ગુનેગાર કોણ ? - 3
ગુનેગાર કોણ ?
ભાગ : 3
ઘડિયાળના કાંટા જોર જોરથી ફરી રહ્યા હતા.
“ભાઈ, પ્લીઝ” વધુ બોલવા જાય ત્યાં તો
ધડાધડ ચાર ગોળી દિલસુખની છાતીને ચીરીને આરપાર નીકળી ગઈ અને દિલસુખ લોહીલુહાણ હાલત
સાથે અવધેશ પર પડી ગયો અને હસતાં હસતાં ડોન હાજીના માણસો જતાં રહ્યા.
“અવધેશ પ્રજ્ઞા અને બી” આગળ કઇ ન બોલાયુ
અને પ્રાણ ઊડી ગયા.
“નહી” મોટેથી ચીસ પાડી અવધેશ ખુરશી
પરથી ઊભો થયો શિયાળાની ઠંડીમાં પાંચ પર પાંખો હતો છતાંય પરસેવાના રેલા કાન પાછળથી
નીચે ઉતારવા લાગ્યા હતા. તેની ચીસ સાંભળી દિલસુખની નાનકડી દીકરી બંટીએ આવીને
પૂછ્યું,
“કાકુ, શું થયું?”
“કઈ નહીં બેટા તુ જા શાંતિથી રમ” થોડા
ઉદ્વેગ સાથે અવધેશે કહ્યું.
“કાકુ, શું પપ્પાની જેમ તમને પણ કોઈ
મારવા આવે છે?” આંખોમાં ઉદાસી સાથે બંટીએ પૂછ્યું.
“ના, દીકરા એવું કાઈ પણ જ નથી. તુ જા
શાંતિથી રમ” થોડી નિરાશા સાથે અવધેશે કહ્યું.
“તો કાકુ તમે આટલા ગભરાયેલા કેમ છો?”
બંટીને દિલમાં ચેન ન હતું.
“બેટા કાકુને કામની જવાબદારી અને વધારે
કામ હોય ને એટલે કામની ચિંતા છે. ડરવા જેવુ કઇ જ નથી. તું તારી સખીઓ સાથે આરામથી
રમ” પ્રેમથી માથા પર હાથ પસરાવીને અવધેશે કહ્યું.
“કાકુ તમને કાઇ નહીં થાય ને?” ફરી
બંટીએ પૂછ્યું.
“બેટા, કહ્યું ને કે ડરવા જેવુ છે જ
નહીં. કાકુનું કામ પૂરું થઈ જશે ત્યારે મારી લાડોને દૂર ફરવા લઈ જઈશ. લે દસ રૂપિયા
તું જાય મનપસંદ ચોકલેટ્સ લઈ સખીઓ સાથે મોજ કર”
“મારા કાકુ બેસ્ટ” વહાલથી ભર્તી પરદા
બંનેએ એ કહ્યું. દસ રૂપિયા લઈને તે ખુશ થતી જતી રહી પરંતુ તેના શબ્દો અવધેશ પાસે
રહી ગયા.
“કાકુ તમને પણ..
હ્રદયના ધબકારા ખૂબ જ વધી રહ્યા હતા.
તેને વિચારી લીધું કે ..
***** ********** ****** ******* ****** ******* ********
“મે આઈ કમ ઇન સર” પ્રથમેશે બોસના કેબિનનો દરવાજો
અધ્ખૂલ્લો કરીને પૂછ્યું.
“યસ યસ” ફાઇલમાંથી મો ઊંચું કરીને
મહેન્દ્ર ઠક્કરે કહ્યું. પ્રથમેશ બનાવટી સ્માઇલ સાથે બોસ સામે આવીને ઊભો રહ્યો.
“પ્લીઝ હેવ અ સીટ” સામેની ચેર પર ઈશારો
કરીને બોસ કહ્યું. દરેક વખતે બોસનો કરડાકી ભર્યો ચહેરો અને હમેશા ઊભું જ રહેવું
પડતું અને આજે સ્માઇલ સાથે વાતો અને ખુરશી પર બેસવાનું આમંત્રણ. પ્રથમેશને બધુ
અજુગતું લાગી રહ્યું હતુ તે ઊભો જ રહ્યો.
“પ્રથમેશ, ખુરશી પર બેસ ખૂબ લાંબી વાત
છે.” મહેન્દ્રએ લાગણીથી કહ્યું. પ્રથમેશ અચકાતા અચકાતા બેસી ગયો.
તે મનમાં વિચારી રહ્યો હતો કે બોસને
આજે શું થઈ ગયું છે? ત્યાં જ તેના બોસ મહેન્દ્ર ઠક્કરે કહ્યું,
“મુંબઈની ભાગ દોડ ભરેલી લાઈફમાં તને
ખબર છે કે અહી કોઈ કોઈનું નથી”
“જી સર” બોસની વાત કાઇ સમજાતી ન હતી
પરંતુ હા માં હા મિલાવવી જરૂરી હતી.
“સૌ ને પોતાના સ્વાર્થથી જ મતલબ છે.
મુંબઈ જ નહીં પરંતુ સમગ્ર માનવજાત અત્યારે સંકુચિત બની રહી છે.”
“જી સર” હકારમાં માથું તો ધૂણાવ્યું
પરંતુ હવે તેને આવી બોરીગ વાતો સાંભળીને કંટાળો આવી રહ્યો હતો. છતાંય કઇ કરી શકાય
તેમ પણ ન હતું. તે પોતાની જાત પર કંટ્રોલ કરી સાંભળી રહ્યો હતો.
“આજે દુનિયામાં માણસો એટલા મતલબી બની ગયા
છે કે પોતાના સ્વાર્થ માટે ગમે તે હદ સુધી જવા તૈયાર થઈ જાય છે.”
“સાચી વાત છે” પોતાના કંટાળાને માંડ
છુપાવી ને તે રિપ્લાય આપી રહ્યો હતો.
“માણસ અત્યારે માણસનો નથી રહ્યો. સગા
વ્હાલા,સ્નેહ અને લાગણી ગાયબ થઇ રહ્યા છે.”
“બોસ ઈઝ ઓલવેઝ રાઇટની થીયરી મુજબ
તે સાંભળી તો રહ્યો હતો પરંતુ તેનો કંટાળો હવે ગુસ્સામાં પરિવર્તતીત થઈ રહ્યો હતો
પરંતુ તે સ્માઇલ સાથે શાંત રહેવા પ્રયાસ કરી રહ્યો હતો. બીજી બાજુ બોસ મહેન્દ્ર
ઠક્કર પોતાની વાતમાં એટલા ઓતપ્રોત બની ગયા હતા કે ખુરશી પરથી ઊભા થઈ ભાવ સાથે
પોતાની વાત ચાલુ જ રાખી .
“આવી જ પરિસ્થિતિ રહી તો દુનિયાનું એક
દિવસ પતન થઈ જશે અથવા તો માણસ જાતનો ..”
હવે પ્રથમેશની ધીરજ ખૂટી તેને વચ્ચેથી
જ બોસની વાત અટકાવીને શાંતિથી કહ્યું,
“સર, પોઈન્ટ પર વાત કરી શકીએ”
“સોરી, સોરી હું થોડી ભાવનામાં વહી
ગયો.”
અકડુ મહેન્દ્ર ઠક્કર પોતાના એમ્પલોઇને “સોરી”
કહી રહ્યા હતા આ તો વાઇરલ કરવા જેવી વાત હતી પરંતુ પ્રથમેશ પાસે રેકોર્ડ કરવા માટે તક ન હતી તેથી તે શાંત રહ્યો.
“તારા માટે એક ગોલ્ડન ઓફર માટે તને અહી
બોલાવ્યો છે.” બોસની આ કોયડા ભરેલી વાતો મગજમાં ઘૂસી રહી ન હતી અને અચાનક આવી રહેલા
મિસ્ડ કોલની ધીમી ટોન સાંભળીને પ્રથમેશને પરસેવો વળવા લાગ્યો.
***************************
રાત્રિના નિબંડ અંધકારમાં સરકારી હોસ્પિટલમાં ખાસ્સી ચહલ પહલ હતી થોડી થોડી વારે એબ્યુલન્સના સાયરન વાગી રહ્યા હતા. શબાના બહેનની ડયુટી પૂરી થઈ ગઈ હતી એટલે તેના ભાગે ખાસ કામ ન હતું. તે યાત્રીના બેડની બાજુમાં તેની તરફ જોઈને સૂવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જનરલ રૂમમાં બાજુનો બેડ ખાલી જ હતો
પરંતુ અચાનક કોઈ આવી જાય એ વિચારે શબાનાબહેન નીચે જ સૂતા. સામેના
બેડ પર એક ચૌદ પંદર વર્ષની છોકરીને બાટલા ચડી રહ્યા હતા. ડાયેરિયાને કારણે શરીરમાંથી ખૂબ જ પાણી વહી ગયું હતું. પહેલા
દીકરી હોવાથી ધ્યાન ન આપ્યું હવે તેની માતા રડી રહી હતી. માતા ક્યારેય કઠોર ન બની
શકે. શું પોતે ખૂબ જ કઠોર હતી? વિચારતા વિચારતા શબાના ભૂતકાળમાં સરી પડી આસપાસનો
સઘળો અવાજ સાંભળાતો બંધ થઈ ગયો
“શબ્બો , એ શબબોઈ કયા મરી ગઈ આ છોકરી?”
કાકીની ચીસ સાંભળતા જ શબાના લેશન છોડીને દોડી.
“મૂઇ કયા જતી રહે છે અહી ગુડા વાયડી ની
કયા ગઈ તી જલ્દી મર અહી આ ભારો લઈને જા કપડાં ધોઈ આવ અને પછી રસોઈ બનાવી લેજે હું
મારી બહેનના ઘરે જાવ છું.” કાકી એ કડકાઈથી કહ્યું.
“પરંતુ કાકી મારે નિશાળ” અડધેથી જ તેની
વાત કાપીને કાકીએ કહ્યું.
“બહુ મોટી આવી ભણવા વાળી તવાયફ ની
દીકરી તો તવાયફ જ બને ભાગ અહીથી જલ્દીથી કામ કરવા માંડ”
“જી” કહીને આસું છુપાવીને શબાના
કપડાંનો ભારો લઈ નદી તરફ ચાલવા લાગી. રસ્તામાં આસુનો બાંધ તૂટી ગયો તે ધ્રુસકે
ધ્રુસકે રડવા લાગી. કોણ હતું તેને છાની રાખવાવાળુ આ તો મુંબઈ નગરીયા અહી તો બધાની
નજર તેના દેહ પર હતી તેને પોતાની ઓઢણી સરખી કરીને ચાલવા માંડ્યું
તેની માની તેને ખૂબ જ યાદ આવી રહી હતી.
માં, તું કેમ મને છોડીને જતી રહી? આકાશ તરફ જોઈ શબાના ફરિયાદ કરવા લાગી. તેને માની
ખૂબ જ યાદ આવી રહી હતી.
“શબ્બો મારી લાડો શબ્બો” માં તેને એ જ
નામથી બોલાવતી હતી. પિતા તો પહેલા જ બીજા નિકાહ કરીને જતાં રહ્યા હતા અને માં પાંચ
વર્ષની હતી ત્યારે અચાનક જ ગુજરી ગઈ હતી. તેને સારી રીતે યાદ હતું કે માં બીમાર ન
હતી કે કોઈ અકસ્માત ન થયો હતો. સવારે તે ખૂબ મોડે ઉઠતી. તે દિવસે જયારે તે ઉઠી
ત્યારે રોકકળ અને માં નિસ્તેજ ભોંય પર પડી હતી. આખી દુનિયા ત્યારે લુટાઈ ગઈ હતી. કાકી
ત્યારથી તેમના ઘરે જ આવી ગયા હતા અને ત્રાસ શરૂ થઈ ગયો હતો.
આખા દિવસના કામ પૂરા કરતાં સાંજ પડી
ગઈ. તે સાંજે અગાસી પર બેસી આકાશ સામે જોઈ રહી હતી.
અગાસી પરથી તારા જોતાં જોતાં ફરી આસું
આવી ગયા અચાનક જ કોઈના સ્પર્શથી સભાન બની તે સંકોચાય ને દૂર ખસી ગઈ તેના કાકીનો
દીકરો ફિરોઝ હતો.
“ડરે છે શા માટે? તારે ભણવું છે ને?
હું તારી મદદ કરીશ. મારી પાસે આવ.” તેને પોતાના બે હાથ શબાનાના વાસા પર ફેરવવા
માંડ્યા.
શબાના
દૂર ખસવા લાગી.
ભાગ 4 વાંચવા માટે અહી ક્લિક કરો.Part 4
👏👌🎉
ReplyDelete