ભયાનક સત્ય 2 ભાગ: 3
ભયાનક સત્ય 2 ભાગ: 3 અરુણ અને તેના સાયન્સ પ્રોફેસર દેવેન્દ્ર આહુજા રાક્ષસોના ઉપાય માટે ટાપુના કિનારા પાસે પહોંચી તો ગયા પરંતુ ત્યાં કડક ચોકી પહેરો હતો. તેઓએ પગ જ મુક્યો ત્યાં જ તેમના પર હુમલો થયો. મોટા મોટા રાક્ષસોએ તેમની પકડી લીધા. દોરડાં વળે બંન્ને બાંધી દીધા અને એકાદ બે ઝાડના ઠુંઠા હતા તેમાં ઉંચા ટાંગી દીધા. પગ ઉપર અને માથુ હવા ખુબ જ તેજ વહી રહી હતી. તેઓ બધા તેને બાંધીને બુમો પાડતા ટાપુમાં અંદર જતા રહ્યા. તેઓ હવા ના કારણે ગોળ ગોળ ફરી રહ્યા હતા. અરુણને થોડી વારમાં ચક્કર આવવા લાગ્યા. તે ચીસ પાડવા લાગ્યો, “સર, બચાવો મને આ હવામાં ઉંધા લટકવાથી મારુ માથુ ભમી રહ્યુ છે.” તેને હજુ વાક્ય પુરુ જ કર્યુ ત્યાં કકડાટ થયો અને અરુણની ડાળી તુટી પડી અને તે ધબ્બ દઇને નીચે પડ્યો અને નીચે રહેલા નાના નાના પથ્થર માથા પર ખુંચી ગયા. સદભાગ્ય વશ મોટો પથ્થર દુર હતો...