એક ભયાનક સત્ય :2 , ભાગ : 1
ધર્મેશભાઇ ખુબ જ દુર ગયા પરંતુ પાણી ક્યાંય દેખાયુ નહિ કોઇ આવીને તેને એક પરબીડિયુ આપી ગયુ જેના પર તેમનુ નામ હતુ.
શ્વેતા બહેન વોક કરી રહ્યા હતા ત્યારે
તેના હાથમાં પણ કોઇ કવર આપી ગયુ જેમાં તેમનુ નામ હતુ. તેઓએ કવર ખોલ્યુ, સીમાબહેન
કામમાં પરવારી ગયા એટલે તેને પણ કવર ખોલ્યુ, ધર્મેશભાઇ પણ આશ્ચર્ય પામ્યા આટલે દુર
તેના નામનુ કવર કોણ આપી ગયુ તેને પણ કવર ખોલી નાખ્યુ.
કોલેજ પર કોઇ કાર્યક્રમ હતો જેના આમંત્રણ
માટેનુ કાગળ હતો. જેમાં પ્રિંસિપાલે ખાસ આમંત્રણ આપ્યુ હતુ અને કોલેજનો આ છેલ્લો
પ્રોગ્રામ છે અને જેમાં બધા વાલી અને વિદ્યાર્થીઓએ હાજરી આપવી ફરજિયાત છે એવો
આગ્રહ હતો. આવી રીતે બધા વાલીઓને કાગળ મોકલવામાં આવ્યો હતો.
5મી ઓગ્સ્ટ પ્રોગ્રામનો દિવસ આવી પહોચ્યો.
સાંજે પાંચ વાગ્યા ત્યાં તો હોલ ખિચ્ચોખિચ્ચ ભરાય ગયો. પ્રિંસિપાલનો ખાસ આગ્રહ હતો
એટલે બધા વાલીઓ મોટે ભાગે આવી પહોંચ્યા હતા. સાડા પાંચ થયા એટલે પ્રોગ્રામ શરૂ પણ
થઇ ગયો. પ્રોગ્રામની થીમ ખુબ જ સરસ હતી “હરિયાળી” આથી બધાએ લીલા રંગના પહેરવેશ
ધારણ કર્યા હતા. પ્રોગ્રામની શરૂઆતમાં એનાઉંસર લીલા રંગના પહેરવેશ પહેરીને સ્ટેજ
પર આવી ગયા.
“આપ સૌને હું અમારી કોલેજ વતી આવકારુ છુ.
આજનો પ્રોગ્રામ ખુબ જ વિશાળ અને રસપ્રદ છે. જે માણવા માટે આપનો સમય ખુટશે એટલે
સ્પીચને બહુ સ્થાન નથી. વધુ સમય નહિ લઉ અને વધારે કાંઇ કહીશ પણ નહિ બસ પહેલી
લાજવાબ કૃતિ નિહાળો.......”
એનાઉસર જતો રહ્યો અને સ્ટેજ પર કલાકારો
આવવા લાગ્યા. કેટલાક સંતો હતા જે પોતાનુ જીવન દુનિયાની સેવામાં વિતાવી રહ્યા હતા.
તેઓ ખુબ જ પરોપરકારીને ભલા હતા. જયાં પણ મદદની જરુર લાગે ત્યાં તુર્ંત જ પહોંચી
જતા અને નિસ્વાર્થ ભાવે સહાય કરી જતા રહેતા. ન વધારે જ્ઞાન કે બોધ આપતા કે ન કોઇ
બદલાની અપેક્ષા રાખતા. લોકો ખાવા પીવા આપે તો સ્વીકારતા. બીજી કોઇ ભેટ પણ ન
સ્વીકારતા. જેના પર માન થઇ આવે અને દુનિયામાં જોવા ન મળે તેવા અદ્ર્ભુત સંતો હતા.
કલાકારોનો અભિનય પણ જોરદાર હતો. લોકોની આંખો સ્ટેજ પર જડાઇ ગઇ હતી.
સમયનુ વહેણ વહાવા લાગ્યુ. દુનિયા બદલાઇ
રહી હતી. કોઇ એક માંસભક્ષીએ આવા દયાળુ પરોપકારી સંતને ફાડી ખાધા અને પેટ પર હાથ
ફેરવી હસવા લાગ્યો. બાકીના સંતો રડીને આગળ પોતાનુ કાર્ય ધપાવવા લાગ્યા. ના કોઇ
ફરિયાદ કે ન લડાઇ. વિચારી ન શકાય તેવા અદ્રભુત.
માંસભક્ષીને જોઇ ટીખળીખોર પણ સંતોને હેરાન
કરવા લાગ્યા. સંતો તેવા લોકોથી દુર રહેતા પણ પોતાનો સ્વભાવ છોડયો નહિ. તે સદાય
પોતાના કાર્યમાં મગ્ન રહેવા લાગ્યા. ત્રાસ વધવા લાગ્યો અને ધીરે ધીરે બધા સંતોના
ક્ત્લે આમ થવા લાગ્યા. દુનિયામાં અંધાધુધી વધવા લાગ્યા. છેલ્લે એક સંત પોતાની
છેલ્લી ઘડી ગણી રહ્યો હતો. તે આગળ આવ્યા અને માઇક લઇને પોતાના છેલ્લા શબ્દો બોલી
રહ્યા હતા,
“અમે આખી જીંદગી લોકોની સેવામાં વિતાવી
લોકોની બની શકે એટલી મદદ કરી અને એ લોકોએ જ અમારો નાશ કર્યો. હવે હું દુનિયા છોડીને
જઇ રહ્યો છુ હવે લોકોનુ જે થશે તે તેઓના કર્મો.”
પહેલુ નાટક પુર્ણ થયુ. લોકો આમ તો સમજી
ગયા છતાંય એનાઉન્સરે કહ્યુ કે આ સંતો એટલે વૃક્ષો જેના હાલ આપણે કેવા કર્યા તે બધા
જ જાણીએ છીએ. અને આજની પરિસ્થિત પણ. વધારે વાત ન કરતા આગલો કાર્યક્રમ નિહાળીએ.”
સ્ટેજ પર એક પછી એક કલાકારો આવી રહ્યા
હતા. સુંદર નગર હતુ બધા લોકો ખુશ હતા. મજાની ટેકનોલોજી અને મોજશોખથી ભરેલી બધાની
જીંદગી હતી. શાનદાર શહેર અને તેઓની લાઇફ બધાને ગમે તેવી હતી. અચાનક જ રાક્ષસ આવ્યો
અને વિરાટકાઇ રાક્ષસના પગ તળે બધા કચડાઇ જવા લાગ્યા. આવા કેટલાઇ રાક્ષસો શહેર પર
આતંક મચાવવા લાગ્યા.
શહેરમાં ભયનો માહોલ સર્જાય ગયો. ધીરે ધીરે
તેઓ આખા દેશ પર આતંક મચાવવા લાગ્યા. લોકો ઘરમાં પુરાયને ડરી ડરીને રહેવા લાગ્યા.
રાક્ષસો એવા વિરાટ અને શક્તિશાળી હતા. જેનો મુકાબલો કરવો લગભગ અશક્ય લાગતુ અને
કોઇની હિમ્મત પણ ન થઇ રહી હતી કે તેઓનો સામનો કરે.
ટપાટપ લોકો મરી રહ્યા અને રાક્ષસો તેને
કાચા અને કાચા ખાઇ જતા હતા. પરિવારને લાશ પણ મળતી ન હતી. ખુબ જ ભયાનક વાતાવરણ હતુ.
નાટકનો હીરો અરુણ ખુબ જ પરેશાન હતો. તે પોતાના સાયન્સ પ્રોફેશર દેવેન્દ્ર આહુજા
પાસે ગયો,
“સર, આ આપણી પૃથ્વી પર શુ થઇ રહ્યુ છે?”
“બેટા, હું પણ એ બાબતે ચિંતિત છુ.”
“પણ સર આ લોકો કોણ છે? ક્યાંથી આવ્યા છે?
તેનાથી બચવાનો કોઇ ઉપાય ખરો?”
“હા, ઉપાય તો છે પરંતુ બહુ જ અઘરુ છે.”
“અઘરુ હોય તો પણ જરુરી છે. આપણી દુનિયાને
બચાવવા માટે હુ ગમે તે કરવા માટે તૈયાર છુ.”
“થેન્ક્યુ બેટા, બ્રેવ બોય. સાંભળ આપણા
દેશથી દુર શ્રીલંકા પાસે એક નાનકડો ટાપુ છે. ઓહિયા ટાપુ ત્યાં રાક્ષસોની સેનાના
સરદાર રહે છે. આ લોકોથી બચીને ગમે તે રીતે સરદાર પાસે કોઇ રીતે જઇ શકાય તો તેને
વિનંતી કરીને રક્ષા માટે પ્રાર્થના કરી શકાય.”
“તે ના માને તો?”
“તો તેની સાથે લડાઇ કરીને તેને હરાવી દઇએ
તો આ બધા રાક્ષસની શક્તિ ખત્મ થઇ જશે.”
“વાહ, તો હું જરૂરથી ત્યાં જઇશ. મને
ત્યાંનો પરફેકટ મેપ હોય તો આપજો.”
“બેટા, તું એકલો નહિ. હું પણ આવીશ તારી
સાથે.”
“સર તમે?”
“હા, હું જવા માટે વિચારતો હતો ત્યાં તુ
આવ્યો એટલે હવે સાથે જ નીકળીશુ.”
***************************
મહા મુસીબતો નો સામનો કરીને રાક્ષસોથી મહા મુસીબતે બચીને તેઓ માંડ ટાપુ પાસે પહોંચ્યા. નૌકા પર બેસીને તેઓ ટાપુના કિનારા પાસે તો પહોંચી ગયા પરંતુ..................................
ભાગ 2 વાંચવા અહી ક્લિક કરો. 👉Part 2
લેખકનું નામ : ભાવિષા ગોકાણી

Nice
ReplyDelete