Posts

Showing posts with the label novel

ઢળતી સંધ્યાએ ભાગ : 6

Image
  વાર્તાનુ નામ : ઢળતી સંધ્યાએ ભાગ : 6             “ આવતીકાલે હું કોલકાતા જવા નીકળું છું. બીઝનેશના કામ માટે.” સુભાષભાઇએ માલતીબેનના રૂમનો દરવાજો ખોલી બહાર ઉભા ઉભા જ કહી દીધુ.           “એકલા જ જવાના કે???” સુભાષભાઇ માલતીબેનના કહેવાના અર્થને પામી ગયા.           “હાસ્તો, એકલો જ જવાનો છું, મારી કોઇ એવી ઇચ્છા નથી કે રોજે રોજ તારો આ ચહેરો જોઇ મારા દિવસને ખરાબ કરું.” બોલતા સુભાષભાઇ દરવાજો પછાડતા ત્યાંથી નીકળી ગયા.           બીજે દિવસે સવારથી રાહી જીત સુભાષભાઇ બધા દોડધામમાં હતા, માલતીબેન તો તેની દિનચર્યા મુજબ જ કામ કરી રહ્યા હતા. બધી મમતા અને સબંધોથી તે આજે નિર્લેપ રહેવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.           સાંજે સુભાષભાઇ પાંચેક વાગ્યે નીકળી ગયા, જતી વખતે પણ માલતીબેન તેમને દરવાજા સુધી વળાવવા આવ્યા પણ બધુ વ્યર્થ. એકવાર પણ સુભાષભાઇએ તેની સાથે વાત ન કરી કે ન માલતીબેનની વાતને સાંભળી....

ઢળતી સંધ્યાએ ભાગ : 4

Image
  વાર્તાનુ નામ : ઢળતી સંધ્યાએ                    ભાગ : 4                        “ઓહ હો, સુભાષકુમાર, આવી ગયા તમે?” ઘરેથી ગુસ્સે થતો સુભાષ જેવો પોતાના મિત્રોને મળવા ગયો ત્યારે તેમાંથી એક મિત્ર રાજને મજાક કરતા પુછ્યુ.              “રાજન હું જરાય મજાકના મુડમાં નથી અને એ પણ લગ્ન બાબતની મજાક તો જરાય સહન નહી થાય મારાથી તો પ્લીઝ તારો બકવાસ બંધ જ રાખ એ સારૂ છે.” સુભાષે સિગારેટ હાથમાં લેતા કહી જ દીધુ.              “અરે યાર, કાલ્મ ડાઉન. લગ્ન બાદ આવી મજાક તો થાય જ હો. એમા ગુસ્સો ન ચાલે.” બીજા મિત્ર મહેશે કહ્યુ.              “શું મજાક યાર???? લગ્ન..... લગ્ન...... લગ્ન...... અણગમતા બંધનમાં મને મમ્મી પપ્પાએ બાંધી દીધો અને એ પણ અણગમતા પાત્ર સાથે.” સિગા...

ઢળતી સંધ્યાએ ભાગ : 3

Image
  વાર્તાનુ નામ : ઢળતી સંધ્યાએ                    ભાગ : 3                 “છોરો તો સારો લાયગો, ધંધો ય બહુ સારો લાગે મને તો, પણ આમ દિકરીને દૂર શહેરમાં દેતા મારો જીવ હાલતો નથ, ઇનુ શું?” મામાએ   રાજેશના પપ્પાને કીધુ.              “વેવાઇ, જોવ મને સારૂ લાગુ હોય તો જ હું તમને ઠેકાણું ચીંધુ, બાકી જેવાતેવામાં તો મારોય જીવ ન હાલે કે માલતીને આંખ બંધ કરીને જેવાતેવામાં થોડો નાખી દેવાનો છું.” રાજેશભાઇએ સાંત્વના આપતા કહ્યુ.              “ઠીક છે હું તમને વિચાર જણાવુ છું ઘેર પોંચીને.” કહેતા માલતીના મામા ત્યાંથી ગામ જવા નીકળી ગયા. **********              “માંગણાવારી તારામાં બુધ્ધી નામની   ચીજ છે જ નહી, મરી ગઇ આજે તારી ખેર નથ, તુ જો તારો કેવો હાલ કરું છું.” મામી બકવાસ કરત...