એક ભયાનક સત્ય: 2,ભાગ : 2
એક ભયાનક સત્ય: 2
ભાગ : 2
“બેટા, આ વર્ષે પણ લાગે છે. વરસાદ બહુ
નહિ પડે.” સીમા બહેને પવનથી ઉડી જતી બારી બંધ કરતા કહ્યુ.
પુર્વએ પોતાની માતા વાત પર ધ્યાન ન
આપ્યુ હોય તેમ પુસ્તકમાં મોઢુ રાખીને તેનુ કામ ચાલુ રાખ્યુ.
“આ વર્ષે પણ ઓછો વરસાદ પડશે તો શું
કરીશુ? ટાંકા મંગાવીને થાકી ગયા હવે.” ડાઇનિંગ રૂમમાં આવીને છાપુ વાંચતા પોતાના
પતિને રાજેશભાઇને સીમા બહેને કહ્યુ.
“તમે શું મારી કમર ટુટી ગઇ છે આ બહારથી
પાણી મંગાવી મંગાવીને.”
“એક તરફથી મોંઘવારી અને બીજી તરફથી આ
કુદરતનો માર આમાં માણસ જાય તો કયાં જાય?” બબડાટ કરતા સીમા બહેન રસોડામાં ચાલ્યા
ગયા.
*******************
તેમની વાત પણ સાચી હતી. જુલાઇ મહિનો
પુરો થવા આવ્યો હતો અને ગુજરાતી મહિનો શ્રાવણ પણ શરૂ થઇ ગયો હતો. હજુ પણ થોડા
ઝાંપટા સિવાય આખુ ગુજરાત કોરુ જ હતુ. બીજી બાજુ અમુક રાજ્યો પુરમાં ડુબી રહ્યા
હતા. બધાના ઘરમાં દિવસમાં એકવાર આવા સંવાદો તો ભજવાતા જ હતા.
***************************
“અરે યાર ચાલને મુવી જોવા મસ્ત ગુજરાતી
મુવી આવ્યુ છે. વળી ટિકિટના રેટ પણ ઓછા છે.” પુર્વએ કોલેજ જઇને તેના ખાસ મિત્ર
રાહુલને કહ્યુ.
“મુવીનુ તો નામ જ ન લે. આ વરસાદ પડતો
નથી એમાં પપ્પાનો ધંધો મોળો પડતો જાય છે. મુવીની વાત તો શુ પપ્પાએ કહી દીધુ કે આ
સાલ પણ આમ જ રહ્યુ તો તે મને કોલેજમાંથી ઉઠાડી લેશે અને મને ધંધો સાચવવાનુ કહી
દીધુ અને ઘર ચલાવવા તે કાંઇક બીજી નોકરી શોધશે.”
“અરે યાર તમારી તો વર્ષો જુની પેઢી છે
તો પણ ધંધાનો પ્રશ્ન છે.”
“હા યાર વર્ષો જુની હોય તો પણ શુ થાય
છેલ્લા ત્રણ ચાર વર્ષથી કયાં સારો વરસાદ થાય છે. લોકો હવે પેટમાં ખાવામાં પણ કાપ
મુકી રહ્યા છે.”
“વેરી સેડ યાર. શુ થશે હવે આપણુ?”
પુર્વએ દુ:ખી થતા કહ્યુ.
*********************
ઓછા વરસાદથી ઘણાના ધંધા ભાંગી પડયા અને
ઘણા અવળે રસ્તે ચાલી નીકળ્યા. કુદરત બધુ નિહાળતા હોવા છતા આંખ મીચીને પુથ્વી પર
કોપાયમાન હતી.
“મેઘના, ગટુ, રુદ્ર આ વીક એન્ડ પર બે રજા આવે છે તો ચાલો આપણે બધા
ફ્રેન્ડસ મોલમાં જઇએ.” બીજા દિવસે કોલેજમાં આવીને પોતાના ગ્રુપમાં પુર્વએ કહ્યુ.
“તારા પપ્પાને સારી જોબ છે એટલે વાંધો
નથી બાકી અમારે એવુ નથી કે ફાલતુ ના ખર્ચા કરી શકીએ.” મેઘનાએ ઉદાસીનતાથી કહ્યુ.
“અરે તમે બધા કેમ આટલા ટેંશનમાં છો યાર.
કમ ઓન ચીલ.”
“પુર્વ, મેઘના સાચુ કહી રહી છે. અમારે
તારા જેવુ નથી. મેઘનાના પિતાનો ધંધો બંધ થવાને આરે છે અને આ ગટુના પપ્પાને ખેતીમાં
છેલ્લા કેટલા વર્ષથી પાકમાં ઉપજ નથી અને મારા પપ્પાની કંપનીમાં પ્રોફિટ ઓછો થઇ
રહ્યો છે એટલે સ્ટાફ ઘટાડાના બહાને બરતરફી કરવામાં આવેલ છે. ખાલી નાના મોટા
કમિશનના ધંધાથી અમારુ ઘર ચાલી રહ્યુ છે.” રુદ્રએ નિરાશાથી કહ્યુ. બધાના મુખ ગંભીર
હતા. કુદરત સામે કોઇનુ થોડુ ચાલી શકે?
**************************
રાજેશભાઇની રાત્રે અચાનક જ ઉંઘ ઉડી ગઇ
અને સીમા બહેન તો ખુશીના માર્યા પાગલ બનીને અડધી રાત્રે દરવાજો ખોલીને બહાર નીકળી
ગયા. ધોધમાર વરસાદ ઘણા સમય બાદ આવ્યો હતો. બહાર જઇને જોયુ તો કાંઇ પણ ન હતુ. ફકત
વરસાદનો અવાજ જ આવી રહ્યો હતો. બાકી બધે હજુ ધુળ જ ઉડી રહી હતી.
સીમાબહેન ઉદાસ થઇને દરવાજો બંધ કરવા જતા
હતા ત્યાં રાજેશભાઇ અથડાયા તે પણ નિરાશ થઇને સુઇ ગયા.
***************************
રાહુલના પિતા ધર્મેશભાઇ વહેલી સવારે
ઉઠીને દુકાન બાજુ જતા જ હતા ત્યાં પાણીના વહેણનો અવાજ સંભળાયો.
“દુકાનના આ રસ્તે પાણીની કોઇ નદી કે
ઝરણુ નથી. તો અવાજ કયાંથી આવી રહ્યો છે.” મનોમન ધર્મેશભાઇ વિચારીને અવાજની દિશામાં
આગળ વધ્યા.
ખુબ દુર દુરથી અવાજ આવી રહ્યો હતો.
ધર્મેશભાઇ અવાજની દિશા તરફ જવા લાગ્યા. પાણીનો આટલો સુંદર અવાજ સંભાળ્યે અરસો વિતી
ગયો હતો. આથી ધર્મેશભાઇ પોતાના મનને રોકી ન શક્યા અને આગળ અને આગળ જવા લાગ્યા.
**************************
મેઘનાના મમ્મી શ્વાતિ બહેન સ્વભાવે ખુબ
જ દયાળુ અને પરોપકારિ પરગજુ સ્વભાવના વ્યક્તિ હતા. દુષ્કાળના કારણે પરેશાન પશુ-પંખીઓની
સેવાના કાર્યમાં આખો દિવસ વ્યસ્ત રહેતા. તેના માટે અનેક લોકો પાસે ફંડ પણ એકઠુ
કરવા જતા. આવા સમયે થોડા ફંડ માટે તેને ઘણુ સહન કરવુ પડતુ.
આજે સવારથી તેનુ મન ખુબ જ ઉદાસ હતુ.
કાલે રાત્રે ત્રણ દિવસથી સેવા કરી રહેલા હતા તે ગાયનુ બચ્ચુ મૃત્યુ પામ્યુ હતુ.
તેની માતા તો તેને જ્ન્મ આપીને મૃત્યુ પામી હતી. નબળા વર્ષોમાં તે ખુબ જ નબળી હતી.
ઘરની ખરાબ પરિસ્થિતિ અને સમાજનો બદલાતા
જતા અભિગમથી શ્વાતિબહેન ઉદાસમયે બારી પાસે બેઠેલા હતા. બારીમાંથી આવી ઠંડો પવન તેને સારો લાગી રહ્યો હતો. તે બહાર
ઠંડા પવનમાં વોક કરવા લાગ્યા.
*************************
રાજેશભાઇ હજુ જોબ પર જવા માટે નીકળ્યા
હતા ત્યાં જ કુરિયરવાળાએ એક કવર પકડાવી દીધુ. તેને ખુબ જ મોડુ થઇ રહ્યુ હતુ આથી
તેને સીમા બહેનને કવર પકડાવી દીધુ. સીમાબહેન કપડાં ધોઇ રહ્યા હતા આથી કવર જોયુ નહિ
અને તે કવરને ટેબલ પર મુકી દીધુ.
ઓછા વરસાદ અને દુષ્કાળની પરિસ્થિતિમાં
બધા ખુબ જ પરેશાન છે. કુદરતે શુ ધાર્યુ છે? તે કયાં આજ સુધી કોઇ જાણી શક્યુ છે. જે
થવાનુ છે તે થઇને જ રહેશે તેમાં કયાં આપણુ કાંઇ ચાલે છે.. કવરમાં શુ હશે તે જાણવા
માટે આગલુ પ્રકરણ વાંચવુ જ રહ્યુ..
ભાગ 3 વાંચવા અહી ક્લિક કરો : 👉Part 3

Nice
ReplyDelete