ગુનેગાર કોણ - 16

 ગુનેગાર કોણ - 16 


તેને કયાંય ચેન પડતું ન હતું. કેમ પરંતુ કાવ્યામાં પોતાની દીકરીનો ચહેરો દેખાતો હતો. આ દુનિયા છેલ્લે પોતાને જ ભરખી જાય છે એ કહેવત તેને સાચી પડતી જોઈ હતી. જોમ સિંહે હમેશા પોતાના પરિવારને આ દુનિયાથી દૂર જ રાખ્યો હતો. લૂટફાટ, ખંડણી, અને ક્યારેક ખૂન જેવા ગુના કરીને અઢળક પૈસા મળતા હતા. એકાદ બે વખત જેલમાં જવું પડ્યું હતું ત્યાં તો તેની દીકરી સોનમ ક્યારે યુવાન થઈ ગઈ ખબર જ ન પડી.

            સગાઈનો દિવસ નજીક જ હતો. છોકરો પણ સોનમ સાથે કોલેજમાં હતો બંને એકબીજાને પસંદ કરતાં હતા અને સાથે જોબ પણ મળી હતી. સોનમ ખૂબ જ ખુશ હતી અને જોમ સિહને પણ સગાઈ માટે તેના બોસે જેલમાંથી છુટકારો અપાવ્યો હતો. ઘરમાં ખુશીનો માહોલ હતો. સગાઈના આગલા દિવસે પાર્લરમાં ગયેલી સોનમ પરત જ ન આવી. દસ દિવસ બાદ તેની લાશ રેડ ગલીમાંથી મળી. ન જાણે કોણ દુશ્મને તેની ફૂલ જેવી દીકરી સાથે વેર લીધું. તે શોધવા માટે જ જીવતી લાશની જેમ આ કામ સાથે જોડાય રહેલો હતો પરંતુ હજુ એક દીકરી..



            “હું ક્યારેય આવું નહીં થવા દઉં” મનોમન નક્કી કરી તે બહાર  નીકળ્યો. તેને અંદાજો ન હતો કે આગળ શું થવાનું છે?

            કાવ્યાના રૂમમાં કોઈ ન હતું. તે કોઈ અવાજ ન થાય એવી રીતે કાવ્યાના બેડ પાસે ગયો. તે ગાઢ ઊંઘમાં હતી તેના માસૂમ ચહેરા પર એક નજર નાખી. જોમ સિંહને ખબર હતી કે તે ખૂબ મોટો ખતરો હાથ પર લઈ રહ્યો છે પરંતુ તેને ડર નહોતું લાગતો હૈયામાં આગ લગાવી લીધી હતી. તેને ખબર હતી કે કાવ્યાને ડ્રગ્સનો નશો આપવામાં આવ્યો હતો આથી તે ઝડપથી ભાનમાં આવે તેમ ન હતી. તેને પોતાના બે હાથેથી કાવ્યાને ઉઠાવીને ગાડીમાં પાછળની સીટ પર સુવડાવી દીધી. અને ફટાફટ ગાડી રેલ્વે સ્ટેશન બાજુ ભગાડી મૂકી થોડી જ વાર થઈ ત્યાં જ પાછળ તેના માણસો પીછો કરતાં દેખાયા ગાડીની સ્પીડ તેને વધારી દીધી ત્યાં જ કાવ્યાને હોશ આવ્યો. પાછળના પીછો કરતાં માણસોને ચકમો દેવા માટે આડી ઊભી ગલીઓમાં ગાડી હકારવાની ચાલુ કરી દીધી.

            કાવ્યાને હજુ કઇ બોલવા સમજવાનું ભાન ન હતું. છતા પણ જોમ સિહે કહ્યું, “દીકરા ખતરો લાગશે તો હું તને ગાડીમાંથી નીચે ઉતારી દઇશ તું કોઈ ગલીઓમાં ભાગી છૂટજે. કોઈ જીવનો સંચાર થયો હોય એમ આંખો ઉમ્મીદ થી ખોલી જોમ સિહ સામે જોવા લાગી. સદનસીબે રેલ્વે સ્ટેશન આવી ગયુ. સવારના ચાર વાગ્યા જેવો સમય થયો હતો. એક ટ્રેનની વ્હીસલ પણ સંભળાઇ હતી. પીછો કરનાર રસ્તો ભૂલી દૂર જતાં રહ્યા હોય એવું જોમ સિહને લાગ્યું. ગાડી ઊભી રાખીને તેને કાવ્યાને નીચે ઉતારવા કહ્યું. આજે કાવ્યાના ચહેરા પર અજબની રોનક હતી. જોમ સિહે પોતાની બોટલમાંથી કાવ્યાને પાણી પીવા આપ્યું. તેને થોડું પીધું તે હવે સાવ ભાનમાં આવવા લાગી હતી કારણ કે રાત્રે જોમ સિંહે તેને ડ્રગ્સનો ઓછો ડોઝ આપ્યો હતો. તેનો પ્લાન  સફળ થતો હોય તેવું તેને લાગતું હતું પરંતુ આ તેની મોટામાં મોટી ભૂલ હતી. તે સમય બગાડી રહ્યો હતો.

            “કાવ્યા બેટા, તું હવે આઝાદ છે. આ ટ્રેનમાં જતી રહેજે. આગળ કોઈને કોઈ મદદ જરૂરથી મળી રહેશે.” જોમ સિંહે કહ્યું.

            “તમે મને ..” કાવ્યાને બોલવામાં હજુ તકલીફ પડી રહી હતી.

            “બેટા તું વધારે શ્રમ ન લે. તું આ ગાડીમાં નીકળી જા. હું પાછળ બીજા વાહનમાં આવી જઈશ. કોઈ સારી હોસ્પિટલમાં તારો ઈલાજ થશે બાદ તું નોર્મલ થઈ જઈશ. પછી આ દુનિયાથી દૂર ક્યાંય તારા લગ્ન ગોઠવી દઇશ. મારી દીકરી માટે અધૂરા રહેલા સ્વપ્ન તારી જિંદગી સવારી પૂરા કરી લઇશ.” હજુ તે વાત પૂરી ન કરે ત્યાં પાછળ કોઈ કોલાહલ સંભળાયો પરિસ્થિતિ પારખી જોમ સિહને કાવ્યાને બૂમ પાડી કહ્યું,

            “તું જલ્દીથી ભાગ અહીથી” બોલી તેને કાવ્યાને ધક્કો માર્યો. ધક્કો લાગતા કાવ્યા થોડી આગળ તરફ ઝૂકી ગઈ અને પાછું બેલેન્સ જાળવીને આગળ દોડવા લાગી. તેની પાછળ જોમ સિહ પણ ભાગ્યો પાછળ ઘણા લોકો પકડો પકડો એવી બૂમો લગાવતા દોડી રહ્યા હતા.

            પ્રથમેશએ હજુ હાથમાં પાણીનો ગ્લાસ લીધો ત્યાં જ અચાનક કાવ્યા તેના પગે પડી ગઈ પ્રથમેશના હાથમાંથી ગ્લાસ છટકી ગાતો સૂનકાર શાંતિમય જોરથી ગલાસના અથડાવાનો અવાજ આવ્યો. પાછળથી જોમ સિહે કાવ્યાના નામની બૂમ પાડી. ગાડીની વ્હીસલ પણ સંભળાઈ પ્રથમેશે પોતાનું પર્સ આપી કાવ્યાને ગાડીમાં ચડાવી દીધી. ગાડી જતી રહી. જોમ સિહને તે લોકોએ છરીના ઘાથી પતાવી દીધો. પ્રથમેશનો ચહેરો તેને જોયો ન હતો પરંતુ કાવ્યાને સારી રીતે યાદ હતો.

            ***********

            કાવ્યાને તે બધુ હજુ સારી રીતે યાદ હતું. ગાડીમાં જ તે બેભાન બની ગઈ હતી. કિસ્મત તેના જોર જ કરી રહ્યા હતા. આથી ગાડીમાં જ ડો. ખુરાંના સફર કરી રહ્યા હતા જેનું ઘટકોપરમાં પોતાનું ક્લિનિક હતું. પ્રાયમરી દવા આપી ને તે કાવ્યાને પોતાના ક્લિનિકમાં લઈ ગયા. આઠ દસ દિવસના ઈલાજ બાદ કાવ્યા સાવ નોર્મલ બની ગઈ હતી. ડો. ખુરાંના નો સ્વભાવ કોઇની પર્સનલ મેટરમાં દાખલ ન કરવો અને પોતાના કામ થી મતલબ રાખવાનો હતો. આથી તેને વધારે સવાલ જવાબ ન કર્યા. બાદમાં શું થયું?

            ****************

      “બાડ માં શું થશે એરપોર્ટ પર તો આવી ગયા લ્યા?” એલા ઝવેરીએ કહ્યું.

            “ટુ અહી બેહી રે હું બધુ કરી લાવું” વેલપ ઝવેરી એ કહ્યું.

            “મને સાચું કે ને નવરા એનાને મલવા જવાનું છે ની” એલા ઝવેરીએ પૂછ્યું.

            “એના મારી ડીકરી ના કઇ ફોન નથી. તું ચિતા ન કર આપણે ફોન કરી લેશું. તું હમના બેસ અહી.”

            વેલપ ઝવેરી એરપોર્ટ પર બધી પ્રોસેસ કરવા માટે જતાં રહ્યા. ખબર નહીં પરંતુ એલા ઝવેરીને પોતાની દીકરી એનાની ખૂબ જ યાદ આવી રહી હતી. તેને પોતાનો ફોન લીધો એનાને ફોન કરવા માટે પરંતુ લંડન માટે તેને નવા નંબર લીધા હતા. તે આ ફોનમાં સેવ કર્યા ન હતા.

            “એના મારી ડીકરી કયા છે ટુ?” એલા ઝવેરી વિચારતા રહી ગયા.

રહસ્ય અને રોમાંચ ભરેલા આગળના પ્રકરણ વાંચવા માટે તમારે રાહ જોવી જ રહી       

               

Comments

Popular posts from this blog

ગુનેગાર કોણ ? - 12

ગુનેગાર કોણ? - 4

બસ તું જ - 4

લાપતા - 2

હોસ્ટેલનો રૂમ-2