બંધ રૂમ
વાર્તાનુ
નામ : બંધ રૂમ
વરસાદ
પુરજોશમાં વરસી રહ્યો હતો. વારંવાર લાઇટ આવન જાવન કરી રહી હતી. વાતાવરણ ખુબ જ
બિહામણુ બની ગયુ હતુ.
“ઓહ
યાર કંટાળી ગયો. આ લાઇટે જીવ ખાધો. બહાર આટલો વરસાદ પડી રહ્યો છે અને અહીં ગરમી
અને જીવડાં. આખી ઉંઘ બગાડી નાખી.” કંટાળીને પથારીમાંથી ઉઠતા વૈદ્યે બડબડતા કહ્યુ.
રાતના
બે વાગી ગયા હતા. હવે આખી ઉંઘ ખરાબ થઇ ચુકી હતી હવે ઉઠી જવુ જ ઠીક રહેશે એમ
વિચારીને પાણી પીવા ટેબલ પાસે ગયો ત્યાં તો જોરદાર વીજળીનો કડાકો થયો.
“આટલી
રાત્રે ઉઠીને કરવુ પણ શું? ઘરમાં પણ કોઇ નથી. સાગર પણ આજે નથી અને મકાન માલિક પણ.”
વિચારતા વિચારતા વૈદ્ય ટેબલ પર બેસી ગયો.
“ચાલો
મીણબત્તીના અજવાળે પ્રોજેક્ટ કમ્પલીટ કરી લઉ” એમ વિચારી તે કાર્ડ પેપર લઇને ટેબલ
પર બેસી ગયો.
“ઓહ
કટર તો નથી. બે દિવસથી કટર પાછળ જ આ પ્રોજેકટનુ કામ રહી જાય છે. હવે શુ કરવુ?” વિચાર
કરતો હતો ત્યાં જ યાદ આવ્યુ કે કટર કયાંક જોયુ હતુ. ઘરમાં જ કયાંક હતુ?
“હા,
પહેલા બંધ રૂમમાં. પરંતુ તેમાં તો....”
“ઘરમાં
કયાં કોઇ છે મકાન માલિક તો લગ્નમાં ગયા છે.” વૈદ્યને યાદ આવ્યુ કે બે વર્ષથી તેઓ
અહીં રહેતા હતા પરંતુ કયારેય આ રૂમમાં જવા શુ જોવાની પણ પરમિશન ન હતી અને કોઇ પણ આ
રૂમ વિશે કોઇ જાતની વાત કરતુ ન હતુ. તેને ખુબ જ ક્યોરેશીટી હતી કે આખરે રૂમમાં એવુ
શુ છે કે તેને આવી રીતે બંધ જ રાખવા માંગે છે અને કોઇ તેના વિશે કાંઇ પણ બોલવા
માટે તૈયાર નથી. આટલા સમયમાં કયારેક દિવસના સમયે સફાઇ થતી હોય ત્યારે તેના વિશે
જાણવા નજર કરી હતી ત્યારે એકવાર કટર નજર આવ્યુ હતુ
“આજે
કોઇ નથી રૂમમાં એવુ શુ છે જોઇ જ લઉ.” એમ વિચારી વૈદ્ય તે બંધ રૂમ પાસે ગયો. રૂમમાં
એક મોટુ તાળુ લટકતુ હતુ. તાળાની ચાવી માટે કોઇ આઇડિયા ન હતો. તે અને તેનો મિત્ર
સાગર બે વર્ષથી આ ઘરમાં ભાડે રહેતા હતા. સાગરને ખુબ જ બોલવાની ટેવ હતી આથી તે ઘરના
લોકો સાથે ભળી ગયો હતો પરંતુ તેને ખાસ બહુ ટેવ હતી નહિ આથી તે ઘરના લોકો વિષે અને
વસ્તુઓ વિષે ઉંડાણ પુર્વકનુ જ્ઞાન હતુ નહિ. ચાવી માટેનુ એક સ્ટેન્ડ હતુ ત્યાં જઇ
ચાવી શોધવાનો વિચાર કર્યો ત્યાં તો વીજળીનો જોરદાર કડાકો થયો. જાણે બારે મેઘ ખાંગા
થવાના હોય તેમ વરસાદનો પ્રકોપ પણ વધી ગયો. અતિશય જોરદાર વરસાદ અને પવન સાથે અંધારુ
પણ ખુબ જ હતુ. પોતાની મોબાઇલની બેટરીના અજવાળે વૈદ્ય ધીરે ધીરે સાચવીને નીચે
પગથિયા ઉતરી રહ્યો હતો. નીચેના રૂમ બધા બંધ હતા પરંતુ મકાન માલિકે વૈદ્યને એક ચાવી
આપી હતી. તે ચાવીનો ઉપયોગ કરીને વૈદ્યએ સાચવીને બારણુ ખોલ્યુ અને ચરચરાટીનો અવાજ
આવ્યો. તે ધીરે ધીરે અંદર ગયો. આટલા વર્ષોથી તે મકાન માલિકનો વિશ્વાસપાત્ર હતો.
અને આજે ચોરી છુપે તે આવુ કામ કરવા જઇ રહ્યો હતો. મનમાં અનેકવિધ વિચારો તેને ઘેરી
રહ્યા હતા. પીછે હઠ કરવાની ઇચ્છા પણ થઇ આવતી હતી. પરંતુ કદમ રોકાઇ રહ્યા ન હતા. તે
અંધારામાં ચાવીનુ સ્ટેન્ડ શોધવા લાગ્યો. તેને વિચાર આવ્યો કે મકાન માલિક બંધ રૂમની
ચાવી સાથે લઇ ગયા હશે તો? તેઓને આ રૂમ પ્રત્યે ખુબ જ ડર હતો. એવુ તે શુ હશે તે
રૂમમાં?
ચાવીનુ
સ્ટેન્ડ દુરથી દેખાયુ. તે ખુણામાં હતુ. તેમાં થોડી ચાવીઓ પણ લટકી રહી હતી. તે ચાવી
લેવા ગયો પરંતુ બંધ રૂમની ચાવી કંઇ હશે તે ઓળખતો ન હતો. તેને બધી ચાવીઓ લઇ લીધી.
તેના હાથ સખત રીતે ધ્રુજવા લાગ્યા. જીંદગીમાં પહેલીવાર આવી રીતે ચોરી છુપા કોઇની
વસ્તુ પુછ્યા વિના લઇ રહ્યો હતો. ફટાફટ ચાવીઓ લઇને નીચેનો દરવાજો ખાલી બંધ કરી
લીધો. પછી તે ઉપર પોતાના રૂમની બાજુમાં રહેલા બંધ રૂમ પાસે આવ્યો. તેને એક પછી એક
બધી જ ચાવી લગાડી જોઇ અને આખરે એક ચાવી લાગી ગઇ અને ખટાક કરતો દરવાજો ખુલી ગયો.
અંદર એકદમ વાસ આવી રહી હતી અને ખુબ જ અંધારુ હતુ. તે પોતાની મોબાઇલની બેટરી ચાલુ
કરી અંદર જવા લાગ્યો. હ્રદયના ધબકારા ખુબ જ વધી રહ્યા હતા.
રૂમની
અંદરનુ તાપમાન કંઇક અલગ લાગતુ હતુ. બહાર ખુબ જ ગરમી હતી. રૂમમાં જેવો પગ મુક્યો
તેવી ઠંડી લાગવા લાગી. વૈદ્યને ખુબ ડર લાગવા લાગ્યો પરંતુ વરસાદને કારણે ઠંડી
લાગતી હશે એવુ વિચારીને તે અંદર જવા લાગ્યો. અંદર ખાસ કોઇ વસ્તુઓ ન હતી. જુની એકાદ
બે ખુરશીઓ અને એક ટુટેલુ ટેબલ અને ટેબલ પર કટર અને એક લાકડી હતી. તે ખુબ જ વિચિત્ર
હતુ. તે ધીરે ધીરે અંદર જવા લાગ્યો થોડા ડગલા માંડયા ત્યાં તો મ્યુઝિકનો અવાજ
સંભળાવા લાગ્યો. તેને એકદમ આશ્ચર્ય થયુ. તે બીકનો માર્યો બહાર જ નીકળી જવા માંગતો
હતો. પરંતુ તેની જિજ્ઞાશા તેને આગળ આગળને જવા માટે મજબુર કરવા લાગી. મ્યુઝિકનો
અવાજ વધવા લાગ્યો હવે સાથે સાથે નુત્ય અને ઝાંઝરીનો અવાજ પણ આવવા લાગ્યો. તે થોડે
દુર આગળ ગયો ત્યાં ડાબી બાજુથી પ્રકાશ આવી રહ્યો હતો અને ત્યાંથી જ મ્યુઝિકનો અવાજ
આવી રહ્યો હતો. તે ડાબી બાજુ તરફ વળી ગયો પ્રકાશ એટલો વધી ગયો હતો કે બેટરીના
અજવાળાની જરૂર જ ન હતી. પરંતુ છતાંય તેને આગળ જાણવાની ઉત્સુકતા એટલી વધારે હતી કે
તે બધુ ભુલી ગયો હતો હવે તો ગીત પણ ચોખ્ખુ સંભળાય રહ્યુ હતુ. તે આખો પેસેજ વટાવી
ગયો ત્યાં એક બંધ રૂમ હતો તેમાંથી આ બધો અવાજ આવી રહ્યો હતો.
તેને
જરાક ધક્કો માર્યો તો દરવાજો ખુલી ગયો. અંદરનુ દ્રશ્ય જોઇને તે સ્તબ્ધ થઇ ગયો.
નુત્યાંગના નૃત્ય કરી રહી હતી. બે ત્રણ ગીતકારો ગીત ગાઇ રહ્યા હતા અને ઢોલ અને
તબલા અને વાંસળી વગાડી રહ્યા હતા. રાજા જેવી વ્યક્તિ સિંહાસન પર બેઠેલી હતી. સાવ
પ્રાચીન જમાના જેવુ દ્રશ્ય આંખ સામે જોઇને વૈદ્યને વિશ્વાસ જ ન આવ્યો કે આ બધુ શુ
છે? તે આગળ વધીને બધુ જોવા લાગ્યો પરંતુ બધા પોતાની મસ્તીમાં મગ્ન હતા કોઇને તે
આવ્યો તેની કાંઇ પડી જ ન હતી. તે ચાલતા ચાલતા રાજા પાસે પહોચ્યો અને સિંહાસન પર
હાથ લગાડ્યો ત્યાં તો આંખે અંધારા આવી ગયા અને તે નીચે પડી ગયો.
************************************
“વૈદ્ય,
વૈદ્ય કોઇ મોટે મોટેથી બુમો પાડી રહ્યુ હતુ ત્યારે માંડ માંડ તેની ભારી થતી આંખો
ખોલી તો મકાન માલિક સેજપાલ ભાઇ અને સાગર બંન્ને તેની પથારી પાસે ઉભા હતા. તે ફટાક
કરતો પથારીમાં બેઠો થઇ ગયો.
“હું
અહીંયા કેવી રીતે આવી ગયો અને તમે લોકો
કયારે આવ્યા?”
“અરે
ગધેડા આવી ઉંઘ હોય તને શુ થઇ ગયુ હતુ? આ સાગર કાલ રાતનો આવી ગયો છે અને ખુબ જ
ખખડાવ્યુ પરંતુ તે ખોલ્યુ જ નહિ આથી તે મિત્રના ઘરે જતો રહ્યો અને આજે સવારનો હું
ખખડાવતો હતો પરંતુ તુ કાંઇ સાંભળતો જ ન હતો. પછી મેં સાગરને ફોન કરીને બોલાવ્યો
અને અમે બંન્ને થઇ દરવાજો તોડ્યો તો નીચેનો રૂમ ખુલ્લો હતો અને બંધ રૂમ પણ ખુલ્લો
જ હતો. થેન્ક ગોડ કે કાંઇ ચોરી થઇ નથી.
તને શુ થયુ છે યાર?”
“મને
કાંઇ ખબર નથી હું અહીંયા કેમ આવી ગયો અને આટલી ગહેરી ઉંઘમાં કેવી રીતે સરી ગયો?”
“ઓહ
માય ગોડ મને લાગે છે કે ચોરોએ કોઇ દવા તને સુંઘાડીને બેહોશ કરેલ છે.”
“પણ
અહીં કોઇ ચોર આવેલ જ નથી. એ તો મેં જ બધા દરવાજા ખુલ્લા રાખ્યા હતા અને ખબર નહી
પછી હુ કંઇ રીતે ઉંઘમા સરી ગયો.”
“એટલે
તુ બંધ રૂમમાં ગયો હતો?”
“હા,
સેજપાલ ભાઇ મારી જીજ્ઞાશાને સંતોષવા માટે હું તમને પુછ્યા વિના ત્યાં ગયો અને અંદર
ગયો ત્યારે અજબ નજારો જોવા મળ્યો” વૈદ્યએ બધી વાત વિગતે કરી.
“પછી
ખબર નહિ હું કેમ ઉંઘમાં સરી ગયો અહીં આવી ગયો.”
“એટલા
માટે જ તે રૂમને બંધ રાખવામાં આવ્યો છે. જે કોઇ તે રૂમમાં જાય છે તેને વિચિત્ર
વિચિત્ર અનુભવ થાય છે. અમારા પંડિત શ્રી દુર્ધાચાર્યનુ કહેવુ એમ છે કે ત્યાં નકારાત્મક
શક્તિઓનો વાસ છે. બાકી આખુ ઘર પવિત્ર છે. બીજી કોઇ પણ જગ્યાએ કોઇ ખરાબ અનુભુતિ થતી
નથી. સિવાય તે રૂમમાં. આજકાલ મકાન લેવા કેવા અઘરા છે તે તો તમને લોકોને ખબર જ છે.
એટલે અમે બીજુ મકાન લઇ શકતા નથી ત્યાં સુધી તે રૂમને બંધ રાખીને બીજા ભાગનો ઉપયોગ
કરીએ છીએ.”
“પરંતુ
આ મકાન વેંચી ને તો બીજુ લઇ શકાય ને?” સગારે પુછ્યુ.
“હા,
મકાન વેંચવુ જ છે એટલે તે રૂમની વાત ગુપ્ત રાખવામાં આવી છે. જો વાત બહાર પડી જાય
તો મકાન ભાવ ગગડી જાય. મારા ભાઇ અને મારા વચ્ચે આ સંયુક્ત મકાન છે. તેની સહી વગર
અમે વેંચી ન શકીએ તે વિદેશથી આવશે ત્યારે આ વખતે આ મકાન વેંચી જ નાખવુ છે.”
“પરંતુ
તે રૂમનો કોઇ ઉપાય નથી?”
“ના,
અમને તો કોઇ રસ્તો મળ્યો નથી. પરંતુ અમારુ મકાન વેંચતા પહેલા તે ભાગને પાડીને
રિનોવેટ કરાવી લઇશુ અને ત્યાર બાદ યોગ્ય વિધિ પણ અમને ખબર છે એટલે અમને શંકા રહે
બાકી લેનાર કંઇ ન જાણે તો તેને કંઇ થશે નહિ?”
વૈદ્યને
તે રાતના અનુભવ બાદ તે રૂમ તરફ કયારેય જોયુ જ નહિ અને સાગર તો ડરી જ ગયો હતો તે તો
થોડા જ સમયમાં ઘર છોડીને જતો રહ્યો. મકાન વેંચાય ગયુ અને રૂમ પડી જતા તેનુ રહસ્ય
પણ દફનાઇ ગયુ.
લેખકનુ
નામ: ભાવિષા ગોકાણી
Fine
ReplyDelete