ગુનેગાર કોણ : 15
ગુનેગાર કોણ : 15
“ડૂલ ઘનું દૂલ છે નવરા. ઈજિપ્ત જાવું છે તારે.
બેસ ને છાનો થઈ અહી” એલા ઝવેરીએ વેલપ ઝવેરીને ઠપકારતા કહ્યું.
“નવરી તું મને નહીં સમજાવ. હું બધુ
જાણું છું તારે ભી આવવું હસે એટલે મે પેલાથી તારી ટિકિટ લઈ લીધેલી. તું ભી મારી
સાથે આવતી છે.” વેલપ ઝવેરીએ થોડું ખાસતા કહ્યું.
“પન મને એ ટો કે તારે ઈજિપ્ત કેમ નું
જાવું છે? આટલી જિદગીમાં ક્યારે મને ગોવા ભી નહીં લઈ ગયેલો અને હવે આવડે દૂર જવાની
માંગે છે.” એલા ઝવેરીએ કહ્યું.
“મારા મિત્રે ટ્રાવેલ એજન્સી ખોલીને તો
તેને ઈજીપ્તની બે ટિકિટ મલી. તેનો છોકરો ભણતો સે તો તે નહીં જઇ શકતો. એટલે તેને
મને આલી દીધી કે મારે કોઈ છોકરાની ઉપાધી નહીં ને” વેલપ ઝવેરીએ આખી વાત કહી.
“ફોગટ મલી તો લઈ લીધી. પણ પગ ભી નહીં
હાલતા. કયા ઈજિપ્ત જવાના છાનો માનો બેસ ની” ફરી એલા ઝવેરીએ ઠપકો આપતા કહ્યું.
“મારી ચાંદ ચકોરી ઉપર વિમાનમાં જઇ ની તો
પગ બગ બધુ હાલવા માંડશે તું તારો થેલો ભરવા લાગ”
***************************
સમય ફટાફટ વીતી ગયો. આદિત્ય તેનો ખાસ મિત્ર બની ગયો તે ખબર પણ ન પડી.
“હાય ઘણા દિવસ બાદ તું એકલા છે અહી ?”
પ્રેરણાએ ગાર્ડનમાં આવીને શિલ્પાને પૂછ્યું. શિલ્પા નોટ્સમાં કઈક લખી રહી હતી.
અચાનક જ તેની નજર પ્રેરણા પર પડી એટલે તેને આશ્ચર્ય સહ તેની સામે જોયું અને કહ્યું.
“તું ઘણા દિવસે દેખાઈ છો. હું તો રોજ
કોલેજ પર આવું છું.”
“કોલેજ
પર આવવાની વાત નથી. એકલા દેખાવાની વાત છે કયા છે તારો દોસ્ત આદિત્ય આજે નથી
આવ્યો?” પ્રેરણાએ શિલ્પા પાસે જઇ બેસતા પૂછ્યું,
“આવ્યો છે તે લાયબ્રેરીમાં વાંચવા માટે
ગયો છે અને મારે થોડું આ વર્ક બાકી હતું તે હું સોલ્વ કરતી હતી.” શિલ્પાએ સહજતાથી
કહ્યું.
“ઘણા દિવસે તમે અલગ દેખાયા. શું તું
તેને પસંદ કરે છે?” પ્રેરણાએ ડાયરેક્ટ પૂછી જ લીધું. તે તેની ખાસ સખી હતી. આથી તેઓ
બને બધી જ વાતો શેર કરી શકતા હતા.
“વેલ પસંદની વાત કરું તો નોટ. હું એવી
કોઈ સિરિયસ નથી. બટ વી આર જસ્ટ ગુડ ફ્રેન્ડ નોટ એની મોર.” શિલ્પાએ પોતાની વાત કહી.
“ગુડ ફેન્ડથી વધારે વાત આગળ જઇ રહી હોય
એવું લાગે છે. પરંતુ લોકોને વાતો કરવા દેવાની. આ બધા સબંધ આ ઉમરમાં સારા લાગે છે
પરંતુ ઘણી વખત લાઈફ સ્પોઇલ કરી દે છે.”
“કરેકટ માય ડિયર ફ્રેન્ડ, મને આ બધી
બાબતોમાં વધારે રસ નથી. અમે ફક્ત કોલેજ એકટીવીટી અને સ્ટડી માટે જ આત્મીયતા ધરાવીએ
છીએ. દુનિયાને બસ વાતો કરવાની આદત જ હોય છે.” શિલ્પાએ સ્માઇલ સાથે કહ્યું ત્યાં
દૂરથી આદિત્ય દેખાયો અને તે ઊભી થઈ અને પ્રેરણાએ પણ સ્માઇલ આપી અને શિલ્પા આદિત્ય
સાથે વાત કરવા જતી રહી.
“તને હું નખશિખ ઓળખું છું માય ડિયર ફ્રેન્ડ તું તારા દિલની ધડકન કદાચ ન ઓળખી શકે પરંતુ હું તેના ધબકાર પામી શકું છું. પરંતુ આ જામ જ એવો છે જેને ધીરે ધીરે પીવામાં જ મજા છે.” પ્રેરણા મનોમન વિચારતી આગળ જતી રહી.
શિલ્પા વિચારતી જ રહી કે શું આદિત્ય અહી આવી
શકે? શું મૂરખ જેવુ વિચારે છે. એવું થોડું શક્ય બને તેને પોતાના વિચાર પર જ હસવું
આવ્યું.
“શું સાચ્ચે જ?” તે સિરીયસ બની ગઈ અને
સામે રહેલા મીરરમાં તેને આદિત્યનો ચહેરો દેખાયો. લાઇટ પીંક ટી શર્ટ, બ્લેક જીન્સ
આગળ થી થોડા વાળની લટો, ક્લીન સેવડ ચહેરો અને રૂપાળો આદિત્ય. ગમે તે છોકરીને ગમી
જાય તેવું વ્યક્તિત્વ. પરંતુ આ કોલેજમાં આવ્યા બાદ શિલ્પા સિવાય બીજી કોઈ ખાસ
ગર્લ્સ સાથે તેને મિત્રતા ન હતી. તે અભ્યાસ અને પ્રવુત્તિઓ સિવાયના સમયમાં શિલ્પા
સાથે જ સમય પસાર કરતો હતો અને તે મનોમન તેને ચાહવા લાગ્યો હતો. તેની તેને ખબર હતી.
એટલે જ એક દિવસ કોલેજ બાદ તે શિલ્પા સાથે શોપિગ માટે ગયો હતો,
“આ વ્હાઇટ ટી શર્ટ તારા પર સુપર્બ લાગશે.” એક
મસ્ત ટી શર્ટ પસંદ કરતા શિલ્પાએ કહ્યું.
“પણ મારા માટે કેમ ઓચિંતા ગિફ્ટ?”
આદિત્યએ આશ્ચર્યથી પૂછ્યું.
“ફ્રેન્ડ સાથે વધારે દલીલ કરવાની ન
હોય. ચૂપચાપ આ આવતીકાલે ફકશનમાં પહેરી આવજે.”
“જો હુકુમ મેરે આકા” આદિત્યના શબ્દો
ચારે બાજુ જાણે ગુંજી રહ્યા હતા.
***************************
“હેલો, પ્રેરણા આર યુ ઓકે?” ફોન પીક અપ
કરતાં જ વિશાલે ચિંતાતુર અવાજે પૂછ્યું.
“હું એકદમ ઑ. કે જ છું યાર ચીલ. અહી
મોહિત છે. તેને તપાસ શરૂ પણ કરી દીધી છે.” પ્રેરણાએ કહ્યું.
“હા પણ કોઈ પર શંકા છે તેને?” વિશાલે
પૂછ્યું.
“ના તેને હજુ કાઇ કહ્યું નથી પરંતુ મને
તો મોહિત અને મહેબૂબાની જોડી જ શંકાસ્પદ લાગે છે.”
“પણ તેનો હત્યા સાથે કોઈ સંબંધ
ખરો?”વિશાલે પૂછ્યું.
“એનો તો કોઈ સંબંધ નથી પરંતુ???
આદિત્ય??” પ્રેરણા વધારે બોલી ન શકી.
“આદિત્ય તે ત્યાં છે?” વિશાલે પૂછ્યું.
“તે કેવી રીતે અહી હોય શકે તે તો ..”
પ્રેરણા આગળ બોલી ન શકી..
“જૂની વાતો ભૂલી જા એવું કઇ ન હોય શકે
આ મામલો વધારે પેચીદો લાગે છે. તું સાચવીને રહેજે આવતીકાલે સવારે હું ત્યાં આવી
જઈશ આપણે સાથે જ ઈજિપ્ત જવા નીકળીશું.” વિશાલે કહ્યું.
“ઑ. કે. કાલે મળીએ” કહી પ્રેરણાએ ફોન
મૂકી દીધો પરંતુ તેના મનનો ઉદ્વેગ હજુ ઓછો થતો ન હતો.
************
મનનો ઉદ્વેગ ચેન લેવા ન દેતો હતો.
ફલાઇટને હજુ બે કલાકની વાર હતી. અલ્પા સાથે પણ વાત થઈ ચૂકી હતી. પ્રથમેશને મોબાઈલ
મચડવો પણ ગમતો ન હતો તેને દસ વર્ષ પહેલા બનેલી બીનાની હજુ એમ જ આંખ સામે તરવરવા
લાગી. કાવ્યા, હા કદાચ એ જ નામ હજુ. સુંદર નમણી છોકરી. એકદમ નાજુક અને ગભરુ બાળા. આંખોમાં
દેખાતો ભય. રેલ્વે સ્ટેશન પર પબ્લિક નલમાંથી પાણી પીતો પંદર વર્ષનો પ્રથમેશ.
“હેલ્પ, પ્લીઝ મને બચાઓ.” અચાનક જ તેનો
હાથ પકડીને પગે પડી જતી છોકરી. હાથમાંથી પાણીનો ગ્લાસ છૂટીને દૂર અથડાયો. સાંકળથી
બાંધેલા ગ્લાસનો રણકાર સવારના ચાર વાગ્યા સુમસાન સ્ટેશન પર દૂર સુધી સંભળાયો તે
થોડીવાર સુધી હતપ્રભ થઈ ગયો. તેને કોઈ સૂઝ પડતી ન હતી. તેના મનમાં એક ઝબકારો થયો બાજુમાં
જ ઊપડતી ટ્રેનમાં હાથ પકડીને તેને ચડાવી દીધી અને પોતાના ખિસ્સામાંથી પર્સ કાઢીને તેને થમાવી દીધું. ટ્રેન ફૂલ સ્પીડમાં
નીકળી ગઈ તે છોકરીનો ચહેરો આંખ સામેથી ખસાતો ન હતો. તેને થોડીવાર સુધી અફસોસ થવા
લાગ્યો કે તેને ખૂબ મોટી મૂર્ખામી કરી છે. ત્યાં જ પાછળ ચીસો સાંભળાયી તેની
ટ્રેનની વ્હીસલ પણ વાગી. દોડતા માણસને
પકડીને પાછળ આવેલા ચાર લોકોએ છરી ના આઠ દસ ઘા થી પતાવી દીધો. તેને અંતિમ કાવ્યાના
નામની બૂમ પાડી. ટ્રેનની સ્પીડ વધવા લાગી
આથી તે ભાગીને ટ્રેનમાં ચડી ગયો.
કોઈને કાઇ ખબર ન હતી અને દસ વર્ષ તો વીતી પણ ગયા હતા. અચાનક જ એ
લોકોને કેમ ખબર પડી ગઈ અને એક દિવસ ઓફિસે હતો ત્યાં જ ફોન આવ્યો કે ત્રણ મિસ્ડ કોલ બાદમાં તું ખતમ.
તેમાંથી બે મિસ્ડ કોલ પૂરા પણ થઈ ગયા હતા. હવે બસ બાકી.. વિચારતા જ તે કાપી ગયો.
આસપાસ જોવા લાગ્યો. મોટા ભાગના પેસેન્જરો પ્રવાસના આંનદમાં હતા. અમુક વેટીગના
કંટાળામાં હતા. તેને પોતાનો ફોન ચેક કરી લીધો. હજુ સુધી મિસ્ડ કોલ આવ્યો ન હતો
છતાંય તેના દિલની ધડકન તેજ થવા લાગી હતી. આખરે તે શહેર છોડીને પણ સેફ રહેશે???
વધુ આવતા અંકે ..
લેખકનું નામ : ભાવિષા ગોકાણી
Comments
Post a Comment