કિસ્મત

 

વાર્તાનુ નામ: કિસ્મત

 


 

          પવન જોરદાર ફુંકાવા લાગ્યો. હવે તે રોદ્ર રુપ ધારણ કરી રહ્યો હતો. સુજલને લાગ્યુ કે હવે તે ગાડી ચલાવી શકે એમ નથી. તે માંડ દરવાજો ખોલી બહાર નીકળ્યો. ગાડીને ભગવાન ભરોસે છોડી આશરો શોધવા લાગ્યો. પવનમાં ચાલવુ ખુબ જ મુશ્કેલ ભર્યુ હતુ. તે માંડ માંડ ચાલીને સામેના મકાનનો દરવાજો ખખડાવા લાગ્યો. થોડીવાર થઇ એટલે કોઇએ દરવાજો ખોલ્યો અને તે અંદર જતો રહ્યો અને અંદર જઇને દરવાજો બંધ કરી દીધો.


           વાવાઝોડાની તીવ્રતાને કારણે ક્યાંય લાઇટો ન હતી. ઘરમાં ફાનસ અને મીણબત્તીનુ અજવાળુ પ્રગટતુ હતુ. બે રૂમ રસોડાનુ એક નાનુ મકાન જ હતુ. જેમાં માત્ર બે જ વ્યક્તિ દેખાતા હતા. એક પચ્ચીસ છવ્વીસ વર્ષની યુવતિ અને તેનો પાંચ છ વર્ષનો નાનો પુત્ર બંન્ને હોલમાં ખુરશી પર બેઠા હતા.

           સુજલ અંદર તો આવી ગયો. પરંતુ, હવે તેને સંકોચ થતો હતો. તે કાંઇ બોલ્યા વિના અંદરના રૂમમાં જતો રહ્યો. ત્યાં પણ એકાદ મીણબત્તી હતી. તેના અજવાળે તે પલંગ પર બેઠો. ઘરમાં નીરવ શાંતિ હતી. બહાર જેટલુ તોફાન હતુ તેનાથી તદન વિરોધી વાતાવરણ અહીં હતુ.

           અંદર પણ થોડો થોડો પવન આવતો હતો. ઉપર વેન્ટિલેટરમાં ભરાવેલ ડુચા ઢીલા થઇ રહ્યા હતા. તે સ્ત્રી ટેબલ પર ચડી વેન્ટિલેટર પર ડુચા ભરાવવા લાગી. બહાર પવનનુ જોર વધારે હતુ આથી તેને અઘરુ પડી રહ્યુ હતુ. તેનો પુત્ર ટેબલ પકડીને ઉભો હતો. સુજલને લાગ્યુ કે તેણે મદદ કરવી જોઇએ આથી તે ઉભો થઇને ત્યાં આવ્યો અને કહ્યુ,

           “લાવો હુ કરી દઉ.”

           પેલી સ્ત્રી ટેબલ પરથી ઉતરી ગઇ અને પોતે ચડી ગયો એટલે વળી નાના છોકરાએ ટેબલ પકડ્યુ અને મહા મહેનતે ડુચા ભરાવી દીધા. પછી સુજલે નીચે ઉતરીને કહ્યુ,

           “વાહ, ગુડ બોય તારુ નામ શું છે?”

           “યશ” આટલુ બોલી ફરી તે એક રમકડુ લઇ રમવા લાગ્યો. ઘરમાં એક ગહેરી ઉદાસી હતી. તે સ્ત્રી રસોડામાં રસોઇ કરવા લાગી. સુજલને ખુબ જ ભુખ લાગી હતી. પરંતુ તેને કાંઇ માંગવામાં સંકોચ થઇ રહ્યો હતો. રસોઇ થઇ ગઇ એટલે તે સ્ત્રી તેને રૂમમાં જમવાનુ અને વધારાની અજવાળા માટે મીણબત્તી આપી ગઇ. કાંઇ પણ બોલ્યા વિના.


           રસોડામાં તે માં દીકરા જમવા લાગ્યા. અને સુજલે રૂમમાં નીચે બેસીને જમવા લાગ્યો. ઘણા લાંબા સમય બાદ તે આવી રીતે જમીન પર બેસીને જમી રહ્યો હતો. તેના પિતાજીની કરોડોની “અંબિકા પાઇપ્સ”ની ફેકટરી હતી અને તે એકનો એક દીકરો હતો. નાનપણથી તે ડાઇનિંગ ટેબલ પર કાંટા ચમચી થી જમતો હતો. આ રીતે જમીન પર દેશી રીતે તે તેના દાદાના ઘરે ગામડે જતો ત્યારે જ જમતો. આજે તેને દાદાની યાદ આવી ગઇ. જમીને ઉભો થઇ પલંગ પર બેસી ગયો. તેના ઘરે ઘણાં નોકર ચાકરો કામ કરતા હતા. આથી તેને થાળી ઉપાડવાની કોઇ ટેવ ન હતી.

           પલંગ પર બેઠા બેઠા તે આ અજીબ લોકો વિશે વિચારવા લાગ્યો. કેવા છે માં દીકરો કાંઇ પણ બોલતા નથી. તેના પતિ પણ પોતાની જેમ ક્યાંય વાવાઝોડાના ફસાઇ ગયા હશે. જાત જાતના વિચાર કરતા કરતા તેને ઉંઘ આવી ગઇ.


           ઘણા સમય બાદ તે ઉઠયો ત્યારે અજવાળુ દેખાયુ અને પવનનો અવાજ પણ શાંત થઇ ગયો હતો. તેને ઉઠીને જોયુ તો વાવાઝોડુ શાંત થઇ ગયુ હતુ. બંન્ને મા દીકરો બહાર બધાની મદદ કરવા બહાર નીકળી ગયા હતા. સુજલે બહાર જઇને તે સ્ત્રીને કહ્યુ,

           “થેન્ક્યુ મેડમ, તમે મારી ખુબ મદદ કરી હવે હું નીકળુ છુ.”

           “યુ વેલકમ” આટલુ બોલી ફરી તે સફાઇ કામ વળગી ગઇ. સુજલ ગાડી પાસે ગયો. ગાડીમાં ઘણુ ડેમેજ થયુ હતુ. પરંતુ નસીબ જોગ તે ચાલવા લાગી હતી. તે ગાડી ચલાવવા તો લાગ્યો. પરંતુ રસ્તો ખુબ જ ખરાબ હતો. તે ધીરે ધીરે સાઇડમાંથી ગાડી ચલાવી થોડે સુધી ગયો ત્યાર બાદ રસ્તો સાવ બ્લોક હતો. આથી તે ચાલીને સાંજે ઘરે પહોંચ્યો.

           વાવાઝોડાની અસર બે મહિના સુધી રહી. સુજલની કંપની પણ રાહતકામ જોડાયા હતા. તે આ બધા કામમાં ખુબ જ બિઝી હતો પરંતુ તે સ્ત્રી તેના મગજમાંથી ખસતી ન હતી. નિયતિએ શું વિચાર્યુ કાંઇ ખબર ન પડતી હતી.

           બધુ થાળે પડી ગયા બાદ સુજલે પોતાની કંપની માટે સેલ્સ ડિપાર્ટમેન્ટ માટે લેડીસ આસિટન્ટની ભરતી માટે જાહેરાત કરી. તેના માટે ઘણી બાયોડેટા આવી. તેમાં એક બાયોડેટા જોઇ સુજલની આંખો ચોટી ગઇ. મિસ. સૌમ્યા જોશી. તે આ જ ફોટો હતો. જે તેની નજર સામેથી ખસતો ન હતો. તેને મનમાં થઇ આવ્યુ કે સૌમ્યાને જ નોકરી પર રાખી દે પરંતુ, વળી બીજાને અન્યાય ન થાય તે માટે ઇન્ટર્વ્યુ કન્ટિન્યુ રાખ્યુ.

           નિયતિ પણ તેની સાથે હતી અને સૌમ્યા સિલેકટ થઇ ગઇ. નિયતિ તેની સાથે શું ખેલ ખેલી રહી હતી. હૈયામાંથી જેનો ચહેરો ખસતો ન હતો. આજે તેની ઓફિસમાં તેની સાથે રહેવાની હતી. પરંતુ તે કોઇની પરણેતર હતી. છતાંય મિસ કેમ લખ્યુ હશે? બધા સવાલના જવાબ હવે ધીરે ધીરે મળી જશે. હવે તો તેની ઓફિસમાં જ રહેવાની હતી.

           ઓફિસમાં પણ સૌમ્યાનુ તે જ વર્તન હતુ. તે પોતાના કામમાં ખુબ જ પરફેકટ હતી. પરંતુ તે સાવ ઓછુ બોલતી અને કામ સિવાય તે કોઇ બીજો મતલબ જ ન રાખતી. કયારેક તે પોતાના પુત્રને પણ ઓફિસ પર લઇ આવતી. પરંતુ કયારેય સેંથીમાં સિંદુર કે મંગલસુત્ર પહેરતી નહી.

           સુજલને ઘણીવાર વિચાર આવતા કે તે ડાયર્વોસી હશે કે વિધવા. શું હશે તેની કહાની? પુછવાની કયારેય હિમ્મત ચાલતી ન હતી. તે બસ નિયતિના ખેલ જોયા કરતો હતો. એક વર્ષ વિતી ગયુ. હૈયુ હમેંશા સૌમ્યા તરફ ખેંચાતુ પરંતુ જીભ જાણે સજજડ રીતે ચોંટી ગઇ હતી. તે સૌમ્યા સાથે કામ સિવાય કોઇ વાત ન કરી શકતો.

           અષાઢ મહિનાના વરસાદી દિવસો હતા અને સુજલને રાત્રે કામમાં થોડુ મોડુ થઇ ગયુ. વરસાદ પુરજોશથી વરસી રહ્યો હતો.



 તે પોતાની કાર લઇને ફટાફટ ઘરે જવા નીકળ્યો. તેની ઓફિસથી નજીક બસ સ્ટોપ પાસે કોઇ લેડી તેની લિફટ માંગતી હોય તેવુ લાગ્યુ. તેને પોતાની કારને બ્રેક મારીને કારને થોભાવી એટલે દરવાજો ખોલીને અંદર આવી. તેના ઓફિસના સેલ્સ ડિપાર્ટમેન્ટ હેડ વાસંતી. તે પોતાના ઘરની નજીક જ રહેતી હતી. વાસંતી ખુબ વાતો કરવાની ટેવ હતી. કારની પાછલી સીટ પર બેસતા જ તેને વાતો શરૂ કરી દીધી.

           “સર, આજે ખુબ જ કામ હતુ અને તેમાં મોડુ થઇ ગયુ. અડધો કલાકથી અહીં બસ સ્ટોપ પર ઉભી છુ. જો ને કોઇ બસ જ આવતી નથી.”

          “આજે કામમાં એવી ખોવાઇ ગઇ કે ઘડિયાળમાં જોવા માટે ટાઇમ જ ન મળ્યો.” સુજલને લાગ્યુ કે આ સારો મોકો કે સૌમ્યા વિશે જાણવા માટે તેને પણ વાતને આગળ વધારતા કહ્યુ,

           “કેમ તમારો સ્ટાફ નથી હેલ્પ કરવા માટે?”

           “બધા પોતપોતાના ભાગનુ કામ કરીને જતા રહે છે. કોઇ ક્યાં હેલ્પ કરાવે છે? તમે કયાં કોઇ ફ્રેન્ડલી સ્ટાફ મને આપ્યો છે.”

           “કેમ પેલી સૌમ્યાના તો પહેલા બહુ વખાણ કરતી હતી.” વાસંતી ભલે તેની સાથે કામ કરતી હતી પરંતુ સુજલની તે કોલેજની ફ્રેન્ડ હતી. આથી તેની સાથે તે તુંકારેનો વ્યવહાર રાખતો હતો.

           “હા, યાર તે જરા સારી છે. પરંતુ મુડી છે. આજે જરા ઉતાવળમાં હતી એટલે જલ્દી ઘરે જતી રહી.”

           “હા, તે સિંગલ મધર છે એટલે તેને પુત્રની વિશેષ જવાબદારી હોય છે.”

           “એય એ તેનો પુત્ર નથી.”

           “લે તેનો નથી?”

           “હા, મને પણ પહેલા એવુ લાગ્યુ કે તેનો પુત્ર હશે. પરંતુ એક દિવસ તેને મને કહ્યુ કે તે તેનો પુત્ર નથી.”

           “તો કોનો છે? ઘરમાં તો તે બંન્ને જ રહે છે.” સુજલથી બોલાઇ ગયુ.

           “હે તમે તેના ઘરે ક્યારે ગયા હતા?”

           સુજલે તેને બધી વાત કરી અને પોતાના મનની પણ.

           “ઓહ, ઇફ યુ લાઇક હર પ્લીઝ એકવાર તેની સાથે વાત કરી લે.”

            “હા, હવે હિમ્મત કરીને એકવાર વાત કરી લઉ.”

           *********************

           બીજે દિવસે તેને હિમ્મત કરીને સૌમ્યાને કોફી માટે કોફી હાઉસમાં બોલાવી.

           “હાય, સૌમ્યા સોરી તે દિવસે તમે મારી ખુબ જ મદદ કરી તમારો આભાર પણ ન માની શક્યો.”

           “ઓહ્હ, એમાં શેનો આભાર મુશ્કેલી વખતે માણસ જ માણસને કામ આવે છે.”

           “હા, વાત તમારી સાચી છે. પરંતુ મારી પણ ફરજ છે કે તમારી મદદનુ ઋણ ચુકવુ.”

           “એમાં કોઇ ઋણ નથી. તમે મને નોકરી આપી એટલે ઘણું થયુ મારા માટે.”

           “ઓહ્કે, તો હું તમારો ફ્રેન્ડ બની શકુ.”

           “હા, શ્યોર.”

           ********************

           ઓછુ બોલનારી સૌમ્યા ખુબ જ મોર્ડન હતી. તે થોડા જ સમયમાં સુજલની ખાસ ફ્રેન્ડ બની ગઇ. તેઓ અવાર નવાર નાસ્તા કે કોફી માટે મળતા રહેતા. એક દિવસ વાતમાંથી સુજલે પુછી લીધુ,

           “તમારા મેરેજ નથી થયા તો પેલો કોનો પુત્ર છે?”

           “બાય ધ વે તેનુ નામ યશ છે. કોનો છે તે તો મને પણ ખબર નથી.”

           “એટલે?”

           “આજથી થોડા વર્ષો પહેલા અમારા ઘરના પાછળના દરવાજા પાસે રાત્રે કોઇ તેને મુકીને જતુ રહ્યુ હતુ. તેનો રડવાનો અવાજ સાંભળી મારા મમ્મી જાગી ગયા અને તેને ઘરમાં આશરો આપ્યો. અમે ત્યાર બાદ ખુબ જ તપાસ કરી પરંતુ કોઇ તેને લેવા ન આવ્યુ. મારા મમ્મીએ તેને ખુબ જ પ્રેમથી ઉછેર્યો. હમણાં થોડા સમય પહેલા જ મારા માતા પિતાનુ અવસાન થઇ ગયુ. અને હવે યશ સાથે એવી લગની બંધાઇ ગઇ છે કે જે યશ સાથે મારો સ્વીકાર કરશે તેની સાથે જ હું લગ્ન કરીશ. બાકી આજીવન નોકરી કરીને હું યશનો ઉછેર કરીશ.”

           “વાહ, શુ અજબ છે આ દુનિયા. જન્મ દેનાર માતા બાળકને રસ્તે રઝળતા મુકીને જતી રહે છે. પાલક માતા બાળક માટે આખી જીંદગી કુરબાન કરી દે છે.”

           “આ દુનિયા જ સ્વાર્થી છે. સૌને પોતાના મતલબની પડી છે. પરંતુ એક માણસાઇની ફરજ આપણે કયારેય ચુકવી ન જોઇએ.”

           “વાહ શું ઉત્તમ વિચાર છે તમારા આઇ ઇમ્પ્રેસ.”

           “હા, પણ આ ઉત્તમ વિચારને કારણે જ કોઇ હાથ પકડવા તૈયાર નથી.”

           “હું હાથ પકડીશ તો તમને ગમશે?”

           “વોટ?”

           “વીલ યુ મેરી મી. યશ સાથે તુ મારી દુનિયામાં પ્રવેશ કરીશ?”

           “સર”

           “તારે વિચારીને જવાબ આપવો હોય તો પણ વિચારી લે જે.”

           સૌમ્યાને શું કહેવુ કાંઇ સુઝ્યુ નહિ.

           “સૌમ્યા, કોઇ ફોર્સ નથી યાર. તારો જે જવાબ હોય તે બિન્દાસ કહી દેજે.”

           “ના, યાર મને મારી કિસ્મત પર ભરોસો નથી આવતો કે તારા જેવા રીચ, સમજુ અને મેચ્યોર વ્યક્તિ મને પ્રપોઝ કરે છે. આઇ એમ સો હેપી.”

           “સૌમ્યા, યાર આપણા બંન્ને કિસ્મત આ સંબંધથી ખુલી જશે. તારા જેવી સમજુ અને ઉમદા વિચાર ધરાવતી પત્ની મેળવી હુ ધન્ય બની જઇશ.”

           *********************

           સૌમ્યા અને સુજલના થોડા જ સમયમાં લગ્ન થઇ ગયા અને બંન્ને સાથે યશની કિસ્મત પણ ખુલી ગઇ. તેને પ્રેમ આપનાર બહેન બનેવી બંન્નેનો સાથ મળી ગયો.

Comments

Popular posts from this blog

વજન કેવી રીતે ઘટાડવું ?

ગુનેગાર કોણ ? -2

બંધ રૂમ

ગુનેગાર કોણ?