ગુનેગાર કોણ ? -2

 ગુનેગાર કોણ ?

ભાગ : 2



         સિંગાપોર એક નયનરમ્ય દેશ, દર વર્ષે હજારો દેશ વિદેશના સહેલાણીઑ આ દેશની મુલાકાતે પધારે છે. તેમાંથી મોટા ભાગના ગુજરાતીઓ હોય છે. આ દેશમાં ફરવાનો એક લહાવો છે. ઘણી વખત ઘણા લોકો આ દેશને ફરવા માટે સ્પોન્સર પણ કરતાં હોય છે.  



            આવી જ રીતે ઓનલાઈન કોમ્પીટીશનમાં વિજેતા બનવાના ભાગ રૂપે રિતેશ અને કાવ્યાને સિગાપોર વિઝીટની ટીકીટ મળી હતી. તેઓ ખૂબ જ ખુશ હતા કે બે મહિના પહેલા જ તેમના લગ્ન થયા હતા અને હનીમૂન પર જવાનું વિચારતા હતા ત્યાં જ  સિંગાપોર જવાનો ચાન્સ મળી ગયો હતો. હોટેલ પર એક રાત આરામ કર્યા બાદ આજે તેમનો બીજો દિવસ હતો. સવારે પથારીમાંથી ઉઠયા બાદ કાવ્યાએ જોયું તો રિતેશ ન હતો. બાથરૂમમાં પણ કોઈ અવાજ આવી રહ્યો ન હતો. મોકોનો ફાયદો ઉઠાવીને કાવ્યાએ પોતાનો મોબાઈલ લીધો અને કોલ લીસ્ટમાંથી પ્રાઇવેટ નંબર ડાયલ કર્યો બે રીંગ વાગતા જ સામેથી ફોન પીક થઈ ગયો.

            “કામ થઈ ગયું?” આજુબાજુ નજર કરીને કાવ્યાએ પૂછ્યું.

            “હા, બોસ” સામેથી કોઈ પડછંદ અવાજે જવાબ આપ્યો.

            “ગુડ, કોઈને શંકા પડી નથી ને?” કાવ્યાએ પૂછ્યું

            “ના” સામેથી ટૂંકાક્ષરીમાં જવાબ આવ્યો.

            “વેરી ગુડ” બોલીને કાવ્યા ફોન મૂકવા જતી હતી ત્યાં રીતેશની રીંગ આવતી હતી. આથી તેને રીતેશનો ફોન પીક અપ કર્યો.

            “હે, જાનુ તુ ફટાફટ તૈયાર થઈને નીચે આવી જા. એક સરપ્રાઈઝ છે તારા માટે.”

            “ઑ.કે ડારલીગ” કહીને કાવ્યાએ ફોન મૂકી દીધો.

            એક ધમાકો થશે ત્યારે સરપ્રાઈઝ તો તારા માટે બનશે વિચારતા વિચારતા કાવ્યા તૈયાર થવા લાગી.

                  ******************************

            9 ટુ 5 ની મોનોટોનેશ જોબથી પ્રથમેશ હવે કંટાળી ગયો હતો તેમાં પણ આ અકડુ બોસ જ્યારથી તેના ડિપાર્ટમેન્ટમાં હેડ તરીકે નિયુક્ત થયો હતો ત્યારથી પ્રથમેશનો પારો સાવ છટકી ગયો હતો. તે જોબ છોડી દેવાના ખુન્નસ ભર્યા વિચારમાં હતો ત્યાં જ પટ્ટાવાળો રવજી આવ્યો,



            “પ્રથમેશ સર, તમને બોસ કેબિનમાં બોલાવે છે”

            તેની વાત સાંભળીને ગુસ્સામાં હાથમાં રહેલી પેનનો ઘા થઈ ગયો. બોસનો હુકમ તો માનવો પડે, ગમે તેવો ગુસ્સો હોય આખરે બોસ ઈઝ બોસ. મનમાં ઘૂટડો ગળીને રવજીને કહ્યું,

            “હા, હુ જઉ છું. કઇ સાથે લઈને જવાનું કહ્યું છે?”

            “ના, એવું કઇ કહ્યું નથી” રવજીએ કહ્યું.

            “હા, તો તુ જા હું બોસની કેબિનમાં જાઉ છું” બોલીને પ્રથમેશ ફટાફટ ઊભો થયો અકડુ બોસ મહેન્દ્ર ઠક્કરને રાહ જોવી જરાય ગમતી ન હતી. વળી, લાંબુ લેકચર આપશે એ વિચારે પાણીનો ઘૂટડો પીને બોસની કેબિન તરફ જવા લાગ્યો.

                  *********************

            પેશન્ટની હાલત ખૂબ જ ગંભીર છે સરકારી હોસ્પિટલના ડોકટર વેદાંત ત્રિવેદીએ નર્સને સૂચના આપતા કહ્યું. આગલી નસમાંથી ઘણું લોહી વહી ચૂક્યું છે. નર્સ બધુ સમજતી હતી તે પણ એક એવી જ સ્ત્રી હતી. તે પેશન્ટ પાસે ગઈ, હજુ યાત્રીને ભાન ન હતું. સુંદર દેખાવડી યાત્રીની સુંદરતા પથારી પર હોવા છતાય ઓછી થઈ ન હતી. પરી જેવી રૂપાળી યાત્રીમાં નર્સ શબાના બેનને પોતાની દીકરીના દર્શન થયા તેની દીકરી આજે હોત તો આવડી જ દેખાતી હોત. થોડા વ્યગ્ર થયા બાદ તે સોય લઈને બાટલા પર ચડાવા લાગ્યા. ફરી એક વાર સ્ટેટમેન્ટ લેવા હવાલદાર પૂછી ગયો.



            “કીધું ને પેશન્ટ ભાન આવતા વાર લાગશે કદાચ ..” તે થોડું વધુ બોલી રહ્યા એવું લાગતાં અટકી ગયા.

            “હા, મને ખબર છે પણ સાહેબનો હુકમ માનવો પડે તને કેટલી વાર કહેવું?” હવાલદાર ચાકુએ કડપથી કહ્યું.

            ચાકુ ખૂબ જ ફની નામ હતું. આમ તો તેનું નામ ચંદ્રેશ હતું પરંતુ તે ચાકુ ફેરવવામાં ખૂબ જ માહિર હતો આથી તેનું નામ ચાકુ પડી ગયું હતું અને ચાકુ જેવો જ તીક્ષ્ણ સ્વભાવ તેનો હતો. ગમે તેને ઘાયલ કરી શકતો હતો પરંતુ શબાના પણ ઓછી ન હતી જમાનાની અનુભવી હતી.

            “મારે અહી બહાર જ રહેવાનું છે ભાન આવે તરત જ કહેજે” કડકાઈથી કહી હવાલદાર ચાકુ બહાર ઊભો રહી ગયો.

            શબાના ફરી પોતાના કામે વળગી ગઈ. બાટલો પૂરો થવા આવ્યો હતો આથી છેલ્લે દબાવીને છેલ્લા બિંદુઓ નસમાં વહાવીને બાટલો બદલાવી દીધો. ચાકુનો ઘા ખૂબ જ ઊંડે સુધી મારવામાં આવ્યો હતો. બે કલાકના ઓપરેશન બાદ પણ હજુ લોહી સપૂર્ણ વહેવાનું બંધ થયું ન હતું. મનોમન વિચારવા લાગી કે યાત્રીને જલ્દી ભાન આવી જાય. તેને અજબની પીડા થઈ રહી હતી. કયા સુધી મવાલી, લફગા લોકોની શિકાર આવી કોમળ સ્ત્રીઓ બનતી રહેશે? કયા સુધી સ્ત્રીઓએ જ આ બધુ સહન કરવાનું? તેને મનમાં ખૂબ જ ગુસ્સો પણ આવી રહ્યો હતો. યાત્રી સામે જોઈ તે શાંત બની ગઈ. લાગણી અજબ ચીજ છે. તે કોઈ સબંધ કે ઉંમર જોયા વિના જ બંધાય જાય છે.

            આજે રાત્રે અહી જ રોકાવાનું છે એવું વિચારી તે આસપાસ બધી તૈયારીઓ કરવા લાગી.

                  ***************************

            કાવ્યાનો ફોન મૂક્યા બાદ અવધેશને ચિંતા થવા લાગી કે કહી તો દીધું કે કામ થઈ ગયું છે. પરંતુ જો તેમને ખબર પડશે કે ખૂબ જ મોટો લોચો થઈ ગયો છે તો તેનું આવી જ બન્યું. પોતાની ભૂલ સુધારવા માટે તે વિચારવા લાગ્યો. તેને ખૂબ જ ડર પણ લાગી રહ્યો હતો કે તેના હાલ પણ તેના મોટાભાઇ દિલસુખ જેવા તો નહીં થાય ને ? વિચાર સાથે જ તે કંપી ગયો.

                  *********************

            “ખૂન, ખૂન” ચીસ પાડતી “એના” રૂમ નબર 401 તરફથી પાર્ટી હૉલ તરફ દોડવા લાગી. તેની ચીસો સાંભળીને મ્યુઝિક બંધ થઈ ગયું અને બધાની નજર સીડી પર ઊભેલી “એના” પર પડી લાઇટસ ઑન થઈ ગઈ તેનો અવાજ સાંભળીને શિલ્પા અને પ્રેરણા પણ અંદર આવી.



            ‘ઉપર લાશ, આઈ મીન રૂમ નંબર 401 માં લાશ” અચકાતા અચકાતા એનાએ કહ્યું.

            બધા દોડીને ઉપર જવા જતાં હતા ત્યાં પાછળથી અવાજ સંભળાયો.

            “બધા પ્લીઝ ઊભા રહી જાઓ” માઈકમાં મોહિત બધાને સૂચના આપી રહ્યો હતો.

            પ્લીઝ એવરીબડી, ઉતાવળ ન કરશો. હું જાસૂસ મોહિત હેગડા છું અને મને મળેલી માહિતી મુજબ આ પાર્ટીમાં કઈક ગેરકાયદેસર બનવાનું હતું. હું કાઇ તાગ મેળવી શકું તે પહેલા આ ઘટના ઘટી ગઈ હવે વધારે બાજી બગડી જાય તે પહેલા મારી સૂચના ધ્યાનથી સાંભળજો”

            મોહિતનો અવાજ સાંભળીને બધા સીડીઓથી નીચે ઉતરીને હોલમાં ઊભા રહી ગયા. બધાની નજર મોહિત પર હતી. ખાસ કરીને પ્રેરણા અને શિલ્પાની. તેઓની નજર મોહિત પાસે ઊભેલી મહેબૂબા પર કડકાઇને હતી.

            “કોઈ મોટું ષડયંત્ર ખેલાય રહ્યું છે હજુ તેઓની મોટી ચાલ છે. એટલે અત્યારથી ચોકસાઇથી કાર્ય કરવું જરૂરી છે. મહેરબાની કરીને તમે બધા અહી રહેજો પહેલા અમે તપાસ કરી લઈએ હોટેલ સ્ટાફને પણ વિનતી છે કે અહી રહે.”

            મોહિતની વાત સાંભળીને બધા નીચે રહ્યા અને અંદરો અંદર ચર્ચા કરવા લાગ્યા મોહિત અને મહેબૂબા બને ઉપર ગયા તેની સામે એકીટસે નજરે શિલ્પા અને પ્રેરણા જોઈ રહી હતી. તે બંને પર બીજી બે આંખોની નજર મંડરાયેલ હતી તે બંનેને હજુ ખબર ન હતી. કોકડું જોરદાર રીતે ગુંચવાઈ રહ્યું હતું.

ભાગ : 3 વાંચવા માટે અહી ક્લિક કરો. : Part 3

Comments

Popular posts from this blog

કિસ્મત

વજન કેવી રીતે ઘટાડવું ?

બંધ રૂમ

ગુનેગાર કોણ?