લાપતા - 2
લાપતા - 2
“તેના ગયા પછી તે ક્યાં છે, શું કરે છે,તે બાબતે કોઇ સમાચાર મળ્યા હતા? કે ઘર છોડીને ગયા બાદ ક્યારેય તે પાછો અહી આવ્યો હતો કે નહી?”
“હા
સાહેબ મારી એક બહેન અમદાવાદમા રહે છે તેના દ્વારા મેં ઘણીવાર તેને સમજાવવાનો
પ્રયત્ન કર્યો અને ઘરે પરત આવવા મનાવ્યો પણ તે પોતાની જીદ છોડવા તૈયાર જ ન હતો.
હમણા અઠવાડિયા પહેલા જ મારી બહેન સાથે તેની વાત થઇ હતી પણ હવે તેનો તે ફોન પણ લાગતો
જ નથી.” પ્રિયાબહેન સ્વસ્થ થઇને કહ્યુ.
“ઓ.કે.
સંદીપ ક્યાં ભણતો હતો તે સરનામુ અને ડિટેઇલ મને આપજો.”
અમીએ
અમદાવાદનુ સરનામુ આપ્યુ જયા રૂમ રાખીને સંદીપ રહેતો હતો તે તમામ વિગતો ઇન્સપેકટર
રાહુલને આપી દીધી અને તેની સાથે લાસ્ટ ટાઇમ જે નંબરથી વાત થઇ હતી એ નંબર પણ તેણે
આપ્યા.
“ઓ.કે.
થેન્ક્સ ફોર કો-ઓપરેટ મી.” કહેતા તે નીકળી ગયા.
દિવસો
વિતતા જતા હતા પણ સમીરભાઇનો કોઇ પતો મળતો ન હતો કે પોલીસ સ્ટેશનમાંથી પણ કોઇ અપડેટ
મળતા ન હતા.આમ ને આમ બે મહિના વિતી ગયા. રાહુલે અમદાવાદ જઇને પણ સંદીપ વિષે બધી તપાસ
કરી લીધી. પણ સંદીપ હવે અમદાવાદમાં ન હતો. આજુબાજુમા તપાસ કરી પણ તે ક્યાં ગયો હતો
તેની કોઇને ખબર જ ન હતી.
ઇન્સપેકટર
રાહુલને હવે સંદીપ પર પુરેપુરો શક હતો પણ વળી એ પણ તેને સમજાતુ ન હતુ કે કોઇ સગો
પુત્ર તેના પિતાનું અપહરણ કેમ કરી શકે?
બે
મહિના બાદ રાહુલ એક દિવસ ઓફિસે આવ્યો તો હવાલદાર છોટે રામે કહ્યુ, “સાહેબ કોઇ તમને
મળવા માંગે છે”
“મોક્લ
તેને અંદર” રાહુલે કહ્યુ.
“ઇન્સપેકટર
સાહેબ હુ સંદીપનો મિત્ર જયદેવ વ્યાસ છુ અમે બંન્ને ખાસ મિત્ર છીએ. મને સમીરભાઈ ના
અપહરણ વિષે ખબર પડી અને તમે અમદાવાદ તપાસ કરવા આવ્યા હતા ત્યારે હુ કલકત્તા કામ
માટે ગયો હતો અને હમણા કાલે જ આવ્યો ત્યારે મારા મિત્રએ બધી વાત કરી એટલે હુ સીધો
અહીં આવ્યો છું. હુ સંદીપ વિષે તમને જણાવવા માંગુ છુ”
“સારુ
મિસ્ટર જયદેવ તમે તમારી ફરજ સમજી આવ્યા બાકી કેસ તો હવે બંધ થવાની અણીએ હતો. બોલો
શુ જણાવવા માંગો છો?”
“સંદીપ
મારો ખાસ મિત્ર હતો. કોલેજમાં અભ્યાસની સાથે તે પાર્ટ ટાઇમ ગાઇડનું કામ પણ કરતો
હતો અને અમદાવાદ અને આસપાસ સ્થળોએ તે કામ કરતો હતો. એક દિવસ ઓસ્ટ્રેલિયાથી એક
છોકરી આવી હતી અને તે એકલી જ હતી અને તેને પ્રાચીન ભારત વિશે બધુ જાણવુ હતુ અને
ત્યારે સંદીપને થોડા દિવસની રજા હતી આથી સંદીપ તેનો ગાઇડ બન્યો હતો. સંદીપ તેને
ગુજરાતના પ્રાચીન શહેર મધ્યપ્રદેશ અને બીજા ઘણા રાજયોમાં ફરવા લઇ ગયો અને લગભગ ત્રણ
મહિના તેની સાથે રહ્યો હતો. તે છોકરી સાથે રહેવા માટે તે કોલેજ પણ આવ્યો ન હતો અને
અભ્યાસ બગાડે જતો હતો. બહુ છેલબટાઉ છોકરો હતો સંદીપ. કોઇ સારી છોકરીને જોઇ લે એટલે
તેની પાછળ જ પડી જતો. છોકરીઓ સાથે ફ્લર્ટ કરવુ તે તેના માટે નશા જેવું હતુ.
ત્રણ
મહિનામાં સંદીપને તેની સાથે પ્રેમ થઇ ગયો અને તેની સાથે લગ્ન પણ કરવા હતા આથી આ
બાબતે બાપ દીકરા વચ્ચે ઝઘડો થયો અને તે ઘર છોડીને અહી અમદાવાદ આવી ગયો. અહી પણ સંદીપ
અને તે આસ્ટ્રીલીયન ગર્લ સાથે રહેતા હતા. થોડા જ સમયમાં બન્નેએ લગ્ન કરી લીધા અને
તે દેશ છોડીને હમેંશ માટે પેલી છોકરી ઓસ્ટ્રેલિયા જતો રહ્યો.”
“ઓહ
તો સંદીપ અત્યારે ઓસ્ટ્રેલિયા છે એમને. તેના કોઇ કોન્ટેકટ નંબર કે કાંઇ છે તમારી
પાસે?”
“હા
સર, સંદીપ મારો ખાસ મિત્ર હતો આથી તેણે મને તેના નંબર આપ્યા છે.”
જયદેવે
નંબર આપ્યા એટલે ઇન્સપેકટર રાહુલે તરત જ તેને ફોન કરીને સંદીપને બધી વાત કરી અને
તાત્કાલિક ભારત આવી જવા કહ્યુ. સંદીપ પણ પોલીસના કહેવાથી અને તેના પિતાજીની વાત
સાંભળી ભારત આવવા નીકળી ગયો.
સંદીપ
અમદાવાદ આવ્યો એટલે રાહુલ તેને મળવા ગયા અને સંદીપના મમ્મી અને તેની બહેનને હજુ
રાહુલે કાંઇ પણ જાણ કરી ન હતી. તેઓ એકલા જ સંદીપને મળવા અમદાવાદ આવ્યા. સંદીપને
ઓસ્ટ્રેલિયા ફોનમાં રાહુલે તેના પિતાજી ગુમ થવાની વાત કરી ત્યારે સંદીપ દોડીને
તેની માતાને મળવા જવાનો હતો પરંતુ રાહુલે તેને ના પાડી હતી. સંદીપે આવતાવેંત જ
પુછ્યુ, “સાહેબ આ બધુ કેમ બની ગયુ? તમે મને મારી મમ્મીને મળવા કેમ જવા દેતા નથી?
પ્લીઝ મને તેની પાસે જવા દો , અત્યારે તેમને મારી જરૂર હશે.”
“અરે
સંદીપ એવી તે શું ઉતાવળ છે? તુ તારા મમ્મી અને બહેનને મળવા જજે પરંતુ આજે મારી
સાથે વાત કરી લે. પહેલા મને એ કહે કે તારે તારા પિતાજી સાથે એવો તે શું વાંધો હતો
કે તુ ઘર છોડીને જતો રહ્યો અને પરદેશ ગયો તો પણ ઘરનાને કાંઇ જાણ પણ ન થવા દીધી. જે
કાંઇ હોય તે સાચુ કહેજે તો અમે સાચી દિશામાં બધી તપાસ કરી શકીએ.”
“સાહેબ
મારા પિતાજીને બે પત્ની છે અને મે પરદેશી છોકરી જુલિયા સાથે પ્રેમ કર્યો તો મારા
પિતાજી ઝઘડી પડ્યા અને મને કાઢી મુક્યો. મારી માતાને દુ:ખ ન થાય માટે મે કોઇને
ઘરમાં આ વાત કરી નથી અને તે બીજી પત્ની લીલાને પણ બે સંતાન છે. કદાચ તેઓએ જ કાંઇ
કાવતરુ ઘડયુ હોય?”
“તારી
વાત સાચી છે સંદીપ. તુ એ લીલાની ડિટેઇલ આપી દેજે. અમે બધી તપાસ કરી લઇએ અને હવે તુ
તારા પરિવારને મળી શકે છે.”
સંદીપ
તેની માતા અને બહેનને મળવા જતો રહ્યો. રાહુલે હવે સમીરભાઇની બીજી પત્ની લીલા અને
તેના સંતાનો પર ચાંપતી નજર ગોઠવી દીધી. તેમના ઘરની તલાશી માટેનું સર્ચ વૉરન્ટ
મેળવી બધી તપાસ કરતા સમીરભાઇના ઘરેથી ચોરાયેલા ઘરેણા ત્યાં મળી આવ્યા. ત્યાર બાદ
લીલાબેનના મૉટા પુત્ર વિરાજને હિરાસતમાં લઇ પુછપરછ કરતા વિરાજે તેનો ગુનો કબુલ
કર્યો કે તેણે પોતાના બે સાથીદારોની મદદથી જ પૈસા માટે સમીરભાઈનુ અપહરણ કર્યુ હતુ
અને ઘર ફોડ ચોરી કરી હતી. અપહરણ બાદ સમીરભાઈની હત્યા કરી લાશ સુમસાન જગ્યાએ દાટી
દીધી હતી.
ઇન્સપેક્ટર
રાહુલે કેસ સોલ્વ કરી લીધો અને ગુનેગાર હવે તેના કબ્જામાં હતો. ઇન્સપેક્ટર રાહુલે પ્રિયાબહેન
અને તેના પરિવારને સમીરભાઇની હત્યા
અને બીજી પત્ની વિશે ખબર આપી. આ બધુ
સાંભળતા જ પ્રિયાબેન આઘાતમાં સરી ગયા. તેણે ક્યારેય એવું નહોતુ વિચાર્યુ કે તેની
એક શૌતન હશે. અને સમીરભાઇ તેને આ રીતે દગો દેશે.તે અમીને સાથે લઇને સંદીપ સાથે
ઓસ્ટ્રેલિયા જતા રહ્યા.
આજે
સમાજમાં પૈસા અને સંપતિ માટે માણસ કોઇનો થતો નથી. એક સગા પુત્રએ માત્ર પૈસા પડાવવા
માટે તેના પિતાનુ અપહરણ કર્યુ અને છેલ્લે તેને મોતને ઘાટ ઉતારવામાં પણ તેના હાથ
ધૃજ્યા નહી. વિરાજને તેના પિતાના જ ઘરમાં ચોરી અને હત્યા બદલ ઉમરકેદની સજા થઇ.
સમીરભાઈની
આ ભૂલ બદલ પ્રિયાબહેન અને લીલાબહેન બન્નેનો સંસાર ઉજડી ગયો. પ્રિયા બહેને આજીવન સમીરભાઇને
વફાદાર રહ્યા અને અંતમા તેને પરિણામ શું મળ્યુ? કે તેના જ હસબન્ડને બીજી પત્ની છે
અને સંતાનો પણ છે. આ બાજુ લીલાબહેને પોતાના પુત્રને ખોઇ દીધો. સમીરભાઇની ભૂલ બદ્લ
આ બધા લોકોના જીવન બેરંગ બની ગયા.
સમાપ્ત

Nice
ReplyDelete