ફેક આઈ. ડી .
ફેક આઈ. ડી .
સાક્ષી આજે ખુબ જ ખુશ હતી. તે સવારના વહેલી ઉઠી ગઇ. ખરેખર તો તેને રાત આખી પડખા ઘસવામાં જ કાઢી નાખી હતી અને સવારના ચાર વાગ્યામાં ઉઠી ગઇ. તેના મમ્મી તો બે દિવસ પહેલા જ બેગ્લોર ગયા હતા. તેના ભાઇને ત્યાં જોબ મળી હતી એટલે થોડા દિવસ ભાઇ સાથે ગયા હતા ઘર સફાઇ અને થોડુ ત્યાં બધુ ગોઠવવા માટે ગયા હતા. તેના પપ્પા બેંકમા કલાર્ક હતા આથી માર્ચ એંડિગ હોવાથી તે વહેલા ઓફિસે જવાના હતા. તે પાંચ વાગ્યે ઉઠયા ત્યારે તેને પણ આશ્ચર્ય થયુ. રોજ દસ વાગ્યે ઉઠવા વાળી તેની દીકરી ખુબ જ વહેલી ઉઠી તૈયાર થઇ ગઇ હતી.
“કેમ બેટા આજે અત્યારમાં ઉઠીને તૈયાર થઇ
ગઇ?”
“એકચ્યુલી પપ્પા મારા ફ્રેન્ડની બર્થ ડે
પાર્ટી છે તો તેના માટે શોંપિગ અને પ્રિપેરેશન માટે સવારથી જવાનુ છે અને મમ્મી નથી
તો વહેલા ઉઠીને પહેલા ઘરનુ બધુ કામ કરી લઉ.”
“સો ક્યુટ મારો સાવજ તો બહુ સમજદાર થતો
જાય છે. તારી મમ્મી ખોટી ચિંતા કરતી હોય છે કે સાક્ષી કાંઇ સમજતી નથી હજી છોકરમત
છે.”
“મમ્મી ને તો આદત જ છે. જવા દોને પહેલા એ
કહો તમારે ટિફિન લઇ જવુ છે તો ફટાફટ બનાવી આપુ?”
“ના બેટા આજે બહુ વર્ક લોડ છે ત્યાં
નાસ્તા પાણી આવતા જ હશે. જમવાનો ટાઇમ નહી મળે. હુ સાંજે આવી ગરમાગરમ જમી લઇશ. બાય
ધ વે તુ સાંજે જમવા ટાઇમે તો હઇશ ને કે પાર્ટીમાં જ જમવાનુ છે?”
“ના પપ્પા જમવાનુ નથી ખાલી નાસ્તો જ છે.
સાંજ પહેલા હુ આવી જઇશ પછી આપણે સાથે જમીશુ.”
“ઓ.કે ચાલો હુ ફટાફટ તૈયાર થઇ નીકળુ એટલે
સાંજે જલ્દી આવી જવાય. તારી મમ્મી નથી અને તુ એકલી હશે એટલે મારાથી રાત્રે મોડુ
નહિ અવાય.”
“ઓ.કે. પપ્પા તમે નીકળો. ચા નાસ્તો રેડી જ
છે તે કરીને જજો.”
“ઓ.કે. બેટા તુ બહુ સમજદાર થઇ ગઇ છો.”
કહેતા જ વિશાલભાઇનો આઁખનો ખુણો ભીનો થઇ ગયો.
વિશાલભાઇ તો તૈયાર થઇ નીકળી ગયા. ત્યારે સાક્ષીએ
ઘડિયાળમાં જોયુ તો હજુ સાડા છ જ વાગ્યા હતા. ઘરનુ બધુ કામ કરી લીધુ હતુ. હવે કાંઇ
કામ કાજ ન હતુ તેને સાડા દસ વાગ્યે
નીકળવાનુ હતુ. હજુ તેની પાસે ચાર કલાક હતા. આજે ઘડિયાળનો કાંટો થોભી ગયો હોય તેવુ
લાગતુ હતુ તેને એક એક મિનિટ કાઢવી ખુબ જ અઘરી પડી રહી હતી. તેને પોતાનો ફોન હાથમાં
લીધો અને ફેસબુક મેસેન્જરમાં સુકેતુ ને મેસેજ કર્યો. તે ઓફલાઇન હતો એટલે આગલી બધી
ચેટ વાંચતા જુની યાદોમાં ખોવાઇ ગઇ.
સુકેતુ
દવે અમેરિકામાં રહેતો એન.આર.ઇ હતો. આમ તો જાણીતા સિવાય કયારેય કોઇની છોકરાની
ફ્રેંડ રિકવેસ્ટ સાક્ષી એકસેપ્ટ ન કરતી.
પરંતુ તેના મામાની દીકરીના લગ્ન હતા. અને તેની ભાણેજ, મામાના દીકરાની દીકરી જે ચાર
વર્ષની હતી તે થોડી તોફાન કરતી હતી અને સ્ત્રીઓને તૈયાર થવા દેતી ન હતી. તે થાકી
ગઇ હતી. નાના બાળકોને પ્રસંગ વખતે સાચવવા ખુબ જ અઘરા પડે છે. તેઓ આખો દિવસ દોડા
દોડી કરીને થાકી જાય અને મોટેરાઓને પ્રસંગનો આનંદ લેવો હોય ત્યારે તે થાકના માર્યા
રાડો દેતા હોય.
આથી નાનકડી હેત્વીને રમવા માટે થોડીવાર સાક્ષી
એ પોતાનો ફોન આપી દીધો. રમતમાં અને રમતમાં હેત્વીએ ફેસબુક ખોલી લીધુ. સાક્ષી પોતાનુ
નેટ ઓફ કરતા પણ ભુલી ગઇ હતી. ફેસબુકમાં આવેલી સુકેતુની ફ્રેન્ડ રિકવેસ્ટમાં રમતમાં
હેત્વીએ એકસેપ્ટ કરી લીધી.
બીજે દિવસે છેક બપોર વખતે સાક્ષીએ ફોન
હાથમાં લીધો ત્યારે તેના મામાની નાનકડી દીકરી કાવ્યા પણ તેની પાસે બેઠી હતી. ફોન
ખોલ્યો તો મેસેંજરમાં દસ મેસેજ હતા.
“કોણ છે આટલુ બધુ નવરુ?” સાક્ષી બોલી તો કાવ્યાએ ફોન છીનવી લીધો.
“મને જોવા દે હમણાં નવરાની બેંડ બજાવી દઉ”
થેંક્યુ ફોર એકસેપ્ટ માય ફ્રેંડ રિકવેસ્ટ
હેલ્લો
આઇ એમ સુકેતુ ફોર્મ અમેરિકા
કેન વી બીકેમ ફ્રેંડ
પ્લીઝ ગીવ યોર ઇટ્રો મેમ
વોટ હેપ્ન વાઇ આર યુ નોટ રીપ્લાઇ મી
ઇફ યુ નોટ લાઇક ટુ ટોક વીથ મી પ્લીઝ
અનફ્રેંડ મી
હેલ્લો મેમ પ્લીઝ રિપ્લાઇ
આઇ થીક યુ આર બિઝી
વેનેવર યુ હેવ ટાઇમ પ્લીઝ રિપ્લાઇ મી
“ઓહ હો
હો તારા તો અમેરિકામાં પણ આશિકો છે. વાહ ગુરુ છા ગઇ સાક્ષી તુ તો.” કાવ્યાએ મેસેજ
વાંચી મજાક કરતા કહ્યુ.
“અરે
કરને બ્લોક એને. નવરાની રિક્વેસ્ટ મે કયારે એકસેપ્ટ કરી હશે?”
“ઉભી
રે ને શુ ઉતાવળ છે. તેની થોડી ટાંગ ખેચી લેવા દે. મજા આવશે” એમ કહેતા કાવ્યાએ
મેસેજનો રિપ્લાઇ કર્યો.
“હેલ્લો
ફ્રેન્ડ આઇ.એમ. દેબોષીત ફ્રોમ કોલકત્તા.”
“ખોટે
ખોટા શુ બિચારાને હેરાન કરે છે. બ્લોક માર ને યાર.”
“ઉભી
રે ને રિપ્લાઇ આવવા દે મજા આવશે”
બે
મિનિટમાં જ રિપ્લાઇ આવી ગયો.
“ઓહ
ફેક આઇ.ડી.?”
“અરે
ના દોસ્ત. તેરે જૈસે અચ્છે દોસ્ત પાને કે લિયે મેને એસી આઇ.ડી બનાઇ હૈ. મેરે સાથ
દોસ્તી કરેગા”
“વાઇ
નોટ લડકા હો યા લડકી મુઝે કોઇ ફર્ક નહિ પડતા. બસ અપને દેશ કો યાદ કરકે પલ દો પલ
દેશ કે દોસ્તો સે બાતે કર લીયા કરતા હુ. યે તો સહી નામ હે ના કે ઉસ મેં ભી કોઇ
લોચા હૈ”
“કાવ્યા
બસ હવે બિચારીને ખાલી ખોટો હેરાન કરવાનો રહેવા દે મારી એફ.બી પરથી”
“ચીલ
સાક્ષી આમ જ સાચા ખોટાની પરખ થશે. સારો
અને વ્યસ્થિત હશે તો તને એક એન.આર.ઇ ફ્રેંડ મળશે અને નહિ તો બોલ્કાશાસ્ત્ર તો જ છે
જ”
“નાઇસ યાર ઇસી લીયે મેને યે ફેંક આઇ.ડી
બનાયી હે. જીસસે મે અચ્છે દોસ્ત પા શકુ”
“ઓ.કે
બાય ફ્રેંડ ગુડ નાઇટ રાત બહોત હો ચુકી હે યહા કલ બાત કરેંગે”
“ગુડ
નાઇટ યહાં તો દોપહર હે દોસ્ત.”
“ઓહ
સોરી આઇ ફરગેટ ગુડ આફટરનુન ફ્રેંડ” સ્માઇલી સાથે સુકેતુનો મેસેજ આવ્યો.
પછી
તો પ્રસંગ અને વિદાઇ અને બધા કામકાજમાં બે ત્રણ દિવસ વિતી ગયા અને પછી ઘરે આવીને
જોયુ તો મેસેંજરમાં ફરી ઘણા મેસેજ સુકેતુ ના હતા. ખબર નહી ત્યારે સાક્ષી ને શુ થયુ
તેણે બધુ સાચે સાચુ સુકેતુ ને કહી દીધુ.
સુકેતુ
ને તે ગમ્યુ. સુકેતુ એ કહ્યુ કે તે ગુજરાતી છે પછી તેઓ રોજ ગુજરાતીમાં ચેટ કરવા
લાગ્યા. સુકેતુ હમેંશા એક ફ્રેન્ડ તરીકે સારી વાતો જ કરતો. કયારેય આછકલાઇપુર્વક
તેને વાત કરી નહોતી. સુકેતુ શાંત સરળ અને સમજુ વ્યકિત હતો. તેની વાતચીતમાં ધીરે
ધીરે સાક્ષી કયારે તેના પ્રેમમાં પડી ગઇ તે તેને ખબર જ ન પડી.
બંન્ને
કલાકો સુધી વાતો કરતા રહેતા. સાક્ષી ને તેની સાથે ખુબ જ ગમતુ. આટલી વાર વાતો
કરવામાં સુકેતુ હમેંશા મર્યાદાપુર્વક જ વર્તતો હતો કયારેય પોતાની લિમીટ ક્રોસ કરી
વાત ન કરતો.
તેણે
થોડા દિવસ પહેલા સાક્ષી ને કહ્યુ હતુ કે તેના માટે તેના માતા પિતા ક્ન્યા જોવા
માટે ઇન્ડિયા આવવાના છે અને પોતે પણ સાથે આવશે ત્યારે પહેલા તે તેને મળવા આવશે.
આજે તે દિવસ આવી ગયો હતો. આજે સાડા દસ વાગ્યે સાક્ષી ના દસ મહિના જુનો ફેસબુક
ફ્રેંડ કમ લવર તેને મળવાનો હતો. વિચારતા વિચારતા આંખ કયારે મિચાઇ ગઇ તે સાક્ષી ને
ખબર પણ ન પડી. સાડા નવ વાગ્યે કામવાળીએ દરવાજો ખખડાવ્યો ત્યારે તેની ઉંઘ ઉડી એટલે
તે ઉઠીને ફટાફટ ફ્રેશ થઇ ગઇ અને મેક અપને ફાઇનલ ટચ આપી દીધો અને ઓઢણી સરખી કરીને
પાણીનો ઘુટડો પીને સ્કુટી લઇને નીકળી ગઇ.
હોટેલ વિલે હાઉસમાં મળવાનુ હતુ તે સાક્ષી ના
ઘરેથી ખુબ જ દુર હતી આથી તે વહેલા જ નીકળી હતી અને સવા દસે તો પહોચી ગઇ. ટેબલ નંબર
12 પર મળવાનુ નક્કી કર્યુ હતુ જે અગાઉથી જ સુકેતુએ બુક કરાવી રાખ્યુ હતુ. થોડીવાર
થઇ એટલે એક છોકરી આવીને તેની સામે બેસી ગઇ.
“એક્સક્યુઝ
મી મેડમ, ધીસ ટેબલ ઇઝ રીઝર્વડ ફોર મી એન્ડ માય ફ્રેન્ડ,
“હું
જાણું છું સાક્ષી કે આ ટેબલ તારા અને સુકેતુના નામે રીઝર્વડ છે.
સાક્ષી
ને એ જાણી આંચકો લાગ્યો કે આ મારા અને સુકેતુ વિષે કેમ બધુ જાણે છે?
“હુ
આર યુ અને તને મારુ નામ કેમ આવડે છે?”
“સોરી
સાક્ષી તને કદાચ દુઃખ લાગે તો પણ આજે હું તને સાચુ કહી દેવા માંગુ છું, કે હુ જ સુકેતુ
ના નામથી એફ.બી યુઝ કરનાર રાખી છુ.”
“વ્હૉટ
નોનસેન્સ? ઇટ ઇઝ નોટ પોસિબલ.”
“ઇટઝ અ
ટૃ સાક્ષી.” કહી તેણે તેના ફોનમાંથી સુકેતુના નામનું એફ.બી. એકાઉન્ટ ઓપન કરી
બતાવ્યુ અને કહ્યુ “સાક્ષી આઇ.એમ લેસબિયન.
ઇંટરકોલેજ ફેસ્ટિવલમાં તારો ડાન્સ જોઇ હુ તારા પર ફિદા થઇ ચુકી હતી અને તને મેળવવા
અને તારી સાથે ફીઝીકલ રીલેશન બનાવવા મે આ બધુ નાટક કર્યુ હતુ. મે સુકેતુ ના નામની
ફેક આઇ.ડી બનાવી તારી સાથે ફ્રેન્ડશીપ બનાવી. આઇ લવ યુ સો મચ કેન યુ બીકેમ માઇ
લાઇફ પાર્ટનર”
સાક્ષી
ને તો રાખી ઉર્ફે સુકેતુ ની વાત સાંભળીને લોહી ઉકળી ગયુ.તે પોતાની જગ્યાએથી સફાળી
ઉભી થઇ ગઇ. તેના ચહેરા પર ભારોભાર ગુસ્સો વર્તાવા લાગ્યો અને જોતજોતામાં તેણે
રાખીને એક જોરદાર તમાચો મારી દીધો.
હોટેલના
બીજા ગ્રાહકો આ દ્રશ્ય જોઇ રહ્યા.
“મીસ
રાખી, આઇ એમ નોટ ધેટ ટાઇપ ઓફ ગર્લ અન્ડરસ્ટેંડ??? હું ધારુ તો તારા પર ફ્રોડનો કેસ
કરી શકુ તેમ છું. કોઇની ફીલીંગ્સ સાથે આ રીતે રમતા પહેલા દસ વાર વિચારજે. તને
ખ્યાલ છે મારા દિલ પર અત્યારે કેવી વીતી રહી છે? શું સમજી જાણીને તે આમ કર્યુ?
“જસ્ટ ગો ટુ હેલ યુ એન્ડ યોર ફીલીંગ્સ” કહેતી સાક્ષી દોડીને ત્યાંથી નીકળી ગઇ.
મિત્રો આજે આપણે જોઇએ જ છીએ કે એફ.બી. અને બીજી શોશિયલ સાઇટ્સ પર આ રીતે રાખી જેવા હજારો છે જે ફેક આઇ.ડી. બનાવીને ટાઇમ પાસ કરતા હોય છે પણ તેઓ ક્યારેય એ નહી વિચારતા કે લોકોની ફીલીંગ્સ એ કોઇ રમકડુ નથી કે જેની સાથે મન થાય ત્યારે રમ્યા અને મન ભરાઇ જતા ફેંકી દીધુ. સાક્ષી જેવી ઘણી છોકરીઓ અને સાથે સાથે બોયઝ પણ હોય છે કે જ્યારે આ રીતે તેની ફીલીંગ્સ સાથે ચેડા થાય છે ત્યારે ઘણે વખત ન કરવાનુ કરી જાણે છે. સો બી કેરફુલ બીફોર ટ્રસ્ટ એનીવન ઓન શોશિયલ સાઇટ્સ.”
Nice
ReplyDeletewah mast story
ReplyDelete