ઢળતી સંધ્યાએ ભાગ : 5
વાર્તાનુ
નામ : ઢળતી સંધ્યાએ
ભાગ :
5
“તને કાંઇ ખબર પડે છે કે નહી?” ગરમાગરમ ચા નો
ઘુંટ પીવાથી ગુસ્સે થતો જીત તેની નાની બહેન વૃષ્ટી સામે મન ફાવે એ રીતે ઝઘડવા
લાગ્યો.
“જીત,
એ તારી નાની બહેન છે, આ રીતે વાત કરવાનો તને કોઇ હક્ક નથી.” માલતીએ સાંભળતાવેંત જ
જીતને રોકતા કહ્યુ.
“તમે
તો વચ્ચે ન બોલો એ જ સારૂ છે, મને ખબર છે બધી કે આ બધુ તમે જ આ ચાપલીને શીખવો છો.
પપ્પાને આવવા દો, વૃષ્ટીની ફરિયાદ ન કરુ તો કહેજો મને.” જીત ધુંવાફુંવા થતો
બોલ્યો.
“હા,
આવવા દે તારા પપ્પાને, હું પણ જોઉ છું કે તુ શું કહે છે અને તે શું નિર્ણય લે છે.”
“કેમ
બહુ પાંખો ફુટવા લાગી છે માલતી તને?” પાછળથી રાજેશભાઇએ આવતા ટોનમાં પુછ્યુ.
“ના,
એવુ તે કાંઇ નથી પણ તમારા લાડકાને કહો કે તે સભ્યતાથી ઘરમાં વર્તન કરે, નાની બહેન
સાથે કોઇ આ રીતે વાત કરતુ હશે, બીચારી ક્યારની રડે છે રૂમમાં ભરાઇને.”
“એ
બધી વાત પછી પણ આ વાત તુ જીતને પ્રેમથી પણ સમજાવી શકે છે તો શું કામ તેના પર નાહક
ગુસ્સો કરે છે?”
“નાહક
ગુસ્સો??? હું નાહક ગુસ્સો કરું છું??? નાનો હતો ત્યારથી તમારા આ લાડકોડના કારણે જ
તે બગડ્યો છે, હું કાંઇ કહુ તો તમે મને વઢતા પણ તમે જીતને કાંઇ કહ્યુ નથી અને તેનુ
પરિણામ એ છે કે આજે તે મને પણ મનફાવે એમ બોલે છે.”
“ચુપ
કર તુ નહી તો મારાથી ખરાબ કોઇ નહી થાય, એ મારો પુત્ર છે, તેને લાડ કરવા ન કરવા એ
મારા મનની વાત છે, એમા વચ્ચે બોલનાર તુ કોણ?”
“હું
કોણ???? બસ હવે તમે પણ ભૂલી ગયા કે તમારી વચ્ચે બોલનાર હું કોણ છું? તમે જીતને લાડ
કરો, પ્રેમ કરો તેની સામે મને કોઇ વાંધો નથી પણ તમને એ પણ ખ્યાલ હોવો જોઇએ કે
વૃષ્ટી પણ તમારી જ પુત્રી છે. ઘરમાં મોટો ભાઇ નાની બહેન સામે ઉધ્ધતાઇથી વર્તે
ત્યારે માતા-પિતાએ તેને રોકવા જોઇએ, નહી કે આ રીતે તેને છાવરવા જોઇએ.”
“અરે
તારી આ મઝાલ કે મારી સામે આમ તાડુકે......” બોલતા રાજેશભાઇનો હાથ માલતી સામે ઉપડી
ગયો.
“બસ
હવે આ જ બાકી રહી ગયુ હતુ, લગ્ન કરીને આવી ત્યારથી લઇ આજ સુધી તમે મને કયારેય હુંફ
આપી નથી, એક ગામડાની ગંવાર હોવાને કારણે હંમેશા તમે મને તિરસ્કારની ભાવનાથી જ જોઇ
છે અને એવુ જ વર્તન જીતનુ છે મારી સાથે.
અને આજે તેની સામે મને આ રીતે થપ્પડ મારીને તમે બહુ બહાદુરીનુ કામ કર્યુ છે.”
બોલતા માલતી ચોધાર આંસુએ રડી પડી પણ રાજેશભાઇ પર તેની કોઇ અસર ન હતી.
“હવે
આ તારુ પ્રવચન અને રડવાનુ બધુ બંધ કર અને નાસ્તો લઇ લે, મારે મોડુ થાય છે.” કહેતા
તે નીકળી ગયા અને ઘમંડી જીત પણ પોતે કાંઇ મૉટુ પરાક્ર્મ કર્યુ હોય તેમ ખુશ થતો ઉપર
ભણી નીકળી ગયો.
આમ ને આમ માલતીના દિવસો અપમાન વચ્ચે
નીકળતા રહ્યા, જીત મોટો થતા તેના લગ્ન બહુ ધનવાન પરિવારની એક ની એક દિકરી રાહી
સાથે થયા. રાહી ભલે ધનાઢ્ય પરિવારમાં ઉછરી હતી પણ તેનામાં સંસ્કાર તો જન્મજાત
રોપાયેલા હતા પણ જીતની સાથે લગ્ન બાદ પરણીને આવતા તે પણ તેના સાસુ માલતીબેન સાથે
કટુતાભર્યુ વર્તન જ કરતી. નાની નાની વાતમાં તેના સાસુને ઉતારી પાડવામાં જરા પણ ન
સંકોચાતી.
આમને
આમ માલતીબેનના દિવસો અપમાનજનક પરિસ્થિતિ વચ્ચે વિતવા લાગ્યા. મહેલસમા ઘરમાં તે
રહેવા ખાતર રહેતા બાકી વધારે તે પોતાના નાના રૂમમાં એકાંતમાં રહેવાનુ જ વધુ પસંદ
કરતા જ્યારે વૃષ્ટી પીયર આવતી બસ એટલા દિવસ તે ખુશહાલ રહેતા અને તેની સાથે બહાર
નીકળતા બાકી તો કોઇને ક્યાં ફુરસત હતી જે માલતીબેન સાથે બહાર જાય? પણ આ બધુ ક્યાં
સુધી???
“આ
રીતે આખો દિવસ આ ચાર દિવાલ વચ્ચે પડી રહે છે તે તને ખબર પણ છે ને કે તારો એક
પરિવાર પણ છે?” માલતીબેન પોતાના વિચારોમાં ખોવાયેલા જ હતા ત્યાં પાછળથી સુભાષભાઇના
કડવા વેણ માલતીબેનના કાને પડ્યા તે પોતાના આંસુઓને પલકોની વચ્ચે છુપાવતા બેઠા થયા.
“હું
તમારા બધા સાથે હોઉ કે ન હોઉ તેનો તમને ક્યાં ફર્ક પડે છે?”
“હવે
તારી એ પણ મઝાલ કે તુ મારી સાથે જીભાજોડી કરે? વેવાઇ અને વેવાણ આવ્યા છે એ ખબર પણ
છે કે?”
“મને
કોણ કહે કે કોણ આવ્યુ છે? હું તો આ મહેલની અન્ય ચીજ વસ્તુઓની જેમ નિર્જીવ જ છું એમ
જ માને છે બધા.”
“ઘરની
સભ્ય છો કાંઇ મહારાણી નથી તે તને અહી તારા આ રૂમમાં બધા આમંત્રણ આપવા આવે, હવે
એકપણ શબ્દ મોઢામાંથી કાઢ્યા વિના મોઢુ હસતુ રાખી નીચે ચાલ મારી જોડે, નહી તો
વેવાણને એમ થશે કે તેમનું આવવુ તને ખટકે છે.”
માલતીબેન
આંખો સાફ કરતા ફ્રેશ થઇ સુભાષભાઇ સાથે નીચે આવ્યા.
“જય
શ્રી કૃષ્ણ વેવાણજી.”
“જય
શ્રી કૃષ્ણ માલતીબેન, તમે તો બહુ બીઝી રહો છો. શું સામાજીક પ્રવૃતીમાં બહુ વ્યસ્ત
રહેતા લાગો છો?”
“મમ્મીજી,
તો આખો દિવસ આરામમાં જ રહે છે. તે અને તેનો બેસ્ટ ફ્રેન્ડ રૂમ બન્ને એકબીજા સાથે
સમય પસાર કરતા હોય છે. સાચુ કહુ તો, મમ્મીજી પપ્પાજી કરતા પણ વધુ સમય તેના રૂમ
સાથે પસાર કરે છે.” હજુ તો માલતીબેન કાંઇ જવાબ આપે એ પહેલા જ રાહીએ મજાકમાં કહ્યુ
અને ખડખડાટ હસવા લાગી. માલતીબેન આ સાંભળી નીચે જોઇ ગયા.
“સાંભળ્યુ,
રાહીની વાતને જરા ગંભીરતાથી લે. બધા સાથે જરા હળવા મળવાનુ ચાલુ કર તો કાંઇક ખબર
પડે કે દુનિયા શું છે?” સુભાષભાઇએ તણખો પાડતા સંભળાવી જ દીધુ.
બધાની
ટોક ટોક સાંભળી માલતીબેનને વસમુ તો લાગ્યુ પણ આંસુ પાડવા તેને યોગ્ય ન લાગતા કડવી
દવાની જેમ બધુ અંદર સમાવી ગયા અને વેવાણની બાજુમાં જઇ બેસી ગયા. સુભાષભાઇ વેવાઇ
સાથે વ્યાપાર ધંધાની વાતોમાં લાગી ગયા અને રાહી તેની મમ્મી સાથે વાતોએ ચડી ગઇ.
કોઇને ખબર જ નહી જાણે કે માલતીબેન એ બધાની વચ્ચે બેઠા પણ છે. આ બધુ જોતા માલતીબેન
ત્યાંથી ઉભા થતા તેના રૂમ તરફ પગ ઉપાડતા ચાલતા થયા.
“માલતી...........”
સુભાષભાઇના બોલવાના લહેકાથી માલતીબેન સમજી ગયા કે તેમનુ ઉઠવુ સુભાષભાઇને ગમ્યુ નથી
પણ હવે તેમનાથી સહન થાય એમ ન હતુ તેથી તેમની વાતને નકારતા તે ઉપર ચાલતા થયા.
“વેવાણજી,
ક્યારેક અમને પણ બતાવજો તમારો રૂમ” બોલતા તેમના વેવાણ અને રાહી બન્ને હસી પડ્યા.
“મમ્મીજીનું
આ પ્રકારનુ વર્તન મને જરા પસંદ આવતુ નથી. બીજી વખત જો આ રીતે તેમણે મારા ઘરના કોઇનુ
અપમાન કર્યુ તો મારાથી બરદાસ્ત નહી થાય એ કહી દઉ છું.” જીત સામે રાહી ઉકળી ઉઠી.
“તમે સાંભળો બધા મારી વાત, એક અગત્યની વાત પર
મારે તમારી સાથે ચર્ચા કરવી છે.” જમતી વખતે બધા ચુપચાપ હતા ત્યાં સુભાષભાઇએ પોતાની
વાત મુકતા કહ્યુ.
“બોલો
પપ્પા. કાંઇ ટેન્શન છે???” જીતે ચિંતા વ્યક્ત કરતા પુછ્યુ.
“અરે
નહી બેટા, ચિંતા તો કાંઇ નથી પણ એકરીતે ખુશીની વાત છે.”
“વાઉ
ધેટ્સ ગ્રેટ પાપા. જલ્દી કહો.”
“મારા
મિત્ર કમ બીઝનેશ પાર્ટનર હરેશ પટેલ સાથે કોલકાતા સાડીનુ કારખાનુ બનાવવાનો મારો
પ્લાન સફળ રહ્યો છે, તેની દેખરેખ માટે મારે કોલકાતા શિફ્ટ થવુ પડશે. બહુ મોટુ
કારખાનુ બને છે બેટા, ત્યાંથી દેશ વિદેશમાં આપણી સાડીઓ સપ્લાય થશે. બહુ મોટાપાયે
ફાયદો પણ થશે.”
“અભીનંદન
પાપા. તમે એકલા જઇ રહ્યા છો કે મમ્મીને પણ?”
“તેનુ
નામ લેવાનુ રહેવા દે આ સારા મોકા પર. હું ત્યાં એકલો જ જવા ઇચ્છું છું. આખો દિવસ
તેનો દુઃખી ચહેરો જોઇ મારા સારા સુકન પણ મને સાથ નહી દે.”
“ક્યારે
નીકળો છો પપ્પાજી?” રાહીએ પુછ્યુ.
“કાલે
જ નીકળું છું, અને હા હવે હું અહી નહી હોઉ ત્યારે અહીંના સાડીના શો-રૂમની તમામ
ભાગદોડ તમારે બન્નેએ સંભાળવાની છે. રાહીબેટા, તું પણ હવે બીઝનેશમાં સાથ આપવાનુ શરૂ
કરી દે. આમ પણ તુ ભણેલી ગણેલી છે અને સ્ત્રીઓ સાથે જ દરરોજ આપણે વ્યાપાર કરવાનો છે
તો તને બહુ વાંધો નહી આવે.”
“ચોક્કસ
પપ્પાજી, તમે અહીની બીલકુલ ચિંતા ન કરજો. તમે ફેક્ટરીનું કામ સંભાળો. અહીના શો
રૂમની જવાબદારી અમે અમારા ખભે લઇ લેશું.” રાહીએ કહ્યુ.
“વાહ
બેટા, તમે બન્નેએ મારી બધી ચિંતા દૂર કરી દીધી. હવે આરામથી કાલે જઇ શકાશે.”
“આ
ખુશીના સમાચાર બદલ હું મિઠાઇ લાવુ છું, અહી જ બેસજો હો, ઉભા થઇ ન જતા.” હસતા હસતા
રાહી કીચન તરફ દોડી.
ઉપર
પોતાના રૂમના દ્વાર પાસે ઉભા માલતીબેન આ બધુ સાંભળી રહ્યા હતા, તેને બસ એ જ વાતનુ
દુઃખ હતુ કે આટલી મોટી વાત સુભાષે પોતાને કરી જ નહી. આખી જીંદગી સુભાષના ઘરને
પોતાનુ સમજીને રહી પણ લગ્નના પ્રથમ દિવસથી લઇને આજ સુધી ક્યારેય સુભાષે પોતાને
ઉપેક્ષા સિવાય કાંઇ આપ્યુ નથી અને જ્યારે આજે જીવનની ઢળતી સંધ્યાએ જ્યારે સૌથી વધુ
જરૂર પતિ*પત્નીને એકબીજાની હોય છે ત્યારે પોતાનો જીવનસાથી તેને છોડી કોલકાતા જઇ
રહ્યો છે, અરે જઇ તો રહ્યો છે પણ વાત કહેવાનુ પણ મુનાસીબ સમજતા નથી.
નીચે
જમવા માટે પગ ઉપાડ્યા પણ આજે તો પગ પણ નિર્જીવ બની માલતીબેનનો સાથ છોડી ગયા, જાણે
એ પણ કહી રહ્યા હતા કે માલતી એ મહેફીલમાં જવાનુ રહેવા દે, જ્યાં આપણી કાંઇ કિંમત જ
ન હોય.
રૂમમાં
ભરાઇ અને નોકરની સાથે જમવાની થાળી મંગાવી પણ એક કોળીયો પણ માલતીબેનથી ભરાયો નહી.
અન્નની થાળીને વંદન કરી તે ઉભા થઇ ગયા અને હંમેશાની જેમ રૂમની બહાર પડતા રવેશમાં
જઇ આરામ ખુરશીમાં આંખ ઢાળીને બેસી ગયા.
વધુ આવતા
અંકે........................................
Comments
Post a Comment