સીમનું રહસ્ય

 

સીમનું રહસ્ય

      


 

        “હુ કાંઇ ન સાંભળુ તારે જ જવુ પડશે.”

                “બટ સર”

                “કેમ ડરી ગઇ?”

                “એમ તો છપ્પનની છાતી અને કરાટે ચેમ્પિયન રંજીતા સામે જોવાની કોઇ હિમ્મત શુ વિચારે પણ નહિ અને તે એક ગામડા ગામની ભુતની વાયકાથી ડરી ગઇ” રંજીતાના બોસ કેશવભાઇના આ ટોણાથી રંજીતા છમ છમી ઉઠી.

                “સર હુ જવા માટે તૈયાર જ છુ પરંતુ આજે નહિ આવતી કાલે. આજે મારે એક ખાસ પાર્ટીમાં જવાનુ છે.”

                “ઓ.કે. ડન. આવતી કાલે તુ જીવતપુર ગામના સીમમાં ભુતના અસ્તિત્ત્વ વિશે તપાસ કરી અને અહેવાલ લઇ આવીશ. યુ ક્નો આવી સનસનીખેજ રીઅલ સ્ટોરીઓ જ ન્યુઝપેપરની વેલ્યુ વધારે છે એઝ અ જર્નાલીસ્ટ યુ ક્નો બેટર ધેન મી.”

                “યા આઇ ક્નો એન્ડ મને પણ આવા ચેલેન્જમાં બહુ જ મજા પાડે છે. કાલે રાત્રે જીવનપુરની સીમમાં જેટલા ભુતો છે તેની ચોટી પકડીને ઇન્ટરવ્યુહ લઇ આવીશ અને એક મસાલેદાર આર્ટીકલ તૈયારી કરી આપીશ.”

                “વાહ, વેલડન રંજીતા.”

                **************************************

                “સરને હા તો કહી દીધી પરંતુ આવી ફાલતુ વાત પાછળ સમય બગાડવો જરાય ગમતો નથી.” બીજે દિવસે બાઇક પર જીવતપુર જતા જતા રસ્તા પર વિચારતી હતી.

                “ગયા વખતે પણ ફાલતુ ખંડેરમાં ભુત શોધવા અઠવાડિયુ સમય બગાડયો હતો મચ્છર સિવાય કાંઇ ન મળ્યુ હતુ અને છેવટે લોકવાયકા પર આર્ટીકલ લખવો પડ્યો હતો. સાલા આ ભુત બુત કાંઇ હોય નહિ અને સર ખાલી ખોટા ટાઇમ બગાડે.” રસ્તામાં ફુલ સ્પીડે બાઇક ચલાવતા ચલાવતા વિચારો અવિરત ચાલુ જ હતા.

                પહેલા ગામમાં જઇને ગામ લોકોની મુલાકાત લઇ સીમના ભુત વિષે પહેલા માહિતી એકઠી કરી લેવા તે વહેલા જ નીકળી ગઇ હતી અને રાત્રે ભુત શોધવા નીકળવાનુ હતુ. તે સાંજ ઢળે તે પહેલા જીવતપુર ગામમાં પહોંચી ગઇ હતી. પોતાનુ આઇ. કાર્ડ બતાવી તેને ગામના મોભી એવા કેટલાય લોકોના ઇન્ટવ્યુ લીધા. બધાનુ કહેવુ એમ જ હતુ. ગામની સીમમાં ભુત અને પિશાચોની ટોળી રહે છે. રાત્રિના સમયે ત્યાં કોઇ જઇ શકતુ નથી. જે જાય છે તે મૃત્યુ પામે અથવા આખી જીંદગી બિમાર જ રહે છે. દિવસે પણ કોઇ ત્યાં જવાની હિમ્મત કરી શકતુ નથી. ઘણા લોકો દિવસે ત્યાં જવાનો પ્રયાસ કરે છે પરંતુ તેઓને ખુબ જ ખરાબ અનુભવ થાય છે.

                રંજીતા ત્યાં જવાની છે તે જાણીને બધાએ ખુબ જ ના પાડી પરંતુ રંજીતા જેનુ નામ તે એમ માની થોડી જાઇ તે તો જવા માટે ઉત્સુક જ હતી. ગામના લોકો ખુબ જ માણશીલા હતા. રાત્રે પરાણે સરપંચના ઘરે જમાડી અને લોકોએ ખુબ જ રોકવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે માની તો નહિ જ. થોડે સુધી ગામના લોકો તેની સાથે આવ્યા પરંતુ સીમ દેખાતા તે બધા પરત જવા લાગ્યા.

                રાત્રિના નવ વાગ્યા હતા. અંધકાર પુરી રીતે વ્યાપી ગયો હતો. તમરાના અવાજો વાતાવરણ વધારે બિહામણુ બનાવી રહ્યા તે ધીરે ધીરે ડગલા માંડીને સાવધાની પુર્વક આગળ વધી રહી હતી. અચાનક જ કુતરા લડતા લડતા તેની આવ્યા તે ખુબ જ ડરી ગઇ. તેના હ્રદયના ધબકારા થોડી વાર માટે રોકાઇ ગયા. તે ફરી હિમ્મત કરીને આગળ જવા લાગી. ગામની હદ પુરી થતા સ્ટ્રીટ લાઇટનુ ધીમુ અજવાળુ પણ બંધ થઇ ગયુ. ઘનઘોર અંધારુ અને કુતરા ભસવાનો અવાજ અને તમરાનો અવાજ. તેને પોતાની પાસે રહેલી બેટરી ચાલુ કરી લીધી. તેના પ્રકાશમાં તે સીમના મેદાનમાં પહોંચી ગઇ. તેને પોતાનુ બાઇક સરપંચના ઘર પાસે જ પાર્ક કર્યુ હતુ. અગાઉ ઘણી વાર સ્ટોરીની લહાયમાં બાઇક ગમે ત્યાં મુકી દેવાથી ઘણા ટીખરખોરે તેને નુકશાન પહોંચાડ્યુ હતુ અને એકવાર તો બાઇક ચોરાઇ જ ગયુ હતુ. માંડ પોલીસની ઓળખાણથી તપાસ કરાવીને પાછુ મેળવ્યુ હતુ. ત્યારથી તે હમેંશા પોતાના બાઇકને સાચવતી જ હતી.

                સીમમાં એક મોટા પથ્થર પર તેને પોતાનો થેલો અને સામાન રાખીને બેટરીની લાઇટથી આજુ બાજુ બધે તપાસ કરવા લાગી. હજુ તો કોઇ ભુત દેખાતુ ન હતુ. તેને પોતાની આસપાસ થોડે દુર સુધી જઇને પણ તપાસ કરી લીધી કાંઇ દેખાતુ ન હતુ. તેને ખુબ દુર લાઇટનો ઝાંખો પ્રકાશ દેખાતો હતો. તે જલ્દીથી પોતાનો થેલો લઇને ત્યાં તપાસ કરવા ગઇ. ચાલતા ચાલતા અચાનક એક ચીસ સંભળાઇ તે ખુબ જ ગભરાય ગઇ અને બાઘાની જેમ આમ તેમ જોવા લાગી ત્યાં કોઇ કાળો ઓછાયો દેખાયો. તે બેટરી લઇને ઓછાયા તરફ જવા લાગી તે ઓછાયો આગળ તરફ જતો હતો. રંજીતા તરફ તેની પીઠ હતી. તે ઓછાયાની પાછળ જવા લાગી. ઓછાયો ધીમે ધીમે જતો હતો. તે ઝડપથી તેની પાછળ જતી જેમ જેમ ઓછાયો નજીક આવતો હતો. તેમ પાછળથી તેનુ બિહામણુ સ્વરૂપ જોઇને રંજીતાને પરસેવો વળવા લાગ્યો.

                હવે ઓછાયાની સાવ નજીક જ હતી ત્યાં અચાનક જ તેણીને કોઇએ પાછળથી પકડી તે પાછળ વળીને જોવા ગઇ તો તેના મોં માંથી ચીસ નીકળી ગઇ. એક હાડપિંજર હતુ. જેણે તેને પાછળથી પકડી હતી. તે માંડ માંડ ચીસ પાડીને ભાગી નીકળી. પહેલા પથ્થર પાસે આવીને બેસી ગઇ. પરસેવાથી નીતરતી રંજીતાના શ્વાસ ખુબ જ વધી ગયા હતા. તે થોડી વાર પથ્થર પર બેસી ગઇ. હવે આગળ જવાની હિમ્મત થતી ન હતી. પરંતુ જયાં સુધી સત્યની તપાસ ન થાય ત્યાં સુધી ચેન પડતુ જ ન હતુ. તેણીએ પોતાની બધી હિમ્મત એકઠી કરી લીધી અને એક ઉંડો શ્વાસ લીધો. પરસેવાને હાથેથી લુછીને નીચે ઝાટકીને તે આગળ જવા લાગી. થેલામાંથી ચાકુ લઇને એક હાથમાં પકડી લીધુ. હવે ગમે તે થાય ડર્યા વિના આગળ તપાસ કરવા જવુ જ છે.

                મન મક્કમ કરીને રંજીતા ડગલા ભરતી આગળ જવા લાગી. વાતાવરણમાં એક અજીબ શી ખામોશી અને નકારાત્મકતા હતી. આસપાસ સતત કોઇ હોય તેવો ભાસ થતો હતો. બધી વસ્તુ વિશે વિચારવા સિવાય તે આગળ વધવા લાગી. રસ્તા પર અચાનક તેને માથુ ભારે લાગવા લાગ્યુ. ચક્કર ખાઇને પડી જાય તેવો અહેસાસ થવા લાગ્યો. ઉલટી થાય તેવુ લાગી રહી. મોં મા રૂમાલ રાખીને તે આગળ જ જતી હતી. પરંતુ તેની હાલત એવી હતી કે તે આગળ વધી શકે તેમ જ ન હતી. તે ફરીથી થોડે દુર પાછળ ગઇ અને પાણી બોટલથી મોં પર પાણી છાંટયુ અને ઉલટીથી બચવા મોં મા ચ્યુગમ નાખી. ફરીથી આગળ વધવા જતી હતી ત્યાં માથા પર જોરદાર ભાર લાગ્યો અને તે નીચે પડી ગઇ.

                ***************************

                થોડી વાર બાદ  તેની આંખ ઉઘડી ત્યારે તે જમીન પર સુતેલી હતી અને આછો બલ્બ તેની માથે જ પ્રગટી રહ્યો હતો આંખો ખોલતા જ તેના પ્રકાશથી આંખ અંજાઇ ગઇ. તે આંખો પર હાથ રાખીને ઉભી થઇ. આંખોમાં અંધારા આવતા હતા. આંખો ચોળતા ચોળતા તે આસપાસ જોવા લાગી દુરથી દેખાતી ઝુંપડીમાં તે હતી. તેને અંદાજો તો આવી ગયો. પરંતુ તે અહી આવી કઇ રીતે? અને આ ઝુંપડી કોની હતી? અંદરનુ વાતાવરણ પણ બહાર જેવુ જ હતુ. ગરમી વધારે લાગી રહી હતી અને માથુ ખુબ જ ભારી લાગી રહ્યુ હતુ. તે આસપાસ નજર જ કરી રહી હતી ત્યાં પાછળથી કોઇનો અવાજ આવ્યો.



                “દુષ્ટ છોકરી ઉઠી ગઇ?”

                રંજીતાએ પાછળ ફરીને જોયુ. કોઇ અઘોરી બાબા જેવો કાળા પોશાક પહેરાલા બાબા હતા. તેઓએ ખોપરીની માળા કરીને ગળામાં પહેરેલી હતી. હાથમાં એક મોટી ખોપરી અને બીજા હાથમાં હાડકુ હતુ. અંધારી રાતમાં એકલા આવી રીતે અઘોરી બાબા સામે ઉભા રહીને કોઇની પણ હિમ્મત ટુટી જાય અને હ્રદય બેસી જાય. પરંતુ આ તો રંજીતા હતી. તેને આવી કોઇ વસ્તુ નો ડર ન હતો.

                “કોણ છે તુ? અને મને અહીં શા માટે લાવ્યો છે?”

                “હવે તારો ખેલ ખત્મ થવાનો છે. આવા સવાલ પુછીને હેરાન કેમ કરે છે? મને ખુબ જ ભુખ લાગી છે. ઘણા દિવસે શિકાર હાથમાં આવ્યો છે. ખુબસુરત છોકરીનુ માંસ વાહ આજે પાર્ટી બની જશે.”

                “ચુપ થા બકવાસ બંધ કર. તારી શુ મજાલ કે મને હાથ પણ લગાડી જો.”

                “છોકરી દિમાગ ન ખા આ પહેરી લે” એમ કહીને તેને પોતાના ગળાની ખોપરીની માળા રંજીતાના ગળામાં પહેરાવી દીધી. રંજીતાએ ગુસ્સાથી તે માળાને નીચે ફેકી દીધી અને અઘોરી બાબાનુ ગળુ પકડીને તેને ઉંચો કર્યો. અચાનક જ તેને ચક્કર આવી ગયા અને અઘોરી બાબા નીચે પડી ગયા. રંજીતાને ખબર પડી ગઇ કે અહીં નકારાત્મક શક્તિનુ ખુબ જ જોર છે. તેની સામે તેનુ શારીરિક બળ કામ નહિ આવે. અહીંથી ભાગી જવામાં જ સમજદારી છે. તે ઝડપથી દોડીને બહાર ભાગવા ગઇ પરંતુ અઘોરીએ તેને પાછળથી ઢસડી લીધી.

                રંજીતા પાસે હતુ એટલુ બળ અજમાવીને અઘોરીનો હાથ મરડીને તેને મો અને આંખમાં મુક્કા મારીને તેને ધક્કો મારીને ઝુંપડીની બહાર ભાગવા લાગી. તેની પાછળ અઘોરી દોડતા દોડતા આવવા લાગ્યો. ફરીથી તેને રંજીતાને પકડી લીધી. હવે અઘોરીએ મંત્ર તંત્રની શક્તિથી રંજીતાને બેભાન જેવી બનાવી દીધી. રંજીતાએ મનોમન વિચાર્યુ કે હવે પુરુ. લાસ્ટ મોમેન્ટ ઓફ લાઇફ.

                અઘોરી રંજીતાને લઇને જતો જ હતો ત્યાં પાછળથી કોઇએ તેના માથા પર ડાંગ ફટકારીને તે બેહોશ થઇને પડી ગયો અને રંજીતા પણ નીચે અર્ધ બિડેલી આંખે પડી ગઇ. સરપંચે ડાંગ નીચે મુકી દીધી અને ગામના લોકોને પાણી લઇને બોલાવ્યા. રંજીતાના મોં પર પાણીની છાલક મારી સરપંચે પુછ્યુ,

                “રંજીતા બેટા, કેવુ લાગે છે? બધુ બરોબર ”

                “હા, હવે હું ઠીક છુ. તમારો ખુબ ખુબ આભાર.” જમીન પરથી ઉભા થતા રંજીતાએ કહ્યુ.

                “ના હવે આભાર તો અમારે ગ્રામ વાસીઓએ તારો કરવો જોઇએ કે તે તારા જીવનુ જોખમ લઇને આને પકડ્યો.”

                “કોણ છે આ અઘોરી?” રંજીતાએ પુછ્યુ.

                “એ તો હમણા હોશમાં આવશે એટલે ખબર પડી જશે. જરા આને પાણી છાંટીને હોશમાં લાવો” સરપંચે આદેશ આપ્યો એટલે બે ત્રણ યુવાનોએ તેના પર પાણી છાંટયુ. હોશ આવતા જ અઘોરી બધાને જોઇ ભાગવા ગયો પરંતુ યુવાનોએ તેના હાથને પગ કસીને પકડી રાખ્યા.

                “હવે તારો ખેલ ખતમ બોલ કોણ છે તુ અને અહી શુ કરવા આવ્યો છે?” સરપંચે એક લાત મારીને અઘોરીને ગુસ્સાથી પુછ્યુ.

                “હું એક તાંત્રિક છુ અને કાલા જાદુની વિધિ કરુ છુ. લોકો અહી આવીને મારા વિષે જાણી ન શકે તે માટે ભુત બની રાત્રે બધાને ડરાવુ છુ. જો કોઇ દિવસે કે રાત્રે આ છોકરીની જેમ આવી જાય તો હુ તેને પકડીને ખાઇ જાવ છુ.”

                “અરે તુ માનવભક્ષી પણ છો” એમ કહી સરપંચે ચાર પાંચ લાફા ચોડી દીધા.

                “આને પોલીસ પાસે લઇ જાવ અને તેને ઝુંપડીનો નાશ કરી દો” સરપંચનો આદેશ આવતા જ યુવાનો કામે લાગી ગયા. સરપંચે રંજીતાની બહાદુરીના ખુબ જ વખાણ કર્યા અને તેનો ખુબ ખુબ આભાર માન્યો.

WRITTEN BY – BHAVISHA GOKANI

Comments

Post a Comment

Popular posts from this blog

કિસ્મત

વજન કેવી રીતે ઘટાડવું ?

ગુનેગાર કોણ ? -2

બંધ રૂમ

ગુનેગાર કોણ?