એક અજનબી - 3

  એક અજનબી 

ભાગ : 3 

 

        ક્ષમા હાંફળી ફાફળી થઇ દોડી શ્યામ પણ તેમની સાથે ગયો ત્યાં સામે જ ડોક્ટર મહેરા દેખાયા એટલે શ્યામે  કહ્યુ, 

         “ડોક્ટર પ્લીઝ કમ ફાસ્ટ બેડ નંબર ફાઇવ’સ પેશન્ટ ઇઝ ઇન ડેંજર”

         ડોક્ટર મહેરા દોડીને ક્ષમા અને શ્યામ સાથે ગયા. ડોક્ટરે બધાને બહાર રહેવા કહ્યુ દીપકભાઇના ધબકારા નોર્મલથી ખાસ્સા વધી ગયા હતા. ડોકટરે તેને એક ઇન્જેકશન લગાવી દીધુ અને થોડીવાર પમ્પીંગ કર્યુ એટલે તેમના ધબકારા કાબુમાં આવી ગયા. પછી બહાર આવીને ડોકટર મહેરાએ કહ્યુ, “હી ઇઝ નાઉ આઉટ ઓફ ડેન્જર. ડોંટ વરી ધીસ ઇઝ જ નોર્મલ કન્ડિશન ઓફ હાર્ટ પેશન્ટ.”

         “થેન્ક્યુ ડોક્ટર મહેરા” અનસુયા બહેને ડોકટરનો આભાર માનતા કહ્યુ.  ક્ષમા અને અનસુયાબહેનના મોઢા થોડા ઝંખવાઇ ગયા. બહાર બેઠો શ્યામ પણ દીપકભાઇની હાલત જોઇ મુંઝાઇ ગયો હતો. કોઇ કાંઇ પણ બોલવાની કન્ડિશનમાં ન હતુ. સાંજે દીપકભાઇને હોશ આવ્યો ત્યારે તે હસતા બોલતા થઇ ગયા હતા અને બીજે દિવસથી તો દિપકભાઇની હાલતમાં ખુબ વધુ સુધારામાં આવી ગઇ.

         દીપકભાઇ હોસ્પિટલમાં રહ્યા ત્યાં સુધી શ્યામ સતત તેમની સાથે રહેતો. દવા લઇ આવવાની હોય કે ઘરેથી ટિફિન લાવવાનુ હોઇ બધા કામ શ્યામ હોશેં હોશે કરી આપતો અને રાત્રિ રોકાણ માટે પણ તે સતત સાથે જ રહેતો. હોસ્પિટલના નિયમ પ્રમાણે આઇ.સી.યુ. વોર્ડમાં પેશન્ટ સાથે એક જ વ્યક્તિને રહેવા દેતા હતા તો શ્યામ બહાર રહીને પણ ક્ષમા અને તેના પરિવારની સાથે જ રહેતો હતો.

           અનસુયાબેન અને ક્ષમા પણ શ્યામ પર ખુબ ખુશ હતા. અઠવાડિયામાં શ્યામ અને ક્ષમા ની સારી દોસ્તી જામી ગઇ હતી. ક્ષમા  અને અનસુયાબહેન તેના કાર્યથી ખુબ જ ખુશ હતા. અનસુયાબહેનને આજે દીકરાની વર્તાતી હતી તે ખોટ શ્યામે  પુરી કરી. દીપકભાઇ પણ શ્યામથી ખુબ જ ખુશ હતા.પરિવારના તમામ સભ્યો તેનો આભાર માનતા થાકતા ન હતા.

           એક વીક બાદ દિપકભાઇને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો ત્યાં સુધી શ્યામ તેમની સેવામાં ખડે પગે રહ્યો. જ્યારે દિપકભાઇ અને તેનુ ફેમિલી ઘરે જતા હતા ત્યારે પણ શ્યામ તેમના ઘર સુધી તેમને ડ્રોપ કરવા માટે ગયો.

           “ચલો કાકા હવે હું નીકળું? ટેઇક કેર ઓફ યોરસેલ્ફ. કોઇ પણ પ્રકારનું ટેન્શન લેજો નહી અને મસ્ત બીન્દાસ લાઇફને એન્જોય કરવાની, સાચુ ને?” શ્યામે કહ્યુ.

           “હા દિકરા તારી વાત ખુબ જ સાચી છે. બસ જીવનમાં હવે કોઇ ચિંતા કરવા જેવું બાકી છે જ નહી, એક કામ બાકી છે કે બસ મારી દીકરીના લગ્ન થઇ જાય એટલે હું શાંતિથી આ દુનિયા છોડી જાઉં તો પણ મને વાંધો નથી.”

           “અરે કાકા એમ શું કામ કહો છો? ક્ષમાને બહુ સારુ અને યોગ્ય પાત્ર મળી રહેશે તેની તમે બિલકુલ ચિંતા ન કરો કેમ કે ક્ષમાનો સ્વભાવ કોઇને પણ ગમી જાય તેમ છે, તો તમે શું કામ અકારણ ટેન્શન લો છો?”

           શ્યામ આ વાત કરતો હતો ત્યાં ક્ષમા દિપકભાઇ અને શ્યામ માટે ચા બનાવી લઇ આવી. આ બધી વાત સાંભળી તે શરમાઇ અને અંદર જવા લાગી. અંદર જતા તે પાછુ વળી શ્યામ સામે જોવાનુ ચુકી નહી, આ બાજુ શ્યામની નજર પણ ક્ષમા  સાથે મળતા બન્નેએ સ્મિતની આપ-લે કરી.

           “ચલો અંકલ આન્ટી હવે હું રજા લઉ. કોઇ કામકાજ કે હેલ્પની જરૂર પડ્યે આ બંદાને યાદ ચોક્કસ કરજો.”

           “શ્યોર બેટા, એન્ડ અગેઇન થેન્ક્સ અ લોટ ફોર યોર હેલ્પ.” અનસુયાબહેને હાથ જોડી આભાર માનતા કહ્યુ.

           “અરે આન્ટી વડિલોના હાથ તો અમારા માથે શોભે આમ હાથ જોડીને ન શોભે. મને આશિર્વાદ આપો કે મારા મનની તમામ મનોકામના હું વિના વિધ્ને પાર પાડી શકું.”

           “ચોક્કસ બેટા, અમારા આશિષ હંમેશા તારી સાથે જ છે.” દિપકભાઇએ કહ્યુ.

           “ઓ.કે. બાય એવરીબડી.” કહેતો શ્યામ નીકળી ગયો. ક્ષમા  તેને જતો તાકતી રહી. એક અલગ જ વ્યક્તિત્વ ધરાવતો હતો શ્યામ. ગજબની સ્ફુર્તિ, તરવરાટ અને એક અલગ જ ખેચાવ તેનામાં હતો કે સામે વાળી વ્યકિત તેના પર મોહી જ જાય, એવું જ તે ક્ષમા  સાથે થયુ. ક્ષમાને પણ શ્યામનું મનમોહક વ્યક્તિત્વ દિલમાં વસી ગયુ.

           થોડા થોડા દિવસે શ્યામ દિપકભાઇની તબિયત અને હાલ ચાલ પુછી જતો. ધીમે ધીમે તે રહેજા પરિવારના ઘરનો જાણે સભ્ય જ બની ગયો હતો.

           રહેજા પરિવાર મુળ મુબંઇનો હતો. દીપકભાઇના પપ્પા શેઠ દોરાંગે રહેજા મુબંઇના જાણીતા સામાજિક કાર્યકર હતા પરંતુ શેઠ પૈસે ટકે ખુવાર થઇ જતા દીપકભાઇને ગુજરાતમાં ધંધાની તક દેખાતા તેઓ વલસાડ આવીને વસ્યા. પિતાજીના પગલે તેઓએ પણ સામાજીક પ્રવૃતિમાં ઝંપલાવ્યુ હતુ અને ગુજરાતના દક્ષિણ વિભાગ તથા મુબંઇ પ્રાંતમાં તેઓની સારી નામના થઇ ચુકી હતી.

           જેવી તેમની નામના હતી તેટલા જ તેઓના દુશ્મન પણ હતા. દીપક રહેજાનુ  સોશિયલ સંગઠન “હિત” ખુબ જ મજબુત અને વગદાર હતુ. આથી કોઇ સામી છાતીએ તેને પડકારી શકતુ ન હતુ. દુશ્મનોમાંથી કોઇની હિમ્મત ન હતી કે તેને નુકશાન પહોંચાડી શકે “હિત” સંસ્થાના અલગ-અલગ વિભાગ હતા જેમા યુવા મંડળ, ગરીબી હટાવો મંડળ, નિ:શુલ્ક દવા સારવાર સેન્ટર જેવા અલગ અલગ વિભાગ હતા. તેમાં દીપક રહેજા દક્ષિણ પ્રાંતના પ્રમુખ હતા તેમનો હોટેલનો બિઝનેશ ધોમ ધકાર ચાલતો હતો સાથે તેઓની સામાજિક પ્રવૃત્તિથી ઘણા ગરીબ લાચાર લોકોને લાભ મળતો હતો.

           દીપક રહેજા ખુબ જ પ્રમાણિક અને નેક દિલ માણસ હતા. તેઓ સામાજિક પ્રવૃતિ નામે રાજકારણ કે પૈસા કમાવવા માંગતા ન હતા. તેમનો મુખ્ય હેતુ જ સમાજમાં સુધારો અને બદલાવ લાવવાનો રહેતો તે સતત તેમના માટે કાર્યરત રહેતા હતા. તેમના દુશ્મન મોટાભાગે સમાજ વિરોધી અને ગુંડા હતા તેઓને દીપક રહેજા આઁખના કણાની જેમ ખુંચતા કારણ કે દીપક રહેજાને કારણે તેઓની રાજનીતિ અને સમાજ વિરોધી પ્રવૃતિઓ થઇ શકતી ન હતી. દીપક રહેજા ખોટા ધંધા કરનારાઓને ખુલ્લા પાડતા રહેતા હતા અને તેઓને સજા અપાવતા હતા.

           જેમ તેઓ સારા કાર્યો કરતા તેમ તેમના પરિવારમાં ખુબ જ  સુખ શાંતિ રહેતી હતી. તેમની પત્ની અનસુયાબહેન ખુબ જ ભણેલા અને સમજુ હતા. મેડીકલ કોલેજમાં પ્રોફેસર હોવા સાથે તે મહિલા ઉત્કર્ષ માટે પણ કાર્યરત રહેતા અને સ્વભાવે ખુબ જ સમજુ અને પતિના કાર્ય અને બિઝનેશમાં બનતી મદદ કરતા હતા. તેમની એકની એક દીકરી ક્ષમા પણ તેના જેવી જ પરગજુ અને સમજુ હતી.

           શ્યામ ઘણીવાર દીપકભાઇની તબિયત પુછવા અને રહેજા પરિવારને મળવા ઘરે આવતો હતો. શ્યામનુ કાર્ય દીપકભાઇને ખુબ જ ગમતુ હતુ. તે જયારે મળવા આવતો ત્યારે ઘરનુ વાતાવરણ હર્યું ભર્યું બની જતુ. ક્ષમાનુ હ્રદય ધીરે ધીરે શ્યામ તરફ ખેચાવા લાગ્યુ હતુ. એક દિવસ મમ્મી અને પપ્પા રુટિન ચેક અપ માટે ગયા હતા ત્યારે ક્ષમા  ઘરમાં એકલી જ હતી ત્યારે શ્યામ અચાનક જ આવ્યો હતો હવે દીપકભાઇને ખુબ જ સારુ હતુ તે ધીરે ધીરે નોર્મલ થવા લાગ્યા હતા આથી ક્ષમા  પણ હવે ખુશ રહેતી હતી. શ્યામે આવીને ક્ષમા ને કહ્યુ,

           “હાય ક્ષમા, વ્હેર ઇઝ અંકલ એન્ડ આન્ટી?”

 

           “તેઓ તો રૂટીન ચેક અપ માટે હોસ્પિટલ ગયેલા છે. બેસ તારા માટે હું ચા-નાસ્તો લઇ આવું.”

 

           “અરે નહી, નો ફોર્મેલીટી પ્લીઝ. હું તો જસ્ટ તેમના હાલ ચાલ પુછવા જ આવેલો હતો.”

 

           “અરે તેમા ફોર્મેલીટી કેવી વળી? બેસ મારે પણ નાસ્તો કરવાનો બાકી છે તો મને કંપની આપજે તું.”

 

           “ઓ.કે. હું એક શરતે તને કંપની આપુ.”

 

           “શરત આવી વાતમા તે વળી શરત? સ્ટ્રેંજ.”

 

           “હાસ્તો વળી, બોલ મંજુર હોય તો નહી તો હું તો આ હેડ્યો.”

 

           “ઓ.કે. મંજુર છે શરત બોલો શું શરત છે?”

 

           “તારે પણ મને કંપની આપવી પડશે નાસ્તો કરવા માટે કંપની આપવાના બદલામાં.”

 

           “હમમમ..... કેવી કંપની?”

 

           “નાસ્તા બાદ આપણે ડ્રાઇવ પર જઇએ તેમા તારે મને કંપની આપવાની રહેશે. બોલ છે મંજુર?”

 

           “ઓહ્હ્હ્હ આઇ લાઇક ડ્રાઇવ સો મચ. ૧૦૦% આઇ વીલ ગીવ યુ કંપની.”

 

           “ઓ.કે. ડન. તો લઇ લે નાસ્તો. ફટાફટ નાસ્તો કરી આપણે ડ્રાઇવ પર જઇએ.”
 
વધુ આવતા અંકે .....

Comments

Popular posts from this blog

કિસ્મત

વજન કેવી રીતે ઘટાડવું ?

ગુનેગાર કોણ ? -2

બંધ રૂમ

ગુનેગાર કોણ?