એક અજનબી - 24
એક અજનબી ભાગ : 24 આ બાજુ રોહન તેના પપ્પાના મિત્રની મદદથી ત્યાંના સ્થાનિક પોલીસની હેલ્પ માટે ગયો હતો ત્યાં પોલીસે તેની પાસેથી શ્યામની તસવીર માંગી, જે લેવા માટે રોહન ફરી હોટેલ આવતો હતો ત્યાં ફરી હોટેલના મેઇન દ્વાર પાસે જ ફરી શ્યામ તેની સામે અથડાયો. “હેય મિસ્ટર, પ્લીઝ બી કેરફુલ વ્હાઇલ વોકીંગ.” શ્યામે જરા ગુસ્સાથી કહ્યુ. રોહન પણ તેના આ શબ્દોથી થોડો ચિડાઇ તો ગયો પણ અત્યારે અજાણ લોકો સાથે ઝઘડો કરવો તેને યોગ્ય ન લાગ્યુ એટલે માંફી માંગતો ફરી તે રૂમ તરફ જતો રહ્યો. રોહને ક્ષમા માટે બ્રેકફાસ્ટ મંગાવ્યો અને બન્ને બ્રેકફાસ્ટ કરતા કરતા તેણે ક્ષમાને બધી વાત કરી અને શ્યામનો ફોટો માંગ્યો. પહેલા તો ક્ષમાને શ્યામનો ફોટો મેળવવાનુ અઘરુ જ લાગ્યુ પણ પછી તેને યાદ આવ્યુ કે તેણે ઇ-મેઇલ થ્રુ તેના મમ્મી પપ્પાને શ્યામ અને તેના લગ્નજીવન બાદ ફોટો મોકલ્યા હતા. તેણે ફટાફટ રોહનના લેપટોપમાંથી પોતાનુ ...