બસ તું જ - 4 “મીરૂ તુ બહુ ભોળી છે બહેન પણ તુ જો હું પ્રીતેશ સાથે શું કરું છું? પ્રીતેશ ને ખબર નથી કે આ વખતે તેની સામે વિદ્યા છે જે હંમેશા દિમાગથી જ વિચારે છે અને અમલવારી કરે છે, આ વખતે પ્રીતેશ ને બરોબરનો પાઠ ન ભણાવુ તો હું પણ વિદ્યા નહી. તુ બસ જોતી રહેજે પહેલા થોડો સમય તે મારી સાથે મિત્રતા કેળવશે, દોસ્તી કેળવાઇ ગયા બાદ તે મને પ્રપોઝ કરશે, પછી બર્થ ડે, રોઝ ડે, વેલેન્ટાઇન ડે જેવા ન જાણે કેટલાય દિવસોના બહાના કાઢી મોંઘી ગિફ્ટ્સ, લન્ચ ડિનર કરવાના બહાને તે મારી નજીક આવવાની ટ્રાય મારશે અને હું કાંઇ વિરોધ નહી જતાવુ એટલે તે મારી નજીક આવશે અને પછી........... સમજી ગઇ હશે તુ. અને એક વાર મારી સાથે સહશયન માણી લીધા બાદ બીજા દિવસે તો જાણે મને ઓળખતો પણ ન હોય તેવુ વર્તન થઇ જશે. આ મારી ભવિષ્યવાણી પ્રીતેશની બાબતે પણ સાચી ન પડે તો કહેજે નામ બદલાવી નાખીશ.” બહુ આત્મવિશ્વાસ સાથે વિદ્યા બોલી. “ઓહ માય ગોડ વિદ્યા. ખરેખર તુ બહુ ઉસ્તાદ છે હ. મારા જેવી હોય તો અત્યાર સુધીમાં તો બધુ તેને સોંપી બેસે.” ...
Comments
Post a Comment