એક અજનબી - 23
એક અજનબી
ભાગ : 23
(આપણે
આગળના પ્રકરણમાં જોયુ કે ક્ષમા લંડનથી બચીને ઝુલ્લુની મદદથી ભારત પહોંચી જાય છે
અને ત્યાં મુંબઇના રસ્તા પર તેનો અકસ્માત થઇ જાય છે. ઝલક નામનો યુવાન તેને બચાવી
લે છે અને તેને હોસ્પિટલ લઇ જાય છે, ત્યાંથી ક્ષમા તેના પપ્પાના મિત્ર રાજેશભાઇના
ઘરે જઇ બધી વાત કરે છે અને રાજેશભાઇ અને તેમનો પુત્ર રોહન દિપકભાઇને શોધવામાં તેની
મદદ કરે છે. રોહન દિપકભાઇની તપાસ માટે નવસારી જાય છે ત્યાંથી તેને પ્રતાપ અંકલ
પાસેથી જાણવા મળે છે કે દિપકભાઇ અને અનસુયાબેન બન્ને સતાવીસ કરોડ રુપિયાનો
બંદોબસ્ત કરી મલેશિયા ગયા છે, હવે જુઓ આગળ.)
ક્ષમાએ દોડતા
આવીને જોયુ કે રોહન સુતો હતો. ક્ષમાને રોહનને જગાવવાનુ યોગ્ય ન લાગ્યુ. તે બહાર
નીકળવા જતી જ હતી કે ડોર સાથે ક્ષમાનો પગ અથડાતા રોહન જાગી ગયો.
“અરે
ક્ષમા, કાંઇ વાગ્યુ તો નથી ને???”
“ના
ના આઇ એમ ઑલરાઇટ. સોરી તારી ઊંઘ બગાડી મે.”
“અરે
ના ના એવુ કાંઇ નથી. બોલો કાંઇ કામ હતુ?”
“રોહન
મમ્મી પપ્પા વિશે કાંઇ માહિતી મળી?? મારે તો એ જ જાણવુ હતુ પણ તુ ઊંઘમાં હતો તેથી
હું જવા ગઇ ત્યાં મને ઠેસ લાગી ગઇ અને તારી ઊંઘ ઉડી ગઇ.”
“બેસ
અહી. હં બધી વાત તને કરું. ક્ષમા પ્રતાપ અંકલને હું મળવા ગયો હતો ત્યાંથી મને બહુ
આઘાતજનક વાત જાણવા મળી. અંકલે તેની બધી મિલ્કત વેચી નાખી છે અને સતાવીસ કરોડનો
ઇન્તઝામ કરી અંકલ આન્ટી બન્ને મલેશિયા ગયા છે. હવે મલેશિયા તો અંકલ આન્ટી મલેશિયા
ફરવા તો જાય નહી અને એ પણ સતાવીસ કરોડ લઇને. તો પેચીદો પ્રશ્ન એ છે કે સતાવીસ
કરોડનું અંકલને શું કામ હતુ અને તેઓ બન્ને મલેશિયા ગયા છે શું કામ?
ક્ષમાને
એ બધુ જાણી ખુબ નવાઇ લાગી. તેની આંખમાં આંસુ આવી ગયા. તે ઉદાસ થતી ઉભી થઇ તેના
રૂમમાં જવા ઉભી થઇ ત્યાં રોહને તેનો હાથ પકડી લીધો.
“આઇ
ક્નો ક્ષમા તુ બહુ ઉદાસ છે પણ તને મારા પર ભરોસો છે કે નહી? હું પપ્પા અને
પ્રતાપઅંકલ બધા તારા પેરેન્ટસને શોધીને જ રહેશું. પપ્પા આજે મીટીંગ માટે સુરત ગયા
છે, તેઓ આજે સાંજે આવે કે તરત જ કાંઇક ઠોંસ કદમ લેવા તરફ અમે આગળ વધીશું. જરૂર પડી
તો આપણે પોલીસની પણ મદદ લઇશું. પ્લીઝ ડોન્ટ ક્રાઇ.” રોહને હમદર્દીથી તેને કહ્યુ.
“થેન્ક્સ
રોહન. આઇ એમ રીઅલી વેરી થેન્કફુલ ટુ યુ.” કહેતી ક્ષમા રોહનના ખભે માથુ ઢાળી રડી
પડી.
રાત્રે
રાજેશભાઇ આવી જતા રોહને બધી વાત તેના પપ્પાને કરી. રાજેશભાઇ પણ આ બધુ જાણી જરા
વિસ્મયમાં પડી ગયા કે દિપક કેમ આટલી મોટી રકમનો મેળ કરી મલેશિયા ગયો?
“રોહન
આપણે તાત્કાલિક પોલીસની મદદ લેવી જોઇએ. શું કહે છે તુ?”
“હા
પપ્પા મને પણ એમ જ લાગે છે કે દિપકભાઇ મુશ્કેલીમાં છે અને તેમને બચાવવા માટે આપણે
પોલીસને જાણ કરવી જ રહી.”
“ઓ.કે.
હું પ્રતાપને કહી નવસારી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાનુ કહી દઉ છું. અને મારા
જાણીતા પોલીસ કમિશ્નનરને કહીને આ કેસની તપાસ જલ્દી થાય એ માટે ભલામણ કરી દઉ છું.”
“હા
પપ્પા.”
રાજેશભાઇએ
પ્રતાપભાઇને કહીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાનું કહી દીધુ. બીજે દિવસે
પ્રતાપભાઇએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દીધી. થોડા દિવસ ગયા પણ કેસમાં કોઇ
પ્રગતિ જણાતી ન હતી. આ જાણી ક્ષમા ખુબ ઉદાસ બની ગઇ હતી.
“હેય
ક્ષમા, કેમ ઉદાસ છે તુ? ક્ષમા આ રીતે ઉદાસ થવાથી કોઇ ફાયદો નથી. ભગવાન પર ભરોસો
રાખ.”
“રોહન
શું કામ ઉદાસ ન થાઉ? મને ખબર છે કે ધૃવે જ મમ્મી પપ્પાને જાળમાં ફસાવીને જ સતાવીસ
કરોડ રૂપિયા લઇને મલેશિયા તેડાવ્યા છે અને ત્યાં તેને કોઇ મુશ્કેલી હશે જ. તેઓ મને
બચાવવા માટે મલેશિયા ગયા હશે પણ તેમને તો ક્યાં ખબર જ હશે કે હું ખુદ મલેશિયા નથી,
શ્યામ મને દગો કરીને લંડનમા જ હોટેલમાં વેચી નાખી હતી.”
“એક
કામ કરીએ તો લોપા?”
“જો
શ્યામ તને લંડનમાં હોટેલમાં છોડીને નીકળી ગયો હતો તો કદાચ તે લંડનમાં હોય પણ તારા
કહેવા મુજબ શ્યામે જ અંકલ આન્ટીને મલેશિયા તેડાવ્યા હશે તો જો તુ કહે તો આપણે જઇએ
મલેશિયા અને અંકલ આન્ટીની તપાસ કરીએ તો?”
“વાહ
રોહન ધેટ્સ અ ગ્રેટ આઇડિયા પણ તારે અહી બીઝનેશ સંભાળવાનો અને બીજા ઘણા કામ હશે તે
મારા કારણે.......”
“અરે
તું ક્યાં કોઇ અન્જાન છે? અને તારા માટે હું થોડા દિવસો કામ ખોટી કરુ તો કાંઇ ઓછા
વધુ નહી થઇ જાય લોપા.”
“થેન્ક્સ
રોહન પણ અંકલ આપણે બન્નેને એકલા મલેશિયા જવાની સંમતિ આપશે?”
“હા
દીકરા હા, હું શું કામ તમને બન્નેને ના કહું? મને રોહન પર પુરો ભરોસો છે, જાઓ તમે
બન્ને મલેશિયા અને શ્યામને શોધવાનો પ્રયત્ન હાથ ધરો. હું અહીથી પ્રયત્ન કરીશ કે ત્યાંની
લોકલ પોલીસની તમને હેલ્પ મળી રહે.” રાજેશભાઇએ પાછળથી આવતા કહ્યુ.
“થેન્ક્સ
અંકલ. હું આજીવન તમારી ઋણી રહીશ.” ક્ષમાએ બે
હાથ જોડી કહ્યુ.
“અરે
અરે બેટા, દીકરીઓ આ રીતે હાથ જોડે એ સારુ ન કહેવાય. દિપક આખા ગુજરાત અને ગુજરાત
બહાર પણ તેની સેવાભાવી પ્રવૃતિને લીધે પ્રસિધ્ધ છે અને અત્યારે તે મુશ્કેલીમાં છે
તો અમે શું કાંઇ હાથ પર હાથ ધરીને બેઠા રહેવાના? જરા પણ ચિંતા કર્યા વિના તમે જાઓ
મલેશિયા. અને મારા અંગત લોકો કે જેઓ ત્યાં બહુ વગ ધરાવે છે તેમને પણ કહી દઉ છું કે
તેઓ રોહનના સંપર્કમાં રહે.”
“ઓ.કે
પાપા, તમે મને તમારા મિત્રોના નામ અને સંપર્ક નંબર મને મોકલી આપો. હું પેકિંગ કરી
લઉ છું અને ઓંનલાઇન બે ટીકીટ બુક કરાવી લઉ છું. ક્ષમા તુ પણ પેકીંગ કરી લે.” રોહન
સ્ફુર્તિથી ઉભો થતો રૂમ તરફ જતો રહ્યો. ક્ષમા પણ તેના રૂમમાં જઇ પેકીંગ કરવા લાગી.
મલેશિયા જતા પહેલા રોહને ક્ષમાને એક નવો
મોબાઇલ ફોન અને સીમકાર્ડ એકટિવ કરાવી દીધુ જેથી તેને કોઇ પ્રોબ્લેમ ન થાય અને
બન્ને મલેશિયા જવા નીકળી ગયા.
મલેશિયા પહોચતા જ એરપોર્ટ પર જ રાજેશભાઇનો
એક મિત્ર બન્નેને રીસીવ કરવા આવી ગયો અને બન્નેને એ જ હોટેલમાં લઇ ગયો જ્યાં
દિપકભાઇ અને અનસુયાબેનને શ્યામે કેદ કરીને
રાખ્યા હતા.
“ક્ષમા તુ આરામ કરી લે. હું જરા હમણા
આવું છું.” કહેતો રોહન નીચે જવા નીકળી ગયો.
લિફ્ટમાંથી બહાર નીકળતી વખતે રોહનનુ
ધ્યાન ફોનમાં હતુ. જેવો તે બહાર જવા ગયો કે તે સામેથી આવી રહેલા શ્યામ સાથે અથડાયો.
.webp)
Comments
Post a Comment