કાલિયા રાક્ષક
વાર્તાનુ નામ: કાલિયા રાક્ષક પ્રાચી આજે રોજ કરતા ઘણી વહેલી ઓફિસે આવી ગઇ. આવીને ઘડિયાળમાં જોયુ તો સવારના સાત વાગ્યા હતા. તેની પાસે ત્રણ કલાકનો ટાઇમ હતો. દસ વાગ્યા સુધીમાં પ્રેઝન્ટેશન તૈયાર કરીને તેની ટીમ સાથે નીકળી જવાનુ હતુ. બોસ અને બધા સાડા આઠ સુધીમાં આવી જવાના હતા. આ વખતેના પ્રેઝનટેશનમાં તે પોતે હેડ હતી એટલે વિશેષ જવાબદારી તેના પર હતી. બોસે તેના પર વિશ્વાસ રાખ્યો હતો અને આટલી મોટી જવાબદારી તેને સોપી હતી. આ વખતે ઓર્ડર મળી જાય તો તેઓની કંપનીને મોટો ફાયદો થવાનો હતો. ઉત્સાહમાં અને ઉત્સાહમાં તેને રાત્રે ઉંઘ પણ આવી ન હતી. છેલ્લા આઠ દિવસથી તેની ટીમ મહેનત કરી રહી હતી. સમય સંજોગ જોયા વિના તેઓ બધા મંડ્યા હતા આજે પરીક્ષણનો દિવસ હતો. આજે હવે ખાસ કંઇ કામમાં બાકી ન હતુ પરંતુ પ્રાચી કોઇ રિસ્ક લેવા ન માંગતી હતી તેથી ત...