બસ તું જ - 4 “મીરૂ તુ બહુ ભોળી છે બહેન પણ તુ જો હું પ્રીતેશ સાથે શું કરું છું? પ્રીતેશ ને ખબર નથી કે આ વખતે તેની સામે વિદ્યા છે જે હંમેશા દિમાગથી જ વિચારે છે અને અમલવારી કરે છે, આ વખતે પ્રીતેશ ને બરોબરનો પાઠ ન ભણાવુ તો હું પણ વિદ્યા નહી. તુ બસ જોતી રહેજે પહેલા થોડો સમય તે મારી સાથે મિત્રતા કેળવશે, દોસ્તી કેળવાઇ ગયા બાદ તે મને પ્રપોઝ કરશે, પછી બર્થ ડે, રોઝ ડે, વેલેન્ટાઇન ડે જેવા ન જાણે કેટલાય દિવસોના બહાના કાઢી મોંઘી ગિફ્ટ્સ, લન્ચ ડિનર કરવાના બહાને તે મારી નજીક આવવાની ટ્રાય મારશે અને હું કાંઇ વિરોધ નહી જતાવુ એટલે તે મારી નજીક આવશે અને પછી........... સમજી ગઇ હશે તુ. અને એક વાર મારી સાથે સહશયન માણી લીધા બાદ બીજા દિવસે તો જાણે મને ઓળખતો પણ ન હોય તેવુ વર્તન થઇ જશે. આ મારી ભવિષ્યવાણી પ્રીતેશની બાબતે પણ સાચી ન પડે તો કહેજે નામ બદલાવી નાખીશ.” બહુ આત્મવિશ્વાસ સાથે વિદ્યા બોલી. “ઓહ માય ગોડ વિદ્યા. ખરેખર તુ બહુ ઉસ્તાદ છે હ. મારા જેવી હોય તો અત્યાર સુધીમાં તો બધુ તેને સોંપી બેસે.” ...
ગુનેગાર કોણ? ભાગ : 4 બોસની વાઈફનો ફોન આવતા તે બોરિયતથી બચી બહાર નીકળી આવ્યો. કેબિનમાંથી બહાર આવતા ઘડિયાળમાં જોયું તો પાંચ વાગી ગયા હતા. તે ફટાફટ ઘરે જવા નીકળ્યો. મુંબઈની ટ્રાફિકમાંથી નીકળવું તેના કરતાં સ્વર્ગ પાર કરી લેવું સહેલું પડે માંડ બેકરીમાંથી સાંજ માટે ટોસ લીધા ઘરે પહોંચતા સાડા છ વાગી ગયા. દરવાજો ખોલતાની સાથે ફરી ફોન ચેક કર્યો ફરી તેનો મિસ્ડ કોલ ન હતો. બેગ સોફા પર ઘા કરી તે બાથરૂમમાં ઘૂસી ગયો. પહેરેલા કપડે શાવર ચાલુ કરી દીધો. અચાનક ફોન યાદ આવતા તેને ખિસ્સામાંથી શાવર બંધ કરી ખિસ્સામાંથી ફોન ઊંચો મૂકી દીધો. ફરી શાવર ચાલુ કરી તે વિચારવા લાગ્યો. વિચારોની કેસેટ આગળ ચાલે ત્યાં જ ફોન વાગ્યો રીગ વાગતા જ હૈયું ધબકારો ચૂકી ગયું. શાવર બંધ કરી કાંપતા હાથે ફોન લીધો. તેના ખાસ મિત્ર વિદિતનું નામ ફ્લેશ જોઈને હાશકારો થયો રીગ પૂરી થાય તે પહેલા તેને ફોન ઉપાડી લીધો, “પ્રાથુ, આટલી વાર?” વિદિતએ સામેથી કહ્યું. ...
એક અજનબી ભાગ : 3 ક્ષમા હાંફળી ફાફળી થઇ દોડી શ્યામ પણ તેમની સાથે ગયો ત્યાં સામે જ ડોક્ટર મહેરા દેખાયા એટલે શ્યામે કહ્યુ, “ડોક્ટર પ્લીઝ કમ ફાસ્ટ બેડ નંબર ફાઇવ’સ પેશન્ટ ઇઝ ઇન ડેંજર” ડોક્ટર મહેરા દોડીને ક્ષમા અને શ્યામ સાથે ગયા. ડોક્ટરે બધાને બહાર રહેવા કહ્યુ દીપકભાઇના ધબકારા નોર્મલથી ખાસ્સા વધી ગયા હતા. ડોકટરે તેને એક ઇન્જેકશન લગાવી દીધુ અને થોડીવાર પમ્પીંગ કર્યુ એટલે તેમના ધબકારા કાબુમાં આવી ગયા. પછી બહાર આવીને ડોકટર મહેરાએ કહ્યુ, “હી ઇઝ નાઉ આઉટ ઓફ ડેન્જર. ડોંટ વરી ધીસ ઇઝ જ નોર્મલ કન્ડિશન ઓફ હાર્ટ પેશન્ટ.” “થેન્ક્યુ ડોક્ટર મહેરા” અનસુયા બહેને ડોકટરનો આભાર માનતા કહ્યુ. ક્ષમા અને અનસુયાબહેનના મોઢા થોડા ઝંખવાઇ ગયા. બહાર બેઠો શ્યામ પણ દીપકભાઇની હાલત જોઇ મુંઝાઇ ગયો હતો. કોઇ કાંઇ પણ બોલવાની કન્ડિશનમાં ન હતુ. સાંજે દીપકભાઇને હોશ આવ્યો ત્યારે તે હસતા બોલતા ...
લાપતા - 2 “તેના ગયા પછી તે ક્યાં છે, શું કરે છે,તે બાબતે કોઇ સમાચાર મળ્યા હતા? કે ઘર છોડીને ગયા બાદ ક્યારેય તે પાછો અહી આવ્યો હતો કે નહી?” “હા સાહેબ મારી એક બહેન અમદાવાદમા રહે છે તેના દ્વારા મેં ઘણીવાર તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો અને ઘરે પરત આવવા મનાવ્યો પણ તે પોતાની જીદ છોડવા તૈયાર જ ન હતો. હમણા અઠવાડિયા પહેલા જ મારી બહેન સાથે તેની વાત થઇ હતી પણ હવે તેનો તે ફોન પણ લાગતો જ નથી.” પ્રિયાબહેન સ્વસ્થ થઇને કહ્યુ. “ઓ.કે. સંદીપ ક્યાં ભણતો હતો તે સરનામુ અને ડિટેઇલ મને આપજો.” અમીએ અમદાવાદનુ સરનામુ આપ્યુ જયા રૂમ રાખીને સંદીપ રહેતો હતો તે તમામ વિગતો ઇન્સપેકટર રાહુલને આપી દીધી અને તેની સાથે લાસ્ટ ટાઇમ જે નંબરથી વાત થઇ હતી એ નંબર પણ તેણે આપ્યા. “ઓ.કે. થેન્ક્સ ફોર કો-ઓપરેટ મી.” કહેતા તે નીકળી ગયા. ...
સમયનુ વ્યવસ્થિત આયોજન કરી જીવનની દરેક પળને માણો. આજના યુગની મોટામાં મોટી સમસ્યા હોય તો સમયની છે. બાળકથી માંડીને વુધ્ધો સુધી કોઇ પાસે સમય નથી. જીંદગીની દોડ એટલી બધી વધી ગઇ છે કે પોતાની જાત માટે પણ સમય નથી. સમયની મુશ્કેલીની ભીંસ દિવસે દિવસે વધવા લાગી છે. આપણા કાર્યો સરળ બનાવવા માટે જેટલા સાધનો બનવા લાગ્યા છે એટલો જ સમય ઘટવા લાગ્યો છે. આવડત ઘણી છે, શોખ ઘણા છે, ફરવા જવુ છે, જીંદગી માણવી છે, ઘણાં લોકો સાથે સંબંધો જાળવી રાખવા છે પરંતુ સમય જ નથી. સમયના અભાવથી ઘણુ સહન કરવુ પડે છે. અગત્યના કાર્યો રહી જાય છે. કયારેક સંબંધો બગડી જાય છે. અને સૌથી મોટુ નુકસાન આપણા આરોગ્યનુ છે. દોડધામ ભરી જીંદગીમાં આપણુ આરોગ્ય સાવ બગડી રહ્યુ છે. જીવનના મહાત્ત્વ પુર્ણ કાર્યો બાકી રહી જાય છે અને બિનજરૂરી કાર્યો પાછળ કિમતીં સમય વિતી જાય છે. ...
Comments
Post a Comment