લઘુ કથાઓ
લઘુ કથાઓ દસ રૂપિયા તને કેટલી વાર સમજાવ્યુ ચોરી કરવી પાપ છે સમજતો જ નથી.” આઠ વર્ષના રાજેશને તેની માતા વિજ્યાબહેને મારતા મારતા ગુસ્સા પુર્વક કહ્યુ. “કેટલો મારવો છે હવે, મુક?” જીતેશભાઇએ (રાજેશના પપ્પા) વિજ્યાબહેનનુ બાવડુ પકડીને દુર કરતા કહ્યુ. “સમજતો જ નથી જોવ ને આજે પણ દસ રૂપિયા કોઇક ના લેતો આવ્યો. આપણે ગરીબ ભલે છીએ પણ આપણી ખાનદાની કયાં ઓછી છે? બે માણસ સંભળાવી જાય એ મને જરાય પસંદ નથી.” વિજ્યા બહેનની બડ બડ ચાલુ જ રહી. હળવેકથી નજીક આવીને રાજેશે કહ્યુ, “મા, મારી વાત તો સાંભળ. મે કોઇ ચોરી નથી કરી. આજે સાહેબ ઘરે જતા હતા ત્યાં નિશાળના ગેઇટ પાસે તેનુ પાકીટ પડી ગયુ. હું તેની ગાડી પાછળ દોડીને આપવા ગયો. તેને ગાડી ઉભી રાખી અને મને શાબાશી આપતા દસ રૂપિયા ઇનામ આપ્યા. મેં ના પાડી તો પણ આપ્યા. બાકી તે તારા સમ આપ્યા પછી હું કોઇ દિવસ...