વજન કેવી રીતે ઘટાડવું ?

 

વજન કેવી રીતે ઘટાડવું ?



                આજના યુગની મોટામાં મોટી કોઇ સમસ્યા હોય તો તે છે મોટાપો. દરેક વ્યક્તિને અમુક વય પછી આ સમસ્યા સતાવે જ છે. ભાગ્યે જ કોઇ બાકાત રહી જાય છે.

                વધારે પડતુ વજન નુકશાનકારક નથી પરંતુ જરુર કરતા શરીરના ઘેરાવાનો વધારો અને ચરબીના જામતા જતા થર ધીરે ધીરે શરીરને ખાઇ જાય છે.

                આપણે સ્ટેપ બાય સ્ટેપ આ સમસ્યાના નુકશાન, કારણો અને અનેકવિધ ઉપાયો જાણીશુ.

 

વજન વધારાથી થતા નુકશાન:

1.       વધારે પડતા વજનને કારણે મોટામાં નુકશાન હોય તો તે છે કે શરીરનો દેખાવ બગડી જાય.

2.        બીજુ ભયાનક નુકશાન હોય તો તે છે આયુષ્યનો ઘટાડો. વધારે પડતુ વજન અનેકવિધ રોગોને આકર્ષે છે અને આયુષ્ય ઘટાડી દે છે.

3.        મોટાપાને કારણે શરીરમા સ્ફુર્તી ઘટી જાય છે. ઉંઘનો વધારો અને આળસનો વધારો થઇ જાય છે.

4.        રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થઇ જાય છે.

5.        કાર્યક્ષમતામાં પણ ઘટાડો થઇ જાય છે.

6.        કપડાંનો ખર્ચો પણ વધી જાય છે.

7.       ઉપરોક્ત નુકશાન જનરલ છે. કદાચ દરેક વ્યક્તિને બધા નુકશાન અસર ન કરતા હોય અને અમુક ખુશનસીબ મોટાપો ધરાવતા લોકોને એક પણ નુકશાન ન થતુ હોય પરંતુ તેવા લોકોનુ પ્રમાણ ખુબ ઓછુ હોય છે.

 

 

મોટાપાના કારણો :

1. વંશ પરંપરાગત

2. સ્વાદિષ્ટ ખોરાકનો શોખ.

3. બેઠાડુ જીવન શૈલી

4. દવાની આડ અસરના કારણે

5. ટેન્શન, તણાવના કારણે.

6. કોઇ રોગની અસરને કારણે

7. નકારાત્મક અભિગમને કારણે

8. સ્ત્રીઓને ડિલેવરી બાદ

            શરીર પર ચરબીના થર જામી જ ગયા છે અને વજન જયારે ખુબ જ વધતુ જ જાય છે ત્યારે તેનુ કારણ ગમે તે હોય પરંતુ તેને ઘટાડવુ ખુબ જ જરુરી છે. પરંતુ ઘણુ બધુ જ્ઞાન હોવા છતાંય તે સરળતાથી ઘટી શકતુ નથી તે સૌ નો અનુભવ છે. આજે આપણે વજન ઘટાવવા માટે એક નહિ પરંતુ અનેક ઉપાયો જાણીશુ. તેમાંથી એકાદ જરુરથી તમને ઉપયોગી બની શકશે.

મોટાપો ઘટાડવા માટેના ઉપાયો:

 માનસિક:

            વજન ઘટાડવા માટે પ્રાથમિક જરુરિયાત માનસિક અવસ્થામાં બદલાવ લાવવાની જરુર છે. આપણે વજન ઘટાડવા માટે અનેકવિધ પ્રયાસો તો કરીએ છીએ પરંતુ માનસિક અવસ્થામાં ફેરફાર કરતા નથી એટલે પરિણામ શુન્ય મળે છે.

            માનસ શાસ્ત્રના નિષ્ણાતો આજે એવુ માની રહ્યા છે કે મોટાભાગના આપણા રોગોનુ કારણ આપણુ મન હોય છે. વજન વધવા માટેના માનસિક કારણો આપણી ચિંતા, હતાશા, ડર, અસાલમતીની ભાવના અને વજન બાબતના આપણા નકારાત્મક વિચારો રહેલા છે.

            આપણું વજન જયારે વધારે જ છે ત્યારે તેનો સ્વીકાર કરીએ અને તે ન ઘટી જ શકે તેવી ભાવના દુર કરીએ. ડર, ચિંતા, હતાશા જેવા માનસિક કારણોને દુર કરીએ અને તેનો વિકલ્પ કયારેય ખોરાક ન જ બનાવીએ.

            માઇન્ડ પાવર થેરેપી મુજબ હમેંશા હકારાત્મક વિચારો રાખીને આપણા મનને વજન ઘટાડા અંગેના સ્વસુચનો આપીએ. મનને મજબુત બનાવીને નબળા વિચારોને દુર ફેંકી દઇએ.

            વજન વધ્યુ છે તો તે જરુરથી ઘટી જ જવાનુ છે. મનને ધીરે ધીરે વાળવાથી તે વજનને જરુરથી ઘટાડવા માટે પ્રયાસ કરશે.

            આ ઉપાયમાં તમને વિશ્વાસ નથી તો નિરાશ ન થશો પિકચર અભી બાકી હે.

 

મુદ્રા થેરેપી દ્રારા:

            વજન ઘટાડવા માટે અઘરી અઘરી કસરતો થતી નથી અને ડાયેટ એ આપણા બસની વાત નથી તો સાદી અને સરળ મુદ્રા થેરેપી તમારા માટે જ છે.

            મુદ્રા થેરેપી શીખવા માટે બજારમાં પુસ્તકો ઉપલબ્ધ છે. તેના સિવાય મોબાઇલમાં પ્લે સ્ટોર પર આસાનીથી મુદ્રા માટેની એપ્સ ડાઉનલોડ કરી શકાય છે. વજન ઘટાડવા માટે જરુરી મુદ્રા સુર્ય મુદ્રા અને લીંગ મુદ્રા છે.

            સાવધાની: મુદ્રા થેરેપી માટે કસરતની જેમ સાવધાની રાખવી કે જમ્યા બાદ તુરંત તે ન કરવી.

 

કસરત દ્રારા:

            નિયમિત રીતે પેટ, હાથ પગ, ખભાની કસરત કરવાથી ચરબીમા જરુરથી ઘટાડો થાય છે. સાથે સાથે બીજા અનેક લાભ પણ થાય જ છે. દરેક વ્યક્તિએ ચરબી ન ધરાવતી હોય છતાંય કસરત તો જરુરથી કરવી જોઇએ.

            કસરત કરવાથી શરીરની મજબુતાઇ વધે છે. સ્નાયુઓમાં લવચીકતા આવે છે. લોહીનુ પરિભ્રમણ વધે છે. કસરતથી શરીર સુડોળ અને ઘાટીલુ બને છે.

            વજન ઘટાવવા માટેની ખાસ સ્પેશયલ કસરતો શીખવા માટે ફિઝયોથેરાપીસ્ટ પાસે જવુ જોઇએ, મોબાઇલમાં કસરતની એપ્સ ડાઉનલોડ કરીને અથવા યુ ટ્યુબ પર વિડીયો નિહાળીને અથવા કસરતના પુસ્તકો મેળવીને તેમાંથી શીખીને નિયમિત કસરતો કરવાથી થોડા જ સમયમાં ચરબી દુર થઇને શરીરનો ઘાટ સુધરવા લાગશે.

 

યોગા દ્રારા:

            એરોબિક્સ કસરતો ન ગમતી હોય તો પ્રાણાયમ અને યોગા ઇઝ ધ બેસ્ટ. આ દેશી રીત દ્રારા શરીરને પુષ્કળ ફાયદો થાય છે. નિયમિત રીતે પ્રાણાયમ અને યોગા કરવાથી વજનમાં ઘટાડો થાય જ છે પરંતુ તેના સિવાય આંતરિક અંગોની લવચીકતા વધે છે અને રોગ પ્રતિકારક શકિતમાં વધારો થાય છે. માટે નિયમિત કસરત ન કરતા હોય તો પ્રાણાયમ અને યોગા તો જરુરથી કરવા જ જોઇએ.

 

 

ડાયેટ દ્રારા:

            વજન ઘટાડવા માટે સૌથી ઝડપથી અસરકારક પધ્ધતિ ડાયેટ છે. આપણી સૌથી મોટી કમનસીબી એ છે કે આપણે અભ્યાસક્રમમાં આપણા માટે જરુરી શરીરનુ જ્ઞાન આપવામાં આવતુ નથી. શરીર માટે જરુરી પ્રોટીન, વિટામિંસ અને કેલેરીનુ જ્ઞાન આપવામાં આવતુ નથી.

            આપણે જીવવા માટે નહિ પરંતુ સ્વાદના ચટાકા માટે ખોરાક લઇએ છીએ. મન ફાવે તેમ અને જીભને ગમે તેવુ અને તેટલુ પેટમાં ઠાલવીએ છીએ અને શરીરનો ઘાટ અને આંતરિક પેટની સ્થિતિ બગાડીએ છીએ.

            આપણી જીવનશૈલી અને જરુરિયાત મુજબ યોગ્ય કેલેરીનો ખોરાક લઇએ તો વજન ઘટાડી શકાય છે. તેના માટે નિષ્ણાંતની સલાહ લેવી જોઇએ કે આપણે કેટલી કેલેરીનો ખોરાક જરુરી છે.

            ડાયેટનો મતલબ એમ નથી સુકુ સુકુ અને ઘાસ ફુસ ખાવુ. વધારે પડતુ અને તળેલુ, મસાલેદાર ખોરાકનો ઉપયોગ પ્રમાણમાં કરવો. ફળ અને શાકભાજીનો ઉપયોગ વધારે કરવો હવે પ્રશ્ર એ છે કે  આવો ખોરાક જીભને ગમતો નથી. પેટને જે વહાલુ લાગે છે કે તે જીભને જરાય ફાવતુ નથી.

            પરંતુ આ આપણા મનની ભ્રમણા છે. શરૂઆત કરતા પહેલા ડરી જઇએ છીએ. નવી શરૂઆત કરતા પહેલા થોડી તકલીફ થાય છે પરંતુ ધીરે ધીરે તેની આદત બની જાય છે. પછી આપણા રોજિંદા જીવનનો ભાગ બની જાય છે.

            ડાયેટની આદત બનાવવાથી વજન તો ઉતરી જ જાય છે સાથે સાથે અનેક રોગોથી પણ બચી શકાય છે અને આંતરિક અંગોમાં સુધારો થાય છે.

 

રોજિંદા જીવનની આદતમાં સુધારા દ્રારા:

            આજની ફાસ્ટ લાઇફમાં બધાનો એક જ પ્રશ્ન છે કે વજન ઉતારવા માટે જ્ઞાન છે અને ડાયેટ માટે સમય જ નથી. ગમે ત્યાં ગમે તે ખાવુ પડે અને રાત મોડે ઘરે આવીને સુવાનુ જ રહે છે. એમા ગમે તેવી ઇચ્છા હોવા છતાંય કાંઇ પણ કરી શકવાની શકયતા નથી. ત્યારે જે પરિસ્થિતિ છે તેમાં જ આપણે વજન ઘટાડવાની શકયતાઓ વિચારવી જોઇએ.

            ખોરાક માટે બની શકે પોષકદાયક વસ્તુઓ પસંદ કરવી જોઇએ અને જે પણ ખાઇએ તેને 34 વખત ચાવીને ધીરે ધીરે ખાવુ જોઇએ. જેથી કરીને તેમાં પુરતો લાળરસ ભળી શકે અને સરળતાથી પાચન થઇ શકે. ઓછા ખોરાક દ્રારા જ પેટ ભરાય જાય છે.

            એસ્કેલેટર અને લિફટની બદલે સીડીઓનો વધારે ઉપયોગ કરવો જોઇએ. જયાં ચાલવાની તક મળે તે ચુકવી ન જોઇએ. ઓફિસમાં કરી શકાય તેવી નાની નાની કસરતો શીખીને તે નિયમિત કરતા રહેવી જોઇએ. પાણીનો ઉપયોગ વધારે પડતો કરવો જોઇએ. ખાંડ અને મીઠાનો ઉપયોગ ઘટાડી દેવો જોઇએ. સોફટ ડ્રિંક્સને બદલે ફ્રુટ જ્યુશનો ઉપયોગ કરવો જોઇએ.

           

 હિલિંગ પાવર દ્રારા:

            હિલિંગ પાવરનુ જો તમે જ્ઞાન ધરાવતા હોય તો તેનો ઉપયોગ કરીને વજન ઘટાડવુ જોઇએ. જો તમારી પાસે જ્ઞાન ન હોય તો જાણકાર પાસે જઇને હિલિંગ ચિકિત્સા લઇને વજન ઘટાડવા માટે પ્રયાસ કરવો જોઇએ. આ સૌથી સરળ પધ્ધતિ છે.

 

 

દવાઓ દ્રારા:

            વજન ઘટાડાનો અંતિમ ઉપાય દવાઓ છે. જયારે એમ લાગે હવે કાંઇ થઇ શકે એમ નથી. ડોકટરનો મત પણ એમ જ હોય કે હવે દવા સિવાય વજન ઉતરી શકે એમ નથી ત્યારે દવાઓનો ઉપયોગ કે દાકતરી સર્જરીની જરૂર છે ત્યારે શક્ય હોય ત્યાં સુધી આયુર્વેદનો સહારો લેવો અને જયારે અંતિમ ઉપાય હોય ત્યારે ડોકટરની સલાહ મુજબ એલોપેથીનો ઉપયોગ કરવો.

 

            આટલુ વાંચ્યા બાદ એમ લાગે કે આ બધુ તો વર્ષોથી જાણીએ છીએ અને બધુ સમજીએ જ છીએ. બધી પધ્ધિતનો અનેકવાર ઉપયોગ કરીએ છીએ. ઘણીવાર ઘણુ બધુ વજન ઉતરી પણ જાય છે પરંતુ થોડા સમય બાદ હતી તે પરિસ્થિતિ પાછી આવી જાય છે. ઉતારેલુ વજન પરત આવી જાય છે.

            આવા અનુભવથી કંટાળીને વજન ઉતારવા બાબતે વિચારવાનુ છોડી દઇએ છીએ અને જેવુ શરીર અને વજન હોય છે તેને સ્વીકારીને જીવવા લાગીએ છીએ. એવુ કેમ થાય છે? તેનો જવાબ પણ શોધવાનો પ્રયત્ન કરતા નથી.

            વજન ઘટાડા માટેના પ્રયાસો નિષ્ફળ જવા માટેનુ મુખ્ય કારણ મોટીવેશનનો અભાવ. આપણે આપણા પ્રયત્નો દ્રારા જે કંઇ નાની નાની સફળતા મળે છે તેના માટે આપણા મનને શાબાશી આપતા નથી. ખુશી મનાવતા નથી. રિવોર્ડ આપતા નથી.

            જીવનમાં નાનો ફાયદો કે સફળતા મળે તેને સેલિબ્રેટ કરતા શીખવુ જોઇએ. આમ જ મોટી સફળતા મેળવી શકાય છે. નાની નાની વાતમાં ખુશ થવાથી મોટી ખુશી જલ્દીથી મેળવી શકાય છે. આપણે જે કોઇ પ્રયત્ન કરતા હોય તે ચાલુ જ રાખવા જોઇએ. ધીરે ધીરે મળતો ફાયદો લાંબા ગાળે માટે અસરકારક બની રહે છે.

            વજન ઉતરી જતા આપણા પ્રયાસો કયારેય છોડવા જોઇએ નહિ. ડાયેટ, યોગા, કસરત, મુદ્રા બધુ જ આપણા જીવન માટે ફાયદાકારક જ છે માટે તેને જીવનનો હિસ્સો બનાવી લેવો જોઇએ.

                બેસ્ટ ઓફ લક ફોર યોર બેટર ફ્યુચર

                 વજન ઘટાડવા માટે તમે આ પ્રોડકટ નો ઉપયોગ પણ કરી શકો છો

1  easy weight loss

2. fast weight loss


લેખકનુ નામ: ભાવિષા ગોકાણી

Comments

Popular posts from this blog

કિસ્મત

ગુનેગાર કોણ ? -2

બંધ રૂમ

ગુનેગાર કોણ?