારંવાર પેટની સમસ્યા સતાવ્યા જ કરે છે. પેટના રોગો જીવવાનુ મુશ્કેલ બનાવી દે છે. તેનુ કારણ શું હોય શકે? આપણી ફાસ્ટ લાઇફ અને ખોટી રીત ભાત તે કાયમી સુધારતા નથી અને આપણા મનની નબળાઇ.

              કયારેય આપણે નાનો મોટો રોગ આવ્યો હોય તો સદાય આપણે તેના વિષે અનેક લોકોને કહીએ છીએ અને રોગનુ ચિંતન ભગવાનના નામ કરતા પણ વધારે કરતા રહીએ છીએ. તેનાથી આપણી સમસ્યા કાયમી બનતી જાય છે. આપણા નકારાત્મક અને ખોટા વિચારોને દુર કરવા માટે પ્રયત્નો કરતા રહેવા જોઇએ.

              નકારાત્મક વિચારો દુર કરવાની સાથે સાથે સકારાત્મક વિચારો વધારે કરતા રહેવા જોઇએ જેથી કરીને શાંતિની અનુભુતિ થાય છે. તેના સિવાય ધ્યાન અને યોગાને જીવનનો ભાગ બનાવી લેવો જોઇએ. સાદી, સરળ જીવનશૈલી રોગમુકત જીવન અને લાંબુ તંદુરસ્ત આયુષ્ય બક્ષે છે.

             

              બેસ્ટ ઓફ લક ફોર યોર હેલ્થી લાઇફ

            ધન્યવાદ.

લેખકનું નામ : ભાવિષા ગોકાણી

             

        

 

 

Comments

Popular posts from this blog

ગુનેગાર કોણ ? - 12

હોસ્ટેલનો રૂમ-2

લાપતા - 2

વિષય: એક નકારાત્મક વિચાર જીંદગી બગાડી મુકે છે.

ઢળતી સંધ્યાએ ભાગ : 5