પૈસાનુ આયોજન
પૈસાનુ આયોજન આજના યુગમાં સૌથી મહત્ત્વની કોઇ વસ્તુ હોય તો તે પૈસા છે. નાણા વગરનો નાથિયો અને નાણે નાથાલાલ આજની પ્રચલિત કહેવત મુજબ પૈસા સર્વસ્વ બનવા લાગ્યા છે. નાણાની શોધ વિનિમય વ્યવહાર સરળ કરવા માટે થઇ હતી પરંતુ આજના જમાનાની તે જરૂરિયાતની વસ્તુ બની ગઇ છે. જેની પાસે નાણા છે તે બધી જ જરૂરિયાતો સરળતાથી પુરી કરી શકે છે અને નાણા વિના જીવન ખુબ જ કપરુ છે. દુનિયામાં બનતા આત્મહત્યાના કિસ્સાઓમાં મોટા ભાગે નાણાના અભાવનુ કારણ હોય છે. આપણા જીવનનુ દરેક ડગલુ આગળ નાણા થકી જ ચાલે છે. જીવનની દરેક જરૂરિયાત માટે નાણાની જરૂર પડે છે. રોજિંદી જરૂરિયાત પુરી કરવા માટે કમ્મર તુટી જાય છે. માંડ માંડ બે છેડા ભેગા થાય છે કયારેક છેડા ભેગા થતા પહેલા જ તુટી જાય છે. આજના જમાનાની વિકટ સમસ્યા હોય તો તે છે નાણાની બચત. ગમે તેટલી આવક હોય તે જાવક સામે ટુંકી જ પડે છે. રોજિંદી જરૂરિયાતો અને સામાજિક જવાબદારી નિભાવવામાં મોટા ભાગના પૈસા ખર્ચાય જાય છે. હાથમાં કંઇ ટકતુ નથી. આવી પરિસ્...