એક અજનબી - 21

 એક અજનબી 

ભાગ :  21 





ક્ષમા ઝડપી કદમે ચાલી જઇ રહી હતી. હજુ તેને ડર હતો કે ક્યાંક તે શ્યામના સાગરીતો તેને અહી ભારતમાંથી પણ પકડી ન લે. અંધારામાં તેને કાંઇ સુઝતુ જ ન હતુ. બસ જલ્દીથી તેને માતા પિતાને મળવુ હતુ પરતુ કોઇ રસ્તો દેખાતો ન હતો. તે મુંબઇના ભીડવાળા રસ્તા પર ગહન વિચારમાં ચાલે જઇ રહી હતી. સામે આવતા વાહનોનુ પણ ધ્યાન ક્ષમાને ન હતુ. ક્ષમા આમ બેધ્યાનપણે ચાલે જઇ રહી હતી ત્યાં અચાનક એક કાર પુરપાટ આવતી હતી તેમાં અથડાઇને ક્ષમા દુર ફેંકાઇ ગઇ. ક્ષમા દૂર ફંગોળાઇને ઢળી પડી અને બેભાન થઇ ગઇ. તેના માથામાં ઉંડો ઘા લાગ્યો હતો અને લોહી વહે જઇ રહ્યુ હતુ. થોડીવારમાં જ લોકોનુ ટોળુ એકઠુ થઇ ગયુ અને કોઇ શુભચિંતક લોકોની મદદ મેળવી ક્ષમાને  દવાખાને લઇ ગયા. તેને ખુબ જ લાગ્યુ હતુ અને તે બેભાન બની ગઇ.

            ક્ષમાને  ભાન આવ્યુ ત્યારે તે એક હોસ્પિટલમાં હતી. ક્ષમા ખુદ અચંબામાં હતી કે તે હોસ્પિટલમાં કઇ રીતે પહોંચી ગઇ. તેણે જોયુ તો એક નવયુવાન ત્યાં તેના બેડની બાજુમાં બેઠેલો હતો.

            “થેંક ગોડ કે તમે હોંશમાં આવી ગયા. તમારો કોંટેક શોધવા માટે ઘણી ટ્રાય કરી પરંતુ કાઇ મળ્યુ નહી. તમે મુંબઇમાં જ રહો છો કે આઉટ ઓફ મુંબઇના છો?”

            “તમે કોણ છો અને મને શુ થયુ છે? હું અહી કઇ રીતે પહોંચી?”

            “અરે કોઇ પીધેલો કારચાલક તમને ઠોકર મારીને જતો રહ્યો પછી તમને અહીં લાવ્યા અને કાલે રાત્રિના તમે બેભાન પડેલા છો. એન્ડ માય નેમ ઇઝ ઝલક પટેલ.”

            “ઓહ થેંક્યુ વેરી મચ મારી કેર કરવા માટે.”

            “યુ આર વેલકમ હમણાં બપોરે તમને ડિસ્ચાર્જ કરી દેવામાં આવશે તમે કયાં રહો છો એ જણાવો એટલે તમારા પરિવારને ઇન્ફોર્મ કરી આપુ.”

            “મારુ અહીં ઘર નથી હુ નવસારી રહુ છુ મને તમારા ફોન પરથી પપ્પાને ફોન કરવા દેશો.”

            “ઓહ શ્યોર વાઇ નોટ? તમે કરી દો તમારા પપ્પાને ફોન અને નિરાંતે વાત કરી લેજો. અને હવે તમારી તબિયત ખુબ સારી છે એટલે નાહક તેને ચિંતા ન કરાવતા અને તમને પ્રોબ્લેમ ન હોય તો હુ સાંજે સુરત કામ છે તો જવાનો છુ તો તમને તમારા ઘરે છોડી આવીશ.”

            “ઓહ્હ થેંક્યુ વેરી મચ. હુ તમારી સાથે આવી જઇશ પહેલા પપ્પા સાથે વાત કરી લઉ.”

            “લો ફોન” પેટન્ટ લોક ખોલીને ઝલકે પોતાનો ફોન આપ્યો.

            ક્ષમાએ ઘરના ફોનમાં ટ્રાય કરી પરંતુ રીંગ વાગતી રહી કોઇએ ફોન પીક અપ કર્યો નહિ. પછી મમ્મી પપ્પા બંન્નેના મોબાઇલ પર વારાફરતી ઘણીવાર સુધી ફોન લગાવ્યો પરંતુ અનરિચેબલ જ બતાવતા હતા ફોન. તેને ખબર પડી ગઇ કે તે ભાગી ગઇ તેની ખબર તે લોકોને પડી ગઇ છે અને તેના માતા પિતા પણ કોઇ મુશીબતમાં છે. હવે નવસારી ઘરે જવામાં પણ ખતરો લાગતો હતો તેને. તે પલંગ પરથી બેઠી થઇ ગઇ અને બોલી મને જલ્દી વર્લી ચાર રસ્તા પર લઇ જાઓ.

            “ઓકે ઓકે કામ ડાઉન શુ થયુ અચાનક”

            “પ્લીઝ મારો પરિવાર મુશ્કેલીમાં છે મને લઇ જાઓ પ્લીઝ. મને વર્લી ચાર રસ્તા પર લઇ જાવ.”

            ‘ઓ.કે બટ ડોકટર સાહેબ રજા આપશે પછી હુ તમે જયાં કહેશો ત્યાં મુકી જઇશ.”

            “ના મારે જવુ બહુ જરૂરી છે હુ એક મોટી મુશીબતમાં ફસાઇ ચુકી છુ. પ્લીઝ મને અત્યારે જ મુકી જાઓ” ક્ષમાએ રડતા રડતા કહ્યુ એટલે ઝલકે ચુપચાપ ડોક્ટરને કોઇને ખબર ના પડે તેમ ક્ષમાને  ત્યાંથી પોતાની કારમાં લઇ ગયો. આમ કરવુ આમ તો ગુનો થાય પરંતુ તેઓએ પોતાનુ બિલ પુરેપુરુ ચુકતે કરી દીધુ હતુ આથી ડોકટરે પણ ઝાઝી ચિંતા કરી નહી.

            “મિસ તમે કહેશો મને એવુ તે શુ છે? જેના કારણે તમારે આ રીતે હોસ્પિટલમાંથી ભાગવુ પડ્યુ.” ઝલકે કારમાં રસ્તામાં જતા પુછ્યુ

            ક્ષમાએ એકવાર શ્યામ પર ભરોસો કર્યો હતો તેનુ તેણે ખુબ જ ભયંકર પરિણામ ભોગવવુ પડયુ હતુ આથી તે હવે કોઇ પર ભરોસો કરવા માંગતી ન હતી.

            “પ્લીઝ તમે કાંઇ ન પુછશો તો વધારે સારું રહેશે.

            ઠીક છે, હવે હું તમને કાંઇ નહી પુછું પણ હું તમને એટલુ જરૂર કહીશ કે તમને કાંઇ પણ તકલિફ હોય અને તમને મારી જરૂર પડે તો બીન્દાસ મને જણાવજો. હું એનીટાઇમ તમને હેલ્પ કરવા તૈયાર છું.”

            “થેન્ક્સ મિ.ઝલક. થેન્ક્સ અ લોટ.” બન્ને વાત ચીત કરતા હતા ત્યાં તેઓ નક્કી કરેલા પોઇન્ટ પર પહોંચી ગયા. ક્ષમા તેમનો આભાર વ્યક્ત કરતી નીકળી ગઇ. જતા જતા ઝલકે ક્ષમાને તેનુ આઇ.કાર્ડ આપી દીધુ જે ક્ષમાએ ઉત્તાવળમાં જોયા વિના બેગમાં રાખી દીધુ અને નીકળી ગઇ.

                  જલ્દીથી દોડીને તે નજીક આવેલા ભવ્ય આલીશાન મકાન “અક્ષર હાઉસ” માં પહોંચી ગઇ. અક્ષર હાઉસ મકાન મુંબઇના જાણીતા સેવાભાવી કાર્યકર અને ક્ષમાના પિતાજી દિપકભાઇના ખાસ મિત્ર શ્રીમાન રાજેશ જેરાજાણીનો હતો.

            ઘરના નોકરે ક્ષમાને હોલમાં બેસવા કહ્યુ ત્યાં ઉપરથી રાજેશભાઇનો પુત્ર રોહન આવ્યો. રોહન ક્ષમાને જોતાવેંત જ ઓળખી ગયો.

            “હેલ્લો ક્ષમા, હાઉ આર યુ? વ્હોટ અ ગ્રેટ સરપ્રાઇઝ!!!

            “હાય રોહન, આઇ એમ ફાઇન. હાઉ આર યુ?”

 

            “આઇ એમ અલ્વોઝ કુલ યુ ક્નો.”

 

            “રોહન મારે અંકલને મળવુ છે. તે ઘરે છે કે નહી?”

 

            “હા પપ્પા તો ઘરે જ છે. આવે જ છે નીચે.”

 

            થોડીવારમાં મિસ્ટર જેરાજાણી આવ્યા. નોકર બન્ને માટે ચા લઇને આવ્યો.

 

            “કેમ છે બેટા? તારા ચહેરા પરથી જોતા કાંઇક મુંઝવણમાં હોય તેવો આભાસ થાય છે મને.”

 

            “અંકલ વાત જ કાંઇક એવી છે. હું ખુબ જ ટેન્શનમાં છું. સમજાતુ ન હતુ કે શુ કરુ ત્યાં અચાનક તમારુ મગજમાં આવતા હું દોડીને તમારી હેલ્પ માટે આવી ગઇ.

 

            “બોલ દીકરી, શું ટેન્શનમાં છે તું? આ તારુ જ ઘર સમજીને મને બધી વાત કરી શકે છે તું.”

 

            ક્ષમાએ તેના લગ્ન બાદ ઘટેલી બધી વાત શ્રીમાન જેરાજાણીને કહી અને ઇન્ડિયા આવ્યા બાદ શું થયુ તે પણ બધી હકિકત તેમને કહી સંભળાવી.

 

            “ઓહ માય ગોડ. દિપકે આટલુ બધુ બની ગયુ અને મને તો કાંઇ વાત જ ન કરી. લગભગ વીકમાં બે-ત્રણ વખત તો અમારે વાતચીત થાય જ છે.

 

            “અંકલ એમા બન્યુ એવુ કે મમ્મી પપ્પાને પણ આ બાબતે કાંઇ જાણ નથી. હું ત્યાંથી જેમતેમ કરીને ભાગીને અહી આવી ત્યાં મારો અકસ્માત થઇ ગયો અને મને હોંશ આવતા મે પપ્પાને અને મમ્મીને વારાફરથી ફોન કર્યા પણ કોઇ ફોન રીસીવ કરતુ જ નથી. ઘરે પણ કોઇ ફોન ઉપાડતુ નથી. મને લાગે છે નક્કી મમ્મી પપ્પા કોઇ મુસિબતમાં છે.

 

            “ડોન્ટ વરી તું હમણા નવસારી જવાનુ રહેવા દે અને અહી મારા ઘરે જ રોકાઇ જા. હું નવસારીમાં દિપકની તપાસ કરાવી લઉ છું.

 

            “પપ્પા એક કામ કરીએ તો, બીજા કોઇ નહી હું જ નવસારી જઇ આવુ છું અને દિપક અંકલની તપાસ કરી આવું તો કેવુ રહેશે?” રોહને કહ્યુ.

 

            “વાહ બેટા એ તો સૌથી બેસ્ટ રહેશે. તું જઇ આવે તેના જેવુ બીજું કાઇ નહી પણ એક વાત ખાસ ધ્યાનમાં રાખજે કે કોઇને કાનોકાન ખબર ન પડે કે ક્ષમા અહી આપણા ઘરે છે નહી તો અકારણ ક્ષમા ટેન્શનમાં આવી જશે.

 

            “ઓ.કે. પાપા. તમે ચિંતા ન કરો. અને ક્ષમા તું પણ ટેન્શનમાં રહેવાનુ છોડી દે. હું આજે જ નવસારી જવા નીકળી જાંઉ છું.” રોહને સ્મિતસહ ક્ષમા સામે જોઇ કહ્યુ અને નીકળી ગયો.

 

            “મારો રોહન પણ ગજબ છે, કોઇને દુઃખી ન જોઇ શકે. જોજે ક્ષમા હવે તે તારા પપ્પાની માહિતી લઇને જ નવસારીથી આવશે. હવે તું પણ થાકી ગઇ હશે આરામ કરી લે બેટા. હું જરા ઓફિસ જાંઉ છું. કાઇ પણ જરૂર હોય કાકાને કહેજે. જરા પણ મુંઝાતી નહી.” કહેતા મિસ્ટર જેરાજાણી ઓફીસ જવા નીકળી ગયા.

Comments

Popular posts from this blog

ગુનેગાર કોણ ? - 12

ગુનેગાર કોણ? - 4

બસ તું જ - 4

લાપતા - 2

હોસ્ટેલનો રૂમ-2