ગુનેગાર કોણ - 16
ગુનેગાર કોણ - 16 તેને કયાંય ચેન પડતું ન હતું. કેમ પરંતુ કાવ્યામાં પોતાની દીકરીનો ચહેરો દેખાતો હતો. આ દુનિયા છેલ્લે પોતાને જ ભરખી જાય છે એ કહેવત તેને સાચી પડતી જોઈ હતી. જોમ સિંહે હમેશા પોતાના પરિવારને આ દુનિયાથી દૂર જ રાખ્યો હતો. લૂટફાટ, ખંડણી, અને ક્યારેક ખૂન જેવા ગુના કરીને અઢળક પૈસા મળતા હતા. એકાદ બે વખત જેલમાં જવું પડ્યું હતું ત્યાં તો તેની દીકરી સોનમ ક્યારે યુવાન થઈ ગઈ ખબર જ ન પડી. સગાઈનો દિવસ નજીક જ હતો. છોકરો પણ સોનમ સાથે કોલેજમાં હતો બંને એકબીજાને પસંદ કરતાં હતા અને સાથે જોબ પણ મળી હતી. સોનમ ખૂબ જ ખુશ હતી અને જોમ સિહને પણ સગાઈ માટે તેના બોસે જેલમાંથી છુટકારો અપાવ્યો હતો. ઘરમાં ખુશીનો માહોલ હતો. સગાઈના આગલા દિવસે પાર્લરમાં ગયેલી સોનમ પરત જ ન આવી. દસ દિવસ બાદ તેની લાશ રેડ ગલીમાંથી મળી. ન જાણે કોણ દુશ્મને તેની ફૂલ જેવી દીકરી સાથે વેર લીધું. તે શોધવા માટે જ જીવતી લાશની જેમ આ કામ સાથે જોડાય રહેલો હતો પરંતુ હજુ એક દીકરી.. “હું ક્યારેય ...