હોસ્ટેલનો રૂમ-2
હોસ્ટેલનો
રૂમ
ભાગ :
2
આપણે
આગલા પ્રકરણમાં જોયુ કે કોલેજમાં અભ્યાસ કરવા માટે હોસ્ટેલમાં જ્ગ્યા ન મળતા
વિદ્યા અને રાગિણી ભુતિયા રૂમમાં રહેવા લાગે છે. પરંતુ પહેલી રાત્રે જ પડછાયો જોઇ
બંન્ને ડરી જાય. વિદ્યાને શંકા જતા તે તપાસ કરવા જાય છે. પરંતુ બીજે દિવસે તેની
લાશ મળે છે. રાગિણી હવે તેના મોતનો બદલો લેવા માટે તપાસ કરવા નીકળી પડે છે. હવે
શું થશે આગળ જાણવા માટે વાંચો હવે,
રાગિણીએ
મીણબત્તી ટેબલ પર રાખી દીધી. હનુમાન ચાલીસાનુ સ્મરણ કરતા કરતા તેને પગ આગળ
માંડ્યા. મીણબત્તીના અજવાળે તે રૂમમાં તપાસ કરવા લાગી. રૂમમાં બધી ચીજવસ્તુ હજુ
તેમ જ પડી હતી. જે પહેલા હતી. તેને ધીરે ધીરે આખા રૂમમાં તપાસ કરી પરંતુ કંઇ જ
નજરે પડતુ ન હતુ. તેને ડરતા ડરતા બાથરૂમમાં પણ ચક્કર મારી લીધી. બાથરૂમમાંથી બહાર
આવતા જ તેને આંખે અંધારા આવવા લાગ્યા અને તે નીચે પડી ગઇ.
****************************
સુરજના
કિરણો તેના માથે આવતા તેની ઉંઘ ઉડી. ન જાણે કેમ રાત્રે તપાસ કરતા કરતા કેમ ઉંઘ આવી
ગઇ? તેને યાદ આવ્યુ કે જલ્પાબહેનના આગ્રહથી તેને દવા વાળી ખીચડીના બે ચાર કોળિયા
ખાધા હતા. આથી દવાની અસરના કારણે તેને અચાનક ઉંઘ આવી ગઇ. જલ્પાબહેન ઉઠે તે પહેલા
જલ્દી જલ્દી જવુ જરૂરી હતુ નહિ તો તેને શંકા જશે. તે ફટાફટ ઉઠીને નીકળી ગઇ. પરંતુ
તુટેલી બેટરી તો ત્યાં જ રહી ગઇ. દવાના ડોઝ તળે જલ્પાબહેન હજુ ઉંઘતા જ હતા. તે
જ્લ્દીથી નાઇટ ડ્રેસ પહેરીને નીચે પથારી કરીને સુઇ ગઇ. સુવાનો ડોળ કર્યો. થોડી જ
વારમાં જ્લ્પા બહેન ઉઠી ગયા. ઘડિયાળમાં જોયુ તો નવ વાગી ગયા હતા,
“રાગિણી,
ઉઠ મોડુ થઇ ગયુ છે.”
રાગિણીએ
આળસ મરડીને ઉઠવાનુ નાટક કર્યુ તે તો જાગતી જ હતી કયારની.
“મેમ,
નવ વાગી ગયા?”
“હા,
જલ્દી ફ્રેશ થઇ નાસ્તો કરી લેજે અને આજે બેગ ભરી રાખજે કાલે સવારે વહેલા નીકળી
જવાનુ છે. તારી જીદના કારણે હું અહી ફસાઇ ગઇ અને વાંચવાનુ પુરૂ કરી લેજે અને
પ્રોબ્લેમ હોય તે કહેજે તારે ઘરે કોઇ હેલ્પ કરે તેમ નથી.” બડબડ કરતા કરતા
જલ્પાબહેન ઉઠીને બ્રશ કરવા લાગ્યા. રાગિણીએ તો ખાલી સાંભળવાનુ જ હતુ. તે ફ્રેશ થઇ
ગઇ અને બેગ ભરી વાંચવા લાગી. વાંચવામાં તેને મન લાગતુ ન હતુ. તે તો વિચારમગ્ન જ
હતી કે આજે રાતે કોઇ ક્લુ મળી જાય તો સારુ નહિ તો રજાઓમાં ટેન્શન દુર થશે નહિ. આખો
દિવસ તેને ચેન જ પડ્યુ નહિ. રાત પડી એટલે માંડ માંડ છુપીને મેડમના ખોરાકમાં દવા
ભેળવી દીધી. પોતાની તબિયત ખરાબ છે એમ કહી આજે તો રાતે કાંઇ ખાધુ જ નહિ જેથી રાતે
જાગવુ સહેલુ પડે. જમ્યા બાદ થોડા જ સમયમાં જલ્પાબહેનને ઘેન ચડવા લાગ્યુ અને તે
ફટાફટ સુઇ જ ગયા.
આગલી
રાતની જેમ તે બારીમાંથી અંદર ગઇ અને મીણબત્તીનુ અજવાળુ કર્યુ. તેને જોયુ કે ગઇકાલ
રાતે બેટરી ટુટીને નીચે પડી ગઇ તે અત્યારે ન હતી. તે શોક પામી ગઇ. કોઇ તો જરુર હતુ
આ રૂમમાં હોસ્ટેલમાં તો તેના અને જલ્પાબહેન સિવાય કોઇ ન હતુ. કોણ હોય શકે આ
રૂમમાં? તેને આજે પોતાના ડર કાબુ મેળવી લીધો અને રૂમમાં ચારે તરફ તપાસ કરવા લાગી.
કોઇ હોય કે કોઇ અગાઉ આ રૂમમાં આવ્યુ હોય તેવા કોઇ નિશાન મળ્યા નહિ. તેને ઝીણવટપુર્વક
બધે તપાસ કરી લીધી. કાંઇ મળ્યુ નહિ. તે મીણબત્તી ટેબલ પર રાખીને તે બાજુમાં ખુરશી
પર બેસીને વિચારવા લાગી. કોણ હોય શકે? ભૂત જેવા કોઇ તત્વ છે ખરા? તે દિવસે બંન્ને
રૂમમાં રોકાઇ હતી ત્યારે તો કોઇ ઓછાયો દેખાયો હતો. બે રાતથી તે આ રૂમમાં આવી હતી
હજુ કોઇ દેખાયુ જ ન હતુ. તો તે દિવસે કોણ હતુ?
વિચારમાં
અને વિચારમાં રાગિણીને ઝોલુ આવવા લાગ્યુ. આમ બેસી રહેશે તો તેને ઉંઘ આવી જશે આવુ
વિચારી તે ઉભી થવા ગઇ ત્યાં પગમાં કાંઇક ખુચ્યું. તેને નીચે નમીને જોયુ તો ખુરશીના
પાયામાં કાંઇક ફસાઇ ગયુ હતુ તેને ખેંચીને કાઢ્યુ તો કોઇકના આઇ. કાર્ડનો ટુકડો હતો.
કોઇ કંપનીના કર્મચારીનુ આઇ. કાર્ડ જેવુ લાગતુ હતુ. તેમાં અડધો ફોટો અને અડધુ નામ જ
હતુ. નામનો અડધો શબ્દ “સમ” જ વંચાતો હતો. તેને ધારી ધારીને કેટલીવાર જોયુ પરંતુ
બીજુ કાંઇ ખબર પડતી ન હતી.
રાગિણીએ
સવારના અજવાળા સુધી આખા રૂમમાં પુરી તપાસ કરી પરંતુ બીજુ કાંઇ મળ્યુ જ નહિ. વહેલી
સવારની બસ હતી. આથી જ્લ્પા બહેન ઉઠે તે પહેલા તેની પાસે જઇ બધી વાત કરીને પોલીસને
બધી વાત કરવી આમ વિચારીને તે આઇ. કાર્ડનો ટુકડો લઇને જલ્પા બહેન પાસે ગઇ. તેને
જલ્પા બહેનને ઉઠાડ્યા. ઉઠાડીને સીધી રાગિણીએ બધી વાત કરી એટલે જલ્પા બહેન ભડકી
ગયા,
“તે
મને ઉંઘની દવા આપી. નફ્ફ્ટ છોકરી તારી જાતને શું સમજે છે? અને આ શુ માડ્યુ છે? આવા
કચરા બતાવીને મને કહે છે કે પોલીસ કેસ કરવો છે. તમારા બંન્નેના કારણે આ હોસ્ટેલ પર
આ બધી મુશ્કેલી આવી છે ન જાને આગળ શુ થશે? એક તો ગઇ. તુ પણ ભાગ અહીંથી નહિ તો તને
સીધી કરી દઇશ.” ચીસો પાડતા પાડતા આઇ. કાર્ડનો ટુકડો દુર ફેંકી દીધો.
“હવે
અહીંથી જા પછી પાછી ન આવતી.” જલ્પા બહેન બડ બડ કરતા રહ્યા. બસ આવી ત્યાં સુધી આ
બધુ ચાલુ રહ્યુ. રાગિણીએ છાનામુનો આઇ. કાર્ડનો ટુકડો લઇ લીધો. તે પોતાના ગામની
બસમાં બેસી ગઇ. તેને વિચાર્યુ હતુ તેનાથી સાવ ઉલટુ જ બન્યુ. જલ્પાબહેને સહયોગ
આપવાના બદલે ઉલટાનો તેના પર ગુસ્સો કર્યો. હવે આગળ શુ કરી શકાય તે વિચારતા તે
રસ્તા પર જ ઉતરી ગઇ અને જે પોલીસ પાસે વિદ્યાના ખુનનો કેસ હતો તેની પાસે સૌ પહેલા
ગઇ. તેને બધી વાત જણાવીને આઇ. કાર્ડનો ટુકડો આપ્યો.
“બેટા,
તું નાહક હેરાન થાય છે. ખાલી આવા ટુકડાથી
કેસ રિ ઓપન ન થઇ શકે. કોઇ જોરદાર સબુત હોય તો જ કાંઇ થઇ શકે.”
“સર,
પણ”
“બેટા,
આ ઉંમરે આ બધુ ન વિચાર અને તારા અભ્યાસ પર ધ્યાન આપ. જો કોઇ એવુ લાગશે તો અમે
જરૂરથી તપાસ આગળ વધારીશુ.”
રાગિણી
નિરાશ થઇને બહાર નીકળી ગઇ. બહાર એક પીપળાના ઝાડના છાંયે બેઠા બેઠા વિચારવા લાગી.
આખરે વિદ્યાના ખુનીને શોધવા માટે કરવુ શુ?
“રાગિણી”
કોઇ અચાનક બોલ્યુ અને રાગિણી ચમકી ગઇ. કોઇ યુવા પોલીસ ઓફિસર હતો. રાગિણીને ઓળખાણ ન
પડી.
“તમે
કોણ?”
“મને
ન ઓળખ્યો? હું કિશન. આપણે ધોરણ ચારથી સાથે ભણતા હતા.”
“ઓહ્હ્હ,
કિશન તું.”
“હા,
મને પોલીસ કોન્સટેબલની જોબ મળી છે. અત્યારે પ્રોહેબેશન પિરીયડમાં અહીં આ ઓફિસમાં
છુ. તને અહીં જોઇ એટલે મળવા આવ્યો. તું અહીં કાંઇ મુશ્કેલી છે?”
“હા,
મુશ્કેલી તો બહુ મોટી છે.” એમ કહી રાગિણીએ બધી વાત વિગતવાર કહી.
“ઓહ્
માય ગોડ વિદ્યાનુ ખુન? ડોન્ટ બિલીવ ઇન યોર વર્ડસ. હું ઓફિશીયલી તો તારી કોઇ મદદ
કરી શકુ એમ નથી. બટ અનઓફિશયલી તારી હેલ્પ જરૂર કરીશ. તુ અત્યારે ઘરે જા સાંજે શિવ
મંદિરે મળીશુ ત્યારે આપણે ચર્ચા કરીશુ અને આપણે બંન્ને સાથે મળીને આ કેસ જરૂરથી
સોલ્વ કરીશુ.”
“થેન્ક્યુ
સો મચ કિશન.”
“થેન્ક્યુ
શેનુ યાર વિદ્યાનું કમોતની વાત સાંભળીને મને કંપારી ઉઠી ગઇ છે યાર. મારો પ્રોફેશન
છે કે હું તારી હેલ્પ કરી શકુ તો હું તારી હેલ્પ જરૂર કરીશ.”
“તુ
ખરેખર ગ્રેટ છે. હું સાંજે મળીશ.”
******************************************
“રાગિણી,
આ કાંઇ મોટુ સબુત નથી કે ખુનીને પકડી શકાય અને આના પરથી સાબિત પણ થતુ નથી કે આ
ખુનનો કેસ છે. પરંતુ આપણે પ્રયાસ જરૂરથી કરીશુ.”
“હા,
તારી વાત સાચી છે મને લાગે છે કે આ આઇ. કાર્ડ વાળા વ્યક્તિને મળીએ તો ચોક્કસ કોઇ
ક્લુ મળી શકશે.”
**********************************
બે
ત્રણ દિવસ બાદ અચાનક જ કિશનનો કોલ આવ્યો. રાગિણી માટે હવે ઘરે રહેવુ ખુબ જ કપરુ
હતુ. તેની પારકી માતા તેને ખુબ જ દુ:ખ આપતી હતી. એક નાનો ફોન માંડ પોતે રાખ્યો
હતો. કિશનનો કોલ આવતા રાગિણી માંડ કામ પતાવી સાંજે નીકળી શકી.
“રાગિણી,
મેં મારી રીતે તપાસ કરી છે. આઇ. કાર્ડના આકાર અને કલર પરથી ખબર પડી કે તે કંપનીનુ છે ત્યાં જઇને તપાસ કરી તો આ કાર્ડ
કોઇ સમર સેહગલનુ છે. હું ગઇ રાત્રે સમર સેહગલને મળવા ગયો હતો પરંતુ મુલાકાત થઇ
નહિ. આજે તેને મળવા જવાનુ છે. આટલી માહિતી મળી એટલે હું તને કહેવા આવ્યો છુ.”
“વાહ,
થેન્ક્યુ સો મચ. હું આવુ તારી સાથે?”
“ના
એની કોઇ જરૂરિયાત નથી. હુ મારી રીતે તપાસ કરી લઇશ.”
***************************************
“હા,
જલ્દી હોસ્ટેલ પર આવી જા. વિદ્યાનો કેસ સોલ્વ થઇ ગયો છે.” કિશનનો ફોન આવ્યો એટલે
રાગિણી દોડીને હોસ્ટેલ પર પહોંચી ગઇ. હોસ્ટેલ પર જલ્પાબહેન, ટ્ર્સ્ટી અને
હોસ્ટેલના માલિક નવનીતભાઇ હાજર હતા.
“આ
છે તમારો ગુનેગાર. સમર સેહગલ. થોડી ધોલધપાટમાં સત્ય બહાર આવી ગયુ. બોલ બધાને કહે
કે માસુમ વિદ્યાનુ ખુન શા માટે કર્યુ?” સમરને કોલરથી પકડીને બધાને આગળ કરતા કિશને
કહ્યુ.
“મને
માફ કરી દ્યો. મેં ખુન્નસમાં ખોટો રસ્તો અપનાવ્યો. ખરેખર વાત એમ છે કે મારે આ જમીન
લેવી હતી પરંતુ નવનીતભાઇએ વધારે પૈસા આપીને આ જમીન ખરીદી લીધી એટલે મને ખુબ જ
ગુસ્સો આવ્યો અને વટને ખાતર હવે મારે ગમે તે ભોગે તે જમીન લેવી જ હતી એટલે મેં
ભુતની અફવા ફેલાવી પરંતુ આટલા લોકો વચ્ચે મેં એક રૂમને ટારગેટ બનાવ્યો. પરંતુ ઘણા
સમય સુધી હોસ્ટેલ ખાલી ન થઇ. હું આગળનુ વિચારતો હતો ત્યાં વિદ્યાને મારા વિષે ખબર
પડી ગઇ એટલે ડરીને મેં તેનુ ખુન કરી દીધુ. તેના હાથમાં મારુ આઇ. કાર્ડ આવી ગયુ હતુ
મેં તેના કટકા કરીને સળગાવવાનો પણ પ્રયાસ કર્યો હતો પરંતુ તો પણ એક કટકો રાગિણીના
હાથમાં આવી ગયો અને હું આખરે પકડાય જ ગયો.”
“ખોટા કામ કરનાર એક દિવસ સપડાઇ જ જાય છે. ચાલ હવે તને બ્રહ્ર જ્ઞાન અપાવુ.” એમ કહીને કિશન સમરને જેલમાં લઇ ગયો અને સાથે હોસ્ટેલના ભુતનો ડર કાયમ માટે દુર થઇ ગયો.
લેખકનું નામ : ભાવિષા ગોકાણી
Comments
Post a Comment