શરીર - એક જાદુઇ યંત્ર

શરીર - એક જાદુઇ યંત્ર 

 


શાલિની એક હાઉસ વાઇફ છે. સુખી સંપન્ન તેનો પરિવાર છે. પૈસા ટેકે પણ સમુધ્ધ. બસ માઇગ્રેનની તકલીફને કારણે જીવન દોજખ બની ગયુ. કેટલાય ડોકટર અને વૈદ્યની મુલાકાત લીધી પરંતુ દવા લીધા સુધી ફરક રહે પછી બસ ફરીથી એ જ તકલીફ શરુ. આનો કોઇ પરમેનન્ટ ઇલાજ ખરો?

                કયારેક અચાનક ખુબ જ ખુશીના સમાચાર મળે છે ત્યારે પેટમાં અને માથામાં તીવ્ર દુ:ખાવો હોય તો પણ ગાયબ થઇ જાય છે.  કયારેક ખુશીની પળોમાં શરીરની કોઇ જાતની તકલીફ અનુભવાતી નથી. ટેન્શન દુ:ખ વખતે કોણ જાણે કેવા શારીરિક રોગો આવી જાય છે. કોઇને શિયાળામાં ગરમ વસ્તુઓ ખાવામાં તકલીફ થાય છે અને કોઇને શિયાળામાં ગમે તેવી ઠંડી વસ્તુઓથી પણ કોઇ જાતની મુશ્કેલી થતી  નથી. બધાના શરીર કેમ અજબ ગજબ છે. બાહ્યથી એકસરખુ દેખાતુ આપણુ શરીર અંદરથી કેમ અલગ અલગ છે?

                 મિસ્ટર મહેતાને હમેંશા નાના મોટા રોગો સતાવતા જ રહે છે. શિયાળો આવે સૌથી પહેલા શરદી અને તાવ તેને પકડે. ઉનાળો આવે એટલે લુ અને પિત્ત તેના માટે તૈયાર જ હોય અને ચોમાસામાં ઝાડા અને સ્કિન પ્રોબ્લેમ. તેને લાગે છે કે દવા વિના તો તેને સ્વર્ગે પણ જવા નહિ મળે. શુ સાચે જ આનો કોઇ ઇલાજ નથી?

                જીંદગી ખુબ જ અટપટી છે. કયારેક કોઇ ગંભીર રોગમાંથી પણ આબાદ રીતે બચી જાય છે અને કયારેક સામાન્ય રોગ પણ મનુષ્યનો જીવ લઇને જાય છે. શુ શ્વાસ પુરા થતા મૃત્યુને કોઇ બહાનાની જરુર છે કે કોઇના કોઇ રીતે આપણે મૃત્યુને આકર્ષીએ છીએ?

                ઇશાની એક સ્કોલર સ્ટુડન્ટ છે. અભ્યાસમાં હમેંશા અગ્રેસર જ રહે છે. જીવનના મહત્તવપુર્ણ વર્ષ બોર્ડમાં તેને ટાઇફોડ નામનો રોગ કયાંથી આવી ગયો અને તેના કારણે તેનુ અભ્યાસનુ વર્ષ તો બગડ્યુ અને તેના કારણે નાની વયે ડિપ્રેશન નામનો હમેંશ માટે ઘર કરી ગયો. આવુ કેમ થાય છે જયારે ખુબ જ જરૂરિયાતનુ કામ હોય ત્યારે જ રોગ ગમે ત્યાંથી આવી જાય છે.

                રોગમુકત જીંદગી સૌને ગમે છે પરંતુ કયારેક આવતા અનેકવિધ રોગો આપણે આપણા શરીરની નજીદિક લઇ જાય છે અને શરીર વિષે અનેરા રહસ્ય જાણી શકાય છે. પરંતુ આ સ્પીડ્બ્રેક સમાન રોગો શુ જરૂરી છે.

                આપણુ પંચમહાભુતોનુ બનેલુ આ શરીર ખુબ જ શક્તિશાળી છે. તેનામાં અનેકગણી છુપી શક્તિઓ સમાયેલી છે. આપણા શરીરની રચના જ એ રીતે થયેલી છે કે તે પોતાનામાં થયેલા બગાડ પોતાની રીતે ઠીક કરી શકે.

                આધુનિક દવાની શોધ થયા પહેલા પણ લોકો લાંબુ આયુષ્ય જીવતા હતા. શરીરમાં રહેલા વિવિધ ત્તત્વોના વધારા ઘટાડાને ધ્યાન પર રાખીએ અને તેનુ બેલેંસ જાળવી રાખીએ તો આપણે અનેકવિધ રોગોને આવતા પહેલા અટકાવી શકીએ છીએ. બસ થોડો સમય આપણે પોતાની જાતને આપવાની જરૂર છે. બિમારી આવ્યા બાદ તેને સહન કરવા અને દુર કરવા માટે વેડફાતા સમયને બચાવીએ અને બિમાર પડતા પહેલા શરીર પર ધ્યાન આપીએ.

                શરીરનુ ધ્યાન રાખવુ એટલે શુ? ભાગદોડ ભરી જીંદગીમાં સમયના અભાવ વચ્ચે શરીરનુ કેમ ધ્યાન રાખવુ?

                અઘરી દેખાતી દરેક વસ્તુઓ ખરેખર અઘરી હોતી નથી અને આપણે ખાલી ડરના કારણે મોટુ નુકશાન કરી બેસીએ છીએ. રોજ શરીર પાછળ પાંચ મિનિટનો સમય ન ફાળવતા આખરે સાવ જીંદગીથી હાથ ધોઇ બેસીએ છીએ અથવા ગંભીર બિમારી પાછળ બધો જ સમય આપી દઇએ છીએ.

                જરાક બે મિનિટ આંખો બંધ કરીને વિચારીએ કે આપણે શુ જોઇએ છીએ? તંદુરસ્ત, સુખી અને લાંબુ આયુષ્ય કે નાની મોટી બિમારી સાથેનુ અનિશ્ચિત આયુષ્ય. હજુ તમને શરીરની સાર સંભાળ રાખવીએ ખોટનો સોદો ન લાગતો હોય તો પેઇજ સાથે જોડાયે

                જીવનમાં ઘણુ બધુ મેળવવાનુ છે. જીંદગીની આ રેસ છે લાંબી અને તેની સામે સમય છે ખુબ જ ઓછો. જવાબદારીના ભાર વચ્ચે શ્વાસ લેવાય જાય છે એટલુ ઘણુ છે બાકી ફુરસદ કોઇ પાસે નથી. કેટલુ બધુ કામ કરી લેવાનુ છે અને એમાં અમુક કામ તો રોજ રોજ કરી લેવા જ પડે છે. નહિતર જીવન શકય જ નથી.

                સમય જ નથી ત્યારે શરીરને કેમ સાચવવુ? સમય દરેક વ્યક્તિ પાસે એક સરખો જ છે. બસ આપણે કઇ વસ્તુ પાછળ કેટલો સમય ફાળવવો તે આપણા પર છે. અમુક વસ્તુની આપણે આદત બની ગઇ છે. તેના માટે કયારેય સમય શોધવો પડતો નથી જેમ કે સવારે ઉઠીને બ્રસ કરવુ, શરીરની સફાઇ અને સમયે સમયે ભોજન કરવુ. આ દરેક વસ્તુ માટે કયારેય સમય ઘટતો નથી. એમ હેલ્થ માટે પણ એક આદત બનાવીએ તો ધીરે ધીરે સમયની સમસ્યા ઓછી બની જશે અને શરીરની તંદુરસ્તી વધવા લાગશે.

                આપણે અગાઉ જોયુ તેમ આપણા શરીરની રચના જ એવી રીતે થયેલી છે કે મોટા ભાગના રોગ અને સમસ્યા તે પોતાની જાતે જ ઠીક કરી લે. પરંતુ આપણે એટલી ધીરજ રાખી શકતા નથી અને રાખવી પણ કેમ આટલા સમયમાં તો આપણા કેટલાય કાર્યો ખોરવાઇ જાય. તો પછી એક જ રસ્તો છે કે રોગ થાય જ નહિ એટલે કોઇ ચિંતા જ નહિ.

                એવુ શક્ય છે ખરુ? હા, નથીંગ ઇઝ ઇમ્પોસીબલ ઇન ધીસ વર્ડ. નિયમિત વ્યાયામ, ધ્યાન જેવા શારીરિક અને માનસિક ક્ષમતા વધારતા ઉપાયો કરવાથી. શરીર અને મનને અંદરથી મજબુત બનાવી શકાય છે. આંતરિક ક્ષમતા વધતા રોગો આપણાથી સેંકડો કદમ દુર રહેશે અને આપણી તંદુરસ્ત જીવન માણી શકીશુ.

            આપણા સમગ્ર શરીર પર નિયંત્રણ રાખનાર અને શરીરના દરેક અંગોનુ સંચાલન કરનાર પાવરફુલ યંત્ર આપણુ મગજ છે. મસ્તિષ્કના પોલાણમાં હાડકાની ખોપરી વડે સુરક્ષિત આપણુ મગજ જ સૌથી વધારે શક્તિશાળી અંગ છે. તે 24 કલાક કાર્યરત રહે છે. તેને થોડી શાંતિ આપવાથી તેની કાર્યક્ષમતામાં વધારો અને સુધારો થઇ શકે છે.

                માનસિક શાતા આપે તેવુ મ્યુઝીક સાંભળવાથી, ધ્યાન કરવાથી અને મગજને ઠંડક અર્પે તેવા કુદરતી વાતાવરણમાં રહેવાથી. મનને શાંતિ અને ઉર્જા મળે છે. મગજની કાર્યક્ષમતા વધી જતા ઘણા રોગો શરીરથી દુર જ રહેશે.

            જેમ શરીર માટે ખોરાક જરુરી છે તેમ વ્યાયામ પણ એટલો જ જરુરી છે. જેમ જેમ આપણુ જીવન બેઠાડુ થતુ જાય છે તેમ તેમ અનેક અવનવા રોગો આપણી સમક્ષ આવીને ઉભરી રહ્યા છે. કોઇ પણ મશીનરીને ચલાવવા માટે ઇલેકટ્રીસીટિ કે શારીરિક શ્રમની જરુર પડે છે એમ શરીર રુપી મશીનરી ચલાવવા માટે વ્યાયામની ખાસ મ ખાસ જરુર છે.

                વ્યાયામ માટે બહુ વધારે સમય ન ફાળવી શકાતો હોય તો આપણા કાર્યો જ એવી રીતે કરીએ કે તે કસરત બની જાય. ચાલવાનુ થોડુ વધારી દઇએ તો શરીરરુપી યંત્ર સારી રીતે ચાલી શકે અને ઘણા ખરા રોગ આપણાથી કોષો દુર જ રહે.

            કહેવાય છે ને  કે કામ કરતા જઇએ અને હરીને ભજતા જઇએ. એમ આ વાતને થોડી અલગ રીતે લઇએ કામ કરતા જઇએ અને શરીરની સંભાળ રાખતા જઇએ. આપણા જીવનની શૈલી એવી બનાવતા જઇએ કે મગજને ઓછુ નુકશાન થાય અને શરીરની કસરત વધતી જાય. એટલે કે માનસિક તણાવ, ટેન્શન, ખોટુ કામનુ પ્રેશર ઓછુ લઇએ અને જો આ બધુ આપણા વ્યવસાયમાં વધી જતુ હોય તો તેને દુર કરવા થોડો સમય ધ્યાન અને માનસિક શાંતિ માટે જરુરથી આપીએ.

                શારીરિક શ્રમ અને કસરત માટે ગમે ત્યાંથી સમય બચાવતા જઇએ. વાસણ અને કપડાં ધોતા હોઇએ ત્યારે તેને થોડા વધારે ઘસીએ જેથી તેની સફાઇ સાથે કસરત પણ થઇ જશે. ચાલવાનુ હોય ત્યારે થોડી ઝડપ વધારીને ચાલીએ અને બેઠા બેઠા થતા કાર્યોમાંથી શકય હોય એટલા કામ ઉભા ઉભા અને ચાલતા ચાલતા કરવા જોઇએ જેથી શરીરને કસરત મળતી રહે.

            મન મજબુત હોય તો દરેક મુશ્કેલી દુર થઇ જાય છે. એમ મજબુત મન રાખવાથી અનેક રોગ આપણે અસર કરતા નથી. કેટલાક લોકોને જરાક તકલીફ થાય તો પથારીવશ થઇ જાય અને કેટલાક લોકોને ગંભીર રોગ પણ અસર કરતા નથી.

                ગમે તેવો રોગ આવે ત્યારે મનને મજબુત રાખવાથી તેની પીડા ઓછી થઇ જાય છે. જયાં સુધી આપણી ઇચ્છા ન હોય ત્યાં સુધી કોઇ પણ બિમારીની હિમ્મત નથી કે આપણે મોટુ નુકશાન પહોંચાડી શકે.

                શરીરની તંદુરસ્તી મેળવવી અઘરી લાગે છે પરંતુ ખરેખર તે જરાય અઘરી નથી. બસ આપણી જીંદગીમાં થોડા બદલાવ લાવવા જરુરી છે. ખોટા રસ્તે ચાલવાથી મંજીલ મેળવી શકાતી નથી. એમ ખોટી રીત ભાત જે આપણે અપનાવી લીધી તેની સાથે તંદુરસ્તી શકય નથી. ધીરે ધીરે થોડા બદલાવ લાવવાથી સારી હેલ્થ મેળવી શકાય છે.

                આપણી પાસે રહેલી એક જાદુઇ શક્તિ વિશે જાણવાનુ જેના વિશે આપણે અગાઉ કયારેય વિચાર્યુ નથી.

જાદુઇ શક્તિ ???                      

શુ આપણી પાસે કોઇ એવી શક્તિ છે જેના દ્રારા આપણે આપણા રોગ સરળતાથી દુર કરી શકીએ?

                હા, આપણે અગાઉ વાત કરી તેમ આપણા શરીરમાં પોતાની જાતે રીપેરિંગની ક્ષમતા છે. તે એક પાવરફુલ યંત્ર જ છે. બસ આપણે તેને સારી રીતે ચલાવવાની ટેકનિક જાણતા નથી. ઘણા લોકોના મન એટલા બધા મજબુત હોય છે કે તેઓ ખાલી વિચારની તાકાતથી રોગ મુકત થઇ જતા હોય છે. હુ અહી કિસ્સાઓ ટાંકતી નથી પરંતુ આ હકીકત છે. તમે થોડુ સર્ચ કરશો તો એવા અનેક કિસ્સાઓ તમારી સામે આવશે કે ખાલી પોઝીટીવ વિચારોથી તંદુરસ્તી મેળવી શકાય છે. એવુ કેમ થાય છે?

                આપણે આગળ જાણ્યુ કે મનની તાકાતથી લોકો રોગમુકત થઇ જાય છે. શુ ગંભીર રોગો પણ દુર થઇ જતા હશે? તો પછી આટલી બધી ટ્રીટમેન્ટની શી જરૂર? આ બધુ શક્ય છે અને અનેક વિધ નિષ્ણાંતો આ વાતને સ્વીકારે પણ છે.

                મોટા ભાગના રોગ નેગેટીવ વાતાવરણ અને નેગેટીવ વિચારોથી આવતા હોય છે. તેને દુર કરવા માટે પોઝીટીવિટી એકમાત્ર ઉપાય છે. પોઝીટીવ વિચારોને કારણે મન સારી રીતે કાર્ય કરી શકે છે અને કદાચ તેના કારણે કોઇ એવા સ્ત્રાવ ઉત્પન્ન થતા હોય કે રોગ ગાયબ થઇ જાય. એક પ્રયોગ કરવા જેવો છે કે નાના નાના રોગ શરદી, સાદો તાવ, પેટનો નાનો દુ:ખાવો જેવા સામાન્ય રોગ વખતે દવા લીધા વિના મનપસંદ મ્યુઝીક સાંભળવુ અને સારા હકારાત્મક અને ઉત્સાહ પ્રેરક વિચારો કરવા. પરિણામ આપણી સામે આવી જશે.

                નિયમિત ધ્યાન અને યોગા અભ્યાસ કરવાથી પણ મનને એવી અવસ્થા પ્રાપ્ત થઇ જાય છે કે તે પોતાની જાતે શરીરને કન્ટ્રોલમાં રાખી શકે. મન ધારે તે મુજબની પરિસ્થિતિની રચના કરી શકે. આ ખાલી વાતો કરવાનો વિષય નથી. આ અનુભવવાની પરિસ્થિતિ છે.

                દિવસનો થોડો સમય કાઢીને આપણે ધ્યાન અને યોગા અભ્યાસ કરીએ તો આપણે માનસિક શક્તિનો પરચો જાતે જ અનુભવી શકીએ. પ્રયત્ન કરવો છે? થોડા સમય માટે પ્રયાસ કરી લઇએ.

                માનસિક શક્તિ સિવાય પણ એક બીજી શક્તિ છે હિંલીગ પાવર. હિલિગ શક્તિ વિશે જાણવા માટે તમે નેટ પરથી સર્ચ કરીને માહિતી મેળવી શકો છો. આ શક્તિનો વધારે પડતો ઉપયોગ ચીન દેશમાં કરવામાં આવે છે. તેના સિવાય દુનિયાભરના લોકો આ શક્તિ વિશે જાણવા લાગ્યા છે અને તેનો ઉપયોગ દવાના વિકલ્પ રૂપે કરવા લાગ્યા છે.

                સિક્કાની બે બાજુ હોય તેમ નેટ પરથી ખાલી માહિતી અને જાણકારી મેળવવાની છે. બાકી કોઇ હિલિગ પાવર શીખવા અને ઉપયોગ માટે નિષ્ણાંતની સલાહ અને મદદ લેવી ખુબ જ જરૂરી છે. બાકી તેનો ફાયદો મેળવી શકાતો નથી.

            માનસિક શક્તિ, હિલિગ પાવર, શરીરની જાળવણી કોઇ પણ રીતે આપણે રોગોથી જેટલા દુર રહીએ તેનાથી ભરપુર ફાયદો મેળવી શકીએ છીએ.

                આપણે આપણા રોજિંદા જીવનના કાર્યો વ્યવસ્થિત કરી શકીએ છીએ, જીવનને આયોજનપુર્વક વિતાવી શકીએ, આપણા ગોલ સેંટિગ મુજબ કાર્યો કરીને જોઇતુ પરિણામ મેળવી શકીએ છીએ અને છેલ્લે દવાના પ્રચંડ ખર્ચાથી બચી શકીએ છીએ.

                રોગમુક્ત જીવન માટે તમે પણ પ્રયાસો કર્યા હોય તેના અનુભવો શેર કરી શકો છો અને બીજાને પ્રેરણા આપી શકો છો.

                નિયમિત યોગાભ્યાસ અને હિલીંગ પાવર દ્રારા રોગમુક્તિ સિવાય બીજા અનેક ફાયદા મેળવી શકાય છે. મગજની શાંતિ દ્રારા સફળતા પણ સરળતાથી મેળવી શકાય. આપણી ઇચ્છાપુર્તિ પણ આસાની થઇ શકે છે.

                તેના સિવાય સંબંધમાં સુધારો અને બીજી જીવનની અનેક મુશ્કેલીઓ દુર કરી શકાય છે.

                નકારાત્મક વિચારો બિમારીમાં વધારો કરે છે. એટલે ખોટી ભ્રમણા કયારેય રાખવી જોઇએ નહિ. આ વસ્તુ ખાવાથી આ નુકશાન થાય છે. અમુક કામ કરવાથી આટલુ નુકશાન થાય છે.

                આપણી આ બધી ખોટી ભ્રમણાઓને કારણે આપણે શરીરને મોટુ નુકશાન પહોંચાડી દઇએ છીએ. જેમ બને તેમ નકારાત્મકતાથી દુર જઇ હકારાત્મકતા તરફ વળવુ જોઇએ.

            દિવસે દિવસે માનસિક તકલીફો સમાજમાં વધી રહી છે. હતાશા, ડિપ્રેશન, ઉંઘની કમી જેવા રોગો સામાન્ય બની રહ્યા છે. સતત દોડધામ શરીર સાથે મગજને મોટુ નુકશાન પહોંચાડી રહી છે. થોડી માનસિક શાંતિ ખુબ જ જરુરી છે. આજથી ધ્યાન ન આપવાથી આવતીકાલે તેનુ ખરાબ પરિણામ ભોગવવા તૈયાર રહેવુ પડશે.

આપણે આપણી રોજિંદી દૈનિક ક્રિયા માટે જેમ સમય કાઢવો પડતો નથી. તેમ આપણી આદતો માટે સમયનો પ્રશ્ન કયારેય આડો આવતો નથી. એમ શરીર અને મનની કાળજી માટે એક આદત બનાવવાથી સમયરુપી રાક્ષસ કયારેય સતાવશે નહિ.

                હેલ્થ માટેનુ સિક્રેટ આપણા બધાના હાથમાં છે. કયારેય તેના માટે વિચારતા જ નથી. આપણા શરીરના અવાજોને સમજીએ અને તેના માટે સમય ફાળવીએ તો કાંઇ પણ વસ્તુ જરાય અઘરી નથી.

આ હેલ્થ વિષયક સુંદર આર્ટીકલ તમને ગમ્યુ હોય તો શેર જરુરથી કરજો અને કોઇ રોગ તમને લાંબા સમયથી સતાવતો હોય અને જેની પાછળ દવા અને દુવા લઇને થાકી ગયા હોય તેના વિષે મને મેસેજમાં જણાવજો તો તેના આગામી આર્ટીકલ તેના ઉપાયો વિષયક શેર કરીશ.

ધન્યવાદ.

લેખકનું નામ : ભાવિષા ગોકાણી

Comments

Popular posts from this blog

કિસ્મત

વજન કેવી રીતે ઘટાડવું ?

ગુનેગાર કોણ ? -2

બંધ રૂમ

ગુનેગાર કોણ?