એક અજનબી - 18

 એક અજનબી 

ભાગ : 18 



ઘરે આવી જોયુ તો અનસુયાબેન ક્ષમાનો ફોટો હાથમાં લઇ રડતા હોલમાં બેઠા હતા. દિપકભાઇએ તેની પાસે જઇ તેના માથે હાથ ફેરવતા સમજાવ્યા અને ક્ષમાની અને પોતાની કસમ આપી મહાપરાણે તેને જમાડ્યા. પોતાને પણ જમવાની ઇચ્છા ન હતી પણ અનસુયાબેન ખાતર તે પણ થોડુ જમ્યા.

 

*******************

 

         ક્ષમા ઉઠી તો તેણે જોયુ કે બે ઉંચા પડછંદ બ્લેક નિગ્રો ટાઇપ યુવાન તેના રૂમમાં હતા. તેને જોઇ ક્ષમા ડરી ગઇ. ક્ષમાને  જાગેલી જોઇ તેણે તરત જ ક્ષમાને ઇંજેક્શન લગાવી દીધુ. ક્ષમા દર્દથી કરાહી ઉઠી પણ પેલો યુવાન તો ઇંજેક્શન લગાવી નીકળી ગયો. ઇંજેક્શનની અસર થોડી વારમાં ક્ષમાને વર્તાવા લાગી. વળી તેને ચક્કર આવતા હોય તેવુ ફીલ થવા લાગ્યુ. તે બાથરૂમમાં ફ્રેશ થવા જવા માટે ઉભી તો થઇ પણ ચક્કર ખુબ વધી ગયા અને વળી તે બેડ પર ઢળી પડી. જ્યારે તે જાગે ત્યારે તેને એક ઇંજેક્શન લગાવી દેવામાં આવતુ. સાયદ તેને નશાના ઇંજેક્શન આપવામાં આવતા હોય તેમ ક્ષમાને લાગ્યુ. ક્ષમાના રૂમમાં ઘણા યુવાનો અને યુવતીઓ આવતા પણ કોઇ સાથે તે વાતચીત કરી શકતી જ નહી. ત્મની અંજાન ભાષાને કારણે ક્ષમાને  કોમ્યુનીકેશનમાં ખુબ પ્રોબ્લેમ થતી. ક્ષમા હવે બસ યંત્રવત્ત બની બધુ જોયે રાખતી અને તેની દુર્દષા પર રડે રાખતી.

 

*********************

             બીજે દિવસે પ્રતાપભાઇ પાસેથી પૈસા મળી ગયા એટલે કોઇને પણ કાંઇ પણ કીધા વિના દિપકભાઇ અને અનસુયાબેન મલેશિયા જવા નીકળી ગયા. હૈયામાં હિમ્મ્ત અને ભગવાનના નામ સાથે તેઓ નીકળી ગયા.

         કયારેક પરિસ્થિતિ આપણી સામે ખુબ જ વિકટ આવી જાય છે અને તેનો સામનો કરવો ખુબ જ અઘરો પડી રહ્યો હોય છે પરંતુ તે આપણા આગલા પાછલા કર્મો હોય છે જે આપણે ચુકવી રહ્યા હોઇએ છીએ.

         મલેશિયા પહોંચતા જ આપેલા સરનામા પર દીપક રહેજા અને અનસુયાબહેન પહોંચી ગયા. તે સ્થળ એક હોટેલ હતી તેના એક રૂમમાં તેઓને બોલાવવામાં આવ્યા હતા. અજાણી જગ્યાએ તેઓ પહોંચી તો ગયા પણ મનમાં એક અલગ જ પ્રકારનો ડર તેમને મેહસુસ થઇ રહ્યો હતો

         રૂમમાં પ્રવેશતા જ તેઓએ જોયુ કે આખો રૂમ અંધારિયો હતો. એક પણ લાઇટ ચાલુ ન હતી. અચાનક તેમને એક અવાજ સંભળાયો , “આવો મિસ્ટર રહેજા. આવી ગયા તમે. આશા રાખુ છું કે મુસાફરી આરામદાયક રહી હશે.”

         “હા તમારા કહ્યા મુજબ હું સત્તાવીસ કરોડ લાવ્યો છું. મારી ક્ષમા ક્યાં છે? મને જલ્દી તેની પાસે લઇ ચાલો પ્લીઝ.”

         “હા...હા.. ક્ષમા મળી જશે તમને. આટલી ઉત્તાવળ કેમ છે તમને બન્નેને? પહેલા જરા આરામ તો કરી લો. નિરાંતે ક્ષમા સાથે મળજો અને વાત કરી લેજો.”

         “નહી અમારે ક્ષમાને મળવુ છે પહેલા. ક્યાં છે લોપા?”

         પેલો માણસ ખડખડાટ હસવા લાગ્યો. અચાનક આખા રૂમની લાઇટ્સ ચાલુ થઇ ગઇ અને દિપકભાઇએ જોયુ તો તેની ચોતરફ મોઢા પર સ્કાર્ફ બાંધેલા માણસો હાથમાં ગન લઇ ઉભા હતા. દિપકભાઇ સમજી ગયા કે તેઓ બહુ મોટી આફતમાં ફસાઇ ગયા છે. એક માણસે તેના હાથમાં રહેલી પૈસાની બેગ ઝુંટવી લીધી અને દિપકભાઇ અને અનસુયાબેનને બંધક બનાવી લીધા.

 

********************

         બીજે દિવસે પણ ક્ષમા માટે એક યુવાન ડાન્સ માટેના કપડા આપી ગયો. ક્ષમા રેડ્ડી થઇ આવી ત્યાં મેકઅપ મેન ઉભો જ હતો. તેણે તેને સજાવી અને સેન્ડ્રાએ તેને એક ઇન્જેક્સન લગાવી તેને નીચે બારમાં ભુખ્યા કુતરાઓની વચ્ચે મુકી ગઇ. ક્ષમાને નશો ચડવા લાગ્યો. તે આજે મન મુંકીને મસ્તીમાં નાચવા લાગી તેને પોતાનુ કાંઇ ભાન ન હતુ. યુવાનો વચ્ચે તે એકલી ડાન્સ કરી રહી હતી અને પેલા શરેઆમ તેની ઇજ્જતને નિલામ કરવા પર આવી ગયા હતા. ક્ષમાને નશામાં કાંઇ ભાન ન હતુ. ક્ષમા માત્ર આંતરવસ્ત્રોમાં આવી ગઇ હતી. અચાનક બે પડછંદ યુવાનો તેને ઉઠાવી લઇ જવા લાગ્યા અને સેન્ડ્રાની તરફ એક મોટી બેગ સરકાવતા ક્ષમાને તેના બેડરૂમમાં લઇ ગયા.

         બેડરૂમમાં પહોંચી લાઉડ અવાજે મ્યુઝીક સ્ટાર્ટ કરી દીધુ. મ્યુઝીકના અવાજે ક્ષમા ફરી મસ્તીથી ઝુમવા લાગી અને પેલા બે યુવાનો પણ તેમના શર્ટ ઉતારી તેની સાથે મસ્તીથી ડાન્સ કરવા લાગ્યા. પેલા બે યુવાનો બેશરમીની હદ્દ વટાવે જઇ રહ્યા હતા જેનુ ક્ષમાને  ભાન ન હતુ. ડાન્સ કરતા કરતા બન્ને ક્ષમાને બેડ પર લઇ ગયા અને લાઇટ્સ ઓફ કરી દીધી અને આખી રાત ક્ષમાના શરીરને ચુંથતા રહ્યા.

         ક્ષમા સવારે ઉઠી તો તેણે જોયુ કે પેલા બે યુવાનો તેની બન્ને બાજુ સુતા હતા. તેને જોઇ ક્ષમા થરથરી ગઇ. તેણે જોયુ કે તેના શરીર પર એક પણ વસ્ત્ર નથી. ક્ષમા સમજી ગઇ હતી કે ગઇ રાત્રે તેની સાથે શું થઇ ગયુ. તે ફટાફટ ત્યાંથી ઉભી થઇ નીકળવા ગઇ પણ તેને અસહ્ય દુખાવો થતો હતો. દુખાવાના કારણે તે ત્યાં જ ઢળી પડી અને રડવા લાગી.

         થોડી વાર બાદ પેલા બે યુવાનોને હોંશ આવતા જ તે હસતા હસતા ફરી ક્ષમા સાથે મસ્તી કરવા લાગ્યા , “યુ આર સો હોટ ઇન બેડ ડાર્લીંગ. વી બોથ એન્જોય્ડ અ લોટ.” બોલતા બન્ને પૈસાની ખાસ્સી એવી રકમ ક્ષમા પર ઉડાવી ફ્રેશ થઇ રૂમ બહાર નીકળી ગયા. ક્ષમા તેની બેબશી પર રડી રહી હતી. આજે તેની પાસે બચેલી પોતાની ઇજ્જત પણ નિલામ થઇ ગઇ.

         “ઓહ માય ડીઅર લોપા, ડોન્ટ ક્રાય પ્લીઝ. યુ આર સચ અ ગુડ ડાન્સર. જેટલી રકમ બીજી ડાન્સર એક મહિનામાં મેળવી શકતી નથી તેટલી રકમ તે એક રાત્રીમાં કમાઇ લીધી. ગુડ જોબ ક્ષમા વેરે ગુડ જોબ કીપ ઇટ અપ એન્ડ મેઇક મે હેપ્પી લાઇક ધેટ.” કહેતો રોક પોલ લોપાના રૂમમાં ઉભો હતો.

         “આઇ હેટ ધીસ જોબ. પ્લીઝ લીવ મી. તારે જોઇતા હોય તેટલા પૈસા મારા ફાધર તને આપે દેશે પણ પ્લીઝ મને છોડી દે.” ક્ષમા તેના પગે પડી ગઇ.

         “હા....હા.....હા...... ક્ષમા માય બેબી, રડવાનુ બંધ કરી દે. તારી સુંદરતામાં કોઇ પણ ડાઘ લાગે તે મને પસંદ નથી.” કહેતો તે હસતો હસતો ત્યાંથી નીકળી ગયો.

         હવે દરરોજ ક્ષમાને નશાના ઇંજેક્શન અપાવા લાગ્યા. નશામાં ભાન ભૂલી ક્ષમા ડાન્સ કરે જતી અને ડાન્સ બારના કસ્ટમર્સ ક્ષમા પર ભમરાની જેમ મંડરાયે રાખતા અને તેના પર પૈસા લુટાવે જતા. અવારનવાર ડાન્સબારના કસ્ટમર્સ ક્ષમા સથે વન નાઇટ સ્ટેન્ડ માણતા. ક્યારેક કોઇ એક સાથે તો ક્યારેક એકથી વધુ અને ક્યારેક પાંચ છ યુવાનોના ગૃપ સાથે ક્ષમાને રાત્રી વિતાવવી પડતી. ક્ષમા માટે હવે આ બધુ રૂટિન બની ગયુ હતુ. તે યંત્રવત્ત બની આ બધુ ગંદુ કામ કરે જઇ રહી હતી. તેની અંદરૂની તાકાત રોજબરોજ નશાના ઇંજેક્શનને કારણે મરી પરવારી હતી.

 

ક્રમશ:   

         શું ક્ષમા આ દલદલમાંથી મુક્ત થઇ શકશે? દિપકભાઇને કોણે અને શા માટે આ રીતે ક્ષમાનુ નામ લઇ છેતરપીંડીથી કિડનેપ કરી લીધા??? આ જાળમાંથી આખો રહેજા પરિવાર કઇ રીતે મુક્ત થઇ શકશે??? જાણવા માટે વાંચો નેક્ષ્ટ પાર્ટ. આપના પ્રતિભાવ મને ખુબ ઉપયોગી છે, પ્લીઝ ફ્રેન્ડસ આપના પ્રતિભાવ મને જણાવજો જેથી આપને મનપસંદ લેખન હું આપી શકું.

 

Comments

Popular posts from this blog

ગુનેગાર કોણ ? - 12

હોસ્ટેલનો રૂમ-2

લાપતા - 2

ગુનેગાર કોણ? - 4

બસ તું જ - 4