ગુનેગાર કોણ ? - 13
ગુનેગાર કોણ ?
પ્રકરણ : 13
“તને શું લાગે છે ?
આપણે મોહિત્યાની વાત પર વિશ્વાસ કરવો જોઈએ?” શિલ્પાએ પ્રેરણાને પૂછ્યું. મિટિંગ
બાદ તેઓ બહાર ગાર્ડનના ખૂણામાં રહેલા બાંકડા પર બેસીને વાતો કરતાં હતા.
“બીજો
કોઈ રસ્તો નથી મને લાગે છે આદિત્ય જ બધુ કરે છે.” પ્રેરણાએ કહ્યું.
“હું એ વસ્તુ માની શકતી નથી”
શિલ્પાએ કહ્યું.
“કદાચ
એવું કઇ પણ હોય શકે જે આપની કલ્પનાની બહાર હોય” પ્રેરણાએ કહ્યું.
“હા,
ખૂબ જ રોમાંચક અને ડરામણું છે. હવે સાવધાનીપૂર્વક ખેલ જોવામાં માલ છે.” શિલ્પાએ
શૂન્યમસ્તક રીતે ઉપર જોતા કહ્યું.
“મેઘું,
હત્યારો ખૂબ જ ખતરનાક છે.” ઉપર રૂમમાં જઈને મેઘનાને પોતે જોયેલી બધી વાત જણાવ્યા
બાદ સુરેશે કહ્યું.
“ઓહ,
માય ગોડ તમે બચી ગયા ભગવાનનો ખૂબ ખૂબ આભાર હવે તો મારુ હ્રદય ખૂબ જ ધબ ધબ થાય છે.” મેઘનાના ચહેરા પર પરસેવાના બિંદુ તરી
આવ્યા.
“તેને
આખો કાળો નકાબ પહેરી રાખ્યો હતો. તે ઇચ્છત તો મને પણ ખતમ કરી શક્ત તે ખૂબ જ ચાલાકી
સાથે કામ કરી રહ્યો છે” સુરેશે વર્ણન કર્યું.
“ઓહ,
આ ખૂબ જ ભયાનક છે. કાતિલ ખૂબ જ ચાલાક છે. તેનો સામનો કરવા માટે આપણે વધારે ચાલાકી
વાપરવી પડશે.” મેઘનાએ સુરેશ સામે જોઈને કહ્યું.
“સારું
છે મોહિત આપણી સાથે છે નહીં તો આપણે બધાને
જીવિત રહેવું શક્ય ન હોત. તેના ઈરાદાને પારખવા માટે આપણે કાચા જ રહેત” સુરેશે
બારીમાંથી નીચે જોયું. ચહલ પહલ ધીરે ધીરે ઓછી થઈ રહી હતી અને રાત્રીની નીરવતા વધી
રહી હતી.
“એના,
આપણે એક ખતરનાક ષડયંત્રમાં ફસાય ચૂક્યા
છીએ” શ્યામે એના સામે જોઈને કહ્યું.
એના
અત્યારે પણ ખૂબ જ ડરેલી હતી. આમ તો હોટેલના બધા રૂમમાં સેન્ટ્રલ હીટર હતું. પરંતુ
વધારે હૂંફ માટે તાપણાની વ્યવસ્થા પણ હતી. એના અત્યારે પોતાના વેસ્ટર્ન ટોપ પર આછી
શાલ ઓઢીને તાપણા પાસે બેઠેલી હતી. તેના પગની ધ્રુજારી ચોખ્ખી દેખાતી હતી. એનાએ ભય
સાથે શ્યામ સામે જોઈને કહ્યું,
“હા, અને મને લાગે છે કે આપનો કોઈ અંગત દોસ્ત
જ છે.”
“મને
પણ એવું જ લાગે છે પરંતુ કોણ હોય શકે છે?” શ્યામે પૂછ્યું
“કોઈ
એવો મિત્ર જેને આપની સાથે કોઈ વેર કે ઈર્ષા હોય” એના વિચારવા લાગી.
“મોટા
ભાગના આપણાં મિત્રો તો અહી જ છે અને એવું કોઈ મને યાદ પણ આવતું નથી” શ્યામને કોઈ
યાદ ન આવતુ હતું. તે પણ વિચારમાં પડી ગયો.
“આદિત્ય
?” અચાનક જ એનાએ આશ્ચર્યથી શ્યામ સામે જોઈને પૂછ્યું.
“એ
ન હોય શકે. આટલું વિચારવાની જરુર નથી અને તેને આપણા બધા સાથે વેર નથી.” આદિત્યના
નામથી શ્યામના હ્રદય એક ધબકારો ચૂકી ગયું. તેનું મન માનવા તૈયાર ન હતું. તેથી તેને
તે શક્યતાનો છેદ ઉડાડી દીધો.
“હા,
તારી વાત સાચી છે. તેને બધા સાથે કોઈ દુશ્મની કયા છે?” એનાને પણ તેની વાત સાચી
લાગે આથી તેને સહમત થતા કહ્યું.
“જશપાલનું
ખૂન ખૂબ જ અણધાર્યું છે. તે આપણી કોલેજમાં
પણ ન હતો.” શ્યામને અંગત મિત્ર હોવાની વાત સાથે ગડ બેસતો ન હતો.
“આપણા
માટે આ બધુ વિચારવું ખૂબ જ કઠિન છે અત્યારે તો મોહિતના કહેવા મુજબ ઈજિપ્ત જવાની તૈયારીઓ
કરવી જ યોગ્ય છે.” એનાએ કહ્યું.
“હા,
સાચી વાત છે. આ કોયડો ખૂબ જ જટિલ છે. તેને ઉકેલવા કરતાં આપણી સલામતી મહત્વની છે
માટે તેના પર ધ્યાન આપવું જરૂરી છે. મોહિત ઘણું જાણે છે અને તેને વિચારીને ઈજિપ્ત
જવા કહ્યું છે. તો તેની જ તૈયારીઓ કરી લઈએ. એના તું ઘરમાં પપ્પા સાથે વાત કરી લે
હું ઓફિસે રજા માટે વાત કરી લઉ છું. પરંતુ હા, એક વાત ધ્યાન રાખજે આ ખૂન અને
ખતરાની વાત ન કરજે. ખાલી ફરવા જવું એમ જ કહેજે. નાહક બધા ચિંતા કરશે.” શ્યામે
કહ્યું.
“ઑ.
કે હું હમણાં જ વાત કરી લઉ છું.” એનાએ કહ્યું.
******
આજે ત્રીજો દિવસ હતો યાત્રીને ભાન આવ્યો ન
હતો. તેના ઘરના કોઈનો પણ કોન્ટેક થયો ન હતો. શાબાનાને ચિંતા થતી હતી. બિચારી
દીકરીને કઇ થઈ જશે તો? આજે રાતે પણ તે
દવાખાનામાં જ રોકાવાની હતી.
“હજુ
ભાન નથી આવ્યો? તમે સરકારી દવાખાનામાં કઇ, કયા કામ કરો છો? ખાલી જલસા જ કરવા છે.”
હવાલદાર ચાકુએ શબાના પાસે આવીને કહ્યું
“એ
ય તારી જીભડી સાચવીને વાત કર તમારી જેમ અમારે રોફ ન જમાવવાનો હોય કેટલાય
દર્દી સાથે અલગ અલગ નિયમો અને લોકોના અલગ અલગ વિચારો સાથે કામ કરવાનું હોય છે. આ છોકરી
કોમામાં છે અને રોકેટ જેવી ફાસ્ટ દવા કોઈ ન હોય કે લીધી અને ફરક પડી જાય અને કોમા
પેશન્ટનું કાઈ નક્કી હોતું નથી વર્ષોના વર્ષો સુધી તે એમ જ રહે છે. એમાં તમારી કોઈ
દાદાગીરી ન ચાલે.” શાબાનાએ હવાલદાર ચાકુને ઝૂડી નાખતા કહ્યું.
“આવડા
લેકચર ફાડવાની જરૂર નથી. તારી જેમ હું ય સરકારી માણસ છું. પડ્યો રહીશ અહી, મને
હુકમ છે ત્યાં સુધી.” કડકાઈ ભર્યા સ્વરે હવાલદાર ચાકુએ કહ્યું.
“બેડ
નંબર ૧૦ ના પેશન્ટ બહુ સિરીયસ છે જલ્દી આવ” એક નર્સ દોડતી દોડતી આવીને શબાનાને
બોલાવી ગઈ. શબાના તેની પાછળ ઝડપથી જતી રહી. હવાલદાર ચાકુ મો મચકોડીને બહાર બાંકડા
પર બેસી ગયો.
આજનો
આખો દિવસ થકવી દેનાર અને નિરાશાજનક રહ્યો.
પાંચ મૃત્યુ જોયા બાદ બપોરે તો જમવાની ઈચ્છા જ મરી પરવારી હતી પરંતુ અત્યારે
રાત્રે કડકડતી ભૂખ લાગી હતી. બપોરનું ટિફિનમાં તો ખાવાનું બગડી ગયું હશે એટલે તે
નીચે કેન્ટીનમાં થોડું ખાવા માટે ગઈ. આજે પણ રાત્રે ઘરે જવું ન હતું. યાત્રી પાસે
જ રાત્રે રોકાણ માટે નક્કી કર્યું હતું. તે કેન્ટીનમાં જમવા ગઈ. ત્યાં હવાલદાર ચાકુ દેખાયો તે એક
દાબેલી હાથમાં લઈને ખાતો હતો. તેની સામેની
ખુરશી પર શબાના બેસી ગઈ અને તેની મજાક
કરવા માટે તેને કહ્યું,
“તારી
ઘરવાળી ખાવા નથી દેતી કે હોસ્પિટલની કેન્ટીનમાં ખાવું પડે છે.”
“મારી
ડયુટી છે અહી એટલે હું ઘરે ન જઇ શકું” કરડાકી નજરે શબાના સામે જોઈ તે ફરી ખાવા
લાગ્યો.
“ટિફિન
લઈને પણ ડયુટી કરી શકાય” શબાનાએ તેની મજાક ચાલુ રાખી.
“મગજ
ન ચાટ મારુ, તારે શી આટલી પંચાત છે?” ચાકુએ ગુસસાપુર્વક કહ્યું અને ફરીથી જમવા લાગ્યો. તેનો મિજાજ જોઈ શાબાનાને
વધારે વાત કરવાનું યોગ્ય લાગ્યું નહીં આથી તેને
પણ પોતાનો જમવાનો ઓર્ડર આપી દીધો અને જમવા લાગી. તેને યાત્રીની ચિંતા થતી
હતી. આજે તેની પાસે ખાસ જવાયું પણ નહોતું.” યાત્રીની યાદ આવતા તે ફટાફટ ખાવા લાગી.
હવાલદાર ચાકુ એક દાબેલી પૂરી કરી નીકળી ગયો. થોડી જ વારમાં શબાનાએ પણ જમવાનું
પૂરું કર્યું અને તે પણ નીકળી ગઈ. તેનું મન આજે ઉદાસ હતું. તેને ખબર નહોતી પડતી કે
શું થાય છે તેને?
જયારે કાવ્યાને ભાન આવ્યું ત્યારે તે એક અંધારી કોટડીમાં હતી. તેને ખૂબ જ ડર લાગી રહ્યો હતો. તે ઊભી થઈ અને આસપાસ ભટકવા લાગી કોઈ દરવાજો દેખાતો ન હતો. ઉપર એક કાણું હતું જેમાંથી ઝીણો ઝીણો પ્રકાશ આવી રહ્યો હતો. તેને ઘણી વખત બધી બાજુ દીવાલો ફટકારી ઘણા સમય સુધી મોટે મોટેથી બૂમો પાડી તે ચીસો પાડી પાડીને બેભાન બની ગઈ કોઈએ તેનું સાંભળ્યું નહીં.
બીજી બાજુ તેની માતા કાવ્યાના અપહરણનો ઘા જીરવી ન શકી અને પોતાનું માનસિક સંતુલન ગુમાવી બેઠી. કાવ્યા માટે આ દુનિયામાં અંધકાર સિવાય કાઇ જ બચ્યું ન હતું.
કેટલી વખત સુધી તે બેભાન બની રહી તેને કાઇ ખબર ન હતી પરંતુ ખૂબ જ તરસ લાગી ત્યારે તેની આંખ ખૂલી પાણી પાણી કરતાં આક્રંદ કરવા લાગી કોઈ તેનું સાંભળતું ન હતું. તે ફરી બેભાન થવા લાગી તેની આંખો અર્ધ ખૂલી જ રહી.
બહાર બેઠેલા જોમસિહે પોતાના સાથી સુરેવાલને કહ્યું, “છોકરીને પાણી આપવું જોઈએ”
“અરે આપણે લાગણીમાં તણાવવાનું નથી બસ બોસની આજ્ઞાને માનવાની છે તેનો હુકમ છે ૨૪ કલાક સુધી કઇ નહીં. તેને પૂરતી પીડાવવા દેવાની છે.” સુરેવાલે કહ્યું.
“છોકરી મરી જશે તો?” જોમસિંહને દર લાગતો હતો.
“મરતી હોય તો ભલે મરે. બોસની આંખ જોઈને લાગતું ન હતું? તે કઇ ચલાવી લેવા માંગતા નથી. તેના મરવાથી કોઈ ફરક નહીં પડે પરંતુ આપણી દયાથી બોસ આપણે જરૂર મારી નાંખશે.”સુરેવાલને જોમસિંહની આ દયા ભાવના પર ખૂબ જ ગુસ્સો આવી રહ્યો હતો. તે જોમસિંહ કરતાં અલગ જ માણસ હતો. ક્રૂર અને ઘાતકી માણસ લોકોનું ખૂન કરવું તેમને તડપતા જોવામાં તેને ખૂબ જ મજા આવતી હતી.
“મરવા દ્યો બોસનો હુકમ માથા પર.” જોમસિંહનું હૈયું માનતું ન હતું. પરંતુ આ દુનિયામાં દયા, લાગણી કે પ્રેમ જેવી કોઈ ચીજ ન હતી. તે તેને સારી રીતે સમજતો હતો.
કાવ્યાને ખૂબ જ પીડા થઈ રહી હતી. ગળું આખું બળી રહ્યું હતું પેટમાં ખૂબ ભૂખ પણ લાગી હતી. માથામાં સડકા આવી રહ્યા હતા. તે પૂરું બોલી પણ શકતી ન હતી. આંખ ખોલે અને બંધ થાય લાંબો સમય વીતી ગયા બાદ ઉપરથી પાણીની ધાર મહેસૂસ થઈ. કાવ્યા બેબાકળી બની જઈને પાણી પીવા લાગી ધરાયને પીધા બાદ દીવાલ નીચેથી એક થાળી સરકીને આવી તેમાં બે રોટલી અને સેવ ટમેટાનું શાક હતું. ભૂખના કારણે પેટમાં ખૂબ જ દૂ:ખાવો થઈ રહ્યો હતો. આથી તે ફટાફટ જમવા લાગી. જમ્યા બાદ તેની આંખો ફરી ઘેરાવા લાગી અને તેને ગાઢ ઊંઘ આવી ગઈ. જ્યારે તેની આંખ ઉઘડે ત્યારે તેની પાસે પાણી અને જમવાનું પડ્યું રહેતું હતું અને તે જમી લેતી ત્યારે તેને ઊંઘ આવવા લાગતી. કેટલો સમય થયો તેને કાંઇ ખબર ન પડતી હતી.
એક દિવસ અચાનક તેને ખૂબ જોરથી ઊલટીઓ થવા લાગી પેટમાં ખૂબ જ મરોડ ઉઠી રહી હતી તેના માથામાં પણ ખૂબ જ પીડા થઈ રહી હતી. આંખે અંધારા આવી રહ્યા તે પીડાથી કણસી રહી હતી માની ખૂબ જ યાદ આવી રહી હતી. પીડા સહન થતી ન હતી. તે ચીસો પાડી રડવા લાગી કોઈ સાંભળતું ન હતું. કેટલી વાર બાદ તે પીડાના કારણે બેભાન થઈ ઢળી પડી. આસપાસ ઊલટી અને વાસ વચ્ચે તે ઊંઘમાં ઢળી પડી હતી. ખૂબ જ ખરાબ હાલત હતી.
જ્યારે તેની આંખ ઉઘડી ત્યારે તે એક પથારી પર સૂતેલી હતી તે એક વ્યવસ્થિત રૂમમાં હતી તેને પથારીમાંથી ઊઠવાનો પ્રયાસ કર્યો પરંતુ તેનામાં શક્તિ ન હતી. તેને સૂતા સૂતા જ છત પરના પંખાને નિહાળવાનું શરૂ કર્યુ. ધીમે ધીમે પંખો ફરી રહ્યો હતો પરંતુ થડકનો અહેસાસ પણ થતો હતો. બંધ રૂમ કરતાં અહી ખુલ્લા શ્વાસ પણ લઈ શકાતા હતા.
“બચાવો, કોઈ છે? મારી મદદ કરો” કાવ્યાએ બૂમો પાડવાની શરૂ કરી પરંતુ કોઈ જવાબ જ ન આવ્યો. થોડીવારમાં તેની ફરીથી આંખ મિચાય ગઈ.
“બોસ, તે છોકરીને પૂરેપૂરી તો ટૉર્ચર કરી છે અત્યારે તે પોતાનો કાબૂ ગુમાવી બેઠી છે અને લાચાર પલંગ પર પડી છે. હવે..” આગળ જોમ સિંહ કઇ બોલી ન શક્યો.
“ડ્રગ્સની માત્રા?” બોસ પૂછ્યું
“એ તો એટલી જ આપવામાં આવે છે. તે આખો દિવસ ભાન વિના જ રહે છે” જોમસિંહે કહ્યું.
“ટૉર્ચર રૂમમાંથી હવે ભલે બહાર શિફ્ટ કરી હોય પરંતુ હજુ તેના પર ટૉર્ચર ચાલુ રાખવાનો છે.” બોસે કહ્યું.
“હા, પરંતુ હવે તે આપણા કાબુમાં છે ત્યારે હવે વધારે ..” જોમ સિહે ફરીથી પ્રયાસ કર્યો.
“જેટલું કહેવામાં આવે એટલું કરો. તેને નરકથી વધારે યાતના આપવાની છે. મારા દોસ્તનો હુકમ છે.” બોસે જોમ સિંહ સામે ફરીને તાડૂકાઇથી કહ્યું.
“ઑ. કે સર” નીચું માથું કરીને જોમ સિહે હામી ભરી.
*************
ખૂબ જ આંસુ આવી રહ્યા હતા. દિલમાં ખૂબ જ દૂ:ખ થઈ રહ્યું હતું. કાવ્યાને પોતાના જન્મ માટે દૂ;ખ થઈ રહ્યું હતું. પિતાને ગુમાવ્યા બાદ માંડ જીવન સંભાળ્યું હતું. હજુ તેની વય આ દૂ;ખ અને તકલીફ માટે ન હતી. તેના દૂ:ખ માટે દિશા ન હતી. તેને પોતાની માતાની ખૂબ જ યાદ આવી રહી હતી. ફરીથી આંખોમાં ઘેન ચડવા લાગ્યું તે ગાઢ ઊંઘમાં સરી પડી બોસના હુકમ મુજબ જોરાવર સિહે ફરીથી ડ્રગ્સનું ઇજેક્શન આપી દીધું. તેની પોતાની દીકરી પણ આવી રીતે ડ્રગ્સના ઓવરડોઝથી મરણ પામતા જોઈ હતી. પરંતુ તેની આ મજબૂરી હતી આથી તેને પોતાનો સ્વભાવ જાડો કરવા પ્રયાસ કર્યો હતો પરંતુ દિલના ક્યાંક ખૂણે થોડી કુમાશ બાકી રહી ગઈ હતી. તેને દૂ:ખ તો થયું પરંતુ અત્યારે તે એક લાગણીશૂન્ય રોબોટ સમાન હતો.
યાત્રીએ થોડો સળવળાટ કર્યો હોય તેવું લાગ્યું. શબાનાના ચહેરા પર ખુશીની લહેર છવાય ગઈ. તે બાજુના ટેબલ પર બેસી ગઈ. તે ઝીણવટપૂર્વક યાત્રીની મુવમેન્ટ પર નિરીક્ષણ કરવા લાગી. બે કલાકનો સામે વીતી ગયો પરંતુ હવે કાઇ મુવમેન્ટ દેખાતી ન હતી શબાનાને ઝોકા આવવા લાગ્યા. આખા દિવસનો થાક હતો. તે નીચે સુવા ગઈ. પરંતુ તેને અજીબ ફીલીગ થઈ રહી હતી. તે સૂઈ ન શકી. તે બહાર ગઈ. હવાલદાર ચાકુ ખુરશી પર ઊંઘી ગયો હતો. શબાનાએ આજુબાજું નજર કરી પરંતુ કોઈ એવું શંકાસ્પદ ન દેખાયું તે ફરીથી સૂવા ગઈ. તેની સાવ ઊંઘ ઊડી ગઈ હતી.
તેને વિચારો આવવા લાગ્યા, તેને અચાનક યાદ આવ્યું કે થોડા મહિના પહેલા રાત્રિના સમયે તે પોતાના ઘરે એકલી હતી, હુસેન તો પીને ક્યાંક પડ્યો હતો. આખા દિવસના થાકને અંતે તેને ઘસઘસાટ ઊંઘ આવી ગઈ હતી. અચાનક જ કોઈએ તેના ઘરનો દરવાજો કોઈએ જોરદાર ખખડાવ્યો.
“કોણ છે અત્યારે? સુવા પણ નહીં દેતા મૂઆ” બડબડાટ કરતાં તે ઊઠીને દરવાજો ખોલવા ગઈ. બાજુવાળો અસલમ કોઈને લઈને ઊભો હતો.
“શબાના જલ્દી ચાલ સામેવાળા બંગલામાં મિસ્ટર પ્રભાતની તબિયત બહુ જ ખરાબ છે.” અસલમે ઉતાવળથી કહ્યું.
“તો હું શું કરું? મારી ઊંઘ શા માટે બગાડે છે? કોઈ ડોકટરને બોલાવી લો” શબાનાએ ઊંઘરેટા અવાજે બગાસું ખાતા કહ્યું.
“સાંભળ, ડોકટર સાથે વાત થઈ ગઈ છે તેને ઇજેક્શન લખી આપ્યું તે તારે ખાલી ઇન્જેકશન આપવાનું છે. કોઈ નજીકમાં નર્સ કે ડોકટર નથી અને ઇજેક્શન ફટાફટ લેવું ખૂબ જ જરૂરી છે” અસલમે તેને સમજાવતા કહ્યું.
શબાનાએ વધારે ચર્ચા ન કરતાં તેની સાથે સામેના બંગલામાં ગઈ. ડ્રોઈગ રૂમમાં જ તેના મહેમાન સોફા પર તડપી રહ્યા હતા તેને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી હોય તેવું લાગી રહ્યું હતું. શબાનાએ પરિસ્થિતિનો ખ્યાલ આવી ગયો. તેને જલ્દીથી પેશન્ટને ઉલ્ટા સુવડાવીને ઇન્જેક્શનનો ડોઝ આપી દીધો.
“કોઈ ચિંતા જેવી વાત નથી. સવાર સુધીમાં ઘણું સારું થઈ જશે. રાત્રે કોઈ વધારે તકલીફ થાય તો જણાવજો અને સવારે તેને ડોકટર પાસે લઈ જજો.” શબાનાએ પાસે રહેલા ફેમિલીના સભ્યોને સમજાવતા કહ્યું.
“ખૂબ ખૂબ આભાર” પ્રકાશભાઈ એ આભાર માનતા કહ્યું.
“અરે આ તો મારી ફરજ છે. અત્યારે હું ઉપયોગી ન બનું તો ક્યારે બનું? હજુ રાત્રે કોઈ તકલીફ જણાય તો મને કહેજો. હવે હું નીકળુ છું.” કહીને શબાનાએ વિદાય લીધી.
સવારે તો મહેમાન કેશવભાઈ એકદમ પરફેક્ટ થઈ ગયા. તેને મોતના મુખમાંથી બચાવનાર શબાનાનો એક વખત આભાર માનવા માટે તેના ઘરે ગયા.
“તમારો ખૂબ ખૂબ આભાર બહેના” કેશવભાઈએ શબાના બહેનના ઘરે જઈને કહ્યું.
“અરે એમા આભાર ન હોય આ તો મારી ફરજ છે. કોઈ પણ વ્યક્તિ તકલીફમાં હોય અને મારી આવડતથી હું તેને બચાવી શકતી હોય તો હું શા માટે તમારી મદદ ન કરું.” શબાના બહેને પોતાના સ્વભાવવશ કહ્યું.
“એ તમારી ભલમનસાઈ અને મોટાઈ છે. આજકાલ લોકો પોતાનાની મદદ કરતાં નથી. આ દુનિયા તમારા જેવા લોકોના કારણે જ ટકી રહી છે.” કેશવભાઈએ કહ્યું.
“વધારે પડતાં વખાણ મને ગમતા નથી. તમને સારું થઈ ગયું એટલું ઘણું છે મારા માટે.” શબાના બહેને ફરીથી મૃદુતા સાથે કહ્યું.
“તમારા આ કાર્યનો કોઈ બદલો તો હું ચૂકવી શકું એમ નથી પરંતુ જીવનમાં ક્યારેય પણ મારી મદદની જરુર પડે તો ચોક્કસ જણાવજો હું ઇજિપ્તના પુરાતન શાખામાં જોબ કરું છું. જ્યારે પણ મન થાય ત્યારે ઈજિપ્ત આવી જજો બહેન. આ મારુ કાર્ડ છે.” કેશવ ભાઈએ પોતાનું કાર્ડ આપતા કહ્યું. શબાનાએ સ્મિત સાથે કાર્ડ લઈ લીધું
ભાગ 14 વાંચવા માટે અહી ક્લિક કરો :
Comments
Post a Comment