ભયાનક સત્ય 2 ભાગ: 3
ભયાનક
સત્ય 2
ભાગ: 3
અરુણ અને તેના સાયન્સ પ્રોફેસર
દેવેન્દ્ર આહુજા રાક્ષસોના ઉપાય માટે ટાપુના કિનારા પાસે પહોંચી તો ગયા પરંતુ
ત્યાં કડક ચોકી પહેરો હતો. તેઓએ પગ જ મુક્યો ત્યાં જ તેમના પર હુમલો થયો. મોટા
મોટા રાક્ષસોએ તેમની પકડી લીધા. દોરડાં વળે બંન્ને બાંધી દીધા અને એકાદ બે ઝાડના
ઠુંઠા હતા તેમાં ઉંચા ટાંગી દીધા.
પગ ઉપર અને માથુ હવા ખુબ જ તેજ વહી રહી
હતી. તેઓ બધા તેને બાંધીને બુમો પાડતા ટાપુમાં અંદર જતા રહ્યા. તેઓ હવા ના કારણે
ગોળ ગોળ ફરી રહ્યા હતા. અરુણને થોડી વારમાં ચક્કર આવવા લાગ્યા. તે ચીસ પાડવા
લાગ્યો,
“સર, બચાવો મને આ હવામાં ઉંધા લટકવાથી
મારુ માથુ ભમી રહ્યુ છે.” તેને હજુ વાક્ય પુરુ જ કર્યુ ત્યાં કકડાટ થયો અને અરુણની
ડાળી તુટી પડી અને તે ધબ્બ દઇને નીચે પડ્યો અને નીચે રહેલા નાના નાના પથ્થર માથા
પર ખુંચી ગયા. સદભાગ્ય વશ મોટો પથ્થર દુર હતો આથી જીવ તો બચી ગયો પણ પછડાટ અને
પથ્થરો ખુચી જવાથી તે પીડાનો માર્યો કણસી રહ્યો હતો ત્યાં જ બીજો કડકડાટ થયો અને
પ્રોફેસર સાહેબ પથ્થર પર પડવાના હતા ત્યાં અરુણે તેને દોડીને બચાવી લીધા.
કિસ્મતે તેને બંન્ને બચાવી લીધા પરંતુ
પીડા ખુબ જ થઇ રહી હતી. પ્રોફેસરે ફટાફટ પોતાના પગમાં બાંધેલી દોરી છોડવા લાગ્યા
અને બોલવા લાગ્યા,
“અરુણ જલ્દી કર નહિ તો રાક્ષસ સેના આવી
જશે તો આપણે ફસાઇ જઇશુ. જલ્દી તે પહેલા કાંઇક સંતાઇ જઇએ.”
“હા, સર” અરુણ પોતાની પીડા ભુલીને દોરડુ
છોડવા લાગ્યો. તેને આંખ પર અંધારા આવી રહ્યા હતા છતાંય તે ધ્યાન આપ્યા વિના દોરડુ
છોડી નાખ્યુ.
કલાકારોનો અભિનય એટલો જોરદાર હતો કે
પેરેન્ટસ આંખનુ મટકુ માર્યા વિના એકધ્યાને નિહાળી રહ્યા હતા કે આગળ શુ થશે હવે?
બંધન છોડીને અરુણ અને પ્રોફેસર બંન્ને એક
દિશામાં જવા લાગ્યા. તેને ખબર ન હતી કે તે કયાં જઇ રહ્યા છે.
આછી આછી ઝાડીઓ હતી સંતાવા માટે ખાસ કાંઇ ન
હતુ એટલે રિસ્ક લઇને આગળ જવુ જ યોગ્ય લાગ્યુ. થોડે દુર દોડતા દોડતા ગયા એટલે તેને
ચહલ પહલ સંભળાવા લાગી. તેઓ દુરથી થંભી ગયા અને જોવા લાગ્યા. થોડે દુર એક ઝુંપડી
બનાવેલી હતી. અવાજ એ તરફથી આવી રહ્યો હતો. બંન્ને એ જોયુ તો કેટલાક રાક્ષસો ત્યાં
આવીને ઉભ્યા એટલે વિરાટકાય રાક્ષસ જેને રાજવી વસ્ત્રો પણ ધારણ કર્યા હતા તે બહાર
આવ્યો. તે લોકો તેની બોલીમાં ઉગ્ર વાતો કરી રહ્યા હતા. તેમના બધાના વર્તન પરથી
અરુણ અને પ્રોફેસર સમજી ગયા કે તે લોકો તેમની જ વાતો કરી રહ્યા છે અને તેમને ખબર
પડી ગઇ છે કે તે બંન્ને ભાગી છુટયા છે. અરુણ અને પ્રોફેસરની નજર સામે જ હતી. તે એક
પથ્થરની આડસમાં બેસીને છુપાયેલા હતા. અચાનક જ પાછળથી કાંઇક તેની માથે પડ્યુ અને
તેઓ ફરીથી બંદીવાન બની ગયા. તેઓને તરત જ સરદાર સામે લઇ જવામાં આવ્યા. તેમના બંન્ને
ના હાથ અને પગ મજબુત દોરડા વડે બાંધી દેવામાં આવ્યા હતા.
બે ત્રણ રાક્ષસો તેને પકડીને સરદાર પાસે
લઇ ગયા. સરદાર તેઓને જોઇ ખુશ થઇ ગયો. આજુબાજુ ઉભેલા રાક્ષસો પણ એકદમ ખુશ થઇ ગયા
અને બધા ખડખડાટ હસવા લાગ્યા. તેમનુ હાસ્ય અરુણથી સહન ન થયુ,
“તમે વધારે તાકાતવાર છો તો નિર્બળ પર જુલમ
ગુજારવાના? ઇશ્વર તમને નહિ છોડે. જીત સદા સત્યની જ થાય છે. તમે ગમે તે કરી લો.
દિવ્ય શક્તિ સદા અમારી રક્ષા કરશે.”
તેની વાત સાંભળી રાક્ષસ ખુબ વધારે
જોરજોરથી હસવા લાગ્યો.
“ઇશ્વર! દિવ્ય શક્તિ! મનુષ્યો તમે આવી
વાતો કરો છો? તમારા નાશ માટે જ એ દિવ્ય શક્તિએ અમને તાકાત આપી છે. હવે દુનિયા પર
અમારુ રાજ હશે. સર્વ શક્તિમાન ગેડા પ્રજાતિનુ તમારો યુગ પુરો થયો.” મોટેથી ગર્જના
કરીને તે સરદાર બોલ્યો અને આસપાસનુ બધુ વાતાવરણ ગુંજી ઉઠ્યુ.
“રાક્ષસો સદાય નાશ પામ્યા છે અને પામી પણ
જશે.” પ્રોફેસરથી પણ ન રહેવાયુ તે પણ બોલી ઉઠ્યા.
“એ જ કહુ છુ. તમ મનુષ્યરૂપી રાક્ષસોનો નાશ
નિશ્ચિત જ છે. સદા થતુ આવ્યુ છે તે હવે થઇને જ રહેજે.”
“ચુપ, રાક્ષસ અમે નથી તમે લોકો છો જે વિના
કારણે બધાનો ભોગ લઇ રહ્યા છે.”
“તમારા ભુતકાળને યાદ કરો. તમને ઇશ્વરે આ
સુંદર પૃથ્વી તમારી સુવિધા માટે આપી હતી. જેના પર તમે આનંદદાયી જીવન જીવી શકો અને
તમે શુ કર્યુ? તમારા સ્વાર્થ માટે આડેધડ કુદરતી સંપત્તિનો નાશ કરવા લાગ્યા.
દુનિયાની સુંદરતા છીનવી લીધી. આજે પૃથ્વી માતા બેહાલ થઇને રડી રહી છે. ત્યારે
અમારો ઉદ્ભભવ થયો છે તમારો સૌનો નાશ કરવા માટે, તમારો નાશ કર્યા બાદ અમે ફરીથી
પૃથ્વીને હરિયાળી અને કુદરતી સંપત્તિથી ભરપુર બનાવીશુ.”
અરુણ અને પ્રોફેસર સર બંન્ને માથુ નમાવીને
ઉભા રહ્યા તેની પાસે જવાબ આપવા માટે કાંઇ ન હતુ.
પડદો પડી ગયો અને બધા પ્રેક્ષકો દિગ્મુઢ
બની ગયા અને ઉભા થઇને તાળીઓથી આ સુંદર રચના વધાવી લીધી. થોડી વારમાં એંકર આવ્યા,
“થેન્ક્યુ સો મચ એવરીબડી તમે અમારી
મહેનતને વધાવી લીધી. તમે સૌ આજની પરિસ્થિતિ જાણો છો અને અમારો મેસેજ પણ તમે સમજી
ગયા હશો. આપણે સૌ આપણી આદત નહિ બદલીએ તો એક દિવસ વિનાશ નિશ્ચિત છે. જરુરી વસ્તુઓને
કયારેય અવગણી શકાય નહિ. અમે સૌ વિદ્યાર્થીઓ અને કોલેજ ટીમે નક્કી કર્યુ છે કે અમે
કોલેજના અમુક હિસ્સા દુર કરીને ત્યાં સુંદર બગીચો બનાવીશુ અને ગામમાં જયા પણ
ખુલ્લી જગ્યા હશે ત્યાં વૃક્ષો અને ચેક ડેમો બાંધીશુ. પ્રદુષણ નિવારણ માટે જાગુતિ
અભિયાન ચલાવીશુ. તમે પણ પૃથ્વી બચાવો અભિયાનમાં અમારો સાથ આપશો ને..”
આખો હોલ હા, હા, થી ગુંજી ઉઠ્યો.
વાંચક મિત્રો તમે સાથ આપશો ને???



Nice
ReplyDelete