વિષય: એક નકારાત્મક વિચાર જીંદગી બગાડી મુકે છે.

 

વિષય: એક નકારાત્મક વિચાર જીંદગી બગાડી મુકે છે.



            જીંદગી એક નદીના પ્રવાહ જેવી છે. પથ્થર, રેતી, અલગ અલગ જમીનના અનેક અનુભવો નદીને થાય છે. તેમ અનુભવોથી સતત આપણુ જીવન ઘડાતુ રહે છે. ક્યારેય આપણે વિચાર્યુ છે કે આપણી સાથે જે અનુભવો થાય છે તેનુ કારણ શુ છે?

                નદી જે દિશામાં રસ્તા પર જવાનુ પસંદ કરે છે. તે રસ્તાના તેને અનુભવ થાય છે. જીવનમાં આપણે જે માર્ગ પસંદ કરીએ તે જ આપણા સુખ કે દુ:ખનો કારણ બને છે. જીવનના જે વળાંક પર માર્ગની પસંદગીની કરેલી ભુલ જીવનને તહસ નહસ કરી મુકે છે. યોગ્ય પસંદગી શ્રેષ્ટ પરિણામ આપે છે. પરંતુ આ ભુલ થાય છે કેમ?

                આપણે ગણિતમાં શ્રેષ્ટ છીએ ત્યારે આર્ટસ શા માટે પસંદ કરીએ છીએ? કુકિંગમાં સારુ કરીએ છીએ અને ડાંસ કોમ્પિટિશનમાં શા માટે ભાગ લઇએ છીએ? આટલી સાદી સમજ તો આપણામાં જ છે. તો શુ થાય છે?

                જીવનના દરેક પડાવ પર અયોગ્ય નિર્ણય લેવા પાછળ ઘણા કારણો છે.

1. ભ્રામકતા:

                જીવનમાં કયારેક ભ્રામકતામાં એવા અંજાઇ જઇએ છીએ કે યોગ્ય રસ્તો જોઇ શકતા નથી. ભ્રમની એક મોટી દિવાલ આપણી સામે આવીને ઉભી થઇ જાય છે. તેના મોહમાં આપણે અયોગ્ય રસ્તો પસંદ કરીને જીંદગીભર પસ્તાઇએ છીએ. આજનો યુગ માર્કેટિંગનો યુગ છે. અભ્યાસ, લગ્ન, નોકરી જીવનની બધી મુળભુત જરૂરિયાતોમાં એટલુ બધુ માર્કેટિંગ વધી ગયુ છે કે આપણે તેનામાં અંજાઇ જઇને ભાન ભુલી જઇએ છીએ. અને મહત્ત્વપુર્ણ પરિસ્થિતિમાં પણ અયોગ્ય રસ્તો પસંદ કરીને થાપ ખાઇ જઇએ છીએ. માર્કેટિંગના ઓવરડોઝને કારણે આપણી સ્વતંત્ર વિચાર કરવાની ક્ષમતા જ ગુમાવી બેઠ્યા છીએ. સારુ નરસુ વિચાર્યા વિના જે સારુ બતાવવામાં આવે છે તેને જ સારુ માની લઇએ છીએ અને જયારે તેનુ પરિણામ મળે છે ત્યારે પસ્તાવા સિવાય હાથમાં કંઇ રહેતુ નથી.

2. આપણી પોતાની જાતને સમજવામાં ભુલ:

                આપણે જીવનમાં સૌથી નજીક હોય તો આપણી જાતની. જીવનમાં બીજા ગમે તેવા નજીકના સંબંધો હોય પરંતુ પ્રથમ સગાઇ તો જાતની જ. છતાંય આપણે આપણી આવડત અને ખામીને પુરેપુરી સમજી શકતા નથી કે સમજવાનો પ્રયાસ કરતા નથી. પેલી સિંહના બચ્ચાની વાર્તાની જેમ તે ઘેંટા ટોળા સાથે રહીને પોતાની જાતને ઘેંટુ સમજવા લાગે છે એમ આપણે આસપાસના લોકોને જોઇને કમજોરી મહેસુસ કરીએ છીએ. આપણામાં રહેલી અખુટ તકને ઓળખી શકતા નથી. જયાં સુધી જાતે ભાન ન થાય અથવા તો કોઇ અરીસો ન બતાવે ત્યાં સુધી આપણે આપણી ક્ષમતાઓ ઓળખવા પ્રયાસ કરતા નથી. ડાંસ વિશે સારુ કરી શકવા હોવા છતાંય આપણે કોમ્પિટિશનમાં જવાનુ વિચારતા નથી અને ઓછુ આવડતુ કુકિંગની સ્પર્ધામાં ભાગ લઇએ છીએ. કોઇ પણ નિર્ણય લેતા પહેલા આપણી જાતને પુછીને તેને સમજીને જ નિર્ણય લેવો જોઇએ. બીજા અનેક વિચારો કરવા કરતા જાત સાથે સંવાદ જીવનમાં ખુબ જ જરૂરી છે.

3. આસપાસના લોકોનો આગ્રહ(તેમનુ સ્વપ્ન):

                કયારેક આપણી આસપાસના લોકો માતા પિતા, સગા સંબંધીઓ, મિત્રો. આપણા હિત માટે કે પોતાનુ અધુરુ રહેલુ સ્વપ્ન પુર્ણ કરવા માટે આપણા પર તેઓના વિચાર થોપેં છે. આપણે તેઓની લાગણીને વશ થઇ નિર્ણય લઇ લઇએ છીએ. તેઓ આપણા દુશ્મનો નથી પરંતુ કયારેક આપણે ઉંચે આસમાનમાં જોવા માટે અથવા તો તેમની ભ્રામકતાને કારણે આપણા પર લાગણીવશ દબાણ કરે છે. આપણે તેઓના સંબંધ અને પ્રેમને માન આપી તેઓનો નિર્ણય સ્વીકારી લઇએ છીએ અને આપણા માટે અયોગ્ય એવો રસ્તો પસંદ કરી લઇએ છીએ. સત્યનુ ભાન થતા ભારોભાર પસ્તાઇએ છીએ.

4. આસપાસનુ ટેન્શન:

                આપણી આસપાસની પરિસ્થિતિનુ ટેન્શન. જીવનના હજારો ટેન્શન વચ્ચે આપણે કયારેક યોગ્ય નિર્ણય લઇ શકતા નથી. આપણી જવાબદારી અને ઉપાધિ એટલી બધી હોય છે કે દરેક વખતે નિર્ણય લેતી વખતે શાંતિથી દરેક પાસા વિચારવાનો સમય રહેતો નથી. તે સમયે આંખ સામે જે સાચુ અને સારુ લાગે તે નિર્ણય આપણે લઇ લઇએ છીએ. પરિણામ આવે ત્યારે ખબર પડે છે કે લે આ તો ખોટુ થઇ ગયુ. ભુતકાળને પલટાવી શકાતો નથી. આથી જે પરિસ્થિતિનુ નિર્માણ થયુ હોય તે સ્વીકારવી પડે છે.

પરિણામ:

                કોઇ પણ સ્થિતિમાં લેવાયેલા ખોટા નિર્ણયના ભારે પરિણામ ચુકવવા પડે છે. શિક્ષણ બાબતે, વ્યવસાયના કે લગ્ન પરિવાર કે કૌટુબિક ગમે તે કારણ હોય ખોટો નિર્ણય એક આખી ખોટી સ્થિતિનુ નિર્માણ કરે છે. તેના પસ્તાવામાં કયારેક બીજા બે ખોટા નિર્ણયો લઇ લઇએ છીએ.

                 જીવનમાં નકારાત્મક વિચારથી આખી એક નકારાત્મક પરિસ્થિતિનુ શૃખલા સર્જાય જાય છે. તેમાંથી ધીરે ધીરે બહાર નીકળવુ લગભગ અશક્ય જ બની જાય છે. કરોળિયા જાળાની જેમ આપણે તેમાં ફસાતા જઇએ છીએ. એક ઉદાહરણ દ્રારા સમજીએ,

                 આપણે આવડત કે ક્ષમતા સિવાયનો અભ્યાસ પસંદ કરીએ છીએ ત્યારે તેમાંથી મળતી નોકરીમાંથી પણ સારું પર્ફોમશ કરી શકતા નથી. હમેંશા અસંતોષ રહે છે. એ પરિસ્થિતિમાંથી આપણે આગળ નીકળી શકતા નથી અને તેનુ પરિણામ આપણો પરિવાર ભોગવે છે.

તો શુ કરવુ?

                સિક્કાની એક બાજુ આપણે પસંદ નથી તો શુ કરવુ જોઇએ? સહેલુ છે ને સિક્કાને પલટી નાખો. જાગ્યા ત્યાંથી સવાર. આપણે આપણી જીંદગીમાં આવતી મુશ્કેલીઓથી બચવુ હોય તો વિચારસરણી બદલી નાખીએ. જે થયુ તે થયુ હવે નવી શરૂઆત કરીએ. એક હકારાત્મક વિચાર અને નવા ઉત્સાહ સાથે જીંદગીને આગળ વધારીએ. જીંદગીમાં ક્યારેય અંત કે અલ્પવિરામ નથી. ઘણા લોકોએ જીંદગીના આખરી પડાવમાં પોતાની જીંદગી બદલાવી નાખી છે. બસ અત્યાર સુધીના ભુતકાળને ભુલીને આગળ વધવા માટે ડગલુ માંડીએ. શરૂઆત કરવાથી કાર્ય જરૂર આગળ વધે છે. એક વાર આગળ વધવા લાગતા તેનુ ધાર્યુ પરિણામ મેળવી શકાય છે.

અમુક પરિસ્થિતિ બદલી ન શકાય તો શુ કરવુ?

                અમુક પરિસ્થિતિઓ એવી હોય છે. તે આપણે પસંદ નથી અને તેને બદલી પણ શકાતી નથી. તો તેની સાથે ઢસડાઇને જીંદગી પસાર કરવી. જીંદગી કયારેય પસાર કરવાની નથી. તેને માણવાની હોય છે. જે પરિસ્થિતિ ફરજિયાત સહન કરવી પડે છે તેની સારી બાજુ શોધવાનો પ્રયાસ કરીએ. કદાચ ન ગમતી પરિસ્થિતિ પણ ફેવરીટ બની જાય. હિમ્મત રાખીને દુ:ખ ભરી પરિસ્થિતિ સાથે પણ બીજી વસ્તુમાં હકારાત્મકતા લાવીએ તો જીંદગી સરળ બનતી જાય છે. હકારાત્મકથી કાર્ય કરતા રહેવાથી મનમાં એક અનેરા સ્ત્રાવો ઉત્પન્ન થાય છે અને તે બેસ્ટ પરિણામ તરફ લઇ જાય છે. એકવાર જીવનને સમજીને નિર્ણય લેવાની અને તેના મુજબ હકારાત્મકતાથી કાર્યો કરવાની આદત બની જાય છે ત્યારે આપણા જીવનને સુંદર અને સુવાસિત બનવાથી કોઇ રોકી શકવાનુ નથી. બસ જરૂર છે એક આદત બનાવવાની. જેટલુ બગડયુ તે બગડયુ હવે તે શૃખંલા તોડીને હકારાત્મકતા તરફ આગળ વધીએ. કેમ કે ઇશ્વરનુ આ મહામુલ્ય વરદાન માનવ અવતાર ફરી મળે કે ન મળે? આ અવસર મળ્યો છે તેના તરફ ધ્યાન આપીએ અને જુની કડવાશને ભુલીને મિઠાસ તરફ ડગ માંડીએ, એક સુંદર અને તેજસ્વી ભવિષ્ય આપણી રાહ જોઇને બેઠુ છે. ખુશીઓ બાહો ફેલાવીને ઉભી છે. તેને આજે જ અપનાવીએ. બેસ્ટ ઓફ લક.

                અસ્તુ

લેખકનું નામ: ભાવિષા ગોકાણી

ઇ મેઇલ આઇ ડી.: brgokani@gmail.com

Comments

Post a Comment

Popular posts from this blog

કિસ્મત

વજન કેવી રીતે ઘટાડવું ?

ગુનેગાર કોણ ? -2

બંધ રૂમ

ગુનેગાર કોણ?