ગુનેગાર કોણ? - 14

 

ગુનેગાર કોણ?

ભાગ : 14  



           શબાનાને અત્યારે બધુ યાદ આવી રહ્યું હતું. તે વિચારી જ રહી હતી ત્યાં અચાનક જ તેને કઈક અવાજ સંભળાયો અંધારામાં ઝાંખું ઝાંખું દેખાતું હતું. તે ઊભી થઈ તો ખૂણામાં કોઈ હોય તેવું લાગ્યું તે થોડી નજીક જઇ જોવા પ્રયાસ કરવા લાગી.  તેને જોઈને તે ઓછાયો બારીમાંથી ભાગવા લાગ્યો. શબાનાએ લાઇટો કરીને બૂમાબૂમ કરી. હવાલદાર ચાકુ દોડીને આવ્યો. શબાના બાલ્કનીમાં ગઈ પાછળ હવાલદાર ચાકુ અને બીજા બધા દોડીને આવ્યા ત્યાં સુધીમાં તો તે નીચેથી નીકળી ગયો હતો.

           થોડે દૂર જઈને અવધેશે પોતાનો કાળો મુખવટો કાઢીને ફેકી દીધો. ફરી લોચો થઈ ગયો. હતાશામાં તેને પોતાની હાથની મૂઠી બાજુની દીવાલ પર મારી દીધી. અડધી રાત્રે પણ મુંબઈ શહેર જાગી રહ્યું હતું. બધા આમ તેમ ભાગી રહ્યા હતા. આટલા  મોટા શહેર વચ્ચે તેનું કોઈ ન હતું. તે નિરાશ થઈને દીવાલને અડીને નીચે બેસી ગયો. તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. તેને કઇ સમજ આવતી ન હતી.

           “કોઈ આવીને પેશન્ટ પર હુમલો કરીને જતો રહે અને તમે શું પોલીસ પહેરો ભરો છો.” શબાનાએ ગુસ્સામાં આવીને હવાલદાર ચાકુ સામે જોઈને કહ્યું.

           “શું ખોટી બૂમાબૂમ કરે છે? કાઇ થયું તો નથી ને?” હવાલદાર ચાકુએ કહ્યું એટલી વારમાં તો ત્યાં ભીડ જમા થવા લાગી.

           “એ તો મે અવાજ પરથી બૂમાબૂમ કરી એટલે તે ભાગી ગયો બાકી તમે તો બહાર ઊંઘી જ ગયા હતા” શબાનાએ બૂમો પાડતા કહ્યું.

           “ચૂપ રે આવડી મોટી હોસ્પિટલમાં ઘણા લોકો આવતા જતાં હોય છે એમાં કેમ મને ખબર પડે? અને હુમલો થયો નથી તો શાની રાડો પાડે છે?” હવાલદાર ચાકુએ પણ ઉગ્ર સ્વરે કહ્યું. ધીરે ધીરે ઘણા લોકો એકઠા થવા લાગ્યા એટલે સ્ટાફ તે બધાને દૂર કરવા લાગ્યો. શબાનાને પણ મનમાં લાગ્યું કે અત્યારે ઝઘડો કરવાથી પરિસ્થિતિ વણસી જશે અને નકામા ઉપરીના ગુસ્સાનો ભોગ બનવું પડશે એટલે તે વળતો જવાબ આપ્યા વિના યાત્રીના બેડ પાસે ગઈ ત્યાં પણ થોડા લોકો પંચાત અર્થે એકઠા થયા હતા.

           “શું અહી પેશન્ટ પાસે આટલા લોકો એકઠા થયા છો? બધા અહીથી આઘા જાઓ. પેશન્ટને આરામ કરવા દ્યો.” શબાનાએ કહ્યું એટલે બધા વિખેરાવા લાગ્યા. થોડી વારમાં ત્યાં શાંતિ થઈ ગઈ. રાત્રિના શિફ્ટના ડો. અગ્રવાલ ત્યાં આવ્યા અને કહ્યું,

           “મેને સૂના કે પેશન્ટ પર હમલા હોને વાલા થા. કયા યે બાત સચ હે શબાના”

           “જી, સર શબાનાએ ટૂંકાંક્ષરીમાં જવાબ આપ્યો.

           “યે બાત કો યહી દબા દો. મેરા મતલબ હે કી હમે કોઈ પુલીસ કમ્પલેન નહી કરની.” ડો. અગ્રવાલે ધીમા સ્વરે શબાનાને કહ્યું. 

           “પર સબ લૉગ એકઠઠા હુએ થે વો તો યે બાતે ફેલાને લગેગે.” શબાનાએ કહ્યું.

           “લૉગ થોડે સમયમે સબ કુછ ભૂલ જાયેગે. લોગો કે બારેમે ફિકર કરને કી જરૂરત નહીં હે. પેશન્ટ કો કુછ હુઆ નહીં હે ઓર પુલીસકી બબાલ બઢ જાયેગી. ઓર ઉસી લફડેમે હમારા સારા કામ અટક જાયેગા” ડો. અગ્રવાલે શબાનાને સમજાવતા કહ્યું.

           “જી સર આપ સહી કહ રહે હે. પુલીસ કે લફડે મે પડને જેસા નહી હે.” શબાનાએ પણ સરની વાતમાં સૂર પુરાવતા કહ્યું.

           “બસ મી યહી કહેના ચાહતા થા. અબ તુમ સંભાલના  ઓર પેશન્ટ કા ખ્યાલ રખના.” ડો. અગ્રવાતે કહ્યું.

           “જી, સર” શબાનાએ ટૂંકમાં જવાબ આપ્યો.

           દૂરથી હવાલદાર ચાકુ આ બધી વાત સાંભળી રહ્યો હતો.

           “શું કહેતી હતી? પોલીસનો લફડાંમાં પડવું નથી એમ. આમ બધા ફરિયાદ કરવાનું છોડી દે તો કાનૂન વ્યવસ્થા જળવાઈ જ નહી” ડો. અગ્રાવત નીકળી ગયા બાદ હવાલદાર ચાકુએ કહ્યું.

           “તને વધારે ખબર છે કે આ બધા માટે અમને સમય બગડે તો પેશન્ટ પર ધ્યાન ન આપી શકાય અને ગુનેગાર વધારે સતેજ પણ બની શકે છે. આથી અત્યારે પોલીસ કૅમ્પલેન ટાળવી જ યોગ્ય રહેશે.” શબાનાએ પોતાની વાત કહી.

           “જો મારી વાત સાંભળ ડિપાર્ટમેન્ટે યાત્રી પર નજર રાખવા માટે મને અહી મૂક્યો છે. હું વધારે દિવસ આ વાત છુપાવી નહીં શકું. આજની ઘટના જોતાં હમલાવરનો પ્લાન છોકરીને ભાનમાં આવતા પહેલા પતાવી દેવાનો છે. છોકરીનો જીવ ખતરામાં છે. ભાનમાં આવતા પહેલા તેને કઈક થઈ જશે તો કેસ બંધ થઈ જશે એટલે કે ગુનેગારને પકડી શકાશે પણ નહીં. તને બહુ લાગણી આવતી હોય તો તેને લઈ અહીથી નીકળી જા. બહુ દૂર ગુનેગારને ખબર ન પડે એમ.” આજુબાજુ જોઈ કોઇની નજર ન પડે એ રીતે હવાલદાર ચાકુ એ નીચે નમી હળવેક થી શબાનાના કાન પાસે આવીને કહ્યું.

           શબાના ઊંચે જોઈ હવાલદાર ચાકુ સામે જોઈ જ રહી.

ઊંચે ખુલ્લા આકાશમાં આજે પચ્ચીસ દિવસ બાદ કાવ્યા બહાર આવી હતી. તેનું મગજ એકદમ સુન્ન થઈ ચૂક્યું હતું. તે કોઈ બગીચામાં વ્હીલ ચેર પર બેઠેલી હતી અને જોમ સિંહ અને સુરેવાલ બાજુના બાંકડા પર બેઠેલા હતા. તે શૂન્ય મસ્તકે બેઠેલી હતી તે કોઈ વાત સાંભળવા કે સમજવા માટે સક્ષમ ન હતીઆથી જોમ સિંહ અને સુરવાલ વાતો કરવા લાગ્યા,

           “હવે આ સાવ ખતમ થઈ ચૂકી છે. બોસ હવે માન્યા તો  સારું થયું. બાકી ફૂલ જેવી આ નાનકડી છોકરી મરી જાત.” જોમ સિંહે કહ્યું.

           “બહુ લાગણીથી નહીં વિચારવાનું ઘણા મોત જોયા છે આપણે કઇ ફરક નથી પડતો કે કોઈ જીવે કે મરે. આપણો તો આ ધંધો છે.” સિગારેટના બે ઊંચા કસ લેતા લેતા સુરવાલે કહ્યું.

           “યુ આર રાઇટ. લાગણીઓ તો મારી પણ મરી ચૂકી છે. હવે આ કેસનું શું કરવાનું છે? આટલો બધો ગુસ્સો કેમ છે બોસને?” જોમસિંહે પૂછ્યું.

           “જોમ સિંહ, નાની નાની વાતમાં કોઈનું ખૂન કરી નાખવું એ બોસ માટે રમત વાત છે. ચાલતું હોય બધુ. ઝાઝું નહીં વિચારવાનું. કેસ માટે તો સવારે જ બોસ સાથે વાત થઈ હવે આને રેડ ગલીમાં મોકલવાની છે.” સુરેવાલે કાતિલ નજારોથી જોમસિંહ સામે 

           “રેડ ગલી!” જોમ સિંહ પોતાની જગ્યાથી ઊભો થઈ ગયો તેના રૂંવાડા ઊભા થઈ ગયા. હ્રદયના ધબકારા જોર જોરથી વાગી રહ્યા હતા અને શ્વાસ પણ ધમણની જેમ ફૂલવા લાગ્યો.

           “બેસ યાર આટલું ઈમોશનલ થવાની જરૂર નથી.” તેનો હાથ પકડીને બેસાડતા સુરવાલે કહ્યું.

           “તને ખબર છે કે રેડ ગલી શું છે?” બાંકડા પર બેસીને સુરવાલ સામે જોઈને જોમ સિહે પૂછ્યું.

           “નરકની વેદનાને સારી કહેડાવે એ આ છમિયાઓ માટે રેડ ગલી છે. બે પાંચ દિવસ માંડ છોરીઓ ત્યાં જીવી શકે” સિગારેટનો છેલ્લો કસ પૂરો કરીને નીચે ફેકતા સુરવાલે કહ્યું.

           “બહુ વધારે લાગણીથી ન વિચાર. મને ખબર છે કે તને તારી છોરીની યાદ આવે છે પણ જાડી ચામડીનું થઈ જવાનું. માલને માલની નજરથી જોવાનો. જિંદગીની રેખા ટૂંકી ન કરવી હોય તો અહીના નિયમોને સખત રીતે પકડી રાખવાના.” બાંકડા પરથી ઊભા થઈને પોતાનો શર્ટ સરખો કરીને જોમ સિંહ સામે તીરછી નજરે જોતાં સુરવાલે કહ્યું.

           “બોસે ક્યારે આને રેડ ગલીમાં મોકલવા કહ્યું છે?” જોમ સિંહે પૂછ્યું.

           “આજે રાત્રે.” સુરવાલે ટૂંકમાં કહ્યું.

           “કેમ નહીં શું ખબર પરંતુ મને ખૂબ જ ચિંતા થઈ રહી છે કે રેડ ગલીમાં જયાં ખતરનાક ગુનેગારો માસૂમ છોકરીઓ પર અમાનુષ અત્યાચાર ગુજારીને પોતાની હવસ સંતોષે છે. મારી દીકરીની હાલત મે જોઈ છે હવે હું આ જોઈ શકતો નથી.” જોમ સિંહે બે ઘૂંટ પીતા પીતા કહ્યું.

           “નશામાં ચકચૂર બની જા.  તારી જાતને ભુલાવી દે.  આ બધુ જ ભૂલાય જશે. મશીન બન મશીન.  બે ચાર ઇજેક્શન લગાવી લે ડ્રગ્સના.  રાક્ષક બની જા. આવી ફાલતુ બકવાસ આપણાં માટે નથી. તારી દીકરીનું મૃત્યુ પચાવી ગયો હવે આ છોકરી તારી શું સગી થાય છે.” સુરવાલે ઊંચા અવાજ સાથે જોમ સિંહને સમજાવતા કહ્યું.

           જોમ સિંહ સુરેવાલના અને બાદમાં કાવ્યાના ચહેરા પર વારાફરતી જોવા લાગ્યો. મોંમાં કોઈ શબ્દો ન આવ્યા. સુરેવાલ પણ ચૂપચાપ થોડું ટહેલવા લાગ્યો.

“હાય, મારુ નામ આદિત્ય છે. આદિત્ય ગરેવાલ મારે આ કોલેજમાં એડમિશન લેવાનું છું તો હું મિસ સ્નેહા પારેખને મળવા માંગુ છું. મને થોડી હેલ્પ કરશો કે તે કયા મળી શકશે?” કોલેજના ગેઇટમાં હજુ એન્ટર જ થતી હતી ત્યારે પાછળથી આવીને આદિત્યએ શિલ્પાને પૂછ્યું.

           “એડમિશન માટે તો તમારે પ્રિન્સિપાલ શર્મા સાહેબને મળવું જોઈએ.” શિલ્પાએ તેને એડવાઇઝ આપતા કહ્યું.

           “મને ખબર છે પરંતુ મિસ સ્નેહા અમારા દૂરના રિલેટીવ થાય છે તો મારે થોડી એડવાઇઝ લેવી હતી.” આદિત્યએ ખુલાસો આપતા કહ્યું.

           “ઑ. કે. તમે અહીથી થોડા લેફટ જશો એટલે લેબોરેટરી આવશે તેની સામે એક મોટો હૉલ છે તેમાં અંદર જશો એટલે ત્યાં સ્ટેજ પર મેંમ રિહર્સલ કરતાં હશે.” શિલ્પાએ પોતાની આંગળીથી ચીંધીને સમજાવતા કહ્યું.

           “થેંક્યું સો મચ મિસ..” આદિત્યએ હળવી સ્માઇલ સાથે આભાર માની શિલ્પા સામે જોઈને કહ્યું.

           “શિલ્પા અરોરા” સ્માઇલ સાથે શિલ્પાએ કહ્યું.

           આદિત્ય બાય કહી જતો રહ્યો. શિલ્પા પણ પોતાના ક્લાસ માટે નીકળી ગઈ. આવડી મોટી કોલેજમાં રોજ ઘણા બોયસ સાથે વાતો થતી હોય એટલે શિલ્પાને થોડી વાર બાદ કઇ યાદ પણ ન હતું. પરંતુ નિયતિને કઈક અલગ જ મંજૂર હતું. હાફ બ્રેક પડી એટલે સ્નેહા મેમ એ શિલ્પાને લાયબ્રેરીમાં બોલાવી.

           સ્નેહા મેમની એઈજ આમ તો ફોરટી ફાઇવ હતી. પરંતુ હજુ તે અન મેરીડ હતા. કેમ કે તે ખૂબ જ ઉત્સાહી અને સિંગિગ, ડાન્સિંગ અને વાંચનમાં એટલા ઓતપ્રોત રહેતા કે તેઓ કહેતા તેમાં તેને ક્યારેય લગ્ન વિષે વિચારવાનો સમય જ ન મળ્યો. ખૂબ જ હસમુખા સ્નેહા મિસ લગભગ બધા કોલેજિયનના ફ્રેન્ડ હતા. બિન્દાસ મિત્રની જેમ તે બધા સાથે ભળી જતાં. દર વર્ષે ઓછામાં ઓછા વીસેક છોકરા તો તેને પ્રપોઝ કરી જ દેતા. પોતાના સ્વભાવને અનુરૂપ હસતાં હસતાં તાળી આપી સ્નેહા મિસ વાતને ટાળી દેતા.  

           સ્નેહા મિસ વિષે વિચારતા વિચારતા લાયબ્રેરી આવી ગઈ. “શું કામ હશે” એવું વિચારી તે આગળ ગઈ. વિશાળ લાયબ્રેરીમાં મોટા ભાગે બધા વાંચન મગ્ન હતા. અમુક પ્રેમી પંખીડા વાંચવાનો ડોળ કરતાં કરતાં આંખોથી વાતો કરી રહ્યા હતા. વળી અમુક મિત્રોની વાતો તો જાણે ખૂટતી જ ન હોય એમ ધીમે ધીમે વાતો કરી રહ્યા હતા. પાસે બેઠેલા વાંચનારા ક્યારેક તેની સામે લાલ ઘૂમ આંખો કરી લેતા. થોડી વાર સુધી નજર કરી પરંતુ સ્નેહા મેમ ક્યાંય નજર ન આવતા હતા. અચાનક જ શિલ્પાને સ્નેહા મેમનો ફેવરિટ કોર્નર યાદ આવ્યો અને તેને પાછળ ફરી જોયું તો મેંમ ત્યાં જ કોર્નર પર કોઈ દળદાર પુસ્તક વાંચી રહ્યા હતા. શિલ્પા સ્માઇલ સાથે સ્નેહા મેંમ પાસે ગઈ.

           “આવ શિલ્પા આપણે બહાર ગાર્ડનમાં જઇ વાતો કરીએ અહી બધાને ડિસ્ટર્બ થશે.” અચાનક શિલ્પા સામે નજર પડતાં પોતાનું પુસ્તક બંધ કરીને કહ્યું.

           “ઑ. કે મેંમ” શિલ્પાએ કહ્યું અને તે સ્નેહા મેંમ સાથે બહાર ગાર્ડનમાં જવા લાગી.

           “બહુ તારો સમય મારે વેસ્ટ નથી કરવો. મને ખબર છે કે તારે બે ત્રણ પ્રોજેક્ટ પર કામ ચાલુ છે. બસ થોડું જ કામ છે” લાયબ્રેરીની બહાર કોરિડોરમાં આવીને સ્નેહા મેંમ એ વાત શરૂ કરી.

           “નો મેંમ એટલી વધારે વ્યસ્ત નથી હું. તમે મને કહી શકો છો. તમારા કામમાં ઘણું જાણવા અને શીખવા મળશે.” શિલ્પાએ કહ્યું.

           “એવું કામ નથી થોડું પર્સનલ કામ છે. સીધા પોઈન્ટ પર આવીને વાત કરું. મારા દૂરના સબંધીનો દીકરો આ કોલેજમાં એડમિશન લેવા માંગે છે. તેને થોડી માહિતી જોઈએ મે તેને જણાવ્યું છે પરંતુ હું ઈચ્છું છું કે તું પણ તેની સાથે વાત કરી લે. આ તેનો વોટ્સ એપ નંબર છે. શક્ય હોય તો એકાદ બે દિવસમાં વાત કરી લેજે.” એક કાગળ પર લખેલા નંબર આપતા સ્નેહા મેમએ કહ્યું.

           “તમે આદિત્યની વાત કરો છો?” શિલ્પાએ કાગળ હાથમાં લેતા પૂછ્યું.

           “હા, તું એને કેવી રીતે ઓળખે છે?” સ્નેહા મેમ એ આશ્ચર્યથી પૂછ્યું.

           “ગેઇટ પાસે તમારા વિષે તેને મને જ પુછ્યું હતું.” શિલ્પાએ કહ્યું.

           “ઓહહ, આઈ સી. તો તારે સરળ રહેશે તેની સાથે વાત કરવી.” સ્નેહા મેમે ખુશી સાથે કહ્યું

           “હા, મેમ હું આજે જ આદિત્ય સાથે વાત કરી લઉ છું.”

           “ઑ. કે થેંક્યું.”

           “મેમ થેંક્યું ન હોય તમે અમારા મિત્ર સમાન છો.”

           “નાઇસ. આપણે ફરી મળીશું અત્યારે મારે એક ક્લાસ છે.” સ્માઇલ સાથે શેક હેન્ડ કરતાં સ્નેહા મેમ એ કહ્યું.

           બપોર બાદ શિલ્પા ભૂલી જ ગઈ કે આદિત્ય સાથે વાત કરવાની સાંજે સાત વાગ્યે અચાનક યાદ આવ્યું એટલે ફોન લઈ તેને નંબર ડાયલ કર્યા બે રીંગ પૂરી થતાં જ આદિત્ય એ ફોન પીક કર્યો.

           “હેલો કોણ?”  અજાણ્યા નંબર જોઈ આદિત્યએ પૂછ્યું.              “હું શિલ્પા અરોરા”

           “ઓહહ, સ્નેહા આંટીએ તમને મારા નંબર આપ્યા રાઇટ?” આદિત્યએ ઉત્સાહથી કહ્યું.

           “હા, બોલો તમારે શું ઇન્ફોર્મેશન જોઈતી હતી?” શિલ્પાએ હળવાશથી પૂછ્યું.

           “એકચ્યુ લી સોરી ટુ ડિસ્ટર્બ યુ. મારા પપ્પાનો નેચર થોડો અલગ છે. કોઈ પણ કામમાં તેને પરફેકશન જોઈએ. પાપાની હમણાં જ અહી મુંબઈ ટ્રાન્સફર થઈ છે. અમારા રેસિડન્ટ એરિયાથી આ કોલેજ ખૂબ જ નજીક થાય છે. એડમિશન પહેલા પાપાની ઈચ્છા હતી કે હું કોલેજ વિષે માહિતી મેળવી લઉં. સ્નેહા આંટી એ તો બધુ કહ્યું પરંતુ પપ્પા ઇચ્છતા હતા કે કોઈ સ્ટુડન્ટની પણ રાય લઈ લઉં.” આદિત્યએ વિસ્તારપૂર્વક જણાવ્યું.

           “ઑ. કે હું સમજી ગઈ અને સોરી કહેવાની જરૂર નથી. બે પાંચ મિનિટ ફોનમાં તમારી સાથે વાત કરવાથી મારુ કોઈ મોટું નુકસાન થવાનું નથી. બાય ધ વે તમારે શું માહિતી જોઈએ છે એ તો જણાવો.” શિલ્પાએ શાંતિથી આત્મીયતા સાથે વાત કરતાં કહ્યું.

     “કઇ નહીં એ પાપા તો કહ્યા કરે. આવડી મોટી કોલેજ હોય તેમાં શંકા શું હોય? વાતમાં વાત સ્નેહા આંટીને પાપાના સ્વભાવ વિષે કહ્યું તો તેમણે સાચે જ તમને મારા નંબર આપી દીધા અગેઇન સોરી.” આદિત્યને હવે ક્ષોભ થતો હતો તે તેની વાતમાં જણાતો હતો.

           “અરે યાર ચીલ, હોય એ લોકોના મગજ આપણાથી અલગ. વધારે ટેન્શન ન લેવાનું હોય સાચે જ કોલેજ વિષે જાણવું હોય તો બોલ. ખૂબ જ મસ્ત કોલેજ છે અને એજ્યુકેશન લેવલ પણ ખૂબ જ સારું છે. મિત્રો સાથે ખૂબ જ મજા પડે છે. બાય ધ વે મારે કોમર્સ છે. તમારે કયું ફિલ્ડ છે?” શિલ્પાએ હવે પોતાના સ્વભાવ વશ મિત્રતાપૂર્વક થોડા તું કાર સાથે વાત શરૂ કરી. 

           “સેમ પિચ” આદિત્યએ જવાબ આપ્યો.

           “તો પછી જોડાય જ જાઓ કોલેજમાં. આ ફિલ્ડમાં ખૂબ સારું છે.” શિલ્પાએ કહ્યું.

           “ઑ. કે એન્ડ થેંક્યું સો મચ. કેન વી બીકેમ ફ્રેન્ડ્સ?” આદિત્યએ મિત્રતાનો પસ્તાવ મૂકી દીધો.

           “યસ” શિલ્પા હજુ તે શબ્દોનો અહેસાસ થઈ રહ્યો હતો. તેને આદિત્યની યાદ આવી રહી હતી પરંતુ તે કયા હતો? બહુ જ દૂર ખૂબ જ દૂર.


વધુ આવતા અંકે ....


ભાગ 15 વાંચવા માટે અહીં ક્લિક 👉Part 15


Comments

Popular posts from this blog

કિસ્મત

વજન કેવી રીતે ઘટાડવું ?

ગુનેગાર કોણ ? -2

બંધ રૂમ

ગુનેગાર કોણ?